પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૬૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ થયેલી એ જૂની દોસ્તીને લીધે આજે હું એને ચોમેર શોધી રહ્યો છું. o એક બીજી વાર્તા મારી સ્મૃતિ ઉપર કોતરાઈ રહી છે. તે વાર્તાના સાંઢિયા પગ સડે’ વાકયથી શરૂ થાય છે. હું તે વાર્તા ભૂલી ગયેલો; ઘણે વર્ષે હમણાં જ મને એ વાર્તા આખેઆખી હાથ લાગી ત્યારે જૂના મિત્રને મળતાં આનંદ થાય તેટલો આનંદ થયેલો. 'આનંદી કાગડો' અને 'સાત પૂંછડિયો ઉંદ૨’ની વાર્તાઓ મને સરસ કહેતાં આવડે છે અથવા કહેવામાં ખૂબ મજા આવે છે, તેનું કારણ પણ એ જ છે કે એ વાર્તાઓ મારા જૂનાપુરાણા દોસ્તો છે. આટલું વાર્તાના ક્રમમાં પ્રથમ શ્રેણી સંબંધે. હવે બીજી શ્રેણી સંબંધે વિચારીએ. બીજી શ્રેણી કલ્પિત વાતોની છે. બાળવાર્તાઓ કલ્પિત છે પણ અહીં કલ્પિત વાર્તાનો અર્થ જરા વિશિષ્ટ છે. બાળવાર્તામાં બાળકની આસપાસની દુનિયાનું પ્રતિબિંબ હોય છે, જ્યારે આ કલ્પિત વાર્તાઓમાં કોઈ ખરી દુનિયાનું પ્રતિબિંબ હોવાપણું નથી. બાળવાર્તામાં એક જાતનું અશકયપણું છે જ્યારે આ કલ્પિત વાર્તાઓમાં બીજી જાતનું અશકયપણું છે. આ બીજી જાતનું કલ્પિતપણું મૂરું નાસ્તિત: શાવા એવા પ્રકારનું છે. પણ કલ્પિત વાર્તાની વ્યાખ્યા આપવાનો નિષ્ફળ પ્રયત્ન કરવો અથવા તેનું અધૂરું વર્ણન કરવું તેના કરતાં કલ્પિત વાર્તાના પ્રદેશને દેખાડી દેવો એ જ ઠીક છે. અંગ્રેજી ગ્રંથકારો પરીઓની વાતોને આ જાતની વાતો ગણાવે છે; પૌરાણિક વાતો, દંતકથાઓ અને લોકવાર્તાને પણ આ જ વર્ગમાં મૂકવામાં આવેલ છે. આપણે ત્યાં પરીઓની વાતો ખાસ કરીને નથી એમ એકવાર હું કહી ગયો છું. આપણે ત્યાં કલ્પિત વાતોમાં