પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૫૬
 

વાર્તાનું શાસ્ત્ર-૨ તમામ કહેવતોનું કંઈક મૂળ તો હોય જ છે. આવી મૂળ બતાવનારી કહેવતોની વાર્તાઓનો એક જુદો જ સંગ્રહ થઈ શકે. આવો એક સંગ્રહ શ્રી ગણેશજી જેઠાભાઈએ બહાર પાડીને લોકસાહિત્ય ઉપર ઉપકાર કર્યો છે. એ સંગ્રહનું નામ 'કૌતુક- માળા' છે. આવી વાર્તાઓ અંગ્રેજી સાહિત્યમાં જોવામાં આવી નથી. ગુજરાતી ભાષાના લોકસાહિત્યની આ એક વિશિષ્ટતા અને તવંગરપણું છે. આવી વાર્તાઓ લોકસાહિત્યની દષ્ટિએ ખાસ અભ્યાસ કરવા યોગ્ય છે. જૂના લોકો કેવા પ્રકારના જીવનમાં ખૂબ રસ લેતા, કેવી જાતની રહેણીકરણી તેમને આકર્ષક લાગતી, તેમની નીતિરીતિની કલ્પના કેવી હતી તેનો સાચો ખ્યાલ આવી વાર્તાઓ આપે છે. કહેવતો સમાજમાનસનું એક બાજુનું એક પ્રકારનું કિંમતી ચિત્ર છે. કહેવતો પોતે જ લોકસાહિત્યનું અંગ છે એટલે કહેવતો સમજાવનારી વાતોની કિંમત અમૂલ્ય છે. (૭) વિનોદની વાતો અને ચાતુરીની વાતો ૨૫૬ આપણા લોકોનો વિનોદ ચાતુર્યપ્રધાન માલૂમ પડે છે. સમાજની વૈશ્યવૃત્તિને અનુકૂળ ચાતુર્ય અને વિનોદ આવી વાર્તાઓમાં ઠારોઠાર નજરે પડે છે. ઘણા વખતથી ગુલામીમાં સબડતા લોકોમાં ચાતુરીની વાતો જ સાહસની વાતો કરતાં વધારે નીકળી શકે. કોઈથી ઠગાઈ નહિ જવામાં, અને બને તો બીજાને ઠગવામાં લોકોનું વલણ જે વખતે વધી ગયું હશે તે વખતના લોકોના જીવનની સાક્ષીભૂત આવી વિનોદમય ચાતુરીની વાતો છે. એ વાર્તામાં બુદ્ધિકૌશલ્ય છે તેમ મીઠી મજા પણ છે. પણ એ બધા કરતાં એમાં સ્વરક્ષણનો વિચાર વધારે છે. છતાં આવી બુદ્ધિચાતુર્યભરેલી વાતો બહુ જ કુશળ મગજમાંથી નીકળી હોવી જોઈએ. એ વાર્તાનો રચનાર પ્રજાના બુદ્ધિવૈભવ માટે તો આપણે