પૃષ્ઠ ચર્ચા:Birbal Vinod.pdf/૨૨૯

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: Vijay Barot વડે ૩ વર્ષ પહેલાં

નમસ્કાર સર,

     મને ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ખૂબ જ રસ છે. ગુજરાતી ભાષા સંબંધિત હું નવું જાણવાની કોશિશ કરતી રહું છું. મારે અહીં આપને એ પૂછવું છે કે જે પાનાનું પ્રૂફ રીડીંગ થઈ ગયું છે એમ બતાવતું હોય પરંતુ એમાં પણ મને જરૂર લાગતી હોય તો શું હું એનું પ્રૂફ રીડીંગ કરી શકું ?
સૌ પ્રથમ તો આપનું વિકિસ્રોત પર સ્વાગત છે. આપ બેલાશક પ્રૂફરીડ થયેલા પાનામાં સુધારો કરી શકો છો. હાલ ચાલતી પરિયોજના બીરબલ વિનોદનું પ્રૂફરીડીંગનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. અલબત્ત હજુ પણ પુસ્તકનું વેલિડેશનનું કામ બાકી છે. વેલિડેશનનું કામ અનુભવી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે જેથી પ્રૂફરીડ દરમિયાન રહી ગયેલી ક્ષતિઓને નિવારી શકાય. આપના સકારાત્મક યોગદાનનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છે. ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મદદ માટે આપ અહીં (મારા ચર્ચા પૃષ્ઠ પર) કે સુશાંતભાઈના ચર્ચા પૃષ્ઠ પર સંદેશો મૂકી શકો છો. અને હા, જ્યારે પણ સંદેશો મૂકો ત્યારે લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ. --Vijay Barot (ચર્ચા) ૨૧:૪૮, ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર