પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૫૧
 

વાર્તાઓનો ક્રમ બાળક જોડકણાં ભરેલી વાતો સાંભળે છે, બાળકને કલ્પિત વાતો ગમે છે, બાળક ઐતિહાસિક વાતો અને પ્રેમકથાઓ સાંભળે છે, બાળક બહાદુરીની અને ભક્તિની વાતો પણ સાંભળે છે. કારણ ? તેમને વાર્તા કહેવાનું બીજું કશું કારણ હાથ ન લાગે, શા માટે તેઓ વાર્તાઓ સાંભળે છે તે આપણે કોઈ પણ રીતે જાણી શકીએ નહિ, તોપણ તેઓ વાર્તાઓ સાંભળે છે, એ જ તેમને વાર્તા કહેવાનું મોટામાં મોટું અને મજબૂત કારણ છે. તેઓ અમુક ઉમરે અમુક વાર્તાઓ સાંભળે છે એ જે આપણો અનુભવ છે, તે જ તેમને કહેવાની વાર્તાઓનો ક્રમ નક્કી કરવાને મજબૂત અને સહીસલામત સાધન છે. ૫૧ છતાં આપણે તેના કારણની ખોજ કરવાનો પ્રયત્ન કરીએ. શા માટે બાળક જોડકણાં સાંભળે છે ? જેમાં કશો અર્થ ન હોય એવાં જોડકણાં સાંભળતાં બાળકોને આપણે જોયાં છે. એમનો એ વખતનો આનંદ વર્ણવી શકાય જ નહિ. એમની તલ્લીનતા તો મોટા મોટા શોધકની તલ્લીનતાથી પણ ચડી જાય. એમની એ વાર્તા ફરી ફરીને સાંભળવાની ધૂન તો એકાદ સારામાં સારું કામ કરનાર મોટા માણસની ધૂનથી યે બળવાન જોવામાં આવે. બાળકો ખાવું પીવું, રમતગમત, મોજમજા ભૂલી જઈને આવી વાર્તાઓ શા માટે સાંભળતાં હશે એ પ્રશ્ન સ્વાભાવિક છે, પણ એનો ઉત્તર સહેલો નથી. શું, વાર્તા સાંભળવાની અને કહેવાની પરંપરાએ બાળકના મનમાં આ ચિ જગાડી છે ? શું બાળક નવી ભાષાને શીખતું હોવાથી વાર્તામાં રહેલાં જુદા જુદા ભાષાપ્રયોગોને પોતાના બનાવવા વાર્તા સાંભળતું હશે ? અથવા શું, વાર્તામાં આવતાં પ્રાણીઓ, પદાર્થો વગેરે જે જે પોતાની