પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૧
 

વાર્તાની પસંદગી થવાને સમાજ જે પ્રાકૃતિક દશામાંથી નીકળી ચૂકયો છે તે દશામાંથી બાળકે નીકળવાનું છે. બાળક સંપૂર્ણ મનુષ્ય છતાં પ્રાથમિક સ્થિતિનું છે, એ વાત સદૈવ ધ્યાનમાં રાખીને આપણે વાર્તાઓની પસંદગી કરવાની છે. પ્રાથમિક માણસ કેવી કેવી વાર્તાઓ પસંદ કરતો હતો તેની આપણે પૂરેપૂરી કલ્પના કરવાની છે. શરૂઆતમાં આવી થોડીએક બાબતો ધ્યાનમાં રાખી બાળકોને માટે કેવી વાર્તાઓ પસંદ કરવી જોઈએ તેનો આપણે નિર્ણય કરીએ. ૨૧ વાર્તાઓના ઢગલામાંથી પહેલવહેલાં આપણે અર્થ વિનાની નાની નાની કવિતાઓને પછીથી જોડકણાંથી ભરપૂર વાર્તાઓ લઈએ. અર્થ વિનાનાં જોડકણાં બાલજીવનમાં કેવી અદ્ભુત ચમત્કૃતિ ઉત્પન્ન કરે છે તેનો ખ્યાલ તો જેમને બાલજીવન અને બાળવાર્તાના કથનનો સીધો અનુભવ છે તેને જ આવી શકે છે. "ચાંદા રે ચાંદા, ઘીગોળ માંડા, દહીં કે દૂધડી, માખણ ફૂદડી, મારી બેનના મોઢામાં હબૂક પોળી.” "આવ રે વરસાદ, ધેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી, ને કારેલાંનું શાક; આવ રે વરસાદ નેવલે પાણી, નઠારી છોકરીને દેડકે તાણી.” આવાં સાદાં જોડકણાં સાંભળવામાંથી બાળક આસ્તે આસ્તે નાની નાની અર્થ વિનાની અને જોડકણાંથી ભરપૂર વાર્તાઓ સાંભળતું થાય છે. આ ક્રમ સ્વાભાવિક છે. આવી વાર્તાઓ આપણને પુષ્કળ મળે છે.