પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૭૨
 

. ૨૭૨ વાર્તાનું શાસ્ત્ર-૨ શાક છે. પણ પાકશાસ્ત્રી પાસે તો કેટલી યે ખરેખર મીઠી વાનીઓ હોય છે. પણ આપણે જાણીબૂઝીને બાળકને સૂકો રોટલો કેમ ખવરાવીએ ? તેમને ભૂખ છે માટે તો તેમને ઉત્તમ ભોજન આપીએ. વાર્તાકથનમાં આપણે આ જ હેતુ લક્ષમાં રાખીએ. દરેક શિક્ષકમાં વાર્તા કહેવાની યોગ્યતા નથી, ન જ હોઈ શકે. કેટલાકોને વાર્તાઓ યાદ નથી રહેતી; તેવાઓ વાંચીને ભૂલતાંચૂકતાં વાર્તા કહે છે. કોઈ ગોખીને બોલી જવા બરાબર કહે છે; કોઈ વાર્તાનું રહસ્ય જાણતા નથી; કોઈમાં કહેવાની ઢબ નથી હોતી. વાર્તાનું ચિત્ર ખડું કરી શકે તેવા કુશળ શિક્ષકો તો થોડા જ જડે છે. ગણિતમાં ગમે તેવું થોડું વધારે ણનારને ને ગમે તેમ શીખવનાર શિક્ષક ચાલે નહિ, તો વાર્તા કહેનાર શિક્ષક ગમે તેવો ન ચાલે. કોઈ શિક્ષક પોતાને વાર્તા કહેનાર તરીકે તૈયાર કરી શકે. તે પોતાનો વાર્તાભંડાર વધાર્યા જ કરે. તે વાર્તા કહેવાનું શાસ્ત્ર જાણી જ લે. તે વાર્તા કહેવાનું ખાસ કામ કરીને વાર્તાનો ક્રમ, વસ્તુ, રચના, શૈલી, વગેરેનું નિર્માણ કરવા શક્તિમાન થઈ શકે. વાર્તાકથન એક જ તેનો વિષય હોવાથી તેમાં તે ઊંડો ઊતરે. વાર્તાનું વસ્તુ આપોઆપ એકઠું થતાં તેનાં પુસ્તકો રચવાનું તેને સુલભ છે. વાર્તાના વિસ્તૃત અભ્યાસને બળે વાર્તાસૃષ્ટિની પાછળ રહેલ માનવબૃદ્ધિનાં અને લાગણીનાં સૂક્ષ્મ બળો અને પડોનો અભ્યાસ તેને રસિક થઈ પડે. વાર્તાના સાહિત્યમાં તે એકલો સાહિત્યકાર કે સાહિત્યવિવેચકનું સ્થાન મેળવી શકે. આમ જો તે આ એક જ વિષયની પાછળ પડે તો નાનાં બાળકોને પૂર્ણપણે રાજી કરવાના કામથી માંડીને વાર્તામાંથી નીકળતી