પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૭૦
 

વાર્તાનું શાસ્ત્ર-૨ આવે છે. સીધી રીતે વાર્તામાં આચારવિચારની ટીકા કે માન વિષેનું લખાણ કાઢી નાખી તે બધું વાર્તાના લોહી સાથે જ ભેળવી દેવાય છે. વાર્તાની ગૂંથણી જ એવા પ્રકારની થવા લાગી છે કે એમાં બધું આવે. બાળકને તેથી જ વાર્તા વધારે સુંદર અને આકર્ષક લાગે. આમ વાર્તાના વસ્તુ પરત્વે ઠીક વિચાર અને કાર્ય ચાલ્યું છે. ૨૭૦ (૨) વાર્તા કહેનાર ખાસ શિક્ષક આજનો યુગ Specialization નો છે, વ્યક્તિવિશેષતાનો છે. પ્રત્યેક વ્યક્તિમાં જે વિશેષતા હોય તે કેળવવામાં તેને અને સમાજને લાભ રહેલો છે. 'Jack of all and Master of non' એ કહેવત આજનો યુગ બરાબર માને છે. એવું પણ મનાય છે કે પોતાનું વ્યક્તિત્વ પૂરેપૂરું ખીલવવામાં જ સમાજનું ખરું વ્યક્તિત્વ, ખરું જીવન ખીલશે. જેમાં જે હોય તે બરાબર બહાર આવે તો એકંદરે સમાજને જે જોઈએ છે તે મળી જ રહેશે. (એથી જ તો આજનો યુગ વિનિમયનો નથી.) આજનું અર્થશાસ્ત્ર જૂનાથી નિરાળું છે. આજે એક જ માણસે તેના બધા વ્યવહારો માટે કુશળતા કેળવવી નથી પડતી તેમ શ્રમ ઉઠાવવો નથી પડતો. આજનો યુગ શ્રમવિભાગનો છે. આ નવા યુગની અસર સર્વત્ર વધતી જ જાય છે. શિક્ષણમાં પણ તે આવી છે. Subject teaching એ આ યુગનું ફળ છે. નિષ્ણાતના લાભો આ યુગ શિક્ષણમાં લે છે ને માગે છે. નિષ્ણાત વેદિયો ન રહેતાં ધીમે ધીમે તે પોતાના એકાંગી વિષયને તલસ્પર્શી કરવામાં જ સવંદેશી થાય છે, તેને થવું પડે છે. શિક્ષણમાં આ વિચાર વધારે ને વધારે ફેલાય તે ઈષ્ટ છે. સામાન્ય વાતાવરણનો પ્રશ્ન હોય ત્યાં એક જ