પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૫
 

વાર્તાની પસંદગી આપી શકીએ. પરીઓની વાતોની મહત્તા સંબંધે એક અમેરિકન લેખિકા બાઈ મિલરે સુંદર શબ્દોમાં લખ્યું છે.* આવી જાતની વાર્તાઓનો બાલવિકાસમાં અને તેના ચારિત્રગઠનમાં મોટો ફાળો છે. કોઈ પણ જાતના નૈતિક ઉપદેશ વિના કે વાર્તાના રહસ્ય તરફ લક્ષ અપાવવાના શિક્ષકના લેશ માત્ર પ્રયત્ન વિના બાળક પોતાની જાતે જ વાર્તાઓની હકીકતો- માંથી કયા ગુણો ઉમદા અને ખાનદાની ભરેલા છે, કયી કયી બાબતો દુષ્ટ અને નિંદ્ય છે એ સમજી જાય છે. સ્વાભાવિક રીતે જ એટલે કે વગર શીખવ્યે સત્ય તરફ, શૌર્ય તરફ, પાવિત્ર્ય તરફ, ન્યાય તરફ બાળકનો પક્ષપાત વધે છે ને અસત્ય, બાયલાપણું, અત્યાચાર, અન્યાય વગેરે પ્રત્યે બાળકને તિરસ્કાર આવે છે. વાર્તાઓ સ્વતઃ સુંદર અને મોહક હોય છે તેથી બાળક એનાથી એટલું બધું તરબોળ થાય છે કે વગર પ્રયત્ન બાળકના ઉ૫૨ વાર્તાની ઊંડી અસર થાય જ છે. બાળકનું હૃદય હંમેશાં સ્વાભાવિક હોવાથી પોતે વાર્તાની સ્વાભાવિકતા અને અસ્વાભાવિક્તામાં ભેદ જોઈ શકે છે. વાર્તાઓની અસર એવી પ્રબળ છે કે બાળક એકાદ ધર્માચાર્ય વ્યાખ્યાતા પાસેથી તેના મોટા ૨૫

  • Fairy Tales, welling up from the simple, natu-

ral, untrained hearts of the common people, have been called the wild-garden of literature and they could not be more beautifully described. They are the wild rose in the hedgerose, the lily of the valley, the wind flower, the meadow sweet in contrast to the cultivated rose of gorgeous poppy that grows in the ordered gardens, beside the classic fountains of Literature's Stately palaces.