પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૩
 

વાર્તાની પસંદગી વાર્તાઓને સ્થાન મળે છે. કલ્પિત વાર્તાઓમાં ઘણી ઘણી જાતની વાર્તાનો સમાવેશ થઈ જાય છે. ઐતિહાસિક વાર્તાઓ અને વિજ્ઞાનની વાર્તાઓ સિવાયની બધી વાર્તાઓ કલ્પિત છે. વળી કલ્પિત વાર્તાઓના બે પ્રકાર છે. જેને આપણે પ્રાણીઓની, કુદરતના બનાવોની, ભૂતપ્રેતાદિની, દેવો અને દેવીઓની, નાગ, યક્ષ, કિન્નરો અને રાક્ષસોની વાર્તાઓ તરીકે ઓળખીએ છીએ તે વાર્તાઓ કલ્પિત વાર્તાઓનો એક પ્રકાર છે; જ્યારે જે વાર્તાઓમાં મનુષ્યો પાત્રો તરીકે હોય છે તે વાર્તાઓ બીજા પ્રકારમાં આવે છે. સાધારણ રીતે ઐતિહાસિક દંતકથાઓ, ભક્તોની વાતો, સતીઓની વાતો, પ્રેમકથાઓ, કૌટુમ્બિક વાતો, કામણ- ટૂમણની વાતો, વારતહેવારની વાતો, શૂરાઓની વાતો, અને ઐતિહાસિક વાતો, આ બીજા પ્રકારની વાર્તાઓ છે. પહેલા વર્ગને અંગ્રેજી શબ્દથી ઓળખાવીએ તો તેને 'Imaginative Fiction'નું નામ મળે અને બીજા વર્ગને 'Realistic Fiction'નું નામ મળે. પહેલા વર્ગની કલ્પિત વાર્તાઓમાં હકીકતનું યથાર્થપણું હોતું જ નથી. આ વર્ગની વાતોમાં હકીકત કલ્પિત એટલે અસ્તિત્વમાં ન હોય એવી, માત્ર કલ્પનામાંથી જ નીકળેલી હોય છે. પહેલા વર્ગની વાર્તાઓ હકીકતમાં ખોટી હોય છે. પરંતુ ખોટી કે કલ્પિત હકીકત દ્વારા તેમાં સાચા વિચારો ને સાચા આદર્શો હોય છે. આ વર્ગની વાર્તાઓમાં આવતી પરીઓ, યક્ષો, કિન્નરો, ભૂતપ્રેત કે નાગો ખોટા હોય છે પણ તેમના દ્વારા વ્યક્ત થયેલ ભાવનાઓ અને આદર્શો હોય છે. બીજા વર્ગની વાર્તાઓમાં મનુષ્યો પાત્રોરૂપે હોય છે પણ તેમાં ગૂંથેલા બનાવો કલ્પિત હોય છે. જોકે આ બનાવો કલ્પનાથી ઉપજાવી કાઢેલા હોય છે, છતાં આ બનાવો દુનિયામાં બનતા બનાવો માંહેના જ હોય છે, અને આ ૨૩