સભ્યની ચર્ચા:Sushant savla

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

અનુક્રમણિકા

પ્રબંધક મતદાન[ફેરફાર કરો]

મુરબ્બીશ્રી, આપણા નવા વિકિસ્રોતના નિયમન માટે પ્રબંધકની જરૂર છે. આ પ્રબંધકના પદ માટે અહીં [૧] આપનો મત આપવા વિનંતિ. --Sushant savla (talk) ૦૦:૧૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)

જય માતાજી[ફેરફાર કરો]

જય માતાજી સુશાંતભાઈ, અશોકભાઇ તેમજ સતિષભાઈ સાથે પણ મોબાઈલ દ્વારા આજે મેં વાત કરી લીધી છે. તમે શરૂ કરેલ નવી શ્રેણીમાં હું પણ સહભાગી થવાનો છુ. કાલથી શ્રી ગણેશ કરી દઈશ. બીજુ કાંઇ કામકાજ હોય તો ફરમાવો... હું દરબારગઢમાં હાજર થઈ ગયો છુ....જય માતાજી....--જીતેન્દ્રસિંહ (talk) ૧૮:૦૫, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)

Sysop[ફેરફાર કરો]

Hi, following the conclusion of your RfA, I've granted you the sysop flag. Good luck with the new wiki and please don't hesitate to poke us if you need any help. Also, fyi you can now request access to #wikimedia-admin, the channel for crosswiki coordination of admins, for that see m:IRC/wikimedia-admin. Congratulations and regards, Snowolf How can I help? ૦૬:૨૪, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)

Authorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત[ફેરફાર કરો]

Authorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત વિકિસ્રોત:Scriptorium પર આપનો અભિપ્રાય આપવા વિનંતી. - નિલેશ બંધીયા (ચર્ચા)

ભાઈ શ્રી સુશાંતભાઈ, આપે નિલેશભાઈની ચર્ચાનાં પાનાં પર લખેલા સંદેશાનો જવાબ મેં આપ્યો છે, જે નિલેશભાઈના ઉપરોક્ત સંદેશાનો પુરક છે, તો બંને જગ્યાએ જોઈ જોવા વિનંતી.--Dsvyas (talk) ૧૬:૧૫, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)

મલયાલમ ભાષાની કોન્ફરન્સ[ફેરફાર કરો]

સુશાંતભાઈ, મારો ઈમેલ તો મળ્યો જ હશે. ઉપરોક્ત ચર્ચાના પાનાં પર આ વિષયક ચર્ચામાં ભાગ લેશો?--Dsvyas (talk) ૨૦:૫૫, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)

વિકિસ્રોત:Scriptorium પર નવી ચર્ચા[ફેરફાર કરો]

ભાઈશ્રી સુશાંતભાઈ, આપનું ધ્યાન એક બાબતે દોરવાનું કે, વિકિસ્રોત:Scriptorium પર નવી ચર્ચા ચાલુ કરતી વખતે, આખા પાનામાં ફેરફાર કરવાને બદલે, ઉપર ગુલાબી પાર્શ્વભૂમિમાં ઉડીને આંખે વળગે તેવો આ સંદેશો ચેતવણી:નવો મુદ્દો ઉમેરવા માટે આખા પાનામાં ફેરફાર કરવાને બદલે ફક્ત અહિં ક્લિક કરો જોઈ જુઓ. અને ભવિષ્યમાં તેમાં અહિં ક્લિક કરો પર ક્લિક કરીને નવી ચર્ચા શરૂ કરશો તો ઇતિહાસમાં આપે નવો વિભાગ શરૂ કર્યો છે તેની નોંધ લેવાશે. પણ જો આપ જે રીતે ઉમેરી રહ્યા છો તે જ પસંદ કરતા હોવ અને આ કડીનો ઉપયોગ ના કરવા માંગતા હોવ તો તેમાં પણ કશું ખોટું તો નથી જ.--Dsvyas (talk) ૧૬:૫૮, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)

અરે ભૂલાઈ જાય છે. આગળ ઉપર ધ્યાન રાખીશ. --Sushant savla (talk) ૧૭:૧૦, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
તમારે ખરેખર આદત પાડવાની જરૂર છે. ફરી એક વખત ભૂલી ગયા છો તમે. એટલું અઘરૂં પણ નથી યાદ રાખવું.--Dsvyas (talk) ૦૧:૫૮, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
રહી જશે! --Sushant savla (talk) ૦૭:૧૪, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

બેકારી !!!!!![ફેરફાર કરો]

ધન્યવાદ સુશાંતભાઈ. બંન્નેને ભાગે એક એક પ્રકરણ આવી ગયું. આ સાથે ભાગ ચોથોની વહેંચણી પૂર્ણ થાય છે. ભાગ પાંચમોની યાદી બનાવવા બેસી પડું છું. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૦:૩૭, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

મુખપૃષ્ઠ પર ભાંગફોડિયા પ્રવૃત્તિ[ફેરફાર કરો]

તમને લગભગ તો ખ્યાલ આવી જ ગયો હશે પણ મુખપૃષ્ઠ પર આજે આ IP ૧૯૫.૧૬૯.૯.૧૯૪ દ્વારા ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવામાં આવી હતી પણ જો કે તેણે પોતે જ આ ફેરફાર રદ કરી નાખ્યો હતો. માટે આવા કિસ્સામાં ચેતવણી મેં આપી પરંતુ આ ip કોઇ બીજા દેશનું લાગે છે તો એવા કિસ્સામાં ગુજરાતીને બદલે અંગ્રેજી વાપરવી કે કેમ અને એના માટે શક્ય હોય તો કોઇ ઢાંચો કે કઈ રીતે આવા કિસ્સામાં કામ કરવું તેના મુદ્દા નક્કી કરવા કે શું કરવું તમારો શું વિચાર છે?--Vyom25 (talk) ૨૦:૧૩, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)

ધવલભાઈના વિચારો સાથે સહેમતી સમજવી. --Sushant savla (talk) ૨૨:૨૧, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

મેં અનુક્રમણિકા બનાવી છે કોઇ સૂચન હોય તો અવશ્ય જણાવશો.--Vyom25 (talk) ૨૦:૫૩, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)

સુંદર. અનુક્રમણિકા આમ તો બરાબર જ છે. તેમાં પ્રકાશનાધિકારનું ટૅગ જોઈશે. --Sushant savla (talk) ૨૧:૦૬, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)

’આત્મકથા પરિયોજના’ અભિનંદન[ફેરફાર કરો]

Birthday bouquet.jpg

શ્રી.સુશાંતભાઈ, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ. --અશોક મોઢવાડીયા (talk) ૧૮:૧૩, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

પરિયોજનામાં શામિલ થવા અંગે[ફેરફાર કરો]

સુશાંત ભાઈ સ્રોત પર પુસ્તક ચઢાવવાનું કાર્ય પરિયોજના અંતર્ગત શામિલ થવા માંગુ છુ. બસ મને આ વિષે થોડું માર્ગદર્શન આપવા વિનંતી. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૫૧, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર - પ્રકરણો[ફેરફાર કરો]

સુશાંતભાઈ, મને વ્યોમજીએ ૨ પ્રકરણ વધારાનાં આપેલાં તે વહેંચાઈ ગયા છે. હવે આપણે વ્યોમજી રજા પરથી પરત આવે તેની રાહ જોઈએ. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૩:૪૩, ૮ મે ૨૦૧૨ (IST)

આપને નવું પ્રકરણ મોકલેલ છે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૧૫, ૧૦ મે ૨૦૧૨ (IST)

આરોગ્યની ચાવી[ફેરફાર કરો]

સુશાંતભાઈ, આ પુસ્તકના પ્રકરણોમાં પણ આપણે અન્ય પુસ્તકોની જેમ હેડર ઢાંચો ના ઉમેરી શકીએ? ઉપરાંત પુસ્તકનું અનુક્રમણિકાનું પાનું પણ જો બનાવી શકીએ તો સારૂં. વધુમાં, મેં જોયું કે પ્રકરણોના પેટાપાનાંમાં નામકરણમાં પણ તફાવત જોવા મળે છે, ક્યાંક ભાગ પહેલો: X. અબક અને ક્યાંક ભાગ પહેલો:Y. કખગ એમ નામ છે, એટલે કે : અને પ્રકરણના ક્રમની વચ્ચે જગ્યા છે તો અન્યત્ર તે જગ્યા જોવા મળતી નથી.--Dsvyas (talk) ૦૩:૩૭, ૨૯ મે ૨૦૧૨ (IST)

ચોક્કસ. સુધારા કરવાના બાકી છે. --Sushant savla (talk) ૦૯:૨૨, ૨૯ મે ૨૦૧૨ (IST)
સુશાંતભાઇ, પ્રસ્તાવના મળી ગઈ છે.. સત્વરે કામ આદરીશ. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૧૪, ૪ જૂન ૨૦૧૨ (IST)
આભાર મહર્ષિભાઈ.--Sushant savla (talk) ૨૦:૫૩, ૪ જૂન ૨૦૧૨ (IST)
પ્રકરણ લખાઇ ગયું છે સુશાંતભાઇ... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૯:૧૬, ૫ જૂન ૨૦૧૨ (IST)

અને હા બીજા કોઇ પ્રકરણમાં અવકાશ હોય તો મોકલી આપશો.... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૯:૨૭, ૫ જૂન ૨૦૧૨ (IST)

આભાર મહર્ષિભાઈ :) આપને આવતી કાલે મોકલી આપીશ --Sushant savla (talk) ૨૦:૦૭, ૫ જૂન ૨૦૧૨ (IST)
શ્રી.સુશાંતભાઈ, મને સોંપાયેલું ભદ્રંભદ્ર પરનું કાર્ય આજે સંપન્ન કર્યું, હવે આપની પાસે ગાંધીજીના પુસ્તકમાં (અથવા અન્ય કશું નવું !) સેવાને અવકાશ હોય તો મેઇલ દ્વારા પાનાં મોકલી આપવા વિનંતી. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૪, ૭ જૂન ૨૦૧૨ (IST)

પૂર્ણાહૂતી[ફેરફાર કરો]

"આરોગ્યની ચાવી" જુવા પુસ્તકને અહીં લાવવાની યોજના બદલ અને વળી, તેમા ભાગ લેવા ની મંજુરી બદલ તમારો ખુબ ખુબ આભાર... મારે અત્યારે "અનાસક્ત યોગ" પુસ્તક અહીં ઉતારવું છે. પણ હું મુખ્ય પૃષ્ટ ની છબી ન લાવી શક્યો. આપ મને જણાવશો કે કઈ રીતે હું આ પુસ્તક ની પરિયોજના શરુ કરી શકું? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૦:૫૮, ૧૯ જૂન ૨૦૧૨ (IST)

"આરોગ્યની ચાવી" છેક પૂર્ણ થવા ટાણે મને ખીસકોલીની જેમ નાનકડો કંકર માંડવાનું સદ્‌ભાગ્ય મળ્યું અને છતાં આપે આભાર માન્યો એ આપની મોટપ છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૨૩, ૧૯ જૂન ૨૦૧૨ (IST)


માર્ગદર્શન[ફેરફાર કરો]

આપના માર્ગદર્શન બદલ આભાર સુશાંતભાઇ, હું વ્યક્તિગત રીતે આ યોજના શરુ કરવા માંગુ છું પણ અન્ય યોજનાઓ માં પણ યોગદાન આપવા પ્રયત્ન કરીશ.... ફરી આપનો આભાર... વિકિ પર અત્યારે ચાલી રહેલી પ્રસ્તુત લેખની ચર્ચા પર નજર નાખી જશો.. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૫૬, ૨૧ જૂન ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg ભદ્રંભદ્ર
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૪, ૨૩ જૂન ૨૦૧૨ (IST)

અરદેશર ખબરદાર[ફેરફાર કરો]

સુશાંતભાઇ આપે બનાવેલ સૂચિમાં આ લેખકનું જન્મ તારીખ અને અવસાનની તારીખ અલગ અલગ છે. તો જરા જોઇ જશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૬, ૨૯ જૂન ૨૦૧૨ (IST)

નામ ફેર[ફેરફાર કરો]

લેખનું નામ કઈ રીતે બલલી શકાય? મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ એમ નામ કરવું છે. કરી આપીશ? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)

નામ બદલાઈ ગયું. --Sushant savla (talk) ૦૯:૨૬, ૨ જુલાઇ ૨૦૧૨ (IST)

નવું પ્રકરણ[ફેરફાર કરો]

મોકલેલ છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૨:૩૨, ૧૬ જુલાઇ ૨૦૧૨ (IST)

મોકલેલ છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૩:૫૬, ૨૬ જુલાઇ ૨૦૧૨ (IST)

વિકિસ્રોત:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો[ફેરફાર કરો]

સુશાંતભાઈ, નમસ્કાર. આજે ઢાંચો:સ્વાગતમાં મૃતકડી રૂપે રહેલો વિકિસ્રોત:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો નામક લેખ બનાવી કાઢ્યો. (ગુ.વિકિ પરથી બુદ્ધિયુક્ત કોપી-પેસ્ટ વડે જ !!). ચેક કરી અને અન્ય જરૂરી માહિતીઓ સામેલ કરી દેશોજી. આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૪૯, ૨૧ જુલાઇ ૨૦૧૨ (IST)

મિથ્યાભિમાન[ફેરફાર કરો]

સુશાંતભાઈ, મેં મારું નામ સહકાર આપતા સભ્યોમાં ઉમેરેલ છે પરંતુ હું હજુ આપણા આગલા પુસ્તક પર કામ કરી રહ્યો છું માટે મને હમણાંથી કોઈ પ્રકરણ ન મોકલશો. હું જેવું મારું પ્રકરણ પૂર્ણ થાય એટલે તમને જાણ કરીશ. આ ફક્ત તમારું ધ્યાન દોરવા માટે છે. જેથી આપને આયોજનમાં સરળતા રહે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૧૦, ૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

કૃપયા મને પ્રકરણ મોકલો...હું નવરો પડ્યો છું !! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૧૩, ૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
કૃપયા મને નવું પ્રકરણ મોકલો..મેં પૂરાં કરેલાં પ્રકરણમાં લેખકે વાપરેલો મૂળ ઢાંચો - પાદનોંધ દરેક પાને બતાવી છે- પણ મને તો તેને પ્રકરણને અંતે સમાવવાનું શ્ક્ય જણાયું ઃએ, તે રીતે મૂકેલ છે, તે મુદ્દાને ખાસ જોઇ જવા વિનંતિ. જો કે તમે કરેલાં અન્ય પ્રકરણૉ પરથી હું પણ મને આવડશે તેવા જો જરૂર હશે તો સ્રવાનો પ્રયત્ન કરીશ ખરો. Amvaishnav


કૃપયા મને નવું પ્રકરણ મોકલો..૨.૩ પૂરૂં થઇ ગયું છે. Amvaishnav
૩.૦.૧ પ્રકરણ્ મળી તો ગયું છે. પરંતુ "મિથ્યાભિમાન" પર પ્રકરણની અનુક્રમણિકામાં "રઘનાથ અને સોમનાથ જીવરામ ભટ્ટને ખોળે છે-૧ (૩.૦)" અને "રઘનાથ અને સોમનાથ જીવરામ ભટ્ટને ખોળે છે-૨ (૩.૦)" જ્વા મળે Cઃએ, જ્યારે આ ફાઇલમાંતો अंक ३ जो /પ્રવેશ ૧ લો /સ્થળ - ગામનું પાદર એવું શિર્ષક્ જોવા મળે છે. તે જ રીતે આ ફાઇલમાં છેલ્લું પાનું ૩૭ નંબરનું વંચાય છે., પણ આ પ્રકરણ અધૂરૂં હોય્ તેવુ જણાય્ છે. આ બાબતે થોડી ચોખવટ કરશો. Amvaishnav ૧૫:૦૧, ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
હા, આ પ્રકરણ મોટું હોવાથી તેને બે ભાગમાં વહેંચી કાઢ્યું છે. જેથી વ્યવસ્થાપન માં સરળતા રહે. પહેલો ભાગ તમને મોકલ્યો છે. અને બીજો ભાગ અશોકભાઈ મોઢવડીયા ને મોકલ્યો છે. --Sushant savla (talk) ૧૫:૪૮, ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
આભાર. આ સાથે હું ટાઇટલ્સને પહેલાં ગોઠવી નાખીશ, જે તમે મારી સમજણમાં કોઇ ભૂલ નથી તેને માટે ચકાસી લેશો. Amvaishnav ૧૭:૧૭, ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
ભલે--Sushant savla (talk) ૧૭:૩૮, ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
કૃપયા નવું પ્રકરણ મોકલો...૧.૧ પૂર્ણ (ફોર્મેશન કાર્ય ચાલુ).--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૦૧, ૧૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
નવું પ્રકરણ ૩.૦.૨ (અંક ૩ ભાગ ૨) મોકલ્યો છે. મળ્યો?--Sushant savla (talk) ૨૦:૪૪, ૧૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
હા, જી. મળી ગયું છે. Amvaishnav ૨૩:૦૨, ૧૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
૩.૦.૧ પૂરૂં કર્યું છે. નવું પ્રકરણ મોકલશો. Amvaishnav ૧૭:૩૫, ૧૬ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
૫.૦.૧ પૂરૂં કર્યું છે. નવું પ્રકરણ મોકલશો. Amvaishnav ૧૪:૩૫, ૧૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
7.૦.૧ પૂરૂં કર્યું છે. નવું પ્રકરણ મોકલશો. Amvaishnav ૧3:૩૫, 21 ઓગસ્ટ ૨૦૧૨ (IST)
હા, જી. મળી ગયું છે. Amvaishnav 17:15, 21 ઓગસ્ટ ૨૦૧૨ (IST)


૩.૦.૨ પૂર્ણ. કૃપયા નવું પ્રકરણ મોકલશો. (એક આડવાત; અનુક્રમણિકામાંથી હેડરના ઢાંચામાં આગલાં-પાછલાં પ્રકરણની લિંક સીધી કોપી થતી નથી. યોગ્ય સુધારો કરવા વિ.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૯, ૧૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
એ પૂર્ણ લિંક નાખવી પડશે. હું તે જોઈ જઇશ. નવું પ્રકરણ ૫.૦.૨ મોકલાવું છું--Sushant savla (talk) ૧૮:૧૧, ૧૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
કોઈ પ્રકરણ વહેંચણીમાં બાકી હોય તો મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૦, ૧૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
હા ભાઈ, અવશ્ય. આજે જ મોકલાવું છું.--Sushant savla (talk) ૨૦:૦૪, ૧૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
પ્રકરણ મળી ગયેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૦, ૧૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

ચર્ચા જુઓ[ફેરફાર કરો]

કૃપયા આ ચર્ચા (અને નીચે ’ક્યાં ખોવાયા ?’ પણ) જુઓ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૫૬, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

દૂર કરવાના પાનાં[ફેરફાર કરો]

સુશાંતભાઈ, શ્રેણી:રદ કરવા માટેના પાના, આ શ્રેણીમાં કેટલાંક રદ કરવા માટેનાં પાનાં ઘણા સમયથી બાકી પડ્યા છે તો આપ અથવા ધવલભાઈ તેના ઉપર જરા નજર નાખી જશો અને યોગ્ય લાગે તે નિર્ણય કરશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૧, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

જન્માષ્ટમી[ફેરફાર કરો]

આ ઉપરનાં પાનાં પર જરા નજર નાખી જશો. પાનું બનાવનાર મિત્ર શું કહેવા માગે છે તે સમજાતું નથી. આ કોઈ લેખકની કૃતિ હોય એમ લાગતું નથી અને જો હોય તો તેનું નામ લખેલ નથી.--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૫૦, ૧૬ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

ઉઠાંતરી કરેલું લખાણ છે..સ્રોત લાયક નથી...દૂર કરવા વિ. (સંદર્ભ: અહીં જુઓ) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૩૪, ૧૬ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

મીરાંબાઈ‎[ફેરફાર કરો]

શું આ પ્રકારનું પાનું બનાવવું યોગ્ય છે?--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૦, ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST) મારે જોવનું બાકી છે, જોઇ લઉં છું--Sushant savla (talk) ૨૦:૩૮, ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

દરિયાપરી[ફેરફાર કરો]

પ્રકરણ મોકલેલ છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૦૨, ૨૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

ખંડ ૧[ફેરફાર કરો]

એ વાત સાચી છે... હજુ મારે ૧ અઠવાડિયા જેટલો સમય જોઇશે કારણ કે જોબ પર બહુ કામ રહે છે અને લિધેલું કામ પુરું કર્યા પછી જ નવી પરિયોજનામાં ચંચુપાત કરું તો સારું... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૨૧:૪૯, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

મિથ્યાભિમાન ...ફોર્મેટને લગતું...[ફેરફાર કરો]

જી હા, સુશાંતભાઈ. મને લાગે છે કે હવે શક્ય એટલું એક સમાન ફોર્મેટ થઈ ગયું છે. આપ સુરક્ષિત કરી શકો છો. (અરે...હું લોગઈન નહોતો થયો !! - અશોક મોઢવાડીયા)

ભદ્રંભદ્ર.jpg[ફેરફાર કરો]

સુશાંતભાઈ મારા મત મુજબ આ ફાઈલ આપ દૂર કરો કારણ કે આપણે ફાઈલ ચડાવવા કોઈ નિયમ નક્કી કરેલ નથી. હું તેને commons પર ચડાવી અને ત્યાંથી અહીં લાવી દઈશ. હું દૂર કરવાનું ટેમ્પલેટ તેના પર ચડાવવા કોશિષ કરું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૧૮, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

મેં કોમન્સ પર આ જ નામે ચિત્ર ચઢાવેલ હોવાથી પહેલાં આ ચિત્ર સ્ત્રોત પરથી દૂર થાય ત્યારબાદ જ કોમન્સ વાળું ચિત્ર વપરાશે એમ લાગે છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૫, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

પાનાં હટાવવા વિનંતી[ફેરફાર કરો]

શ્રી સુશાંતભાઈ, નીચેનાં પાનાઓ હવે બિનજરૂરી હોય હટાવવા વિનંતી. (અહીં પાનાને રિડાયરેક્ટ કરતી વખતે જુનું પાનું ’રદ થાય’ તેવી સગવડ દેખાતી નથી તેથી આપને આ તકલીફ આપવી પડે છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૧, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

  1. અખાના છપ્પા(પ્રતીતિ અંગ),
  2. અખાના છપ્પા(જ્ઞાની અંગ)
  3. અખાના છપ્પા(સ્વભાવ અંગ)
  4. અખાના છપ્પા(વિશ્વરૂપ અંગ)
  5. અખાના છપ્પા(માયા અંગ)
  6. અખાના છપ્પા(કવિ અંગ)
  7. અખાના છપ્પા(સહજ અંગ)
  8. અખાના છપ્પા(ધીરજ અંગ)
વાંધો નહી, તમે હુકમ કર્યો એટલે કામ થયું સમજો.--Sushant savla (talk) ૧૭:૩૪, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

નવલિકા - ૨[ફેરફાર કરો]

CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
સુશાંતભાઇ, અભિનંદન બદલ ખુબ ખુબ આભાર.... ખરા અભિનંદનને પાત્ર તો તમે બધા મિત્રો છો. કાર્યનો શ્રેય આપ સૌને જાય છે. આપે ઘણા પ્રકરણો હાથ પર લીધા અને ત્વરા થી પૂર્ણ કર્યા. વળી ભૂલ શુદ્ધિમાં પણ આપની મદદ મળી જેથી આ કાર્ય વધુ ઝડપ થી પૂરું કરી શક્યા. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. વ્યોમભાઇએ મોકલેલું ચિત્ર અહિં પણ બંધબેસતું લાગે છે. અન્ય પરિયોજનાઓ જોતા એવી લાગણી થાય છે કે "મંઝિલ છે હાથમાં છતા ચાલુ પ્રવાસ છે". પ્રવાસનો આનંદ અનેરો છે અને આપ સૌ મિત્રો ના સાથ થી આ પ્રવાસ વધુ આનંદ દાયક લાગે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૩૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

નર્મદ કાવ્યો[ફેરફાર કરો]

ભાઈ સુશાંત, ત્રણ કવિતાઓ ચડાવી દીધી છે. જો હોય તો વધુ કવિતાઓ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૫:૩૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

ઓખાહરણ..[ફેરફાર કરો]

શ્રી.સુશાંતભાઈ, કૃપયા ચર્ચા:ઓખાહરણ/કડવું-૮ વાંચો. આપને નવા પાનાઓ મેઈલ કર્યા છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૪૨, ૧ ઓકટોબર ૨૦૧૨ (IST)

શ્રેણીઓ[ફેરફાર કરો]

શ્રી.સુશાંતભાઈ, આજે આપે "શ્રેણીઓ"નો વાંહો લીધો છે ! સ_રસ કાર્ય. આપણે વિકિપીડિયા પર શ્રેણીઓ માટે માર્ગદર્શક પૃષ્ઠ બનાવવાનું ચાલુ કર્યું છે તેથી એક-બે મુદ્દાઓ સમજમાં આવ્યા તે આપને જણાવું છું.

  • સૌ પ્રથમ તો એક (અને માત્ર એક) મુખ્ય શ્રેણી હોવી જરૂરી છે. (અહીં "વિષય" કે "રચનાઓ" જેવા કોઈ નામની બનાવી શકાય.) * ત્યાર પછી મુખ્ય પેટા શ્રેણીઓ આવે. (જેમ કે; પદ્ય, ગદ્ય, વગેરે) જે શ્રેણીમાં મુખ્ય શ્રેણીને ઉમેરવાથી તે મુખ્ય શ્રેણીની પેટાશ્રેણી બનશે. કેમ કે, નિયમ પ્રમાણે એકમાત્ર મુખ્યશ્રેણીને બાદ કરતાં અન્ય તમામ શ્રેણીઓ, પાનાઓ, ઢાંચાઓ, ચિત્રો, કોઈક ને કોઈક શ્રેણીના ભાગરૂપ હોવા જ જોઈએ. (આ વાત શ્રી.સતિષભાઈ પણ થોડા સમય પહેલાં ક્યાંક લખી ચૂક્યા છે.)
  • આ મુખ્ય પેટાશ્રેણી અંતઃર્ગત અન્ય શ્રેણીઓનું વિભાજન થઈ શકશે. (જેમ કે, "પદ્ય" હેઠળ વળી કાવ્યો, આખ્યાનો, ગઝલો, વ.વ. જે પ્રમાણે આપણે અહીં ગોઠવણ કરવા માંગતા હોઈએ તે.
  • વધુમાં એક એ ધ્યાને આવ્યું છે કે, જુના વિકિસ્રોતના સમયમાં આપણે દરેક પાનાને "શ્રેણી:ગુજરાતી" અને "gujarati" આપતા તે હજુ પુષ્કળ પાનાઓ પર વિદ્યમાન છે, (ક્રમશઃ ૧૦૫૬ અને ૧૦૪૦ પાનાઓ પર). જેની હવે અહીં કશી જરૂર નથી. તો એ બધી "બોટ"ની મદદ દ્વારા હટાવવી જોઈએ એમ મને લાગે છે. (જો કે આપ પ્રબંધકશ્રીઓ આ વિશે નિર્ણય કરી શકો, હું તો માત્ર નમ્રસૂચન કરું છું.)

શ્રેણીને લગતું વધુ માર્ગદર્શન વિકિ પર વિકિપીડિયા:શ્રેણી નામ હેઠળ ભાષાંતરીત થાય છે. વધુ નિરિક્ષણ તે દ્વારા કરી શકાશે.

  • જરૂર પડે તો એક પાને એક કરતાં વધુ શ્રેણી આવી શકે. પરંતુ એ બંન્ને શ્રેણી એકબીજાની પેટાશ્રેણી તો ન જ હોવી જોઈએ. (જેમ કે, એક કૃતિ શ્રેણી:લેખક કે સર્જક ’અ’ હેઠળ મુકી અને તે ’અ’ વળી શ્રેણી:કાવ્યો કે લેખો ’બ’ની સભ્ય હોય તો પછી તે કૃતિમાં ફરી શ્રેણી:’બ’ મુકવી અયોગ્ય થશે. (આવા ગોટાળીયા નિયમો છે ભાઈ ! પણ શ્રેણીવૃક્ષ જોવાથી ગોટાળાઓ સમજાઈ જશે. (જુઓ:વિકિ પરની શ્રેણી સૌરાષ્ટ્રની ગોઠવણ

આ માત્ર જાણકારીના આદાન-પ્રદાનના ઉદ્દેશથી જ લખ્યું છે. હાલ અહીં સ્રોત પર ૨૦૦ જેટલી શ્રેણીઓ છે. (પાનાઓ પર મુકાયેલી) આપે અત્યારથી જ તેને સુવ્યવસ્થિત કરવાનું વિચાર્યું તે ઘણું જ ઉત્તમ કામ થયું. આગળ જતાં સમસ્યાઓ અને ગોથું (આ દેશી શબ્દનો સાદો અર્થ થાય, ગોટાળો !) ઓછું થશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૦, ૬ ઓકટોબર ૨૦૧૨ (IST)

આભાર, અશોક બાઈ, આ વસ્તુ હું નિરાંતે વાંચી જોઈશ. આ તો માત્ર મારે લેખક નામ પરથી તેમની કૃતિ સુધી પહોંચવાનો માર્ગ શોધવો હતો. તે આ કાર્ય કર્યું. શ્રેણી પર ધીરે ધીરે કાર્ય કરીશું. આ સંઅબ્ધે આપ સૌ મિત્રો સાથે વિચાર વિમર્શ કરીશ.ગુજરાતી અને gujarati શ્રેણીઓ ખાસ ઉદ્દેશ્યને લાગતા રાખી હતી કેમકે લેખની સંખ્યા ખોટી બતાવાતી હતી અને આ શ્રેણીમાં જોતા વ્યાપનો હળવો અંદાજ આવતો હતો. પણ હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે માટે આપણે તે ઉડાવી દેવો જોઈએ. ધવલભાઈને આજે જ વાત કરું છું. તેમનું gubot આ કાર્ય કરી શકે તો? ફરીથી ધ્યાન દોરવા બદ્દલ્ આભાર --Sushant savla (talk) ૨૦:૦૬, ૬ ઓકટોબર ૨૦૧૨ (IST)

વિકિસ્રોત:પરિયોજનાઓમાં ફેરફારો[ફેરફાર કરો]

ભાઈ શ્રી સુશાંતભાઈ, આપે તાજેતરમાં વિકિસ્રોત:પરિયોજનાઓમાં ફેરફાર કર્યા છે એટલે તમને આ સંદેશો લખું છું. મેં થૉડા સમય પહેલા ફક્ત સહકાર્યની જ પરિયોજનાની માહિતી અને માર્ગદર્શન આપતું નવું પાનું વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય બનાવ્યું છે જેની જાણ મેં સભાખંડમાં પણ કરી હતી. આપને વિનંતિ છે કે એક વખત સભાખંડમાં તે વિષય પર અને સહકાર્ય પરિયોજનાનાં પાના પર નજર નાંખી જુઓ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૭, ૧૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

ઓખાહરણ:ધન્યવાદ[ફેરફાર કરો]

Dainsyng.gif શ્રી.સુશાંતભાઈ, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના ઓખાહરણ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૮, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

મુખ્યપાનું ઓખાહરણ પર પણ કશો ફેરફાર કરવાનો રહેતો ન હોય, તેને પણ સુરક્ષીત કરી દેવાય તો ચાલે ? (અથવા તેને માત્ર "સભ્યશ્રીઓ" જ સંપાદન કરી શકે તેવું રાખી શકાય. ભવિષ્યમાં કદાચને કોઈકને આ પુસ્તક વિશે વધુ માહિતી લખવી હોય તો શક્ય બને તે માટે.) આ નમ્રસૂચન માત્ર છે. આ પુસ્તકના અમુક પ્રકરણમાં અન્ય આવૃત્તિ ચકાસી નાનકડા સુધારા કરાશે. પણ એ ચકાસણી કરી હું "ચર્ચાના પાને" લખીશ. હાલ આપ દરેક પ્રકરણ સુરક્ષીત કરી દો એ જરૂરી છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૫૧, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

વેણીનાં ફૂલ[ફેરફાર કરો]

સુશાંતભાઈ આપે વેણીનાં ફૂલ નામે ઝવેરચંદ મેઘાણીની કૃતિ ચડાવી છે તો આ નામે તેમના દ્વારા રચિત બાળગીતસંગ્રહ પણ છે તો શું કાવ્યનું નામ અલગ હોઈ શકે છે અથવા તો પછી જો બન્ને એક જ નામે હોય તો કેવી રીતે કરવું? આપનો વિચાર જણાવશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૫૩, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

આપણે વેણીના ફૂલ (કાવ્ય સંગ્રહ અથવા પુસ્તક) એમ લખી શકીએ. --Sushant savla (talk) ૧૨:૨૭, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
તો પછી બન્ને નામમાં પાછળ (કાવ્ય) અને (કાવ્ય સંગ્રહ) એમ ઉમેરવું છે કે માત્ર પુસ્તકમાં જ?--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૧, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
માત્ર પુસ્તકમાં જ. --Sushant savla (talk) ૧૩:૨૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

સહકાર્ય[ફેરફાર કરો]

ભાઇશ્રી સુશાંતભાઇ, શું આપણે "અનાસક્તિયોગ"ને પૂરક પરિયોજના તરીકે રાખીશું? અન્ય પરિયોજનાઓ ભલે ચાલ્યા કરે... હું અન્ય પુસ્તકો પણ સ્કેન કરવાનો પ્રયત્ન કરીશ.. સીતારામ..મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૩૮, ૨૭ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

કલાપીનો કેકારવ[ફેરફાર કરો]

સુશાંતભાઈ અનુક્રમને પણ વહેંચી દો એટલે કામ સહેલું બની જાય.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૯, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

હાજી ચોક્કસ. આ તો પુસ્તકમાં અનુક્રમ નથી એટલે બાકી આપણા રેફરન્સ માટે મેં ક્રમ આપ્યા છે.--Sushant savla (talk) ૧૨:૩૧, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

અચ્છા તો વહેંચણી કરવી અઘરી છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૨, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
જાહેરાતનું બૅનર પણ દાદાજીની વાતો ને બદલે કલાપીનો કેકારવથી બદલી નાખો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૨૪, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
okay --Sushant savla (talk) ૧૫:૩૦, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
અશોકભાઈ વૈષ્ણવને પણ સામેલ કરશો. અહીં જણાવ્યા મુજબ--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૦૪, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
ઓ કે --Sushant savla (talk) ૧૭:૨૦, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

મારા તરફથી એક ભેટ[ફેરફાર કરો]

Indian Helmet, Shield and Swords, a print c1858.jpg વિકિસ્રોતના સંરક્ષક
છેલ્લા કેટલાક દિવસોમાં તમે જે રીતે જહેમત ઊઠાવીને કૃતિઓ સુરક્ષિત કરી તેના માટે મારા તરફથી તમને ઢાલ અને તલવારની ભેટ કે જે પહેરીને તમે વિકિસ્રોતને વધુ સારી રીતે સુરક્ષિત કરી શકો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૪૧, ૨૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
આભાર વ્યોમજી.... ખૂબ ખૂબ આભાર.... આવા પ્રકારનું વિકિ પરનું આ મારું પહેલવેલું અનુમોદન છે. અને આવા અનુમોદનને પાત્ર બની રહું એવા સર્વ પ્રયત્નો કરતો રહીશ. ફરી એક વાર આપનો ખૂબ ખૂબ આભાર. :) --Sushant savla (talk) ૧૯:૧૬, ૨૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
આભાર વ્યોમજી, આપની લાગણીને મારા તરફથી પણ અનુમોદન આપું છું. અને ભાઈ સુશાંતને મારાં ખોબલે ખોબલે અભિનંદન!!!--સતિષચંદ્ર (talk) ૦૧:૦૦, ૩૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ[ફેરફાર કરો]

શું આપ આ[૨] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૫૪, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)

મુઠી ઉચેરા માનવી[ફેરફાર કરો]

શ્રી સુશાંતભાઇ, જય માતાજી, સીતારામ... આપણે ગુજરાતી વિકિપીડિયામાં મળ્યા અને છેક પરિવાર સુધીનાં સંબંધો વિકસાવ્યા તેનો તમે સુખદ અનુભવ અમને કરાવ્યો તે બદલ ખુબખુબ આભાર. તમને અને તમારા પરિવારને રૂબરૂ મળીને ખુબજ આનંદ થયો. તે દરમિયાન તમારા માતા સાથે જુના સંસ્મરણોની યાદ તાજી કરીને મને પણ થયુ કે, પોતાના વતનથી દુર રહેતા આપણા ગુજરાતીઓને જન્મભુમિ પ્રત્યેની લાગણીઓ કેવી અનુભવતા હોય છે. તમે જે આતિથ્ય સત્કાર કર્યુ તેનો આભાર વ્યક્ત કરવા મારી પાસે કોઈ જ શબ્દો નથી. મારી ઈચ્છા છે કે તમે પણ તમારા પરિવાર સહિત રાજકોટ પધારો. સૌવિકિ મિત્રોને પણ અહીંથી જ જણાવી દઉં કે, હું અને મારા મિત્ર હર્ષ પટેલ, તા.૧૯/૨૦/૨૧.૧૦.૧૨ નાંરોજ મુંબઈ આર્કિટેક/બિલ્ડર્સ/એન્જિનિયરિંગનાં એક્સીબીશનમાં ગયેલા ત્યારે આપણા એક ઉમદા વિકિમિત્ર અને મુઠી ઉચેરા માનવી શ્રી સુશાંતભાઈને મળ્યા હતાં. તેઓએ અમારી સારી સરભરા કરી અને અમારો આતિથ્ય સત્કાર કરવામાં કોઈ કસર છોડી નથી. તો મારો કહેવાનો મતલબ કે, વિકિપીડિયા એ ફકત મુક્ત વિશ્વજ્ઞાનકોશ જ નથી પણ એક પરિવાર છે...જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૧૮:૨૩, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)

બહુ સાચી વાત છે બાપુ. સુશાંતભાઈ આ બાજુનો એક આંટો તો હવે મારવો જ રહ્યો. દીવાળી વૅકેશન કે ક્રિશમસ વેકેશન કાંઈક કાર્યક્રમ ગોઠવો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૪૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
અરે ભાઈ, આપણે તો સામાન્ય માનવી. બાકી મુઠી ઉંચેરા તો એ ગુરુદેવો જેમણે આપણને પ્રેમની ખેતી કરી હેતના પાક લણવાનો હિતોપદેશ આપ્યો. આપ આવ્યા. અમને સૌને આનંદ થયો. જીતુભાઈ, વ્યોમજી આપના આમંત્રણ માટે ખુબ ખુબ આભાર. જરૂર મળીશું--Sushant savla (talk) ૨૦:૦૯, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
જીતુ ભા, તમારી વાતમાં હું પણ સુર પુરાવીશ. ગયા વર્ષે વિકિ કોન્ફરન્સમાં મુંબઈ ગયો ત્યારે સુશાંતભાઈએ સપરિવાર મારો આતિથ્યસત્કાર કરેલો. માસી અને ભાભીએ એકદમ ઘરે જ હોઉં એવો અહેસાસ મને કરાવેલો. એ પહેલા પણ ઓગસ્ટમાં હું જ્યારે ભારત ગયેલો ત્યારે ભાભીએ મારા માટે ખાસ ઊંધીયું બનાવીને ટીફીન મોકલ્યું હતું. જો કે, આતિથ્ય કરવામાં તો તમે અને અશોકભાઈ પણ કાંઈ પાછા નહોતા પડ્યા. મારા અમદાવાદના આંગણે બોલાવ્યા ત્યારે અશોકભાઈના પરિવારમાં દુ:ખદ પ્રસંગ બન્યો તેથી તમે લોકો ના આવી શક્યા. પણ આવતા એપ્રિલમાં અમદાવાદ આવવાનું આયોજન છે, ત્યારે સહુ વિકિમિત્રો ભેગા થઈએ એવી અપેક્ષા રાખું છું.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૦, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
મહર્ષિભાઈ શક્ય હોય તો તમે પણ ભારત આવોને એપ્રિલ મહિનામાં.--Sushant savla (talk) ૨૦:૫૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)

અભિનંદન[ફેરફાર કરો]

સુશાંતભાઈ મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ આપે સંચાલન કરી અને સફળતાપૂર્વક સ્રોત પર ચડાવ્યો તેના માટે આપને ધન્યવાદ. આપ આ જ રીતે સ્રોત પર યોગદાન કરતા રહો. આપનું યોગદાન કેટલું વિશાળ છે તેનો દાખલો એ કે એક પરિયોજના સંપન્ન કરવા બદલ આભાર માનું છું અને બીજી ચાલુ પરિયોજનાનાં(કે જે આપની હેઠળ ચાલી રહી છે) આગલાં કાવ્યો આપ મોકલાવો તેવી માંગણી કરું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૦૫, ૭ નવેમ્બર ૨૦૧૨ (IST)

હા હા હા, વિશાળ નહીં, વિલંબિત.... :) એવું તે વિલંબિત કે વચ્ચે બીજી બે પરિયોજના પતી ગઈ, હા હા હા. :D --Sushant savla (talk) ૦૭:૪૩, ૭ નવેમ્બર ૨૦૧૨ (IST)
હવે એ તો પરિયોજનાના કદ ઉપર આધાર રાખે છે. અને બાકી તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વાળા શ્રી બાઘાભાઈ કહે છે એમ "વો તો જૈસી જીસકી સોચ";)--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૬, ૭ નવેમ્બર ૨૦૧૨ (IST)

દીવાળીની શુભકામનાઓ[ફેરફાર કરો]

Diwali Diya.jpg દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૦, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)

સોરઠને તીરે તીરે[ફેરફાર કરો]

સુશાંતભાઈ આ પુસ્તક કાશ્મીરના પ્રવાસ પહેલાં લેવાનું છે કે પછી?--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૧૯, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

સુશાંતભાઈ, ઉન્નતિબેન સાથે વાત થઈ ગઈ છે, અને તેઓ મહર્ષિભાઈના બહેન છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૫૩, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
અચ્છા, સરસ ! --Sushant savla (talk) ૦૭:૧૩, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

અભિનંદન[ફેરફાર કરો]

સુશાંતભાઇ તથા સતિષચંન્દ્રભાઇ આપ બન્ને એ કલાપિના કેકારવને અહિં લાવવા બહુ મહેનત લીધી! આપ બન્ને નો આભાર માનવો ઘટે... અભિનંદન! --Maharshi675 (talk) ૨૩:૨૨, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

હવે હાલો કાઠિયાવાડના કિનારે જોયેં સું હાલે સે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૫૪, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
આભાર મહર્ષિભાઈ આભાર વ્યોમ. --Sushant savla (talk) ૧૮:૧૮, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

ત્રણ તાલીનું સન્માન[ફેરફાર કરો]

સુશાંતભાઇ તથા સતિષ, તમે બન્ને એ ખુબ મહેનત કરી, એમાટે અભિનંદન અને ત્રણ તાલીનું સન્માન. સમયની પાબંદીને કારણે પુરતો સાથ નથી આપી શકતો છતાં મારો પ્રયત્ન રહેશે તમારી યાત્રામાં સહભાગી થવાનો. સોરથને તીરે માં ફરી મળીશું .--Dkgohil (talk) ૧૨:૨૩, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

આભાર દેવેન્દ્રભાઈ.: ) --Sushant savla (talk) ૧૮:૧૮, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

સોરઠને તીરે તીરે[ફેરફાર કરો]

File:SORATHNE-TEERE-TEERE.jpg એ કોમન્સ પર છે જ. એનો ઉપયોગ કરી લેજો. ધ્યાન દોરવા બદલ આભાર. --Nizil Shah (talk) ૧૩:૦૭, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

આભાર નિઝિલ મેં ચિત્રને અહીંથી હટાવી દીધું છે. --Sushant savla (talk) ૧૪:૪૨, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

આભાર, અને કંઈક કામ આલો ને !!![ફેરફાર કરો]

શ્રી.સુશાંતભાઈ, આગલી પરિયોજનામાં મારે લીધે થોડી ઢીલ થઈ. મારી આળસનાં બચાવમાં બહાનાં નહિ કાઢું ! ઘણાં સમયથી દૂર હતો એટલે હાલ શું કાર્ય કરવાનું તે જ્ઞાત નથી. પરિયોજના ’સોરઠને તીરે તીરે’ પર જ કાર્ય ચાલતું હોય તેમ લાગે છે તેથી એ માટે નામાંકન કર્યું છે. અન્ય કશું હોય તો જણાવશોજી. અડદીયાઓ દાબ્યા પછી હવે આરોગ્ય તો ફૂલગુલાબી થઈ ગયું છે ! આપે સૌ મિત્રો વતી ખબરઅંતર પૂછ્યા એ બદલ આપનો, સ્રોતનાં સૌ મિત્રોનો, આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૯, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

દિલ બાગ બાગ હો ગયા, બાપુ. લો આ ચાર લાઈનાં આપની શાનમાં પેશે ખિદમત;

“મુશ્કેલ છે જીંદગાની એની તો મજા છે.
જિગરથી એનો જામ જીરવાય તો ઘણું છે.
હવે અબળખો નથી જીવન ની મજામાં,
પણ મહેફિલ માં ખોટ વરતાય તોય ઘણું છે." - અજ્ઞાત.

જો કે આપણે તો હજુ સૌ મિત્રોની સંગાથે દરિયો ખેડવો છે, કાશ્મીરની વાદીઓમાં ભટકવું છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૫૭, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

કાશ્મીરનો પ્રવાસ[ફેરફાર કરો]

કાશ્મીરના પ્રવાસ માટે ફૉર્મ ભરવાનું ચાલુ ક્યારે થાય છે??? આ હવે દરિયો તો ખેડ્યો હવે પહાડો ખૂંદીએ. કારણ કે હજુ સોરઠને તીરે તીરેમાં કેટલાંક પ્રકરણોનું અક્ષરાંકન બાકી છે જ્યારે સામે તીરે તમે, સતિષચંદ્રજી અને બન્ને સમ્રાટ અશોક તો નવરા પડી જશો. શિયાળામાં કાશ્મીરનું આળસ આવતું હોય હાલો મારી હારે સૌરાષ્ટ્રના ખંડેરો બતાવું....હું ક્યો છો?--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૫૫, ૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

આભાર સુશાંતભાઈ[ફેરફાર કરો]

Old book - Les Miserables.jpg સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો
સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો પરિયોજના આ બંને પૂર્ણ થયેલ છે અને આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને તસ્વીર દ્વારા બે પુસ્તક મોકલાવું છું આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો અને આગામી યોજના માટે કમર કસીને તૈયાર થઈ જાવ. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૨, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
પરિયોજનાના સુંદર સંચાલન બદ્દલ અપનો પણ આભાર--Sushant savla (talk) ૧૯:૫૪, ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

એક કવિતા[ફેરફાર કરો]

ગૈઇ કાલે મે એક કવિતા મુકિ છે.મારે તેના કવિ નુ નામ જાણ્વુ છે.તેનો પાઠ પણ સાચો જાણવો છે.અને પછિ તેને બાળગિતો નિચે મુકવુ છે.મદદ કરશો?

આપના ચર્ચાના પાના પર ઉત્તર મૂક્યો છે.--Sushant savla (talk) ૧૯:૫૩, ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

પુસ્તક ડાઉનલોડમાં તકલીફ[ફેરફાર કરો]

સુશાંતભાઈ દલપત સાહિત્ય પરિયોજના હેઠળ પુસ્તકોની સ્કેન કરેલ ફાઈલની જે તમે લિંક મૂકી છે તે ડાઉનલોડ કરવા જતાં યુસર નેમ અને પાસવર્ડ માગે છે, જે ગુગલ પર ઍકાઉન્ટ ધરાવતા લોકો માટે છે. હવે મારૂં ઍકાઉન્ટ તેના પર છે નહિ તો આપ કોઈ અન્ય રીતે પણ જેમ કે ડ્રોપબોક્સ મારફત કે અન્ય કોઈ રીતે મને પુસ્તક આપી શકશો? તકલીફ બદલ માફી ચાહું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૧૦, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

મને તે વિષે શંકા હતી. પણ ધવલભાઈ એ કહ્યું કે તેઓ આ પાના જોઈ શકતા હતા. જે હોય તે. હું કોઈ ડ્રોપ્બોક્સમાં નાખી તમને લિંક આપું છું.--Sushant savla (talk) ૧૯:૧૯, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
આભાર....--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૬, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

કાશ્મીરનો પ્રવાસ[ફેરફાર કરો]

ભાઈશ્રી સુશાંત, નમસ્કાર. વધુમાં કાશ્મિરનો પ્રવાસ પરિયોજનામાં હવે ભૂલશુદ્ધિ કાર્ય પૂર્ણ થયેલ છે, જેથી તેને સુરક્ષિત કરવાનું કાર્ય હાથ ધરશો. (ધવલભાઈ કંઈક બોટ રન કરવાના હતા તેનું શું થયું ?) ત્યારપછી આ પરિયોજનાને પૂર્ણ થયેલ જાહેર કરી શકાશે.

એક બીજું કામ, તમે હાલની પરિયોજના માટે ડ્રોપબોક્સ પર ચઢાવેલ પાનાઓમાં તાર્કિક બોધમાં પાના નં ૨૦૦-૨૦૧ ખૂટે છે, તે માટે ઘટતું કરશો. આભાર--સતિષ પટેલ (talk) ૨૩:૪૭, ૨૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

આભાર સતિષભાઈ. ખુટતા પાના પ્રત્યે ધ્યાન દોરવા બદ્દલ. સમય મળ્યે તે હું લાયબ્રેરીમાંથી લઈઆવી ચડાવી દઈશ--Sushant savla (talk) ૦૬:૦૩, ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

આત્મજ્ઞાન[ફેરફાર કરો]

આજે ૭ કે ૮ કવિયોનો ઈતિહાસ ઉમેરતાં મારા ધ્યાન પર આવ્યું છે કે આપણે ઘણાં એવાં પુસ્તકો છે કે જે સ્રોતે પર ઉમેરવા તો દૂર પણ શોધવા માટે પણ ખાસ્સી મહેનત કરવી પડે એમ છે. માટે પરિયોજનાઓ અને અન્ય પુસ્તકો પર કામ કરતાં સાથે આ પુસ્તકોની શોધ પાછળ પાછળ ચાલુ રાખવી. હું શેની વાત કરું છું એ આપ ગુજરાતી ભાષાના કવિયોના ઈતિહાસની ભૂલશુદ્ધિ શરૂ કરશો એટલે સમજશો. આ મુદ્દાનું કોઈ ખાસ શીર્ષક ન મળતાં આત્મજ્ઞાન એવું નાટકીય શીર્ષક આપેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૨૭, ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

ચોક્કસ વ્યોમ અપને પરિશ્રમક્રવા તૈયાર છીએ જ... :) જુઓને નસીબ જોગ્ આ લેખ હાથ લાગ્યો તો વધુ પુસ્તકો મલ્યા. મિથ્યાભિમાન નાટક નહોતું મલતું તે મળ્યું... બસ સાથે રહેશો તો બધુ થઈ રહેશે. --Sushant savla (talk) ૧૮:૧૭, ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

નવી પરિયોજના (માણસાઈના દીવા)[ફેરફાર કરો]

શ્રી.સુશાંતભાઈ, આપનો આદેશ આંખમાથા પર. પણ ચાલુ પરિયોજના પૂર્ણ થાય અને સહમતિ સધાય પછી આપ મિત્રો જ્યારે સૂચના આપશો ત્યારે હું "માણસાઈના દીવા" પુસ્તક પર કાર્યરત થઈ શકીશ. (મારી પાસે એ પુસ્તકની મૂળ, પૂર્ણ આવૃત્તિ છે.) અન્ય કોઈ પુસ્તક લેવાનું હોય તો પણ જણાવશો. શક્યતઃ હું શોધી કાઢીશ. અને હા, મને જરા નવી પદ્ધત્તિ પ્રમાણે (બૂફે ભોજન !), પાનાઓ ક્યાં/કેમ ચઢાવવાના તે માર્ગદર્શન આપશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૭, ૩૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

આભાર, પ્રથમ મેં ગુગલ ડ્રાઈવમાં પ્રયત્ન કર્યો છે. ટ્રાયલ તરીકે એક ફાઇલ ચઢાવી છે. નીચે લિંક આપી છે. ગુગલમાં એકાઉન્ટ વગર ખોલી શકાય છે કે નહિ તે ચકાસણી કરશોજી. (તકલીફ બદલ ક્ષમા, મહેનતાણું એ ફાઇલમાં સામેલ છે :-) )
હા, હું તેને લોગ ઈન કર્યા વગર પણ ખોલી શક્યો. --Sushant savla (talk) ૧૯:૫૩, ૩૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
મેં પણ પ્રયત્ન કર્યો, તે મુજબ લોગ ઇન થયા વગર ફાઈલ જોઈ કે ડાઉનલોડ કરી શકાય છે.--સતિષ પટેલ (talk) ૨૨:૧૪, ૩૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

દલપતરામના કાવ્યો[ફેરફાર કરો]

આ નામ હેઠળે એક પાનું છે અને સર્જક:દલપતરામ એ નામ હેઠળ પણ એક પાનું છે તો આપણે બે પાંનાની જરૂર ખરી?--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૦૫, ૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

આ પાનું બિનજરૂરી છે. તે હટાવી દીધું. ધ્યાન દોરવા બદ્દલ આભાર. --Sushant savla (talk) ૨૨:૩૪, ૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

લેખક નાનાભાઈ[ફેરફાર કરો]

સુશાંતભાઈ નાનાભાઈ નામના લેખકશ્રી વિશે આપને કોઈ માહિતી છે, તેમણે મહાભારત અને રામાયણના પાત્રો અને વીતેલા જમાનાના મહાન વ્યક્તિત્ત્વો જેમ કે હઝરત પયગંબર સાહેબ પર પણ પુસ્તકો લખ્યાં છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૪૧, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

નવી પરિયોજના...[ફેરફાર કરો]

શ્રી.સુશાંતભાઈ, વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય પર પ.ક્ર.૧૫ તરીકે "માણસાઈના દીવા" પ્રગટ કરાયું છે તો શું હું તે પરિયોજનાની પૂર્વતૈયારી કરવા લાગું ? બીજું આ પરિયોજનાનો પ્રારંભ ક્યારથી કરવાનો છે તે પણ જણાવશોજી. (કૃપયા મને મારા ચર્ચાના પાને જાણ કરશોજી.) હાલ હું સ્કેન કરી પુસ્તક ગુગલ ડ્રાઈવ પર ચઢાવું છું. પરિયોજનાનો પ્રારંભ આગળની એક પરિયોજના પૂર્ણ થાય ત્યારથી કરીશું કે હમણાથી ? જણાવશોજી. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૮, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

હા, મારો પણ એ જ વિચાર હતો. હાલ ચાલતી પરિયોજનામાંની ઓછામાં ઓછી એક પરિયોજના સંપન્ન થાય પછી જ નવી ચાલુ કરીએ. ત્યાં સુધીમાં દલપત સાહિત્યનું બાકી રહેલું કાર્ય પૂર્ણ કરીએ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૩, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

આભાર સુશાંતભાઈ[ફેરફાર કરો]

Pemandangan di Tasik Dal.jpg કાશ્મીરનો પ્રવાસ
કાશ્મીરનો પ્રવાસ પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને શ્રીનગરના ડાલ સરોવરની શિકારા અને હાઉસબોટની ઝલક દર્શાવતું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk) ૦૦:૦૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

શ્રેણી ઉમેરો[ફેરફાર કરો]

સુશાંતભાઈ મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ અને ૨ ના અનુક્રમનાં પાનાં સુરક્ષિત કરી દીધેલ છે તો આ પાનાં પર શ્રેણી:ઝવેરચંદ મેઘાણી ઉમેરી દેશો.

ઉમેરી --Sushant savla (talk) ૧૯:૫૭, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
આપને એક મેઈલ કરેલ છે તે પણ જોઈ લેશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૫૯, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

માણસાઈના દીવા..પ્રકરણો[ફેરફાર કરો]

શ્રી.સુશાંતભાઈ, બાબર દેવા અને અન્ય એક-બે પ્રકરણ ચઢાવવા બાકી રહી ગયા. સ્કેનર ઉછીનું ગયેલું !! આવતીકાલે ચઢાવી દઈશ. પેલી png માં ફાઈલ પણ આપને આવતીકાલે મેઇલ કરીશ. તકલીફ બદલ દિલગીરી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૩, ૧ માર્ચ ૨૦૧૩ (IST)

અરે એમા તકલીફ શેની. --Sushant savla (talk) ૨૦:૪૪, ૧ માર્ચ ૨૦૧૩ (IST)

આ તે શી માથાફોડ ![ફેરફાર કરો]

ભાઇ સુશાંત, આ સાથે "આ તે શી માથાફોડ !" પરિયોજના પૂર્ણ થયેલી ઘોષીત કરતા હર્ષ અનુભવું છું. આ પરિયોજના વિશેષ એટલા માટે હતી કે તે સ્વયં-સંચાલિત ધોરણે જ ચાલી; ચાલી નહિં પણ દોડી. ડ્રોપ બોક્સ પર પ્રકરણ મુકી દીધા અને સૌએ જાતે જ પોતાનું ભાણું પિરસી અને જમણવાર શીસ્તતાથી આટોપી લીધો. અનુક્રમણીકા પણ સૌએ જાતે જ બનાવી લીધી. આવું તો એક જુથ કુટુંબ ના સભ્યો જ કરી શકે. જે આપ સૌ મિત્રો એ કરી બતાવ્યું જે આપ સૌની એક ટીમ તરીકે ની પરિપક્વતાની સાબિતી છે. હવે આશા રાખીયે કે જલદીથી ગુજરાતી નું ઓ.સી.આર સોફટવેર જલ્દીથી તૈયાર થઈ જાય અને આપણે સૌ અત્યંત ત્વરાથી આપણી વહાલી માતૃભાષાનો ખજાનો યથા શક્તિ અહિં લાવી શકીયે. ફરી એક વાર અંત:કરણ થી આભાર માનું છું. સીતારામ... મહર્ષિ

જોઇ જશો ?[ફેરફાર કરો]

[૩]

[૪]

સ્કેન કરેલા પુસ્તકો વિશે[ફેરફાર કરો]

સુશાંતભાઈ આ પુસ્તકોની ડ્રોપબોક્સની લીંક કામ કરતી નથી. આપે તેમાં લિંક માટે અલાયદું ઓપ્શન આપ્યું હોય તેના દ્વારા લિંક શેર કરી કરવી પડશે શેર કર્યા વગર અન્ય લોકો નહિં જોઈ શકે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૫૪, ૧૨ માર્ચ ૨૦૧૩ (IST)

આભાર[ફેરફાર કરો]

Diwali Diya.jpg વિકિસ્રોતે માણસાઈના દીવા પ્રજ્વલિત કરનારાઓનો હાર્દિક આભાર
પરિયોજના "માણસાઈના દીવા" પૂર્ણ થઈ છે. થોડું ભૂલશુદ્ધિ કાર્ય બાકી છે જે બહુ ઝડપથી આટોપાશે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ.

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)|}

નરસિંહ મહેતાનાં ૧૦૦ કાવ્યો પૂર્ણ[ફેરફાર કરો]

ભાઈશ્રી સુશાંત, આ સાથે નરસિંહ મહેતાનાં ૧૦૦ કાવ્યો પૂર્ણ થાય છે. હજુ પણ જો મળે તો ઉમેરીશું.--સતિષ પટેલ (talk) ૨૩:૫૧, ૫ એપ્રિલ ૨૦૧૩ (IST)

સક્રીય સભ્યોની યાદી[ફેરફાર કરો]

સુશાંતભાઈ મુખપૃષ્ઠ પર કૃતિની જે સંખ્યા આપેલ છે તેના પર ક્લિક કરતાં પાનું ખુલે છે જેમાં એક કડી છે કે સક્રીય સભ્યોની યાદી જેની બાજુમાં કૌંસમાં ૨૯ સભ્યો એમ લખેલ છે. હવે તે યાદી પર ક્લિક કરતાં એમ જણાવે છે કે આ પ્રકારનું કોઈ ખાસ પાનું નથી. તો શું આ પ્રોબ્લેમ આપને પણ થાય છે કે ખાલી મારે જ છે?--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૧૭, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)

જે અગાઉ દેખાતી હતી--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૩૧, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)
અન્ય વિકિમાં પણ નથી દેખાતું. માટે કોઈ અન્ય પ્રશ્ન અથવા તો ફેરફાર લાગે છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૫૩, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)
લાગે છે કે બેક એન્ડ પર કોઈ પ્રોગ્રામીંગ ચેન્જ છે. --Sushant savla (talk) ૧૨:૦૦, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)

કુસુમમાળા[ફેરફાર કરો]

અભિનંદન સુશાંતભાઈ એક નવીન કૃતિ સ્રોત પર ઉપલબ્ધ કરવવા માટે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૪૬, ૧૫ એપ્રિલ ૨૦૧૩ (IST)

  1. મારા તરફથી પણ અભિનંદન સ્વીકારશો. --સતિષ પટેલ (talk) ૦૦:૧૭, ૧૬ એપ્રિલ ૨૦૧૩ (IST)

આભાર સુશાંતભાઈ[ફેરફાર કરો]

Kankavati.jpg કંકાવટી
કંકાવટી પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને એક સુંદર કંકાવટીનું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk)

અભિનંદન[ફેરફાર કરો]

ગાંધી સાહિત્યમાનું એક મહત્ત્વનું પુસ્તક અહિં ઉપલબ્ધ કરાવવા બદલ આભાર સુશાંતભાઈ--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૫૫, ૨૩ એપ્રિલ ૨૦૧૩ (IST)

સોરઠ, તારાં વહેતાં પાણી[ફેરફાર કરો]

પુસ્તકની અનુક્રમ બનાવી દીધેલ છે. જરા જોઈ જશો અને ખાસ તો ચર્ચાનાં પાનાં સ્કેન પૃષ્ઠોની કડી ડ્રોપબોક્ષની આપેલ છે તે કામ કરે છે કે નહિ તે જોઈ જશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૨૬, ૨૭ એપ્રિલ ૨૦૧૩ (IST)

ડ્રોપબોક્સ પરના પાના બરાબર જોઈ શકાય છે. -સુશાંત

ડિલિશન વિનંતી[ફેરફાર કરો]

શ્રી.સુશાંતભાઈ, વ્યોમજીએ એક પુરાતન પુસ્તક શોધી કહાડ્યું તેમાંથી ભોજા ભગતનાં ચાબખા સ્રોત પર ચઢાવ્યા છે. ધ્યાને આવ્યું છે કે ત્રણેક રચનાઓ પ્રથમથી જ અહીં હતી. જો કે તેમાં ક્યાંક પાઠફેર પણ છે. હવે આપણી પાસે આધારભૂત, સસંદર્ભ, રચનાઓ છે અને તેને એકસૂત્રે બાંધીને ગોઠવી છે તો આ બેવડાતી રચનાઓનાં પાના હટાવવા વિનંતી કરૂં છું. યાદી સામેલ. ચકાસણી કરી યોગ્ય લાગે તો ડિલિટ કરશોજી. ધન્યવાદ.

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૭, ૨૮ મે ૨૦૧૩ (IST)

કાર્ય પૂર્ણ. --Sushant savla (talk) ૦૭:૪૦, ૨૮ મે ૨૦૧૩ (IST)

નવી પરિયોજના[ફેરફાર કરો]

ભાઈશ્રી સુશાંત,

નમસ્કાર. આપની સોંપેલ નવી જવાબદારી માટે તૈયાર છું. મને સ્કેન લિક મોકલી દેશો, એટલે હું આગળ કાર્ય કરી શકું. આભાર સહ--સતિષ પટેલ (talk) ૧૬:૦૦, ૨ જૂન ૨૦૧૩ (IST)

અશોકભાઈનું ચર્ચાનું પાનું જોઈ જશો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૧૬, ૧૦ જૂન ૨૦૧૩ (IST)

સભ્ય-સ્વયંચલિત સભ્ય પાનું[ફેરફાર કરો]

સુશાંતભાઇ, કુશળ હશો. પસંદમાં સભ્ય અને સ્વયંચલિત સભ્યોમાં લાલ કડી આવતી હતી એટલે આજે આ બન્ને પાના મેં બનાવ્યા છે. સભ્યવાળા પાનામાં ઘણા સુધારા-વધારા કરવા પડે તેમ છે. તો તે જોઇ જવા વિનંતી. બીજું એ કે, કોઇ પણ લેખમાં ઇતિહાસ જુઓમાં જવાથી લેખ વાંચનારાની સંખ્યા, લેખને ધ્યાનમાં રાખનારા ચાતકોના નામ, યોગદાન આપનારાઓ વગેરેની માહિતી મેળવી શકાય તે સુવિધા પણ વિકિસ્ત્રોતમાં શરૂ થઈ ગઈ છે.--યોગેશ કવીશ્વર (talk) ૧૯:૨૭, ૭ જૂન ૨૦૧૩ (IST)