પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૨
 

વાર્તાનું શાસ્ત્ર-૧ "ચકી પડી ખીરમાં ને ચકો બેઠો નિમાણો.” "કૂકડી પડી રંગમાં ને કૂકડો શોકઢંગમાં,” "કહાણી કહું કૈયા ને સાંભળ મારા થૈયા." "એક વાતની વાત ને સવાયાની સાત. આ વાર્તાઓ આવા પ્રકારની છે. આ વાર્તાઓ બાલ- દુનિયાની છે. બાળક તો પોતાની આસપાસની દુનિયા નવી આંખે નિહાળવા લાગે છે તેથી તેને આવા પ્રકારની વાર્તાઓમાં ભારે રસ આવે છે. આકાશ, પૃથ્વી, પવન, સૂર્ય, ચંદ્ર, પક્ષીઓ, પશુઓ અને ફૂલો બાળકને મન નવી નવાઈની ચીજો છે. આ ચીજોની ગૂંથણી જે વાર્તાઓમાં આવે છે તે વાર્તાઓ સાંભળતાં બાળક તલ્લીન બની જાય છે. બેશક, આ વાર્તાઓ આખેઆખી ને તેના સંપૂર્ણ અર્થમાં બાળક સમજે છે માટે તે સાંભળવા પ્રેરાય છે એવું કંઈ નથી. આપણે સમજી શકતાં નથી તેવી જાતના અનુભવો આ દુનિયાનો નવો મહેમાન ક્ષણે ક્ષણે પ્રત્યેક ઈન્દ્રિયગમ્ય વસ્તુ પરત્વે કરે છે; ને જે જે શબ્દોમાં કે શબ્દસમૂહોમાં એ અનુભવોને ભાષા મળે છે ત્યાં ત્યાં બાળકને ચમત્કૃતિ ભાસે છે. આવે પ્રસંગે બાળક પોતાની ભાષા ઘડવાનો સુંદર લાભ લે છે એ પણ તેના આવી વાર્તાના રસનું કારણ છે. આવી વાર્તાઓને આપણે બાળવાર્તાઓને નામે ઓળખશું. આવી વાર્તાઓમાં ઢંગધડો હોતો નથી, કે તેમાંથી અર્થ થોડો જ નીકળે છે, તેની આપણને ચિંતા કરવાનું કારણ નથી. એ વાર્તાઓમાં બાળકની દુનિયાનું પ્રતિબિંબ છે અને બાળક તેમાં રસ લે છે, એટલું જ અત્યારે તો બસ છે. ઉક્ત વાર્તાઓ બેશક કલ્પિત છે. પણ આ પછીની શ્રેણીમાં વધારે કલ્પિત વાર્તાઓ, અને વાર્તાઓના નામને શોભાવે તેવી ૨૨ '