પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૬૧
 

વાર્તાઓનો ક્રમ નીચે લખ્યા પ્રકારની વાતો છે :- (૧) કુદરતના બનાવો અને દશ્ય સંબંધી વાતો. (૨) પૌરાણિક વાતો. (૩) ભૂતપ્રેતની વાતો. (૪) લોકવાર્તાઓ. (૫) દંતકથાઓ. (૬) પરીઓની વાતો. ૬૧ આપણે ત્યાં પરીઓની વાર્તાઓ નથી એનો અર્થ એ છે કે ગુજરાતના લોકવાર્તાના જૂના ભંડારોમાં એ રત્ન નથી. હાલના લેખકોએ પરીઓની વાતો ગુજરાતી ભાષામાં સંગ્રહો દ્વારા આણવાની શરૂઆત કરી છે. એવો એક સફળ પ્રયત્ન ભાઈ મેઘાણીનો છે. ડોશીમાની વાતો' બધી ગુજરાતની નથી પણ બંગાળની ને પરદેશી છે. એ સંગ્રહથી આપણી આ બીજી શ્રેણીમાં પરીઓની વાતો વધે છે. આપણે પરીઓની વાતોને પણ આવા સંજોગોમાં બીજી શ્રેણીની વાતોની યાદીમાં ખુશીથી ગણાવી શકીએ. ઉક્ત બધી વાર્તાઓ બાળક જ્યારે વાસ્તવિકતાના પ્રદેશમાંથી કલ્પનાના પ્રદેશમાં વિચરવા લાગે છે ત્યારે તેને સાંભળવી ગમે છે. 'બાળવાર્તા'ની શ્રેણીને લાયકનું બાળક કલ્પિત વાર્તામાં રસ નથી લઈ શકતું એવો અનુભવ વાર્તા કહેનારાઓનો છે જ. પણ શા માટે કલ્પિત વાતોમાં અમુક ઉમરે બાળકો રસ લે છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ હું કહી ગયો તેમ કેટલાંએક બાળકો શબ્દપ્રિય હોય છે. જે બાળકો શબ્દપ્રિય છે તે બાળકો વાર્તા સાંભળવાનું વધારે પસંદ કરે છે. શબ્દપ્રિય બાળકો વાસ્તવિક વાર્તા સાંભળવાનાં