પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૪
 

વાર્તાનું શાસ્ત્ર-૧ વાર્તાકથન એ મારી માન્યતા પ્રમાણે નિબંધલેખનનું પ્રથમ પગથિયું છે, અને હોવું પણ જોઈએ. જે વસ્તુ સાંભળવા મન ખેંચાય છે તે વસ્તુ સિવાયની બીજી કઈ વસ્તુ મનુષ્યને લેખનના વસ્તુ તરીકે આકર્ષે એ પ્રશ્ન છે. નિબંધલેખનમાં જે સુસંકલના જોઈએ છીએ ને જે ક્રમપુર:સરપણું અને સમતોલપણું તેમાં આવશ્યક છે, તે વાર્તામાં હોવાથી વાર્તા શરૂઆતના દિવસોમાં નિબંધલેખનના કામમાં અવશ્ય સ્વીકારવા યોગ્ય છે. વળી નિબંધ- લેખનમાં વિચારની ગોઠવણમાં જે મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને અનુભવવી પડે છે, તે મુશ્કેલી વાર્તાના નિબંધલેખનમાં અનુભવવી પડતી નથી, કારણકે વાર્તા સ્વયંસુધારક હોવાથી વાર્તાની શૃંખલા તૂટતી નથી, અને તેથી વિચારસંકલના અકબંધ ચાલે છે. વાર્તાઓમાં કહેનારની ભૂલ થાય કે સાંભળીને લખનારની ભૂલ થાય તો તુરત જ તે પકડાઈ જાય છે. સંકલના વિના વાર્તા લખનાર કે કહેનાર આગળ ચાલી જ ન શકે. આ કારણથી વાર્તા સ્વયંશિક્ષણ આપનારી છે, અને એટલા જ માટે વાર્તાકથનથી નિબંધલેખન પર જવું સહેલું છે એ અનુભવને પ્રસિદ્ધ કરવાનું મજબૂત કારણ છે. ૧૪ માણસને અનેક રીતે ઊંચે ચડાવવાનો ઉદ્દેશ વાર્તાકથનનો છે ખરો. એ ઉદ્દેશ ગૌણ છે છતાં મહત્ત્વનો છે. પણ એ ઉદ્દેશ ત્યારે જ સરે છે કે જ્યારે આનંદની વસ્તુ તરીકે એને આગળ કરી ઉપદેશનો ઉદ્દેશ ઢાંકી મૂકવામાં આવે. ધર્મનાં પુસ્તકો પ્રભુની પેઠે આજ્ઞા કરે છે તેથી તેની અસર આપણને થોડી થાય છે; ઈતિહાસગ્રંથો મિત્રની જેમ આપણા કાન ઉઘાડે છે પણ તેને માનવા, નહિ માનવા માટે આપણે હંમેશાં સ્વતંત્ર રહીએ છીએ; પણ વાર્તાઓ પ્રેમાળ સહધર્મચારિણીની પેઠે મનને વશ કરીને