પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૨૫
 

વાર્તાનું કથન અને નીતિશિક્ષણ કળાની પીંછી જો યથાર્થ રીતે નીતિનો પક્ષ લઈ શકે ને અનીતિને તુચ્છકારી કાઢે તો સહેજે નીતિઅનીતિનો ભેદ અને નીતિનો પ્રબોધ બાળક ઉપર છપાય. નીતિયુક્ત વાર્તા જ કહેવાય અને બીજી વાર્તા ન કહેવાય એ માન્યતા એક અસંગત અને અગમ્ય માનસનું પ્રતિબિંબ છે. એકબે વિચારો ખાસ કરી લેવા જેવા છે. ગુણદોષ, સારુંનરસું, એ સાપેક્ષપણે છે. એકના અભાવે બીજાની હયાતી છે, એકના ગુણથી બીજાનો દોષ છે. એકલી નીતિયુક્ત વાર્તા તો કલ્પનામાં જ હોય. નીતિ ઠસાવવા માટેની વાર્તાઓમાં અનીતિનું ખંડન અને નીતિનું ખંડન તો હોય જ છે. પાપીને સજા દેવા માટે કલ્પિત નરકને સ્થાન આપનારા ધર્મમાં પુણ્યશાળીને સ્વર્ગ દેવા માટેની કલ્પના પણ કરવી પડી છે. અંધકાર પ્રકાશનો અભાવ છે, એથી વિશેષ કાંઈ નથી, એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. કેટલાએકનું કહેવું છે કે સાચા બનાવોને જ વાર્તામાં ગણવા અને કલ્પિત બનાવોને અસત્ય ઘટના ગણી છોડી દેવા. વાર્તાની દષ્ટિએ કલ્પિત અને સાચા બનાવોમાં તફાવત નથી. વાર્તામાં ગૂંથેલા બનાવો એ વાર્તા પૂરતા કલ્પિત છે, પણ બનાવો તો જગત આખામાં બને તેવા કે મનુષ્યની વાસતવિકતા સંબંધેની કલ્પનામાં આવી શકે તેવા હોય છે. આથી જ નીતિશિક્ષણમાં તો વિજ્ઞાનની વાતો જેવી વાસ્તવિકતા ઉ૫૨ જ રચાયેલી વાર્તા ઉપર આધાર રાખવો જોઈએ એ વિચારને થોડું જ માન આપવું ઘટે છે. મનુષ્ય- જીવનની વાસ્તવિકતા ઉપર જ વાર્તાઓ રચીને નીતિશિક્ષણ આપવાના દાવાને પણ આપણે આવી રીતે અવગણી શકીએ. મનુષ્યજીવનની વાસ્તવિકતાની બીજી બાજુ પણ છે. વાસ્તવિકતા એ વાસ્તવિકતા હોવાથી ગુણ અને દોષ બંનેથી ભરપૂર છે. વાસ્તવિકતાના ગુણદોષોનો ખુલાસો ૨૨૫