પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૪૬
 

વાર્તાનું શાસ્ત્ર-૧ ઓછી થાય છે ને વાર્તાનો ઉદ્દેશ માર્યો જાય છે. સુંદર, સુઘટિત, સુવ્યવસ્થિત અને શુદ્ધ ભાષામાં જ વાર્તા કહેવાવી જોઈએ. ગામડાના અશિક્ષિત લોકો વાર્તાના ભંડાર છે; વાર્તા કહેવાની કળા કુદરતી રીતે તેમને વરેલી છે. પણ તેમની ભાષા એકદમ અશુદ્ધ અને ખડબચડી હોવાથી બાળકોને તેમાં રસ પડતો હોય છે છતાં તેઓને તેનો પરિપૂર્ણ લાભ મળતો નથી. એ જ વાર્તા, વાર્તા કહેવાની કુદરતી કુશળતા ધરાવનાર કોઈ શિક્ષકના હાથમાં આવે તો તેના ઠાઠમાં ભારે ફેર પડી જાય છે. આવા કુશળ કારીગરના હાથમાં આત્માનો અસલ પ્રાણ વધારે તેજસ્વી અને ચળકતો બને છે. આવો કારીગર ખાણમાંથી નીકળેલા કાચા સોનાને શુદ્ધ કરી ઓપ આપે છે. જેઓને ભાષાનું બરોબર જ્ઞાન નથી તેવાઓના હાથમાં વાર્તાના શરીરને અને તેથી આત્માને હાનિ પહોંચે છે. વાર્તાની ભાષામાં સાહિત્યની દૃષ્ટિએ અપેક્ષા છે જ; પણ એ અપેક્ષા એટલી બધી વધી ન જવી જોઈએ કે ગામડાની સ્ત્રી બદલાઈને કેવળ શહેરની રમણી બની જાય. ગામડાની સ્ત્રીનું નૈસર્ગિક સૌન્દર્ય અને તેની નિર્વ્યાજતા રહે અને છતાં તે શહેરના સુસંસ્કારોને ઝીલી શકે તો જ ગામડાની સ્ત્રીને શહેરના સંસ્કારોનો લાભ છે. એમ જ વાર્તાને ભાષાના સંસ્કાર લગાડવામાં તેના પ્રાણને ક્ષતિ પહોંચવી ન જોઈએ. એકાદ જોડકણું પણ કવિતા છે ને એકાદ રસિક કાવ્ય પણ કવિતા છે; પણ બંનેમાં તફાવત છે. તેમાં કવિત્વ હોય તે કાવ્ય છે. વાર્તામાં પણ એવું છે. જેમાં વાર્તાપણું હોય તે વાર્તા છે. આમ છે છતાં કાવ્યને પિંગળના નિયમો છે, ભાષાની સુમર્યાદા છે; તેમ જ વાર્તાને ભાષાની સુમર્યાદા છે. આપણે સુંદરમાં સુંદ૨ ભાષામાં બોલીને ખરાબમાં ખરાબ વાર્તા કહીએ તેના કરતાં અશુદ્ધ અને ૪૬