પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૩૯
 

વાર્તાની પસંદગી આપણે સમજી શકીએ છીએ, તે ચમત્કૃતિઓ પ્રથમ અવસ્થાના મનુષ્યને બુદ્ધિથી અગમ્ય હતી; આથી તેનાથી પણ તેને ભય લાગતો. આજે આપણે મેઘગર્જનાથી અથવા ધરતીકંપથી ભય નથી લાગતો; પણ તે વખતના માણસને તો તેની પાછળ કોઈ દેવનો કે શક્તિનો ભયંકર કોપ છે, અથવા કંઈ એવું છે કે જેનાથી તે બી મરતો હતો. બાળકના અવલોકન કરનારાઓનું કહેવું એવું છે કે બાળકના હૃદયમાં જે ભય છે તે ભય સમાજના પ્રાથમિક પુરુષનો ભય છે. એને સમાજના વારસારૂપે મળેલો છે. જેમ જેમ માણસ સુધારાવાળી અવસ્થામાં આવતો ગયો છે, જેમ જેમ તેનું જ્ઞાન વધારે ને વધારે થતું ગયું છે, જેમ જેમ તેણે અગમ્ય વિષયોનાં રહસ્યોને ભેદી નાખ્યાં છે ને જેમ જેમ તેણે ભયંકરમાં ભયંકર કુદરતનાં બળોને પોતાને તાબે વરતાવ્યાં છે, તેમ તેમ તેનો ભય ઓછો થયો છે. વિજ્ઞાનના બળે તો માણસને અનેક વહેમો અને તેમાંથી ઊપજતા ભયોમાંથી અનેક રીતે બચાવેલ છે. આજે માણસની વૃત્તિ દિનપ્રતિદિન ભયમાંથી મુક્ત થવાની છે; જો કે માણસ ભયમાંથી હજી મુક્ત થઈ શકયો નથી. બાળકને પણ આવા ભયોમાંથી આપણે બચાવાની જરૂર છે. આથી આપણે તેને બીક લાગે એવી વાર્તા ન જ કહીએ. જેઓ વાર્તા કહે છે તેમનો અનુભવ છે કે જ્યારે આવી ભય ભરેલી વાતો કહેવાય છે, ત્યારે નાનું બીતું બાળક માના ખોળામાં લપાઈ જાય છે, અથવા આંખો હાથથી ઢાંકી દે છે અથવા વાર્તા નથી સાંભળવી એમ કહી ઊંઘી જવા લાગે છે. ભય ભરેલી વાર્તા કહેવાથી બાળકની અંદર રહેલ ભયને મારવાને બદલે તેને પોષણ આપવામાં આવે છે. એવી વાર્તાથી બાળકની તંદુરસ્તી અને મગજ બગડે છે. બીજા ભયથી જે નુકશાન સ્વાભાવિક છે તે નુકશાન બાળકને વાર્તાના કથનથી થતા ભયથી છે. ભયની અસર વિષે ડૉ. ગોડાર્ડ લખે છે :- ૩૯