પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૪૫
 

વાર્તાની પસંદગી પાપી બતાવ્યા વિના જ તેનું પતન આપણે સમજી જઈએ છીએ, ને વાર્તાના અંતર્ગત રહસ્યને પામી જઈએ છીએ. બુદ્ધિવાળા માણસો અને મૂર્ખાઓની વાતોમાં કંઈક આવું છે. એમાં મૂર્ખાઓની માત્ર ગમ્મત છે, અજ્ઞાનીઓના અજ્ઞાનનું માત્ર પ્રદર્શન છે; બુદ્ધિવાળા માણસોના વિજય ઉપર ભાર નથી. ટૂંકમાં જે વાર્તા દુષ્ટતા માણસની હલકી વૃત્તિના વિજય ઉપર ભાર મૂકે તે વાર્તા ન જોઈએ. આ લખવાનો અર્થ એવો નથી કે દરેક વાર્તા નીતિની જોઈએ. તત્ત્વાર્થ એટલો જ છે કે વાર્તામાં અનીતિનો ખુલ્લી રીતે કે ઉઘાડી રીતે ઉત્કર્ષ ન થવો જોઈએ. નીતિ ભરેલી વાતો સિવાયની નિદોર્ષ વાતોનો કાંઈ પણ તોટો હોતો નથી એવો આપણો અનુભવ છે. વાર્તાની રચના એવી જોઈએ કે જેમાં આપણો સસ્તુનો પક્ષપાત અને અસદ્ વસ્તુનો ખુલ્લો કે ઉઘાડો વિરોધ હોય. આ નિયમો છેક બાલ્યકાળની અર્થ વિનાની વાતો (Nursery Tales અથવા Nonsense Tales) છે તેને લાગુ ન જ પડે એ દેખીતું છે. અત્યાર સુધી વાર્તાઓ કેવી હોવી જોઈએ તેનો વિચાર કર્યો. હવે આપણે વાર્તાની ભાષા સંબંધે વિચાર કરીએ. ૪૫ બેશક, વાર્તાનો પ્રથમ ઉદ્દેશ આનંદ આપવાનો છે. પણ એ આનંદ નિર્દોષ રહે ને ક્ષુદ્ર ન બને તેથી આપણે અનીતિમય વાતો, બીભત્સ વાતો, ગ્રામ્ય વાતો વગેરે વિષે વિચાર કરવો પડયો છે. એવી જ રીતે વાર્તાનો ઉદ્દેશ વધારે સફળ થાય તે માટે તેમ જ ભાષાના વિકાસને પોષણ મળે એટલા માટે વાર્તાની ભાષાનો પણ આપણે વિચાર કરવો પડે છે. વાર્તાનાકથનથી ભાષાજ્ઞાનની વૃદ્ધિ થાય છે, પણ ભાષા અને ઘરગથ્થુ બોલી વચ્ચે તફાવત છે. ગમે તેવી ભાષામાં વાર્તા કહીએ તો વાર્તાની અસર