પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૭૧
 

પાછળથી વ્યક્તિની છાપ યોગ્ય છે; જ્યાં શિક્ષણમાં વ્યક્તિની શક્તિની અસાધારણ વિશેષતાની જરૂર નથી ત્યાં ભલે એક જ વ્યક્તિ એકથી વધારે વિષયો શીખવે; પરંતુ જે વિષયો એવા છે કે જેનું ખાસ જ્ઞાન શિક્ષકે મેળવવું જોઈએ, જેને રજૂ કરવામાં રહેલું કલાવિધાન કયાં છે ને કેવી રીતે થઈ શકે તે જાણવું અને આવડવું જોઈએ, જેમાં તલસ્પર્શીપણા વિના ચાલે નહિ ને જે માટે વિશેષ બુદ્ધિ અને શ્રમ જોઈએ, ત્યાં તો વિષયશિક્ષણ જ જોઈએ. ૨૭૧ દરેક મનુષ્યને વાર્તા આવડતી હોય છે. પણ તેથી તે કહી જાણે છે એમ નથી. દરેક બાળક વાર્તા સાંભળી રાજી થાય છે પણ રાજી થનાર બાળકને ખરેખર ઉત્તમ રીતે જ વાર્તા સાંભળવાનું મળ્યું છે એમ નથી. વાર્તા સાંભળવી ગમે છે માટે તે જેવી કહેવામાં આવે તેવી સાંભળે છે. ઊંચી રીતે કહેવાતી વાર્તા તેણે ન જ સાંભળી હોય તો સામાન્ય વાર્તાકારને શ્રેષ્ઠ તે ગણે છે, તેનાથી તે તૃપ્ત રહે છે. પરંતુ ખરી દૃષ્ટિએ તેને ખરો આનંદ અને તૃપ્તિ નથી જ મળ્યાં. તેનો એ અધૂરો આનંદ અને અતૃપ્તિ જો આપણે તેને પૂરો આનંદ અને તૃપ્તિ ન આપી શકતા હોઈએ તો વીંખીએ નહિ; પરંતુ વાર્તાકથનનો હેતુ બાળકને શિક્ષણ સાથે પૂરો લાભ, પૂરો આનંદ આપવાનો હોઈ શકે, હોવો જોઈએ. વાર્તાકથનને શાળામાં સ્થાન મળ્યું. બાળકોને તો સૂકો રોટલો પણ મીઠાઈ જેવો લાગે છે. ગાળો ને માર અથવા ઈતિહાસ, ભૂગોળ અને ગણિતની માથાકૂટ વચ્ચે વાર્તા સાંભળવાનું મળે તે તેમને મન કાંઈ જેવી તેવી વાત નથી. એથી તો ગમે તેવો બેદ૨કાર, બેકદર, અબૂજ, કલાનો દુશ્મન જેવો શિક્ષક પણ વાર્તા કહેવા બેસશે તો તેઓ તેને સાંભળશે, તેને તે પ્રિય લાગશે. ભૂખ્યાને મન સૂકો રોટલો બત્રીશ ભોજન ને તેત્રીશ