પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૩૮
 

વાર્તાનું શાસ્ત્ર-૧ આગ્રહ કરવાની જરૂર છે કે જે ગ્રામ્ય વાર્તાઓ બીજી રીતે નિર્દોષ હોય તે કહી સંભળાવવામાં હરકત નથી. ગ્રામ્ય વાર્તાઓ દ્વારા આપણે ઉચ્ચ વિનોદની વાર્તાઓ દાખલ કરવાના પ્રયત્નના વિચારથી જ ગ્રામ્ય વાર્તાઓ કહી સંભળાવીએ. ટૂંકમાં, અનીતિ ભરેલી, બીભત્સરસવાળી અને અશ્લીલ વાર્તાઓનો ત્યાગ જ કરીએ, નીતિ ભરેલી અને ગ્રામ્ય વાર્તાઓ કહીએ; પણ નીતિ ભરેલી વાર્તાઓ વાર્તા ખાતર જ કહીએ. એમાં વાર્તા જેવું હોય તો જ કહીએ; એમાં કળા હોય તો જ કહીએ; એમાં સ્વાભાવિકતા હોય તો જ કહીએ. અને ગ્રામ્ય વાર્તાઓ પણ ગ્રામ્યતાના રોગમાંથી લોકોને મુક્ત કરવા, તેમજ એ વાર્તાઓમાંથી લોકોને વિનોદ ઉ૫૨ લઈ જવા માટે જ કહીએ. ૩૮ અત્યારે આપણાં બાળકોને ભૂતપ્રેતની, ડાકણીશાકણીની કે એવી વાર્તાઓ ન કહેવી જોઈએ. વાર્તાકથનનો ઉદ્દેશ બાળકોને આનંદ આપવાનો છે. ભૂતપ્રેતાદિની વાર્તા એવી છે કે જેના શ્રવણથી બાળકોમાં ભયનો સંચાર થાય છે, અને તેથી વાર્તાકથનનો મુખ્ય ઉદ્દેશ માર્યો જાય છે. આટલું જ નુકસાન નથી; બાળકો આવી વાતો સાંભળીને કલ્પિત ભયનાં ભોગ થઈ પડે છે, એ નુકસાન વધારે ગંભીર અને ભયંકર છે. એમ મનાય છે કે બાળકમાં કુદરતી રીતે જ બીકનું તત્ત્વ રહેલું છે. બાળક મનુષ્ય- સમાજનો પ્રાથમિક પુરુષ છે. જ્યારે સમાજ બાલ્યાવસ્થામાં હતો ત્યારે સમાજની પ્રત્યેક વ્યક્તિને નિરંતર પોતાની આજુબાજુના અનેક ભયોની સામે થવું પડતું. એ વખતનો માણસ જંગલી પ્રાણીઓ સાથે સદૈવ લડતો અને તેમની સામે વિજય મેળવતા છતાં તેમના ભયમાંથી મુક્ત રહેતો નહિ. વળી, એ અજ્ઞાનના જમાનામાં કેટલીયે કુદરતની ચમત્કૃતિઓ કે જેઓનું રહસ્ય આજે