પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૬૨
 

વાર્તાનું શાસ્ત્ર-૧ શોખીન હોય છે તેમ જ તેઓ કલ્પિત વાર્તા સાંભળવાનાં પણ શોખીન હોય છે. વાસ્તવિક વાતો કે કલ્પિત વાતો, શૌર્યની વાતો કે અદ્ભુત વાતો, બધી ય વાતો શબ્દચિત્ર છે; ને જે બાળકો શબ્દચિત્રપ્રિય છે તેઓ ગમે તે ઉમરે વાર્તા સાંભળવાનાં શોખીન હોય છે. વળી શબ્દપ્રિય બાળકો શબ્દનું બળ અનુભવવા ઈચ્છા રાખે છે. શબ્દથી આપણી સામે ચિત્ર ખડું થાય છે તેમાં શબ્દની શક્તિ રહેલી છે. જેટલું અસરકાર શબ્દચિત્ર વાસ્તવિક વાર્તા ઊભું કરી શકે તેથી વધારે અસરકારક ચિત્ર કલ્પિત વાર્તા કરી શકે. આ એક કારણ છે કે જેથી બાળકો કલ્પિત વાતો સાંભળવા પ્રેરાય છે. આવી વાર્તાઓ બાળકો સાંભળે છે તેનું બીજું કારણ પણ છે. કેથરના શબ્દોમાં એ કારણ હું લખીશ :- ફર "Primitive man through fear and fancy personified the forces of nature and gave them human attributes, and because they were less tangible than the creatures of the jungle and plain that figured in this earliest fables, his mind visualized them as fantastic beings, sometimes lovely and sometimes grotesque, fairies and goblins, destructive monsters and demons and avenging grants whe preserved him from that which he feared. This originated the fairy story that was the expression of this religion. The child enjoys these tales." એનો સારાંશ એ છે કે સમાજના બાલ્યકાળનો મનુષ્ય પોતાને અગમ્ય એવાં કુદરતનાં બળોમાં મનુષ્યના ભાવોનું આરોપણ કરતો. કુદરતનાં ભિન્ન ભિન્ન બળોની ભિન્ન ભિન્ન