પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૪૪
 

વાર્તાનું શાસ્ત્ર-૧ પાડશે કે તેમનાથી બીવા જેવું કશું નથી, પણ ઊલટું તેમનો આપણે લાભ ઉઠાવી શકીએ, ત્યારે બેશક તેમની વાતો કહી શકીશું. પણ તે વખતે એ વાતોમાં પ્રધાન રસ ભય નહિ પણ બીજો હશે. બીકની વાર્તાઓને પણ કેવી રીતે કેળવણીમાં વાપરવી તે સંબંધે અન્યત્ર વિસ્તારથી લખવામાં આવ્યું છે. જે બાળકને માબાપે પહેલેથી બીતું કર્યું છે તેને બીકની વાર્તાઓ વધારે ભયભીત કરે છે. એવા બાળક માટે બીકની વાર્તા ત્યાજ્ય છે. પણ જે બાળક બીવામાં સમજતું નથી, તે બાળકને આપણે બીકભરી વાર્તા કહી શકીએ એટલું જ નહિ પણ તેનો વિવેક પણ તેની પાસે કરાવી શકીએ. ૪૪ બીજી કેટલીએક વાતોનો પણ આપણે ત્યાગ કરવો જોઈએ. વાર્તાઓ કલ્પિત ભલે હોય; પણ કલ્પનામાં પણ વિવેક, મર્યાદા, નીતિમયતા, સારાસારપણું તો જોઈએ જ. દુષ્ટ માણસોનો વિજય થાય અને ભલા માણસોને દુઃખ વેઠવું પડે, આળસુને વિના શ્રમે વૈભવ મળે ને ઉદ્યમી જીવનભર દરિદ્ર રહે, પ્રામાણિક માણસ મૃત્યુ સુધી હેરાન હેરાન થઈ જાય અને અપ્રામાણિક માણસને કોઈ પણ જાતની શિક્ષા ન થાય, એવી વિચારસરણી જેમાં હોય તેવી વાતો આપણે બાળકોના સાહિત્યમાંથી કાઢી નાખવી જોઈએ. 'સત્યનો જય' એ સિદ્ધાંત આપણી વાર્તાઓમાં રહેવો જોઈએ. ધર્મે જય અને પાપે ક્ષય' એ વિચાર વાર્તાઓમાંથી પ્રગટ થવો જોઈએ; 'સાચ તરે છે અને જૂઠ ડૂબે છે.' એ ઉક્તિ આપણી વાર્તાઓના લોહીમાં ફરવી જોઈએ. મોટે ભાગે આપણી વાર્તાઓ એવી જ છે; આખરે રાવણ અને દુર્યોધનનો નાશ જ થાય છે. છતાં કેટલીએક વાતો પાપી માણસને એવી દેખીતી રીતે બતાવે છે અને તેની આપણી પાસે ઘૃણા કરાવે છે કે પાપી માણસને