વિકિસ્રોત:સભાખંડ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દફતર

દફતર(વર્ષ)


૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૨

સાહિત્ય અને ચિંતન
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત લેખ સંગ્રહ સાહિત્ય અને ચિંતન ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૪-૧૧-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૧૧-૦૧-૨૦૨૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, મેઘધનુ, મોડર્ન ભટ્ટ અને સ્નેહરશ્મિએ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૨૨:૪૪, ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ (IST)ઉત્તર[ઉત્તર]

Global ban for PlanespotterA320/RespectCE[ફેરફાર કરો]

Per the Global bans policy, I'm informing the project of this request for comment: m:Requests for comment/Global ban for PlanespotterA320 (2) about banning a member from your community. Thank you.--Lemonaka (talk) 21:40, 6 February 2023 (UTC)

શ્રદ્ધાંજલી - સભ્ય:Modern Bhatt[ફેરફાર કરો]

શ્રદ્ધાંજલિ

આપની અણધારી વિદાય ગુજરાતી વિકિસ્રોત સમુદાય માટે ન પુરી શકાય એવી ખોટ મુકી ગઈ છે. આપના અત્યંત ઉત્સાહી અને ઊર્જાના અસ્ખલિત સ્વરૂપ એવા વ્યક્તિત્વને કેમે કરી ભૂલી શકાય એમ નથી. આપશ્રી નવું નવું શીખવા અને શીખ્યા પછી તેને અમલમાં મૂકવા સદાય તત્પર રહેતા. આપના યોગદાન થકી વિકિસ્રોત ખૂબ જ સમૃદ્ધ બન્યું છે. આપ વિકિસ્રોત પર શ્રાવ્ય પુસ્તક પરિયોજનાના પ્રણેતા બન્યા અને અથાગ પરિશ્રમ કરી ૪૦ જેટલા પુસ્તકો પોતાના અવાજમાં ધ્વનિમુદ્રિત કરી આપશ્રીએ પ્રજ્ઞાચક્ષુ અને નિરક્ષર સાહિત્યરસિકો સુધી સાહિત્યની ગંગા પહોંચાડવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું. આપણે વિકિસ્રોતની પૃષ્ઠ સંખ્યા ૧ લાખ પાર પહોંચાડવાનું સપનું જોયું હતું, તેમાં પણ આપે વ્યવસાય નિવૃત્તિ પછી અત્યંત હોંશથી યોગદાન આપી ખૂબ જ ટૂંકાગાળામાં અગણિત પાનાંઓનું OCR કર્યું હતું. આપના મિત્ર વર્તુળના લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો આપે વિકિસ્રોતને ઉપલબ્ધ કરાવ્યા હતા. તાજેતરમાં નવા પુસ્તકો સ્કેન કરીને તેને મુદ્રિત કોપીને વિકિ પર ચડાવવાનું કાર્ય આપે ઉપાડી લીધું હતું. આવા અવિરત અને અથાગ પ્રયત્નો થકી આપે ૨૬૦૦ જેટલી ફાઈલો વિકિમીડિયા કોમન્સ પર ચડાવી. ગુજરાતી વિકીસ્રોતપર આપે ૧૪૦૦૦થી વધુ ઍડિટ્સ કર્યા છે. ગુજરાતી વિકિસ્રોત આપના યોગદાનો બદલ સદાય આપનું ઋણી રહેશે.

વેબ ગુર્જરી પર જ્યારે હું આ પોસ્ટ પ્રકાશન માટે શિડ્યુલ કરી રહ્યો હતો ત્યારે ખબર નહોતી કે કાળ મારા પર હસી રહ્યો હશે કે તારી આ પોસ્ટ શ્રી મોડર્ન્ ભટ્ટની શ્ર્દ્ધાંજલી બની રહેશે. https://webgurjari.com/2023/02/13/gujarati-audio-books-at-wikisrot/ --Amvaishnav (ચર્ચા) ૦૯:૧૦, ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)ઉત્તર[ઉત્તર]

Your wiki will be in read only soon[ફેરફાર કરો]

Trizek (WMF) (ચર્ચા) ૦૨:૫૧, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)ઉત્તર[ઉત્તર]

વિકિમેનિયા ૨૦૨૩ કાર્યક્રમ રજૂઆત આવકારે છે[ફેરફાર કરો]

શું તમે વિકિમેનિયા ૨૦૨૩માં કોઈ બેઠક (રુબરુ કે ઓનલાઇન) સંચાલન કરવા ઈચ્છો છો? કે પછી હાથ-અખતરો કરવાની કાર્યશાળા, જીવંત ચર્ચા, સાંસ્કૃતિક કાર્યક્રમ, કોઈ ધ્યાનાકર્ષક ચોપાનિયું કે યાદગાર ટૂંકાં પ્રવચન જેવું કશુંક? ૨૮ માર્ચ સુધી નોંધણી ખુલ્લી છે. આ વખતે હાઇબ્રિડ કાર્યક્રમો પણ હશે તો પૂર્વે રેકોર્ડ કરેલી સામગ્રી અને ઓનલાઇન પ્રેઝન્ટેશન પણ આવકાર્ય છે. જો તમારાં મનમાં આ સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો આગામી ૧૨ અને ૧૯ માર્ચે અમારી સાથે સંવાદમાં જોડાઈ શકો છો, કે પછી wikimania@wikimedia.org પર ઇમેલ કરી ને અથવા ટેલિગ્રામ પર પૂછી શકો છો. વધુ વિગતો વિકિ પર ઉપલબ્ધ છે.