પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૫૨
 

વાર્તાનું શાસ્ત્ર-૧ આસપાસ તે જોવા લાગ્યું છે તે વિષે વાર્તામાં કંઈક કથન છે અને તે સમજી શકાય તેવું નથી તેથી તેનો ભેદ ઉકેલવા બાળક વાર્તા સાંભળતું હશે ? શું, આપણે તેને વાર્તા કહીને જ એનામાં વાર્તા સાંભળવાનો કૃત્રિમ રસ પેદા કરતા હઈશું ? વાર્તા કહેનારાઓનું એવું માનવું છે કે બાળક એકાએક આ દુનિયાની કૃતિઓ વચ્ચે ને આપણી ભાષા વચ્ચે નવુંસવું આવેલું હોવાથી તેને ભાષા દ્વારા દુનિયાનો પરિચય કરી લેવાની સ્વાભાવિક હાજત છે. એ હાજત વાર્તાકથન દ્વારા સંતોષાય છે, એટલે એમાં તેઓ રસ લે છે; એટલે કે બાળક પોતાની આસપાસની જે સ્થૂળ દુનિયા છે એ દુનિયાની વાતો જેમાં હોય તે વાર્તાઓ છેક નાની ઉમરે સાંભળવા પ્રેરાય છે. કેટલાએકનું એમ માનવું છે કે બાળકનું જીવન ક્રિયાપ્રદેશમાં વિહરવાની શરૂઆત કરતું હોય છે તેથી તેમને ક્રિયાપ્રધાન વાર્તાઓ ગમે છે. વળી કેટલાએક માને છે કે બાળકને એકાદ બનાવ કે એકાદ વસ્તુ કે એકાદ પ્રાણી કે એકાદ અનુભવ જે પોતાની સ્મરણશક્તિમાં બેસી જાય છે, ને જેનું સ્મરણ આનંદદાયક લાગે છે અથવા જેના સ્મરણથી બીજાં મીઠાં સ્મરણો સાંભરે છે, તેવી સામગ્રીથી ભરેલી વાર્તાઓ બહુ ગમે છે. આ બધી કલ્પનામાં ઘણું સત્ય છે. આ બધી કલ્પના પાછળ વાર્તા કહેનારનો લાંબો અનુભવ છે. મારા પોતાના અનુભવથી મેં કેટલીએક કલ્પના કરેલી છે તેને હું અહીં નોધું છું. મારું એવું માનવું છે કે બધાં બાળકોને વાર્તા સાંભળવી ગમે છે એવી ઘણા લોકોની માન્યતા ભૂલ ભરેલી છે. આથી ઊલટું એવું પણ જોવામાં આવ્યું છે કે કેટલાંએક બાળકોને વાર્તા સાંભળવી જ ગમતી નથી. જુદાં જુદાં કારણોથી જુદી જુદી રુચિનાં બાળકો જુદી જુદી વાર્તાઓ સાંભળે છે એવો મારો પર