પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૩૩
 

પ્રકરણ દસમું લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ Hues લોકવાર્તાના કથનથી કલ્પનાશક્તિ ખીલે છે એ વિચારમાં ઘણો થોડો જ મતભેદ છે. ડૉ. મોન્ટીસોરી સિવાયના અત્યાર સુધીના સઘળા કેળવણીકારોનું એવું મંતવ્ય છે કે લોકવાર્તાના- કથનથી કલ્પનાશક્તિ અવશ્ય ખીલે છે. કલ્પના એટલે વાસ્તવિક્તા તો નહિ જ. તો પછી કલ્પના હંમેશ સત્યાશ્રયી હોવાનો સંભવ નથી. થોડા દિવસ પહેલાં પોલ રિશાર કહેતાં હતા કે બધા કવિઓ ગપ્પી હોય છે. એ અર્થમાં કલ્પનામાત્ર અસત્ય એમ કહેવામાં અડચણ નથી. પણ કલ્પના અને સત્યને વિરોધ નથી, તેમ જ કલ્પનાની સૃષ્ટિ રચનાર અસત્યવાદી છે એમ કહેવાને કારણ પણ નથી. કલા ને કાવ્યમાં જે અદ્ભુત છે તે કલ્પનાની સૃષ્ટિ છે, છતાં એ કલ્પનાથી દુનિયામાં સત્યને હાનિ પહોંચતી નથી. ને વાસ્તવિકતાને પેલે પાર મન અને બુદ્ધિને ઊડવાની જે શક્તિ છે તે કલ્પનાશક્તિના વિકાસનું ફળ છે. નાયગરાનો ધોધ જોયા વિના એ ધોધની વાત સમજી શકીએ છીએ. ભૂતકાળ કેવળ

  • All poets are liars.