પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૩૪
 

વાર્તાનું શાસ્ત્ર-૨ કલ્પનાના બળથી ઉકેલી શકીએ છીએ, અનંત અંતરને કલ્પનાથી જ ભેદી શકીએ છીએ અને અગમ્ય એવાં તત્ત્વોને કલ્પનાથી ઝીલી શકીએ છીએ, એ અનુભવ આપણે ભૂલી જવાનો નથી. વાર્તાઓ કલ્પનાશક્તિને ખીલવે છે એનો અર્થ એટલો જ છે કે માણસને તે સૂક્ષ્મ, દૂરસ્થ, ઈન્દ્રિયોથી ૫૨, સ્થૂળ બુદ્ધિને અવાસ્તવિક એવી સૃષ્ટિમાં પેસવાની, તેને સમજવાની અને તેનો આનંદ લેવાની શક્તિ આપે છે. વાર્તાઓ દ્વારા કલ્પનાશક્તિના વિકાસને લીધે માણસનો સાહિત્યનો પ્રવેશ ઊંડો બને છે, કલામાં તેની નજર તીણી બને છે અને આ દુનિયાની દૈવી કવિતાને સમજવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. કારણ એ છે કે દુનિયાનાં સાહિત્ય, કલા અને જે સુંદર ભાસે છે, સુરૂપ ભાસે છે, અકલિત ભાસે છે, તે બધું એક ઈશ્વર અને મનુષ્યના મગજમાંથી ઊપજેલી કલ્પનાનું ફળ છે. ૨૩૪ કલ્પનાશક્તિ ખીલેલી નથી હોતી ત્યારે જ માણસ પથ્થરના દેવની પાછળ પ્રભુત્વ જોઈ શકતો નથી. કલ્પનાપૂર્ણ આર્યોએ જ આપણને ઉપનિષદનાં કાવ્યો આપ્યાં છે. કલ્પનાની ડોક લાંબી કરનારાઓથી જ પુરાતત્ત્વની સાચી શોધ થાય છે અને કલ્પનાના બળ વડે જ આજે સમર્થ પુરુષો ભાવિમાં નજર નાખી શકે છે. જેમ બુદ્ધિ, ઈન્દ્રિયો વગેરે તેમના યથાર્થ વિકાસને પરિણામે મનુષ્યને ઉપયોગી થાય છે, તેમ જ કલ્પના તેનાં સાચા વિકાસને લીધે જ મનુષ્યને ઉપયોગ થાય છે. સામાન્ય મનુષ્યને સુમધુર સંગીત પણ ઘોંઘાટ લાગે છે, તેમ જેની કલ્પનાશક્તિ કેળવાઈ નથી તેને જ્યાં કલ્પનાનું ક્ષેત્ર છે ત્યાં નરી વાસ્તવિકતા લાગે છે. આજે ચિત્રકલામાં બે મતપક્ષો છે. એક પક્ષ કહે છે કે કલા વસ્તુને અનુસરીને જ હોવી જોઈએ. બીજો પક્ષ કહે છે કે વસ્તુની પેલે