પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૪
 

૨૪ વાર્તાનું શાસ્ત્ર-૧ બનાવો દ્વારા આવી વાર્તાઓ મનુષ્યના અનુભવોને વ્યક્ત કરે છે- મનુષ્યનાં મંથનો, આદર્શો, આચારો અને ભાવનાઓને પ્રગટ કરે છે. આ બંને પ્રકારની વાર્તાઓ બાળકોને ગમે છે. ઉક્ત બંને પ્રકારની વાર્તાઓ બાળકોને કહેવામાં કશી હરકત નથી. માત્ર એક જ વિચાર ધ્યાનમાં રહેવો જોઈએ કે આ વાર્તાઓ સ્વતઃ સારી છે અને બીજી રીતે વાંધા ભરેલી નથી. વાર્તાઓ છેક કલ્પિત છે છતાં બાળકોના માનસ ઉપર તે ભારે અસર કરી શકે છે. આ વાર્તાઓ ખોટી છે છતાં બાળકના મનને તે એટલી બધી જીવંત ભાસે છે કે બાળક તેનાથી ઘડાય છે. એકાદ સારી કલ્પિત વાર્તા બાળકના વિચારોને, આદર્શોને, દષ્ટિબિંદુઓને, સારાસાર બુદ્ધિને, સસદ્ વિવેકને જાગૃત કરે છે, ગતિ આપે છે ને નિશ્ચિત કરે છે. આવી વાર્તા બાળકની દષ્ટિમર્યાદા વિશાળ બનાવે છે, કલ્પના સતેજ કરે છે, સૌંદર્ય પારખવાની સાચી શક્તિ આપે છે, લાગણીને સૂક્ષ્મ અને ઊંડી બનાવે છે, વિનોદને સજીવ કરે છે, અને ટૂંકમાં તેના જીવનમાં પ્રાણનું સિંચન કરે છે. આ બધું કેમ બને છે તેનો અનુભવ કોઈ કુશળ વાર્તા કહેનારને તો હંમેશાં થતો જ હશે. આ વાર્તાઓ લોકોના અનેકવિધ જીવનના સારભૂતે લોકહૃદયમાંથી પ્રગટેલી છે. આવી વાર્તાઓ કલ્પિત છે છતાં તેઓને ન્યાય, તેઓની ધર્મબુદ્ધિ, તેઓની પાક દાનત, તેઓની વિવેકબુદ્ધિ એટલાં બધાં નિર્મળ અને સમતોલ છે કે બાળક કલ્પિતપણું ભૂલી જઈ એમાં રહેલ ગુણોની વાસ્તવિકતાને પોતાનામાં સંગ્રહે છે. આપણે ત્યાં પરીઓની વાતો નથી અથવા ભાષાંતરના પ્રયોગોથી હમણાં હમણાં થોડી થોડી વધી છે, પરંતુ પરીઓની વાતોને પણ ટકોર મારે એવી કલ્પિત વાતો આપણે ત્યાં છે. એ વાર્તાઓને આપણે પરીઓની વાતોના જેટલું જ સ્થાન