લખાણ પર જાઓ

વિકિસ્રોત:સભાખંડ/જૂની ચર્ચા ૧

વિકિસ્રોતમાંથી

આ પૃષ્ઠ જૂની ચર્ચાઓને સાચવવા માટેનું છે કૃપા કરીને આમાં ફેરફાર ન કરો. જો તમે નવી ચર્ચા અથવા તો અહીં ચર્ચેલા કોઈ મુદ્દા પર ચર્ચા કરવા માગતા હો તો વિકિસ્રોત:સભાખંડ ખાતે નવી ચર્ચા શરૂ કરો.

પ્રબંધક મતદાન

[ફેરફાર કરો]

સૌ સક્રીય સભ્યોને પ્રબંધક મતદાનમાં મત આપવા વિનંતિ --Jaishree (talk) ૦૭:૩૦, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)[ઉત્તર]

Authorને બદલે સર્જક

[ફેરફાર કરો]

ગુજરાતી વિકિસ્રોતમાં Author જેવા અંગ્રેજી શબ્દને બદલે સર્જક શબ્દ વાપરી શકાય ખરો ? Author એટલે આપણે લેખક એવું ગુજરાતી કરી શકીએ. પણ અહીં ગુજરાતી વિકિસ્રોતમાં માત્ર લેખક જ નહીં, બલ્કે લેખક ઉપરાંત કોઇ કવિ, ગઝલકાર, વાર્તાકાર વિગેરે પણ હોય શકે. આથી બધાને સમાવી લેતો શબ્દ સર્જક વાપરવો જોઇએ. અને Author: ને આપણે સર્કજ: પર દિશાનિર્દેશ કરી શકીએ. દા.ત. User:Nileshbandhiya ઓટોમેટીક સભ્ય:Nileshbandhiya તરફ દિશાનિર્દેશ થઇ જાય છે. અહીં લેખોની શ્રેણીમાં મુખ્ય, સભ્ય, ઢાંચો વિગેરે માં સર્જકને પણ સમાવી શકાય. આપના અભિપ્રાયો જણાવવા વિનંતી. - નિલેશ બંધીયા (ચર્ચા)

નીલેશભાઈ, તમે જોયું હશે કે મુખપૃષ્ઠ પર મેં સર્જક સૂચિ એવો જ શબ્દ વાપર્યો છે, એટલું જ નહી, શ્રેણી:સર્જક પણ મેં જ બનાવી છે, એટલે હા, હું પહેલેથી જ લેખકને બદલે સર્જક શબ્દનો હિમાયતી છું. પણ હાલમાં સર્જક નામનું કોઈ Namespace અસ્તિત્વમાં નથી. જેથી સર્જક:અબક પાનાં બનાવવા નિરર્થક છે. મેં વિનંતી કરેલી છે કે Authorનું સર્જક હોવું જોઈએ. એ કામ થોડા સમયમાં થઈ જશે. તમને ખબર છે કે આવા કામો થવામાં અમુક ચોક્કસ પ્રક્રિયા હોય છે, જે પૂર્ણ થયે જ કામ થાય છે. આપણી વિકિસ્રોતની માંગણી બધીજ જરૂરિયાતો સંતોષાયા બાદ પણ લગભગ બે મહિને સંતોષાઈ હતી. એટલું જ નહી, તમારા ગુજરાતી ટાઇપરાઇટર કિ-બોર્ડની માંગણી પણ ઓછામાં ઓછા એક મહિનાથી પેન્ડિંગ પડી છે. એ જ રીતે આ કામ પણ તેનો સમય આવ્યે થઈ જશે. અને એમ થતાં, જેમ User:Dsvyas સભ્ય:Dsvyasમાં કે User talk:Nileshbandhiya સભ્યની ચર્ચા:Nileshbandhiyaમાં બદલાઈ જાય છે, તેમ વગર રિડાયરેક્ટ કર્યે, આ Author:અબક આપોઆપ જ સર્જક:અબક તરિકે દેખાશે. અને માટે જ અત્યારથી આપણે નિરર્થક રીતે સર્જક:અબક બનાવીને તેને અન્યત્ર વાળવાની ખોટી મહેનત કરવાની જરૂર નથી. સમયનો વ્યય થશે, અને શક્ય છે કે આ બે નામે પાનાં હોય તો તેથી કોઈ ત્રુટિ પણ ઉદ્ભવી શકે છે.--Dsvyas (talk) ૧૬:૦૭, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારો અર્થ જ એ હતો કે આના માટે એક નવી નેમસ્પેશ બનાવવી. જે આપે રીક્વેસ્ટ મોકલેલી હોય, તો તો કોઇ સવાલ જ ઉત્પન્ન નથી થતો. આ પરથી જાણવા મળ્યું કે આપ પણ લેખક કે Author શબ્દને બદલે સર્જક શબ્દના હિમાયતી છો. - નિલેશ બંધીયા (talk) ૧૭:૦૪, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર ધવલભાઈ, મને સમજ ન હતી કે નામસ્થળ માટે કોઈ વિશિષ્ટ પ્રક્રિયા હોય છે. વિકિપીડિયા પર મારા પૃષ્ટ પર જાવા સ્ક્રીપ્ટના અમુક કમાન્ડને સક્રીય કરવા તેમને મારા સભ્યનામના નામ સ્થળમાં રચવાનું કહેવાયું હતું જે મેં મારા નામ પછી : મૂકીને બનાવ્યું. આથી મારા મનમાં તો એમ જ કે કોઈ પણ શબ્દ પછી : મૂકીને નવા નવા લેખ બનાવતા જાવ તો તે બધા તેના નામ સ્થળમાં આપો આપ બની જાય. ખાસ શબ્દોને આ માન મેળવવા પરવાના લેવા પડે છે તે મને જાણ નહી. નીલેશજી ને અભિપ્રાય આપમાં મારું અજ્ઞાન રહ્યું છે. આ કરણો સર થયેલ તકલીફ બદ્દલ ક્ષમાપ્રાર્થી છું.(બાપુ નું પુસ્તક ટાઈપ કરું છું તેની આ અસર) ચાલો કાંઈ નવું શીખવા મળ્યું. જો આપને આ નામ સ્થળ વિશે હજી વધુ જાણકારી હોય તો સૌ સભ્યો માટે એકાદ ફકરો લખી આપશો. નવું જાણવાની મજા પડશે. --Sushant savla (talk) ૧૬:૩૦, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સૌથી પહેલા તો એક વાત, કે ચર્ચાઓમાં ભાગ લેતી વેળા ઉપરના સભ્યએ વાપરેલી કોલોનની સંખ્યા કરતા એક કોલોન (:) વધુ વાપરવાની આદત સૌ સાથીઓએ રાખવી. આમ થવાથી વાચકને જુદા પડતા સંદેશા અલગ તારવવામાં મદદ થાય છે. હવે મૂળ મુદ્દા પર આવીએ, ઉદાહરણ તરીકે અહિં જુઓ ત્યાં અમુક નામસ્થળો ખાલી ખાનાઓની બાજુમાં દેખાય છે. દરેક વિકિના પોતાના અમુક નામસ્થળો હોય છે, જેમકે વિકિપીડિયામાં તમને લેખક/સર્જક/Author કે સૂચિ એવું નામસ્થળ નહી જોવા મળે. કેમકે એ નામસ્થળો વિકિસોર્સ સંબંધિત છે. સુશાંતભાઈ, તમારી વાત એક રીતે સાચી છે, કે કોઈપણ શબ્દ પછી : મુકીને લેખ બનાવતા તે નામસ્થળ બને છે, પણ ફરક એટલો જ કે બધા નામસ્થળો પ્રમાણભૂત નથી હોતા. જેમ કે મેં આગળ આપેલાં ઉદાહરણમાં બાય ડિફોલ્ટ જ ચોક્કસ સમુહના પ્રમાણિત નામસ્થળોનો સમાવેશ થયેલો હોય છે. હવે જો આપણે 'છગન' નામસ્થળ બનાવીએ તો, 'છગન:છકો મકો' નામે બનાવેલા લેખમાં કશું શોધવું હોય તો તે આપણે આદરેલી શોધના પરિણામમાં જોવા ના પણ મળે. અને છગન મેં આપેલા ઉદાહરણ વાળા શોધ પર્યાયમાં નામસ્થળ તરીકે પણ સમાવેયેલું નહી જોવા મળે. આશા છે કે આ પરથી નામસ્થળ વિષે વધુ માહિતી મળી હશે.--Dsvyas (talk) ૧૮:૩૪, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ, નામસ્થળ વિષયે આ સારી, અને નહોતો જાણતો તેવી, માહિતી જાણવા મળી. જો કે હું પણ, જ્યારે શક્ય બને ત્યારે, ’સર્જક’ વાપરવાની તરફેણમાં છું. આપ જાણકાર છો તેથી આ વિષયે જરૂરી કાર્યવાહી કરશો જ. આ વિષયે અમારે ભાગે આવતી કામગીરી પણ જણાવશોજી (આપણે આ માટે કંઈ મતદાન કે તેવી કાર્યવાહી કરવાની હોય તો). આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૯:૧૮, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર અશોકભાઈ. સારી વાત એ છે કે આ માટે આપણે કોઈ મતદાન કરવાનું નથી. ખરું કહું તો મારો જ વાંક છે કે જ્યારે આપણી નવા વિકિસ્રોતની માંગણી આખરી તબક્કામાં પહોંચી ત્યારે મૂળભૂત નામસ્થળો, જેવા કે Page, Talk, Category, Portal, Author, વગેરેનાં ગુજરાતી નામો આપવા જણાવ્યું હતું, પણ તે વખતે સીધેસીધું લાંબું વિચાર્યા વગર Author એટલે લેખક એમ લખી નાંખ્યું હતુ. પણ પછી લાગ્યું કે આ લેખક/લેખિકા ઉપરાંત કવિ/કવિયત્રી એમ ચાર લિંગ આધારિત નામસ્થળો બનાવવા પડે, એના બદલે સર્જક શબ્દ સુઝ્યો એટલે મેં તેની માંગણી કરી જ છે. કામ થોડું ધીમું ચાલે છે, પણ થઈ તો જશે જ. હવે જ્યારે આપણે આ વિષયે ચર્ચા કરીએ જ છીએ, તો એક અન્ય વાત બાબતે પણ આપ સૌનો મત જાણી લેવાની ઈચ્છા થાય છે, Portal શબ્દ માટે ગુજરાતીમાં બારણું, દરવાજો, મોટું, ભવ્ય પ્રવેશદ્વાર, ફાટક વગેરે અર્થો મળે છે. તેના ઉપરથી પ્રવેશિકા શબ્દ બનાવીને ઉપયોગમાં લીધો છે. આપે કદાચ જોયું હશે કે સુશાંતભાઈએ તાજેતરમાં થોડાઘણા પાનાં આ પ્રવેશિકા નામસ્થળ હેઠળ બનાવ્યા છે. જો આપમાંથી કોઈને પ્રવેશિકા શબ્દ યોગ્ય ના લાગતો હોય અને તેને બદલે અન્ય કોઈ શબ્દ સુઝતો હોય તો જણાવવા વિનંતિ.--Dsvyas (talk) ૧૯:૪૧, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ગુજરાતી શબ્દ વાપરવો જરૂરી છે, 'સર્જક' શબ્દ પણ સરસ પસંદગી છે એમ માનું છું.--સતિષચંદ્ર (talk) ૨૦:૫૧, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ભાઈઓ અને બહેનો! સર્જક નામસ્થળ અસ્તિત્વમાં આવી ગયું છે. જે-જે પાનાંનાં નામો લેખક:અબક કે Author:અબકથી શરૂ થતા હતાં, તે બધા હવે આપોઆપ જ સર્જક:અબકમાં તબદીલ થઈ ગયા છે. જો આપે કોઈક કૃતિમાં કે અન્ય લખાણમાં લેખક:અબક કે Author:અબક લખ્યું હોય તો તે નહી બદલાયું હોય. મારા ધ્યાને હતા તે સ્થળોએ તો મેં બદલી નાંખ્યું છે.--Dsvyas (talk) ૦૩:૫૬, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

બૉટ મતદાન

[ફેરફાર કરો]

શબ્દ સૂચવો

[ફેરફાર કરો]

ભાઈઓ અને બહેનો, હું અંગ્રેજી શબ્દ Scriptorium (સ્ક્રિપ્ટૉરિઅમ) માટે યોગ્ય ગુજરાતી શબ્દની શોધમાં છું. ગુજરાતી લેક્સિકન મુજબ તેનો અર્થ લખવાની ઓરડી, મઠમાંની એવો કર્યો છે. આ સ્ક્રિપ્ટૉરિઅમ એ એવી જગ્યા છે, જે પૂરાણા સમયમાં મઠો/આશ્રમો (ખાસ કરીને ખ્રિસ્તી મોનેસ્ટરિઝ)માં એક ઓરડો હોતો હતો, જ્યાં બેસીને લહિયાઓ જૂની હસ્તપ્રતોની નકલ તૈયાર કરતા હતા. ટૂંકમાં જ્યાં પુસ્તકોનો સંગ્રહ હોય તે જગ્યાએ લખવાની સુવિધા માટેનું સ્થળ. આપણે વિકિસ્રોતને એક પુસ્તકાલયની નજરથી જોઈએ છીએ. જેમ વિકિપીડિયામાં યોગદાનકર્તાઓને વિકિપીડિયન્સ કહીએ છીએ તેમ અહિં સક્રિય હોય એવા સભ્યોને વિકિ લાયબ્રેરિયન્સ કહેવામાં આવે છે. આમ, જો આ પુસ્તકાલય હોય તો, પુસ્તકાલયમાં એવો કોઈ અલાયદો ઓરડો કે વિભાગ હોય છે જેમાં લખવાની સુવિધા હોય? અને જો હોય તો તેને શું કહે છે? આ વિષે આપના સૂચનોની તાતી જરૂર છે. જેમ ગુજરાતીમાં વિલેજ પંપને આપણે ચોતરો નામ આપ્યું છે, તેમ અહિં પણ આ સ્ક્રિપ્ટૉરિઅમને ગુજરાતી નામ આપીએ તો સારું. મને જે ૨-૩ શબ્દો સૂઝે છે તે અહિં લખું છું, આપને પણ જો સૂઝતા હોય તો જણાવવા વિનંતિ.--Dsvyas (talk) ૧૬:૨૧, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

  1. લેખનખંડ-નવો શબ્દ, પણ વાંચનાલયમાં લખવા માટેનો ઓરડો એ ન્યાયે
  2. ચર્ચાખંડ-નવો શબ્દ, પણ અહિં આપણે ચર્ચાઓ કરીએ છીએ એ ન્યાયે (પણ થોડો કૃત્રિમ)
  3. સભાખંડ-પ્રવર્તમાન શબ્દ, વર્ચ્યૂલી તો આપણે અહિં સભાઓ જ ભરીએ છીએ ને?
મને તો સભાખંડ શબ્દ વધારે વ્યાજબી જણાય છે. (સંપૂર્ણ બંધબેસતો તો નહીં પરંતુ અર્થ સારે તેવો !) એમ તો "લેખનાલય" એવું મગજમાં આવ્યું પરંતુ શબ્દકોશમાં એવો શબ્દ મળતો નથી. --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૩૬, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સભાખંડ શબ્દ સારો છે અને હું તેને ટેકો જાહેર કરું છું. પણ કોઇપણ કારણસર તે ન વપરાય તો લેખનખંડ ને મારો બીજો મત છે. બાકી રંગશાળા એટલે કે થિએટર શબ્દ વિશે શું વિચાર છે?;)--Vyom25 (talk) ૨૦:૦૨, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારા દિમાગમાં એક અન્ય શબ્દ આવે છે, "અભ્યાસિકા" . અહીં મુંબઈમાં સેવાભાવી કે બિનધંધાદારી સ્થળ કે જ્યાં ચર્ચા વિચારણા પરિસંવાદ આદિ યોજાય, એવા ઑફીસ જેવા નાનકડ ખંડને અભ્યાસિકા કહેવાય છે. જો તે શબ્દ યોગ્ય લાગે તો. --Sushant savla (talk) ૨૦:૨૩, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
શબ્દ સારો છે પણ તે મરાઠી શબ્દ નથીને.--Vyom25 (talk) ૨૦:૨૯, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
લેખનાલય અને રંગશાળા બંને સારા શબ્દો છે, લેખનાલય શબ્દકોશમાં ના હોવાનો કોઈ વાંધો નથી, મને પણ બે શબ્દો તો શબ્દકોશમાં ન હોય તેવા જ સૂઝ્યા હતા. અને રંગશાળા પણ ખોટું નથી, કેમકે આપણે ઘણી વખત ચોતરા ઉપર ભવાઈઓ કરી ચૂક્યા છીએ (મજાક). પણ પુસ્તકાલયમાં રંગશાળા કંઈક જચતી નથી. અભ્યાસિકા માટે વ્યોમભાઈનો શક વ્યાજબી છે, તે મરાઠી શબ્દ તો નથી ને? આમે આપણે અહિં ચર્ચાઓ કરીશું, અભ્યાસ તો નહિ જ. હિંદીમાં અભ્યાસ એટલે 'મહાવરો' એવો અર્થ થાય છે, એમ મરાઠીમાં કદાચ અભ્યાસનો કોઈક અર્થ થતો હોય જેને અનુલક્ષીને આ નામ વપરાતું હોય. ગુજરાતીમાં અભ્યાસ એટલે ભણતર એવો સર્વસામાન્ય અર્થ નિકળે છે.--Dsvyas (talk) ૨૦:૫૧, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
માર વિચારમાં અન્ય શબ્દો આવે છે જેમકે લેખનકુટિર, વિમર્શકુટિર, ચર્ચાખંડ વિગેરે. મારામતે તે સ્થળનું નામ તે સ્થળના અર્થને સાર્થક કરનારો હોવો જોઈએ. તે અર્થે તેનો સંદર્ભ ચર્ચાના સંબંધે જ હોવો જોઈએ. ત્યાં હવે કોઈ લેખન ક્રિયા થવાની નથી. લેખન સંદર્ભે આપાયેલું નામ તે સ્થળ ના ઉપયોગ વિષે અયોગ્ય માહિતી આપે છે. નવો આવેલો માણસ લેખન સંદર્ભે નામ જોશે ને કદાચ તેને લખવાની જગ્યા સમજી બેસે અને કૃતિઓ ત્યાં લખવા બેસી જાય. આવી ગડમથલ દૂર કરવા. તે નામ અર્થ સભર હોવું જોઈએ - ચર્ચાકુટિર કે ચર્ચાલય કેવું રહેશે. જો કે મને તે ખાસ જચતા નથી. અભ્યાસિકા એ નામ પણ યોગ્ય છે કેમકે ત્યાં નિતીઓ, નિયમોનો, પરિયોજઓનો અભ્યાસ, અવલોકન, સુધારણા, વિચારણા આદિ થવાનું છે. અહીં અભ્યાસને શાળાકીય સંદર્ભમાં ન જોવાવો જોઈએ. અહીં ચર્ચા દરમ્યાન આપણે એક બીજા પાસે શીખવાના છીએ, જાણવાના છીએ, જણાવવાના છીએ આમ અભ્યાસ એટલે જ્ઞાનના આપલે ના માધ્યમ સ્વરૂપે સંદર્ભે અભ્યાસિકા નામ અર્થ સભર લાગે છે. અભ્યાસ = અભિ + આસ અભિ = વારંવાર, આસ = ઉમેરવું. આમ અહીં આપણે વારંવાર ચર્ચા અને માહિતી ઉમેરતા રહીશું તે અર્થે પણ નામ યોગ્ય લાગે છે. રહી વાત "મરાઠી" ભાષાનો શબ્દ હોવાની, તો જો ગુજરાતી ભાષા અંગ્રેજીમાંથી શબ્દો કે તત્સમ ઉપાડી શકતી હોય તો પોતીકી અન્ય ભારતીય ભાષામાંથી સારા અર્થસભર શબ્દો કેમ કેમ નહીં લેવા? અને માત્ર હિંદી નહીં ભાગવદ ગોમંડળ પ્રમાણે પણ તેનો એક અર્થ મહાવરો એવો જ છે. વળી શબ્દનો અંત 'ઈકા' થી થતો હોવાથી તે અમુક ખાસ સ્થળ કે કક્ષ છે તેવો ભાસ પણ થાય છે. આ તો મારા મતે વિશ્લેષણ થયું જોઈએ બીજા સભ્યો શું કહે છે. --Jaishree (talk) ૨૧:૫૩, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સવાલ પારકી ભાષા અને પોતિકી ભાષાનો નહી, પણ જ્યાં સુધી આપણી ભાષાના શબ્દો ઉપલબ્ધ હોય ત્યાં સુધી પારકા શબ્દ ન લેવાનો છે. નવા શબ્દો બનાવીએ તો પણ પોતાની ભાષાના વિકાસ અર્થે, અન્ય ભાષાના (ભલે ભારતીય ભાષા હોય કે આંગ્લ ભાષા) શબ્દોનો સહારો શું કામ લેવો? અભ્યાસનો સંધિ વિચ્છેદ કરવા બદલ આભાર. જો આ શબ્દને આધારમાં લઈને જ નામ રાખવું હોય તો અભ્યાસખંડ કે અભ્યાસગૃહ શબ્દો આપણી ભાષામાં છે જ, પણ આ શબ્દો યાદ આવતાની સાથે જ સાહજિકતાથી શાળાનો વર્ગ યાદ આવી જાય. મેં હિંદીમાં અભ્યાસનો અર્થ મહાવરો થાય છે તેમ લખ્યું તેનું કારણ પણ આ જ હતું, કે ગુજરાતીમાં આ શબ્દ સાંભળતાવેંત શિક્ષણ યાદ આવે, જ્યારે હિંદીમાં સાંભળીએ ત્યારે પ્રેક્ટિસ યાદ યાવે. ભગોમં પ્રમાણે [ સં. અભિ ( પાસે )+ અસ્ ( હોવું ) ] - पुं. - પડોશ; સમીપતા. અને અન્ય સંધિ એ જ ભગોમં મુજબ [ સં. અભિ ( તરફ ) + અસ્ ( જવું ) ] - पुं. - ભણતર; પઠન. ૧. અભ્યાસ કરવો = (૧) અનુભવ કરવો. (૨) ધ્યાનમાં લેવું. (૩) ભણવું; શીખવું. (૪) મનન કરવું; વિચાર કરવો. ૨. અભ્યાસ જોવો-તપાસવો = પરીક્ષા લેવી. હા, આ ઉપરાંત પણ અભ્યાસ શબ્દના અનેક અર્થો આપ્યા છે. હવે અભ્યાસિકા વિષે: ભગવદ્ગોમંડલમાં અભ્યાસક શબ્દ છે જેનો અર્થ થાય છે [ સં. અભ્યસ્ ( ભણવું ) + અક ( કર્ત્તૃવાચક પ્રત્યય ) ] - पुं. - પંડિત; વિદ્વાન., વિદ્યાર્થી; અભ્યાસ કરનારો. અને વિશેષણ રૂપે ભણતરમાં મંડ્યો રહેનાર. સામાન્ય સંસ્કૃત વ્યાકરણના નિયમ મુજબ 'ઈકા' પ્રત્યય પુર્લિંગમાંથી સ્ત્રીલિંગમાં પરિવર્તન દર્શાવે છે. જેમકે, લેખક-લેખિકા, નાયક-નાયિકા, બાલક-બાલિકા, અધ્યાપક-અધ્યાપિકા, શિક્ષક-શિક્ષિકા, વગેરે. એ ન્યાયે 'અભ્યાસક'નું સ્ત્રી વાચક રૂપ બને 'અભ્યાસિકા', જેનો અર્થ થાય પંડિત સ્ત્રી, વિદ્વાન સ્ત્રી, વિદ્યાર્થિની, અભ્યાસ કરનારી, વગેરે. આ ફક્ત ફક્ત શબ્દોની સમજૂતી આપવાનો જ પ્રયત્ન છે તેમ સમજવું. મારા માટે અત્યાર સુધીમાં મળેલા બધાં જ સૂચનોનો વિકલ્પ ખુલ્લો છે. અત્યાર સુધી મળેલા સૂચનો: લેખનખંડ, ચર્ચાખંડ, સભાખંડ, લેખનાલય, રંગશાળા, અભ્યાસિકા, લેખનકુટિર, વિમર્શકુટિર, ચર્ચાકુટિર, ચર્ચાલય, અભ્યાસખંડ અને અભ્યાસગૃહ.--Dsvyas (talk) ૦૫:૨૯, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
વાહ જયશ્રી બહેન, આપનો ખૂબ ખૂબ આભાર! સરસ અર્થ સમજાવ્યો! મારા સૂચવેલા શબ્દની ઘણી સકારાત્મક વાતો આપે જણાવી. હેટ્સ ઑફ. સ્થળનું નામ અર્થ સભર શબ્દ હોવાની વાત મને ગમી. એક વાત મેં અનુભવી (આને મારો નીજી મત ગણવો)આપે ભ.ગો.માંથી સર્વ એવા અર્થ સૂચવ્યા કે કેમ આપણે આ શબ્દ લઈ શકાય અને ધવલજીએ બધા એવા કારણો સૂચવ્યા કે કેમ આ શબ્દ ન લઈ શકાય! સલામ આપની સકરાત્મકતાને! --Sushant savla (talk) ૦૭:૪૯, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
અરે પણ આમાં શબ્દ કઈ ભાષાનો છે તે તો ચોખવટ થઈ જ નહિં?(મેં ગુજરાતી દસમા ધોરણ પછી નથી ભણી અને ત્યારે પણ કોઇ જાતની ગંભીરતા વગર ભણી છે માટે માફ કરજો.)--Vyom25 (talk) ૧૬:૨૬, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર સુશાંતભાઈ, હેટ્સ ઓફ ટુ યુ ટુ! મારી નકારાત્મકતા પર આટલું ધ્યાન દોરવા બદલ. મને આનંદ છે કે આપ મને સમજી શક્યા છો. જો આપે જયશ્રીબેને સુચવેલો સંધિ વિચ્છેદ અને મેં ભગવદ્ગોમંડલના સંદર્ભને આધારે સૂચવેલો સંધિ વિચ્છેદ સરખાવીને મારી નકારાત્મકતાને નવાજી હોત તો આથી પણ વધુ આનંદ થાત.--Dsvyas (talk) ૧૬:૪૯, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
વ્યોમજી આપ હજુ યુવાન છો અને અપનો દ્રષ્ટિકોણ વિકસે તે અર્થે ખાસ તો આ ફકરો લખું છું, અત્યારે એમ માની લો કે અભ્યાસિકા એ શબ્દ કોઈ ભાષાનો નથી નવો તૈયાર થયેલો છે. તે શબ્દ અન્ય શબ્દો મેળાવીને બનાવવામાં આવ્યો છે. ભાષા ત્યારે જ વિકસે જ્યારે તેમાં નવા શબ્દો ઉમેરાય એમ મારું માનવું છે ભાષા માં વપરાતા શબ્દો તે ઓપન સોર્સ ડોમેનમાં છે અને જ્યાં શબ્દની જરૂર જણાય ત્યાં નવા બનાવી અને વાપરવાની છૂટ તે ભાષીને હોય છે. પહેલાં મને લગતું કે મારો વિચાર નિજી છે અને ભૂલ ભરેલો હોઈ શકે. પણ એક પીઢ ગાંધીવાદી ગુજરાતી ભાષાના જાણકાર એવા મુરબ્બી ભારતીબેન દેશપાંડે એ પણ મારા દ્રષ્ટિકોણનું સમર્થન કરેલું (ધવલજી અને સતિષચંદ્રજી એ વાર્તાલપમાં હતા), ત્યારથી મારી માન્યતા દ્રઢ બની છે. હવે તમે કહેશો કે ભાષામાં પહેલેથી શબ્દ હોય તો શું જરૂર છે? અરે ભાઈ, હું કહીશ આપણી આદિ ભાષા સંસ્કૃતમાં અને તે થકી ગુજરાતીમાં પાણી માટે જળ શબ્દ મોજુદ છે તો નીર અને કેટકેટલાય અન્ય સમાનાર્થી શબ્દો ની શી જરૂર જ્યારે નીર પહેલેથી મોજુદ હતો. તે સમયનો સાહિત્ય સમાજ કેટલો મુક્ત દ્રષ્ટિકોણ ધરાવતો હશે કે જેથી આટઆટલા નવા શબ્દો આપણને મળ્યા. તો આપણે શા માટે એવું સંકુચિત વલણ ધરાવીયે કે નવા શબ્દો ને સ્થાન ન જ હોય. --Sushant savla (talk) ૧૭:૪૧, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધવલજી ઘણા ઈન્ડેન્ટ થઈ ગયા છે, ફરી પહેલાથી ચાલુ કરું છું. મેં થોડું વધુ રીસર્ચ કર્યું ગુજરાતી લેક્સિકોન પ્રમાણે અભ્યાસિકા એક ગુજરાતી શબ્દ છે! તો હવે તે પરભાષી શબ્દ હોવાની શંકા ગઈ? તેનો અર્થ " (૧) અભ્યાસપૂર્વક લખાયેલી પુસ્તિકા. (૨) કરેલા અભ્યાસની ટૂંકી નોંધ રાખવાની પોથી. આપણે રોજ આટલું લખીશું તો આ ચર્ચા પત્ર પોથી નહીં થોથો થઈ જવાનો. અને બહેરહાલ મારી ટીપ્પણીથી આપનું મન દુભાણું હોય તો ક્ષમાપ્રાર્થી છું. તે તો મારું સામાન્ય અવલોકન હતું. બાકી તમે અર્થ ના મૂળ સુધી જવા સારો શ્રમ કર્યો. અને કોઈ પણ વાત નો નિર્ણય બંને અભિગમ જોઈને જ લેવો જોઈએ. --Sushant savla (talk) ૧૮:૦૦, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

સંશોધન બદલ આભાર. અભ્યાસક શબ્દ પરથી અભ્યાસિકા બને તેમ તો મેં પણ ઉપર જણાવ્યું જ છે અને માટે શબ્દ ગુજરાતી ગણી શકાય તેમ તારણ કાઢવું. પણ તેના અર્થો જે મેં તારવ્યા હતા અને જે તમે ગુજરાતી લેક્સિકનમાંથી મેળવ્યા છે તે બધામાં ક્યાંય આ શબ્દનો અર્થ સ્થળ કે કક્ષને અનુલક્ષીને થયો નથી તે પણ અત્રે ધ્યાન રાખવું. અને ભારતીબેન સાથેની ચર્ચામાં તેમણે એમ પણ કહ્યું હતું કે નવો શબ્દ એવો શોધવો કે જેનો અર્થ સરતો હોય અને જે સંદર્ભે વાપરતા હોઇએ તેને અનુરૂપ હોય.--Dsvyas (talk) ૧૯:૨૦, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

સમાપન: મિત્રો, લાંબા સમયથી આ નિર્ણય લીધા વગરનો રહ્યો હતો, નીચે સુશાંતભાઈએ પણ આ કાર્યને પૂર્ણ કરવાની ટહેલ નાંખી હતી. આમ તો આપણે ઉપરની લાંબી ચર્ચામાંથી કોઈ ચોક્કસ શબ્દના તારણ ઉપર નહોતા પહોંચી શક્યા. પણ મોટાભાગે સભ્યોએ સભાખંડ શબ્દને બહાલી આપી હતી. મેં લખેલા બ્લૉગમાં પણ મતદાનમાં આ શબ્દને ૨ મત મળ્યા છે, જ્યારે અન્ય શબ્દોને એક-એક અને અમુક શબ્દોને તો એક પણ મત મળ્યો નથી. ગુજરાતી ભાષાના અનુભવી મિત્રોએ લેખનકક્ષ કે એવું કશું પસંદ કરવા કહ્યું હતું, પરંતુ આપણે આખા જ વિકિસ્રોતમાં લેખન કાર્ય તો કરીએ જ છીએ એટલે કોઈ એક કક્ષને લેખનકક્ષ કહેવો વધુ ઊચિત નથી લાગતો. આપ સહુની લાગણીઓને વાચા આપીને અંતે આજે હું સ્ક્રિપ્ટોરિયમનું ગુજરાતી નામાભિધાન સભાખંડ તરીકે કરું છું. આશા છે કે સહુને તે પસંદ પડશે. જો પસંદ ના પડે તો આપણે અવશ્ય નિર્ણય બદલી શકીશું.--Dsvyas (talk) ૨૩:૦૪, ૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ઢાંચો :સ્વાગત

[ફેરફાર કરો]

મિત્રો, ઢાંચો :સ્વાગત મેં બનાવ્યો છે. તેના પર નજર નાખી જરૂરી સુધારા સુચવશો --Sushant savla (talk) ૧૪:૦૪, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

શાબાશ! અતિ સુંદર!--Dsvyas (talk) ૧૬:૫૬, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઇ આ તમે સરસ ઢાંચો બનાવ્યો છે. આમાં પાછળ રંગ ઉમેરવા ઉપર વિચારજો. બાકી તો બધા જ મુદ્દા આવરી લેવાયા છે. કોપીરાઈટ શું છે અને તેમાં શરતો શી છે તેના પાનાની કડી ઉમેરી શકાય.--Vyom25 (talk) ૧૬:૫૯, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુંદર કાર્ય. અને સલાહ માંગી જ છે તો બે ત્રણ સુધારા :
  1. જોડાવવું = જોડાય તેમ કરાવવું. (અન્યને જોડવું) તેને બદલે "જોડાવું = 'જોડવું'નું કર્મણિ એટલે "જોડાવા બદલ આપનું હાર્દિક સ્વાગત છે." એમ રાખવું યોગ્ય થશે. (જો કે આ નમ્રસૂચન માત્ર છે.)
  2. "વિકિમીડિયનોને જણાવી...." ને બદલે "વિકિપીડિયનોને જણાવી..." એમ હોવું જોઈએ કે નહીં ? (મેં ચકાસ્યું છે કે સર્વત્ર ’વિકિપીડિયનો’ (wikipedians) એવો શબ્દપ્રયોગ થયો છે.)
  3. "વાચકો દ્વારા વારંવાર પુછાતા સવાલો.." માં ’પુછાતા’ ને બદલે ’પૂછાતા’ સાચી જોડણી છે.
  4. "અટવાઓ કે મુંઝાઓ તો..." માં ’મૂંઝાઓ’ સાચી જોડણી.
  5. "અહિંયાં..." ને બદલે "અહિંયા" (યા ઉપર અનુસ્વાર નહીં). ----- તો મારે ધ્યાને આટલા સુધારા આવ્યા, યોગ્ય જણાય તેટલા સુધારવા. (આ તો સાહિત્યને લગતું એટલે જરા ધ્યાન રાખવું સારું, અને હું પણ માસ્તરમાં ચાલું કે નહીં ?!)--અશોક મોઢવાડીયા (talk) ૨૦:૨૫, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર અશોકજી, આભાર ધવલજી આભાર વ્યોમજી. ધલવજી આપે સુધારાઓ તો કર્યાં છે માટે આપનો આભાર. અશોકજીના સૂચનો હું સમવી લઈશ. માત્ર રંગ કેમ પૂરવા તે મને નથી આવડાતું! આમ પણ વ્યોમજી તમે તમારું પોતાનું પાનું સુંદર રંગે રંગ્યું છે તો એ ઢાંચામાં રંગ મુકવાની જવબદારી નો આપ સ્વીકાર કરો તો!
ધવલજી મને ઉપરના બીજા મુદ્દા વિશે માહિતી નથી માહિતી આપશો, પણ લાગે છે વિકિપીડીયન માત્ર વિકિપીડિયા ને આવરે છે જ્યારે વિકિમીડિયન સમગ્ર વિકિ સમુદાયને આવરે છે બરોબર?--Sushant savla (talk) ૨૧:૦૭, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
જી હા, વિકિપીડિયન એકલા વિકિપીડિયાને આવરે છે. પણ અહિં આપણે વિકિમીડિયનને બદલે વિકિગ્રંથપાલો એવું કરીએ તો કેવું રહેશે? કેમકે અંગ્રેજીમાં એ લોકો વિકિસ્રોતના સભ્યોને વિકિલાયબ્રેરિયન કહે છે. અને આમે, મેં ઉપરની ચર્ચામાં પણ જણાવ્યું છે તે પ્રમાણે આ આખા વિકિસ્રોતને એક પુસ્તકાલયની દૃષ્ટિથી જોઈએ છીએ, જે વાત સ્વાગત સંદેશાની શરૂઆતમાં પણ દૃષ્ટિગોચર થાય છે. આ પણ એક સૂચન જ છે.--Dsvyas (talk) ૨૧:૫૨, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલજી વિકિગ્રંથપાલ તો માત્ર સ્રોતન સભ્ય ને સમાવશે, અહીં તો વિકિમીડિયન એટલે વિકિના સર્વ સભ્યોને સંબોધીને ઉલ્લેખ થયો છે ને? જેમં વિકિ કોમન્સ, બગઝીલા જેવા અન્ય સૌ પ્રોજેક્ટને સ્મવી લેવાયા છે. તો મારા મતે સૈ વિકિરસિકો કેવું રહેશે? આ પણ એક સૂચન જ છે. ;) --Sushant savla (talk)
સુશાંતભાઇ તથા મિત્રો રંગ કઈ પ્રકારનો રાખવો છે તેના ઉપર આપ લોકોના કોઇ વિચાર હોય તો જણાવજો. હાલ પૂરતો હું એક રંગ મૂકું છું. જે ફક્ત પ્રયોગાત્મક છે.--Vyom25 (talk) ૧૩:૦૯, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
તમે તમારી રીતે મૂકો. કંઈ સુઝાવ હશે તો સૂચવીશ. --Sushant savla (talk) ૧૩:૧૩, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ, અહિં આપણે ફક્ત વિકિસ્રોતમાં જોડાતા સભ્યોનું સ્વાગત કરીએ છીએ, કેમકે તેઓ વિકિસ્રોતમાં જોડાયા છે, માટે મારા માનવા પ્રમાણે તેમને અહિંના પરિપ્રેક્ષ્યમાં જ સંબોધવા જોઈએ. વિકિપીડિયામાં યોગદાન કરતા ઘણા સભ્યો છે જે વિકિસ્રોતમાં નથી આવ્યા, અને નથી આવવા માંગતા, આમ તેમને વિકિપીડિયન જ કહેવાય, કેમકે તેઓ ફક્ત એક જ પ્રોજેક્ટમાં સક્રિય છે. એ જ રીતે કાલે કોઈક ફક્ત વિકિસ્રોતમાં જ સક્રિય રહેવા આવે, તો તેને વિકિમીડિયન કે વિકિરસિક કહેવાને બદલે, વિકિગ્રંથપાલ કે એવું અન્ય કોઈક નામ જે પુસ્તકાલયને સંદર્ભે વપરાતું હોય તે વાપરવું વધુ યોગ્ય છે.--Dsvyas (talk) ૧૪:૫૩, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
વ્યોમભાઈ, સરસ રંગ પસંદ કર્યો છે, મને આના કરતા પણ આછો શેડ વધુ સારો લાગશે એમ લાગે છે. આંખો થોડી ઓછી ખેંચાય.--Dsvyas (talk) ૧૪:૫૩, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હવે શું લાગે છે?--Vyom25 (talk) ૨૦:૩૩, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલજી તો પછી વિકિપીડિયાના સ્વાગત પૃષ્ઠમાં વિકિમીડિયન શામાટે લખાયું છે ત્યાં વિકિપીડીયન ન હોવું જોઈએ? --Sushant savla (talk) ૨૦:૪૩, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
વ્યોમજી, રંગ સરસ છે. કઈંક નવો. વિકિપીડિયા આછો બ્લ્યુ અને આ સોર્સ પીરોજી બધા બ્લ્યુ બ્લ્યુ બ્લ્યુના શેડમાં આ નવો રંગ જોવો ગમ્યો.--Sushant savla (talk) ૨૦:૪૬, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
વ્યોમભાઈ, આ સરસ રંગ છે. અને સુશાંતભાઈ, અવશ્ય વિકિપીડિયન જ હોવું જોઈએ અને છે જ. જો આપે ક્યાંક વિકિમીડિયન વાંચ્યું હોય જે મારા ધ્યાન બહાર જતું હોય તો કૃપા કરી મને જણાવશો અથવા જાતે સુધારી લેશો તો આનંદ થશે.--Dsvyas (talk) ૨૧:૦૨, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
તમારે કોઈ રંગ મૂકવો હોય ક્યાંય પણ તો આ લિંક રંગ ડીઝાઇનરથી વિવિધ રંગો નક્કી કરવામાં ઘણી શરળતા રહેશે.--Vyom25 (talk) ૨૩:૦૩, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ઐ ટાઈપ કેમ કરવું

[ફેરફાર કરો]

મિત્રો આ નારાયમ સક્રીય થયા પછી મને ઐ ટાઈપ કેમ કરવું તે સમજાતું નથી. પહેલાં હું "a" અને "i" ટાઇપ કરતો પણ તે ટાઈપ કરતા કરતા હવે "એ" લખાય છે. જો કે વ્યંજન સાથે તે બરોબર ટાઈપ થાય છે એટલે કે k + a + i કરતા બરોબર કૈ દેખાય છે. હું ક્યાંક ભૂલ કરતો હોઉં તો માર્ગ દર્શન કરશો. --Sushant savla (talk) ૦૭:૨૬, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

હા જી, જો તમને યાદ હોય તો આપણે વિકિપીડિયાના ચોતરા પર નારાયમના કારને થતી તકલીફોની ચર્ચા કરતા હતા. તેમાં મેં જણાવ્યું હતું કે કોઈના ધ્યાને ~ , હિં અને મ્ સાથે લખતા હિઁ થઈ જાય છે અને ‌_ ટાઈપ નથી થતું એ ત્રણ સિવાય અન્ય કોઈ ક્ષતિઓ ધ્યાને હોય તો જણાવે, પણ કોઈએ કશું કહ્યું નથી. જો કે ઐ ટાઈપ ન થતું હોવાનું મારા ધ્યાને ચઢ્યું છે અને તેને મેં મારી યાદિમાં ઉમેરી દીધું છે. ૫-૭ દિવસમાં આ બધી તકલીફોનું નિરાકરણ આવી જવું જોઈએ.--Dsvyas (talk) ૧૪:૩૭, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ ઐ કેવી રીતે ટાઇપ કરવું કાંઇ નીવેડો આવ્યો?--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૪૪, ૧૦ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
જી નાં, હજુ કોઈ નિવેડો નથી આવ્યો, ડેવલપર્સની ટીમ ખુબા વ્યસ્ત છે. 'ઐ' ટાઈપ કરવા માટે શ્રેષ્ઠ રસ્તો છે, ઉપર એદીતા ટુલ્સમાં થી વિશેસા કીનો ઉપયોગ કરીને લેવાનો. હું ફરી પાછળ પાડીને તે આજકાલમાં ચાલુ થઇ જાય તેમ કરાવું છું.--Dsvyas (talk) ૧૫:૧૪, ૧૦ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
ના, આ તો આજે ભદ્રંભદ્રના પ્રકરણ ૯ માં નજરે ચડ્યું એટલે યાદ આવ્યું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૧, ૧૦ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
વ્યોમભાઈ અને સૌ મિત્રો, માફ કરજો. તમને જણાવવાનું રહી ગયું કે હવે ઐ અને ~ બરાબર ટાઈપ થાય છે. આ ફેરફાર ગયા સોમવારથી અમલમાં આવી ગયો હતો, પણ કામની વ્યસ્તતાને કારને અહિં આવવાનો અને આ સંદેશો લખવાનો રહી જતો હતો. આજે થોડી નવરાશ મળી તો તમને જણાવવા આવી ગયો. તમે પણ ચકાસી જોજો.--Dsvyas (talk) ૧૯:૨૪, ૨૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
વાહ મજા આવી ! બરાબર લખાય છે.‌--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૩, ૨૩ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

q કી વિષે

[ફેરફાર કરો]

મિત્રો મારા મતે q કી ગુજરાતી લિપ્યાંતરણ માં ખાલી છે તેને કોઈ ગુજરાતી અક્ષર અપાયો નથી. તે સંબંધે આ કીને કોઈ અક્ષર અલોટ થઈ શકે તે સંબંધે આપના શું સુઝાવ છે? શું તે શક્ય છે? અને હોય તો કયો અક્ષર અલોટ થઈ શકે? જો તે શક્ય હોય તો; મારા મતે સૌથી વધુ આપને પ્રયોગ કરતા હોઈએ તે શબ્દ છે "આ" કાર અર્થાત્ વ્યંજન પાછળનો "કાનો" આમ પણ ગુજરાતી ટાઈપ કરતા ટચલી આંગળી દ્વારા a અને aa કળ દબાવતા તે દુખવા લાગે છે. :) જો કે તે સિવાય આપના સુઝાવ જણાવશો --Sushant savla (talk) ૦૭:૩૨, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ખરેખર 'આ' લખતાં ઘણી વખત કી દબાવવામાં પણ મારાથી ભૂલ થઈ જાય છે. q નું લોકેશન પણ અનૂકુળતા વાળું છે 'અ' ની ઉપર માટે જો એને 'આ' અલોટ કરી શકાય તો સારું રહે. પણ એલોટ કેવી રીતે કરાય તેની જાણકારી આપને હશે તે ધારી લઊં છું.--Vyom25 (talk) ૧૨:૩૯, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુઝાવ સારો છે. શરૂ કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરી દઉં કે મને ફરી એક વખત નકારાત્મક દૃષ્ટિકોણ વાળો સમજવાની છૂટ છે. પણ ભાઈઓ, આ લિપ્યાંતરણ કિ-બોર્ડ લે આઉટ છે. લિપ્યાંતરણનો અર્થ થાય છે એક લિપીમાંથી બીજી લિપીમાં રૂપાંતરણ. એટલે કે સહજતાથી આપણે જે રીતે અંગ્રેજી અક્ષરો વાપરીને ગુજરાતી ભાષા લખતા આવ્યા છીએ તે જ રીતે કરતા જઈએ તો મોટા ભાગનું છપાઈ જાય. q નો ઉચ્ચાર 'ક' કે 'ક્વ'ને મળતો આવે છે, માટે તેની સાથે 'આ' સંલગ્ન કરવું હિતાવહ નથી. એમ તો Q P W Y G J K X C V B કિ પણ કોઈ અક્ષર છાપતી નથી. નારાયમ આવ્યું તે પહેલા પણ aaથી જ આની માત્રા છપાતી હતી.--Dsvyas (talk) ૧૪:૪૯, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મોટા ભાઈ! મોટા ભાઈ! ધરમાં વધારાની ઘીની બરણી છે. પણ આજે બજારથી લાવેલા સાકર (ખાંડ) રાખવા કોઈ ડબ્બો નથી. તો તમે શું કરો? એમ કહો ને કે આ બરણીની નિર્મિતી તો ધૃત ધારણ કરવાને થયેલી છે તેમાં શર્કરા કેમ સચવાય? સાકર બહારજ રાખો પછી ભલે ને તેના પર કીડીઓ ચડતી? ભાઈ, સભ્યને સહુલિયત જોઈએ છે, એક કી વધારે છે. તો તેને સમુદાયના હિત માટે વાપરો. સારા બદલાવને અપનાવો! શબ્દોની મર્યાદામાં ન પડો. અને શબ્દ, તેનો વપરાશ મર્યાદિત કરે તો તે શબ્દ બદલી વ્યાપક અર્થ ધરાવતો શબ્દ આપી દો! As simple as that! --Sushant savla (talk) ૨૧:૦૧, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારા ભાઈ, આ નારાયમ કિ-બોર્ડ કાંઈ મારા પૂજ્ય પિતાશ્રીનું ખેતર નથી કે જ્યાં હું મને મનમાં આવે તે રીતે વાવેતર કરૂં. મેં ઉપર જણાવ્યું તેમ આપણે જે કિ-બોર્ડ વાપરીએ છીએ તેનું નામ છે લિપ્યાંતરણ (transliteration) તેનો અર્થ પણ મેં સમજાવ્યો જ છે. એ કોઈ ઘીની બરણી કે સાકરનો ડબ્બો નથી કે તેમાં આજે ઘી ભરીએ, કાલે ખાંડ અને પરમ દીવસે ખાલી પડ્યો હોય તો પાણી ભરીને ફ્રીજમાં ઠંડું થવા મુકી દઈએ. તમે તો નિલેશભાઈના સૂચવેલા અન્ય કિ-બોર્ડ લેઆઉટને ત્યાં તમારો કિંમતી મત પણ આપી આવ્યા છો. શું તે લે-આઉટ અસ્તિત્વમાં આવી ગયું? જરા જોઈ જુઓ ત્યાં જે પ્રશ્નો પુછાયા છે તે. એ જ રીતે તમારી આ ખાલી પડેલી બરણી મારા કે તમારા ઘરમાં નહી પણ, લિપ્યાંતરણ કિ-બોર્ડના ઘરમાં છે. તેથી ત્યાં તેમાં ઘીને બદલે મોરસ કેમ ભરવી તેનું જસ્ટીફિકેશન આપવું પડે. હા, પહેલા આપણી પાસે સ્થાનિક કિ-બોર્ડ મેપિંગ હતું, તેમાં તમે ઘી ભરેલી બરણીને તમારા પ્રેમવશ થઈને ખાલી કરીને તેમાં તમારી સાકર ભરી દીધી હોત તો કોઈ પૂછનાર નહોતું. પણ હવે તેમ નથી. સવાલ શબ્દનો નથી. સ્ટાન્ડર્ડાઇઝેશનનો છે. તમે અવશ્ય સુશાંતપ્રિય નામે નવું કિ-બોર્ડ લેઆઉટ તૈયાર કરીને નિલેશભાઈએ જેમ ટાઈપરાઇટર લેઆઉટ સૂચવ્યું છે તેમ સૂચવી શકો છો. તે અમલમાં આવી જાય તો તમને જે કિ જ્યાં ગમતી હોય અને આંગળીઓને અનુકૂળ આવતી હોય ત્યાંથી વાપરી શકશો. It's not always as simple as you may think.--Dsvyas (talk) ૨૧:૧૪, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
તો તો ફોગટમાં અહીં નારાયમ નું કી બોર્ડ લાવ્યા! પહેલાનું લોકલ લે આઉટ જ સારું હતું. છોડો ! દુખાડ્યે રાખો ટચલી આંગળી. બાકી પેલા લિપ્યાંતરણના ઘર વાળાને વાત તો કરી જુઓ. શું કહે છે તે જાણીએ. કદાચ તેમને સાકરને બગડતી અટકાવવાનું લોજિક સમજાય તો! આમ પણ તમે અઈ અને અનુસ્વાર નો પ્રોબ્લેમ તો ચર્ચો છો તો આ પ્રસ્તાવ પણ મૂકી જુવો --Sushant savla (talk) ૨૧:૩૬, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
નારાયમ આવવાથી જ જેને લિપ્યાંતરણ ના ફાવતું હોય તેમને માતે સહુલિયત ઊભી થઈ છે, એટલે એ ફોગટનું લાવ્યા તેમ નથી. અને હા, તમે પણ ઇન્સ્ક્રીપ્ટ કિ-બોર્ડ વાપરી જુઓ, તેનાથી કદાચ ટચલી આંગળીને ના પણ દુ:ખે. એ બહાને નવું કશુંક શીખવા મળશે. અને શક્ય છે કે તમને અનુકૂળ કિ-બોર્ડ લેઆઉટ સાબિત થાય!--Dsvyas (talk) ૨૨:૧૩, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલજી, મારી ટિપ્પણી બદ્દલ ક્ષમા કરશો. હું હજી અહીંની નીતિ અને અશક્યતાઓ વિષે અજાણ છું. મારી ટિપ્પણી એ વિચારે હતી કે આપણે આપણું કી બોર્ડ બદલી શકીયે છીએ. પણ પાછળથી તમે જણાવ્યું કે તે આપણા હાથની વાત નથી. તેમે માત્ર એટલું જણાવ્યું હતું કે તે "તે હિતાવહ નથી." પહેલાં જ જણાવ્યું હોત તો મેં આવી ટિપ્પણી ન કરી હોત. આપના ઇન્સ્ક્રીપ્ટ કિ-બોર્ડ વાપરવાન સુઝવ બદ્દલ આભાર. જરૂર પ્રયત્ન કરીશ. ફરી ક્ષમાસહ --Sushant savla (talk) ૦૭:૨૯, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ, ક્ષમાની આવશ્યકતા નથી. મને તો ચર્ચાઓ ગમે છે, કેમકે ચર્ચા કરવાથી જ નવું જાણવા મળે છે અને જ્ઞાન વધે છે તેમ હું દૃઢ પણે માનું છું. હિતાવહ પણ નથી અને શક્ય પણ નથી. મને એમ હતું કે તમે હિતાવહ નથી તે વાત સમજી શકશો પણ જ્યારે તે ના સમજાયું ત્યારે મારે એ પણ જણાવવું પડ્યું કે શક્ય પણ નથી લાગતું. આવો કોઈ ફેરફાર કેટલી હદે શક્ય છે તે તમને જાણ હશે તેમ માનવા પાછળનું મારૂં કારણ એ હતું કે, મેં ઉપર જણાવ્યું તેમ તમે અન્ય એક કિ-બોર્ડ લેઆઉટની રિક્વેસ્ટમાં મત આપ્યો છે અને તેની ચર્ચાઓ નિહાળી જ રહ્યા હશો (જો મારૂં એમ માનવું ભૂલ ભરેલું હોય તો હું ક્ષમા ચાહું છું). અને હા, આ ચર્ચા લાંબી ચલાવવા બદલ હું ક્ષમાપ્રાર્થી છું, મને જ્ઞાત છે કે તમને ચર્ચાઓ ગમતી નથી. પણ શું કરૂં? આદત સે મજબૂર.--Dsvyas (talk) ૧૫:૫૫, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ઢાંચો:ક્ષતિરહીત

[ફેરફાર કરો]

મિત્રો, જો તમે પાનાનું પ્રૂફ રીડિંગ કરી લો. તો પાના પર ઢાંચો:ક્ષતિરહીત મૂકી દેશો આમ કરતાં અન્ય સભ્યને ખબર પડી જશે કે આનુ પ્રૂફ રીડ થઈ ગયું છે અને આગળ જતા તેને સુરક્ષીત કરી દેવાશે. --Sushant savla (talk) ૨૨:૦૪, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

વાહ, આ કામ સારુ થયું.--Vyom25 (talk) ૧૬:૪૧, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મને એમ લાગે છે કે, જો કોઈ વ્યક્તિ શોધતાં શોધતાં અહિં કોઈ કૃતિ વાંચવા આવી ચઢે તો તેને ખ્યાલ ન હોય કે તેણે દરેક પાનાંનાં મથાળે આવો ઢાંચો જોવાની અપેક્ષા રાખવી, કે સાથે સાથે ન તો તેને એ વાતનો અહેસાસ થાય કે પાનું સુરક્ષિત છે કે નહીં. વાચકને જો પાનાંમાં ભૂલો દેખાય તો તે વિકિસ્રોતની વિશ્વષનિયતાને ઠેસ પહોંચાડનારૂં બને. માટે, આ ઢાંચો કોઈક અન્ય રીતે બનાવીને એવા દરેક પાનાં પર મૂકીએ જેનું પ્રૂફરીડિંગ થયું ના હોય (કે પછી એક નવો ઢાંચો:ભૂલશુદ્ધિ-બાકી: જેમાં લખ્યું હોય કે, આ કૃતિ હમણાં જ અહિં લાવવામાં આવી છે, અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરવી, અમે થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દઈશું.) તો વાચકને ખ્યાલ આવી શકે કે તે પાનાંનું પ્રૂફરીડિંગ થયું નથી અને માટે તેમાં કોઈ ભૂલો મળે તો તેને ક્ષમ્ય ગણવી. અને પ્રૂફરીડરની જવાબદારી રહે કે, જ્યારે પ્રૂફરીડિંગ પતે ત્યારે તે ઢાંચો ત્યાંથી કાઢી નાંખે (અને ઢાંચો:ક્ષતિરહિત ઉમેરી દે) જેથી પ્રબંધકો પછી આવા પાનાંને સુરક્ષિત કરી શકે.--Dsvyas (talk) ૨૦:૧૧, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
એટલે આ ઢાંચો તો બરાબર છે અને આપણે એક નવો ઢાંચો બનાવીએ કે જે બતાવે કે પ્રુફરીડિંગ બાકી છે. હું આવું સમજ્યો છું બરાબર.--Vyom25 ૨૧:૨૪, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મને પણ વ્યોમજી સમજ્યા એમ જ સમજાયું, જો તેમ હોય તો વિચાર યોગ્ય છે. વળી ક્ષતિરહિત ઢાંચાનું નામ ભૂલશુદ્ધિ-પૂર્ણ કરીએ તો કેમ? આમ બે ઢાંચા રહેશે ભૂલશુદ્ધિ-બાકી અને ભૂલ શુદ્ધિ-પૂર્ણ શું કહો છો? ક્ષતિરહીત કરતાં ભૂલશુદ્ધિ વધુ સારું લાગે છે. આ સાથે પાનું સુરક્ષીત કરાયું છે એવા કોઈ ઢાંચાની જરૂર ખરી? નહીં તો આ પાનાનું પ્રૂફરીડ સંપન્ન થઈ ગયું છે અને ત્યાર બાદ તેને સુરક્ષીત કરાયું છે અને તેનું પ્રૂફરીડિંગ કરવાની જરૂર નથી એમ પ્રૂફરીડરને કેમ ખબર પડશે? --Sushant savla (talk) ૨૨:૨૦, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
જી હા, બે ઢાંચા રાખવા એ સમજ બરોબર છે. અને ક્ષતિરહિત ઢાંચાનું નામ બદલવાનો પ્રસ્તાવ પણ મને તો માન્ય જ છે. હવે જરા સ્પષ્ટતા, જ્યારે પાનું બનાવીએ ત્યારે, જો વાચકે પોતે પ્રૂફરીડ ના કર્યું હોય તો, તે ઢાંચો:ભૂલશુદ્ધિ-બાકી ઉમેરે, અને જો કરી લીધું હોય તો ઢાંચો:ભૂલશુદ્ધિ-પૂર્ણ ઉમેરે. હવે એ કામ પ્રબંધકનું રહેશે કે, જ્યારે કોઈ પરિયોજના પૂર્ણ થાય ત્યારે એક-એક કરીને બધા ઉપપાનાં જોઈ લે, અને જેજે પાનાં પર ભૂલશુદ્ધિ-પૂર્ણનો ઢાંચો જોવા મળે તે પાનાંને સુરક્ષિત કરતા જાય, અને તે સમયે તેમાંથી ભૂલશુદ્ધિ-પૂર્ણ ઢાંચો કાઢી નાખે. એ ઢાંચો ફક્ત પ્રબંધકની જાણ માટે જ વપરાશે જેથી તેને ખબર પડે કે પાનું સુરક્ષિત કરવા માટે તૈયાર છે. પાનું સુરક્ષિત કર્યું છે તેમ દર્શાવતો કોઈ ઢાંચો મને આવશ્યક લાગતો નથી, કેમકે તેનાથી વાચકને કોઈ ફરક પડવાનો નથી. જો કોઈ કારણે કોઈ વ્યક્તિ તેમાં કોઈ ફેરફાર કરવા જાય તો આપોઆપ તેને તે પાનું સુરક્ષિત હોવાનો સંદેશો મળવાનો જ છે. પ્રૂફરીડરને એ પાનાંનું પ્રૂફરીડ થયું નથી તે ખબર ફક્ત તેમાં રહેલા ભૂલશુદ્ધિ-બાકી ઢાંચા પરથી પડશે. આ બંને ઢાંચાઓ ખાલી પ્રૂફરીડર અને પ્રબંધકોની સગવડ માટે છે, અને વાચક આપણી કાર્યક્ષમતા પર શક ના કરે તે માટે. એક વખત આપણું કામ કાર્યક્ષમતાથી પૂર્ણ થઈ જાય પછી વાચકને જણાવવાની જરૂર રહેશે નહી, કેમકે કોઈ પણ વાચકની અપેક્ષાતો એવી જ હોવાની (અને આપણી જવાબદારી પણ એ જ હોવાની) કે જે તે પાનું ભૂલરહિત હોય. આવો મારો પ્રસ્તાવ છે.--Dsvyas (talk) ૦૧:૪૮, ૨૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હજુ મને શંકા છે કે પ્રૂફરીડરને ખબર કેમ પડશે કે આ પાનું સુરક્ષીત કરાયું છે. અને આમાં પ્રૂફરીડિંગની જરૂર નથી. --Sushant savla (talk) ૦૮:૪૭, ૨૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
કોઇ પણ પાનું આપ સુરક્ષિત કરો તો એમાં ઉપરના ભાગે તાળું (કે જે બતાવે છે કે પાનું સુરક્ષિત છે) તે દેખાશે?--Vyom25 ૧૦:૨૪, ૨૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
જો લેખમાં ઢાંચો:ભૂલશુદ્ધિ-બાકી જોવા મળે તો એનો અર્થ એ કે તેનું પ્રૂફરીડિંગ થયું નથી. એકદમ સરળ. અને ના જોવા મળે તો સમજવું કે ક્યાંતો પાનાનું પ્રૂફરીડિંગ જરૂરી નથી ક્યાંતો તે સુરક્ષિત છે. આ જ વાત મેં ઉપરના સંદેશામાં જણાવી જ છે, (જુઓ પ્રૂફરીડરને એ પાનાંનું પ્રૂફરીડ થયું નથી તે ખબર ફક્ત તેમાં રહેલા ભૂલશુદ્ધિ-બાકી ઢાંચા પરથી પડશે.) વ્યોમભાઈએ જણાવ્યું તેમ સુરક્ષિત પાનાં પર તાળાની નિશાની જોવા મળશે, અને જો તે ધ્યાને ના ચઢે તો મેં આગળ જણાવ્યું તેમ, પ્રૂફરીડર લેખમાં ફેરફાર કરવા જશે ત્યારે તે તેમ નહી કરી શકે. (ઉપરના સંદેશામાં લખેલું વાક્ય ફરી અહિં રજૂ કરું છું-જો કોઈ કારણે કોઈ વ્યક્તિ તેમાં કોઈ ફેરફાર કરવા જાય તો આપોઆપ તેને તે પાનું સુરક્ષિત હોવાનો સંદેશો મળવાનો જ છે. ) કેમકે સુરક્ષિતતાનું સ્તર એ રીતે સેટ કર્યું હશે કે તેમાં ફક્ત પ્રબંધકો જ ફેરફાર કરી શકે. પ્રબંધક લેખને ફક્ત ત્યારે જ સુરક્ષિત કરશે જ્યારે તેમાં ઢાંચો:ભૂલશુદ્ધિ-પૂર્ણ જોવા મળે. આશા છે કે હવે સમજી શકાયું હશે.--Dsvyas (talk) ૦૩:૨૮, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હાજી. ધવલજી, વ્યોમજી એ તાળાની વાત કરી ને બધી બાબત સમજાઈ ગઈ.--Sushant savla (talk) ૧૩:૪૪, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઇ, ધવલભાઇ આપ લોકોએ સુરક્ષિત કરેલાં પાનામાં ઉપરના ભાગે તાળું દેખાતું નથી, તેનું શું કારણ છે?--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૪, ૧૧ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
મને તો ક્યારેય નથી દેખાતું. મને એમ કે મારી પાસે ઍડમિન હકો છે તેથી નહિ દેખાતું હોય. પણ લોગીન કર્યા વગર જોઉં છું તો પણ તાળુ નથી દેખાતું. શું આપણે કોઈ ઢાંચો:સુરક્ષીત બનાવીને મૂકીયે? --Sushant savla (talk) ૧૩:૫૩, ૧૧ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
તાળું કેમ જોવું છે? મારો કહેવાનો મતલબ છે કે અગત્યનું તાળું છે કે લેખ સુરક્ષિત હોય તે? શું તાળું ના દેખાતું હોવા છતાં પાનું સુરક્ષિત થયેલું છે કે પછી પ્રબંધકે સુરક્ષિત કર્યું હોવા છતાં તેમાં ફેરફાર કરવા શક્ય છે?--Dsvyas (talk) ૧૬:૪૫, ૧૧ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
અગત્યનું લેખ સુરક્ષિત હોય તે છે એમાં કોઇ ચર્ચાને અવકાશ જ નથી પણ આ તો અંગ્રેજી વિકિ પર તાળું દેખાય તો અહીં કેમ નહિ? પાનાં તો સુરક્ષિત છે એવી નોંધ ફેરફાર કરો કડી પર ક્લિક કરતાં દેખાય છે અને ફેરફાર કરવા તો ઑટોકન્ફર્મ સભ્યો માટે શક્ય જ છે. નવા સભ્યો માટે નથી. આ તો તાળું દેખાતું હોય તો અજાણ્યા સભ્યો કે જે અન્ય વિકિ પરથી આવે તેને પણ જાણ થાય.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૧, ૧૧ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારે તો એક જ અવઢવ છે કે પ્રબંધકને પાનાને માત્ર જોઈને ખબર કેમ પડશે કે પાનું સુરક્ષિત છે અને તેના પર કામ કરવાની જરૂર નથી. અંગ્રેજીના વિકિપીડિયા પર કંઈક સંદેશ આવે છે કે આપાનાને સુરક્ષિત કરવામાં આવ્યું છે. જે વાંચીને ખબર પડી જાય છે. પણ અહીં આપણે સુરક્ષીત થયેલા અને સુરક્ષીત કરવામાટે બાકી એવા વર્ગીકરરણની યાદી હોવી જોઈએ. આથી આપણે જાણી શકીએ કે ક્લેટલું થયું કેટલું કરવનું બાકી. --Sushant savla (talk) ૧૭:૩૨, ૧૧ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઇ મારે પણ આજે તમારા જેવો પણ એથી નાના પાયે પ્રશ્ન થયો, હું આજે જોતો હતો કે ભદ્રંભદ્રમાં કેટલા પાનાં પ્રુફરીડ થયા છે અને કેટલા બાકી છે અને તેમાંના કેટલાં સુરક્ષિત થયાં છે. તો તે મને ઢાંચા પરથી જાણવામાં સરળતા રહી પણ જ્યારે પાનું સુરક્ષિત છે કે નહિ તે જાણવા મારે ફેરફાર કરો પર ક્લિક કરવું પડ્યું હતું માટે મને લાગે છે કે તે માટે ઢાંચાની જરૂર નથી પણ તાળાંની જરૂર તો છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૪૮, ૧૧ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

શ્રાવ્ય પુસ્તક

[ફેરફાર કરો]

મિત્રો, ગુજરાતી વિકિસ્રોત પર શ્રાવ્ય પુસ્તક મુકવાનો વિચાર આવ્યો છે. જે અંધ વ્યક્તિઓને અથવા નજરની તકલીફ હોય તેવી વ્યક્તિઓને કે વાંચવાનો કંટાળો આવે તેવી વ્યક્તિઓ માટે તે ઉપયોગિ સાબિત થશે. આ માટે પ્રાયોગિક ધોરણે આપણા પહેલા પુસ્તક રચનાત્મક_કાર્યક્રમ ના પ્રથમ અને બીજા પ્રકરણમાં તેનું પઠન ચડાવ્યું છે. તે જોઈ જવા અને જરૂરી સુધારા વધારા સુચવવા વિનંતી. આગળ ઉપરા ભૂલ શુદ્ધિ સમાપ્ત કાર્ય સમાપ્ત થયા પછી આપણા બ્રાંડ એમ્બેસેડર પુસ્તક - સત્યના પ્રયોગો - નું પઠન-પુસ્તક કે શ્રાવ્ય-પુસ્તક ચઢાવવા, અને ભદ્રંભદ્ર પુસ્તકનું નાટ્યાત્મક શૈલિમાં શ્રાવ્ય-પુસ્તક મુકવાની યોજના છે. આ માટે આપના વિચારો અને સૂચનો આવકાર્ય છે.

પુસ્તકના ધ્વનિ મુદ્રણને ચઢાવવા માટે ઢાંચો:શ્રવણ બનાવી દીધો છે. એપન જોઈ જવા વિનંતી.

ઑડીયો બુકના ગુજરાતી નામ માટે માટે સુઝાવ અને મત

[ફેરફાર કરો]
  1. ધ્વની-પુસ્તક:
  2. શ્રાવ્ય-પુસ્તક :
  3. શ્રવણ-પુસ્તક:
  4. પઠન-પુસ્તક:

અભિપ્રાય

આ શ્રાવ્ય પઠન કેટલીક જગ્યાએ મૂળ લેખથી અલગ જણાય છે, જોકે અમુક જગ્યા એ લેખમાં જ ભૂલ હોય શકે છે માટે એક વખત જરા સાંભળતાં સાંભળતાં વાંચી જવા વિનંતી કે જેથી ફેરફારો તરત દેખાઇ આવશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૫૭, ૧૦ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

આભાર વ્યોમ, મેં પહેલું પ્રકરણ સુધારી દીધું છે. રવિવાર સુધી બીજું સુધારી દઈશ. --Sushant savla (talk) ૨૧:૫૭, ૧૧ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
પ્રકરણ ૨ માં મારી નજરમાં આવેલ કેટલાક ફેરફાર, પ્રથમ લીટીમાં જરુરત->જરુર પાંચમી લીટીમાં મિત્રાચારીથી->મિત્રાચારીની, સાતમી લીટીમાં તે વાતનો->એ વાતનો, નવમી લીટીમાં હું અનુભવે જાણું->હું જાણું બની શકે કે આ ટાઇપિંગની ભૂલ હોય પણ આ બધા તફાવત છે. બાકી તમે શા માટે માત્ર બે જ પ્રકરણ આ રીતે ઑડિયોમાં મુક્યાં છે હું તો કહું છું કે બાકીના પ્રકરણો પણ મૂકી જ દો બહુ જ સરસ કાર્ય કર્યું છે. આનાથી અંધ લોકોને ઘણો ફાયદો થાય અને જ્યારે ઘણા બધા લોકો સાથે વાંચતા હોય ત્યારે ઑડિયોથી મૉનિટર પાસે ભીડ જમાવ્યા વિના આરામથી બેસીને સાંભળી શકાય.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૧૩, ૧૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર વ્યોમ, મેં રેકોર્ડિંગનો મહાવરો લેવા માટે રેકોર્ડિંગ તો બધા પ્રકરણનું કરી દીધું છે. હવે સુધારા કરવાના છે. વખત મળ્યે ચઢાવી દઈશ. --Sushant savla (talk) ૨૧:૪૭, ૧૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઇ આપ શ્રાવ્ય-પુસ્તક માટે એક ઢાંચો જ બનાવી નાખો તો સારું કે જે બતાવે કે આ પુસ્તક અથવા પ્રકરણ શ્રાવ્ય છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૬, ૨૨ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
હુંસમજ્યો નહિ. તે ઢાંચામાં શું લખેલું હોવું જોઈએ?--Sushant savla (talk) ૨૦:૨૯, ૨૨ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
તમે જે પ્રકરણમાં શ્રાવ્ય ફાઇલ ચડાવી છે તેમાં તમે એક બેનર પણ લગાવ્યું છે કે આ પ્રકરણ તમે સાંભળી શકો છો જે હાલમાં કોડીંગથી મૂકેલ છે તે જ વસ્તુ તમે ઢાંચા સ્વરૂપે બનાવી દો કે જેથી ફક્ત ઢાંચો શ્રાવ્ય-પુસ્તક તેટલું જ લખવું પડે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૫૬, ૨૩ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
અચ્છા, સમજ્યો. --Sushant savla (talk) ૨૦:૫૮, ૨૩ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

પ્રશ્નોત્તરી બનાવવા બાબત

[ફેરફાર કરો]

ગુજરાતી વિકિસ્રોતમાં અહીં આપણે ગુજરાતી પ્રશ્નોત્તરી બનાવી શકાય. વિકિસ્રોતનો મુખ્ય ધ્યેય, મુક્ત રીતે સાહિત્ય મળી શકે તે હોય, વિકિસ્રોતમાં પ્રશ્નોત્તરીનો એક વિભાગ શરૂ કરવો જોઇએે. જ્યાં ગુજરાતી પ્રશ્નો તથા તેનાં જવાબો આપ્યા હોય. આ વિભાગ વિદ્યાર્થીઓને તેમની સ્પર્ધાત્મ પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખુબ જ ઉપયોગી થઇ શકશે. અને બીજો ફાયદો એ પણ રહેશે કે એ પ્રશ્નો/જ્ઞાન રીડઓન્લી ન રહેતા, તેમાં બીજા પ્રશ્નો પણ ઉમેરી શકાશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતી ભાષામાં બહુ જ ઓછું સાહિત્ય ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય, અીહં ગુજરાતી વિકિસ્રોત તેના માટે એક મહત્વનું તથા શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની રહેશે. આ અંગે આપ સૌના પ્રતિભાવની આવશ્યક્તા છે.- નિલેશ બંધીયા (talk) ૧૫:૨૨, ૨૬ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

ભાઈશ્રી નીલેશજી, આપના સુઝાવ માટે ખૂબ ખૂબ આભર. આ વિષય વસ્તુની સમાજના વિદ્યાર્થીને જરૂર મહત્વની છે અને તે સંબંધે મુક્ત સાહિત્યની ઉપલ્બ્ધી પણ હોવી ઘટે. પણ મારા મતે વિકિસ્રોત સાહિત્ય સ્રોત હોવાથી આ માટેનું યોગ્ય માદ્યમ નથી. આ માટે વિકિ પરિવારમાં જ એક અન્ય સુંદર માધ્યમ ઉપલબ્ધ છે. વિકિપુસ્તક કે વિકિબુક્સ. જેમાં અભ્યાસ સાહિત્ય મૂકાય છે. તેની માહિતી આપને આ કડીમાંથી મળશે. વિકિપુસ્તક આ વિષયે ગુજરાતીમાં વધુ કાર્ય થયું નથી. આપ ચાહો તો આક્ષેત્રે કાર્ય કરી શકો છો. આ તો જત્ આપની માહિતી માટે, બાકી અન્ય સભ્યોનો જે મત હશે તે પ્રમાણે આગળ વધીશું. આભાર. --Sushant savla (talk) ૧૧:૧૫, ૨૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર, સુશાંતભાઇ. પરંતુ વિકિપુસ્ત - http://gu.wikibooks.org નો કોઇ પણ ઉપયોગ ન કરતા હોવાના કારણે, ક્યારનું બંધ થઇ ચુક્યું છે. તેમાં આપણે નવા લેખો લખી શકીયે ખરા ? - નિલેશ બંધીયા (talk) ૧૨:૧૭, ૨૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
હાજી આપ તેમાં કાર્ય કરી શકો છો.--Sushant savla (talk) ૧૨:૪૨, ૨૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
નિલેશભાઈ, તમે જે પ્રકારની પ્રશ્નોત્તરી બનાવવા ચાહો છો, તેને માટે વિકિ મારા મતે યોગ્ય માધ્યમ નથી. વિકિસ્રોતમાં આપણે પ્રકાશનાધિકારથી મુક્ત કૃતિઓ કે જે પ્રકાશિત થઈ ચુકી હોય તેને જ મુકી શકીએ. કોઈ પણ મૌલિક લખાણને અહિં સ્થાન નથી. એ જ રીતે, વિકિપુસ્તક પણ પ્રકાશિત પુસ્તક માટે જ છે એવો મને ખ્યાલ છે. તમારો વિચાર સુંદર છે, પણ તે મૌલિક પ્રશ્નો અને તેના મૌલિક ઉત્તરો હોવાથી તેને માટે શ્રેષ્ઠ સ્થળ મારી દૃષ્ટિએ તો બ્લૉગ જ છે.--Dsvyas (talk) ૨૨:૩૮, ૨૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ એક શંકા છે, પ્રકાશનાધિકારથી મુક્ત કૃતિઓ અને પ્રકાશન અધિકાર સહિત પણ પ્રકાશક / રચયિતાની પરવાનગી ધરાવતી કૃતિઓ પણ ચઢાવી શકાય ને? મને એમ લાગ્યું કે આવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકના કોપીરાઈટ નિલેશભાઈ પાસે હશે કે જેને તેઓ ચઢાવવાઅ માંગે છે. --Sushant savla (talk) ૦૭:૪૫, ૨૮ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ, જો પરવાનગી હોય તો અવશ્ય પ્રકાશનાધિકાર હેઠળ રહેલા આવા પુસ્તકો પણ ચડાવી શકાય છે, પણ મારા ધ્યાને ચડેલા આવા બધા જ પુસ્તકો ફક્ત વ્યાવસાયિક ધોરણે પ્રકાશિત થયેલા આવ્યા છે. અને માટે શક્યતા નહિવત્ છે કે કોઈ પ્રકાશક કે લેખક/સંપાદક તેના પ્રકાશનાધિકારમાંથી આપણને મુક્તિ આપે. અને નિલેશભાઈએ લખ્યું છે કે...એ પ્રશ્નો/જ્ઞાન રીડઓન્લી ન રહેતા, તેમાં બીજા પ્રશ્નો પણ ઉમેરી શકાશે જેના પરથી મારું અનુમાન એવું હતું કે તેઓ મૌલિક રીતે આવી પ્રશ્નોત્તરી બનાવવા માગે છે. શક્ય છે કે તમે સમજ્યા તેમ તેઓ આવી પરવાનગી ધરાવતા હોય. અને જો તેમ હોય તો તેને અહિં વિકિસ્રોતમાં ચડાવવામાં પણ કોઈ વાંધો ના હોવો જોઈએ.--Dsvyas (talk) ૦૩:૨૯, ૨૯ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

નવી પરિયોજના - એક પ્રસ્તાવ

[ફેરફાર કરો]

પ્રબંધકશ્રી અને મિત્રો, નમસ્કાર. ભદ્રંભદ્ર પણ લગભગ પૂર્ણતાને આરે છે. અબિનંદન. એક નમ્ર વિચાર છે જે સૌ સમક્ષ રજુ કરૂં. જો કોઈ પાસે, પ્રકશનાધિકારમુક્ત, નાનું એવું ગુજરાતી નાટક હોય તો સૌ મિત્રો એ પર સહકાર્ય કરવા વિચારે. (આમ આપણે સાહિત્યનાં વિવિધ પ્રકારો અહીં નમૂનારૂપે દર્શાવી શકીએ). મને દલપતરામનું "મિથ્યાભિમાન" યાદ આવ્યું પરંતુ વાંચ્યે ઘણાં વર્ષ થયા તેથી તે કેટલું મહોટું છે તે ઓસાણ આવતું નથી. જો કે કોઈ રસ ધરાવતા મિત્ર પાસે એ કે અન્ય કોઈ રસપ્રદ કૃતિ હોય અને તેઓ ’સંયોજક’ તરીકે જવાબદારી સ્વિકારવા રાજી હોય તો મને (કદાચ તો આપણ સૌને) આ કાર્યમાં સહભાગી થતાં આનંદ થશે. સૌ મિત્રો નિઃસંકોચ પોતાનું મંતવ્ય જણાવે તેવી વિનંતી. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૮, ૧૮ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

ખૂબ જ ઉમદા વિચાર. આ વિષય પર કાર્ય કરી શકાય. મારી સહેમતી સમજશોજી. અન્ય મિત્રોનો સુઝાવ જાણીએ. આ પુસ્તક ખરેખર ખૂબ સરસ છે. આ નાટકના અમુક ભાગ પહેલેથી સ્રોત પર છે. જે આ પ્રમાણે છે મિથ્યાભિમાન અને જીવરામ ભટ્ટ જમવા બેઠા, જેને વિસ્તારી શકાય.--Sushant savla (talk) ૨૦:૪૪, ૧૮ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
હા, મજાનું નાટક છે. જો કે આનાથી સારો પ્રસ્તાવ કોઇ પાસે હોય તો જણાવો બાકી આમાં મારો સંપૂર્ણ સહકાર ગણવો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૨, ૧૯ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુંદર પ્રસ્તાવ અશોકભાઈ. નાટક હવે પછીની પરિયોજના તરીકે લઈએ તો તમે કહો છો તેમ સાહિત્યના વિવિધ પ્રકારો આવરી લીધા તેમ ગણાય (જો કે હજુ અન્ય પ્રકારો બાકી રહેશે જ). મને યાદ છે ત્યાં સુધી સતિષભાઈએ આ પછીની પરિયોજનાનું સંચાલન કરવા માટે સંમતિ દર્શાવી હતી. તેમનો સંપર્ક કરી જોઈએ અને જો તેમણે કોઈ પુસ્તક પસંદ ના કર્યું હોય તો આપણે આ દીશામાં આગળ વિચારીએ. નહિતર તેમની પસંદને અને તેમના નિર્ણયને અન્યાય થયો ગણાશે.--Dsvyas (talk) ૧૯:૨૦, ૨૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
સતિષભાઈનો કોઇ જવાબ મળ્યો ?--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૦૮, ૨૫ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ચોક્કસ ! ધવલભાઈ, મેં તો માત્ર આગળ ક્યારેક આ પુસ્તક પણ લેવું (વળી કોઈક પાસે આ પુસ્તક હોય તે પણ ખાસ જરૂરી !) એવો પ્રસ્તાવ માત્ર મેલ્યો છે. (મેં બહુ ખાંખાખોળા કર્યા પરંતુ મને આ પુસ્તક હજુ મળ્યું નથી). શ્રી.સતિષભાઈ પોતાની પાસે ઉપલબ્ધ એવું કોઈ પણ, યોગ્ય, પુસ્તક અહીં લાવે અને આપણ સૌને એ પર કાર્ય કરતાં અત્યંત આનંદ થશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૪૫, ૨૫ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ના, ના, ના! મારો એવો કોઈ આગ્રહ નથી કે અન્ય કોઈ પુસ્તક પર જ કામ કરવું. આ તો આપણે પહેલા તેમને પુછ્યું હતું અને તેમણે પરિયોજનાનું સુકાન સંભાળવાની તૈયારી બતાવી હતી, એટલે એક માત્ર મારું મંતવ્ય રજૂ કર્યું કે આપણે તેમનો મત જાણી લેવો, ક્યાંક એવું ના બને કે એમણે કશું અન્ય પસંદ કર્યું હોય અને આપણા કારણે તે અન્ય પુસ્તક પર કામ કરે.--Dsvyas (talk) ૦૧:૫૨, ૨૬ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
"મિથ્યાભિમાન" પુસ્તક શોધવાની મારા પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા છે અને આથી મારું મિથ્યાભિમાન પણ ભાંગી ગયું છે. માટે હું એક વિકલ્પ એવો આપુ છું કે મારી પાસે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક "માણસાઇના દીવા" pdf સ્વરૂપે ઉપલબ્ધ છે માત્ર એક જ ખામી છે કે તેમાં પ્રકરણોનો ક્રમ મૂળ પુસ્તક કરતાં અલગ છે. જો કે મૂળ ક્રમ હું મેળવી શકું તેમ છું તો આપ સૌના વિચાર જણાવશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૫૬, ૨૬ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
લાગે છે મિથ્યાભિમાન પુસ્ત્ક મેળવવામાં સૌને તકલીફ પડે છે. અને વ્યોમભાઈનો સુઝાવ પણ સારો છે. આપણને મિથ્યાભિમાન પુસ્તક મળે તે સુધીમાં આપણે ષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક "માણસાઇના દીવા" સહકારી પરિયોજના હેઠળ શરૂ કરી દઈએ. મારી આમાં સહમતિ સમજશો. -- સુશાંત
સુઝાવ સારો છે. પણ આપણી પાસે ઝવેરચંદ મેઘાણીનું ઘણુ સાહિત્ય છે. જો અન્ય કોઈ પુસ્તક મળે તો તેના પર કામ કરીએ, ના મળે તો આખરી રાસ્તા તરીકે માણસાઈના દીવા પ્રગટાવીએ.--Dsvyas (talk) ૦૨:૫૩, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલજી, આપની ધ્યાનમાં કાંઈ હોય તો સુઝાડોને. --Sushant savla (talk) ૦૯:૨૨, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
કોઇ વિદેશી લેખક જેમ કે જૂલે વર્ન કે એલેક્સાન્દ્રે ડુમાશ વગેરે કોઇના ગુજરાતીમાં અનુવાદ કરેલ પ્રકાશનાધિકાર મુક્ત પુસ્તક હોય તો તે પણ ચડાવી શકાય. આ તો નવરાં બેઠાં તુક્કો સૂઝ્યો છે.;)--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૫૦, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
કોઇ પાસે જો મેઘાણીની નવલિકા હોય તો અતી ઉત્તમ પુસ્તક છે. તેમા હ્રદય સ્પર્શી વાર્તાઓ આપેલી છે જેની જોડ જડવી મુશ્કેલ છે. જો પુસ્તક નો પ્રશ્ન હોય તો હું ભારતના કોઇ પણ સરનામા પર એક અઠવાડિયામાં મોકલી આપીશ અને તે પ્રોજેક્ટ આપણે આગળ ચલાવી શકીશું.... માટે આમ છતા "માણસાઈના દીવા"કે અન્ય કોઇ પણ યોજનામાં મારો ટેકો ગણશો.. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૫૯, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
મહર્ષિભાઇ જો પુસ્તક તમારી પાસે જ હોય અને બધાની સહમતી હોય તો પુસ્તક કોઇને મોકલવાને બદલે તમે જ યોજનાનું સંચાલન કરો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૧૧, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
હા મહર્ષિભાઈ આપે એક પરિયોજનાનું સંચાલન કરો તો મજા આવે. આમ પણ પુસ્તક તો તમારી પાસે છે જ અને સારું પણ છે. વળી સ્રોત પર ટૂંકી વાર્તા આ સાહિત્ય પ્રકારનું પુસ્તક નથી તો મારો ભાવપૂર્ણ આગ્રહ છે કે આપ આ પરિયોજના સંચાલન સ્વીકારો અને અને without much ado પરિયોજના ચાલુ કરી દઈએ. --Sushant savla (talk) ૦૭:૫૪, ૨૮ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઈની વાતને મારો ટેકો છે. મહર્ષિભાઈ મેઘાણીની નવલિકા લાવે તેમાં કાર્ય કરતાં મને પણ આનંદ થશે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૫૫, ૨૮ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

હું પણ મેઘાણીની નવલિકાના પ્રસ્તાવને મારો પૂરેપૂરો ટેકો આપવામાં જોડાઉં છુ. જો આ પરિયોજના શરુ કરાય તો હું તેમાં સહ્ભાગી થવામાટે મારી ઉમેદવારી દોહરાવું છું. -- Amvaishnav/Amvaishnav

મહર્ષિભાઈ ક્યાં ખોવાયા છો?--Sushant savla (talk) ૧૨:૪૬, ૨૯ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
આપણી નવી પરિયોજના શરૂ થઈ ચૂકી છે અને પ્રબંધકશ્રીઓ તે પ્રમાણે મુખપૃષ્ઠ પર પણ યોગ્ય ફેરફાર કરી નાખો એવી અરજ છે અને નવી પરિયોજનાની જાણ લોકોને કરવી છે કે ના તે પણ જરા નક્કી કરી નાખો. મને લાગે છે કે સૌને જાણ કરવી જોઇએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૦૨, ૩૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

ડાઉનલોડ કરવા સંદર્ભે

[ફેરફાર કરો]

ભાઈઓ અને બહેનો, આપને જણાવતા આનંદ થાય છે કે એકાદ અઠવાડિયાથી આપણે અહિંનું લખાણ ફોર્મેટીંગ સહિત ODG સંસ્કરણમાં ડાઉનલોડ કરી શકીએ તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યત્વે વિકિનું લખાણ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવાની સુવિધા અસ્તિત્વમાં હતી. પણ ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં રહેલા જટિલ સ્ક્રિપ્ટીંગને કારને pdf ફોર્મેટમાં લખાણ ઇમ્પોર્ટ કરતી વખતે ઘણી વખત કાના-માત્રની સંજ્ઞાઓ આડી અવળી થઈ જતી, જોડાક્ષરો ખોડા અક્ષરો સ્વરૂપે દેખાતા કે ખાલી ચોરચ ખાના જ દેખાતા હતા. આ બધી સમસ્યાઓ પર કામ તો ચાલુ જ છે, પણ વચગાળાની રાહત રૂપે ODG ફોર્મેટમાં ડાઉનલોડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો તમે ધ્યાન આપ્યું હશે તો ડાબી બાજુના હાંસિયામાં (નેવિગેશન મેન્યુમાં) OpenDocument Text તરીકે ડાઉનલોડ કરો એવો એક વિકલ્પ જોવા મળે છે. એના પર ક્લિક કરવાથી જે તે પાનું ODG file formatમાં ડાઉનલૉડ થશે. ODG ફાઇલ ફોર્મેટ ઓપન ઓફિસ ઓર્ગનું એક ફાઇલ એક્સ્ટેન્શન છે, જે માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ પછીના બધા જ સંસ્કરણોમાં સપોર્ટેડ છે. એટલે તમે આ ફાઇલને સહેલાઈથી માઇક્રોસોફ્ટ વર્ડમાં ખોલી શકો છો. જો તમે જૂનું માઇક્રોસોફ્ટ ઓફિસ વાપરતા હોવ તો ODG file ખોલવા માટે ગુગલનું ઓપન ઓફિસ ઓર્ગ પેક કે પછી લિબર ઓફિસ ઇન્સ્ટોલ કરી શકો છો. આ બંને મુક્ત પણે અને નિ:શુલ્ક મળતા ઓફિસ સ્યુટ્સ છે. વધુ મદદ માટે નિ:સંકોચ મારો સંપર્ક કરી શકો છો.--Dsvyas (talk) ૨૧:૦૪, ૨૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

વિકિસ્રોત પર નવાંગતુકોને જરૂરી માહિતિઓનો સરળ પરિચય મળી રહે તે અંગેનો સૂચિત પ્રકલ્પ

[ફેરફાર કરો]

વિકિસ્રોત પર નવાંગતુકોને જરૂરી માહિતિઓનો સરળ પરિચય મળી રહે તે માટે Wikisourceનાં મૂળ અંગ્રેજી મુખપૃષ્ઠપરની હાયપર લિંક કરેલ માહિતિનાં પાનાંઓનો ગુજરાતીમાં અનુવાદ કરવો જોઇએ અને/ અથવા તેમાં વિકિસ્રોતના ઉદ્દેશ્યો અને વ્યાપને અનુરૂપ ફેરફાર કરવા જોઇએ તેવી વિકિસ્ત્રોત પર કામ કરી રહેલ પાયાની ટીમના સભ્યોનું માનવું રહ્યું છે. મારૂં એવું માનવું છે કે પહેલાં અનુવાદને ચર્ચા માટે વહેતો કરી અને તેને વધુ સારી કક્ષાએ લઇ જવા માટે જ્યારે સાથે મળીને તેમાં ફેરફારો કરવાની સાથે સાથે તેમાં ઉદ્દેશ્યો અને વ્યાપને આનુસાંગિક ઉમેરો કરી શકાય. આ અંગેની શરૂઆત "free content" પાનાંનો અનુવાદ "મુક્ત સાહિત્ય" સ્વરૂપે પ્રસિધ્ધ થઇ ચૂક્યો છે. તેમાં હજૂ "This is the official policy (which you should read first). You may also be looking for information on:

templates used to designate licensing
which works are in the public domain
whether a specific license or condition is allowed"નો અનુવાદ કરવાનો રહે છે. 

આાવી વધારે વિગતવાળી હાયપર લિંક ક્યાં તો તે વિષયની ટૅક્નીકલ (કહી શકાય) એવી માહિતિ હોઇ શકે કે તે વિકિસ્રોતમાટે સીધે સીધી લાગુ ન પડતી હોય કે પછીથી એ અનુવાદ ખરેખર પૂરક બની રહે, તેવી ચર્ચા પણ આ મંચ પર કરવી તેવું મારૂં સૂચન છે. આ રીતે આપણી અનુવાદ કરવાની સમગ્ર પ્રવૃતિની યાદી બનતી જશે જેને આપણે આપણી પાસે ઉપલબ્ધ સમય પ્રમાણે વહેંચીને તેમને પહેલાં મુસદ્દાને સ્વરૂપે પ્રસિધ્ધ કરીશું. આ પ્રસિધ્ધિમાટે શું શું પગલાંલેવાં જોઇએ તે પ્રક્રિયા પણ વિકિસ્રોતની વરીષ્ઠ ટીમ પૈકી કોઇ પણ સભ્ય અહિં રજૂ કરે તેવી વિનંતિ. આ વિષય પર વધારે સૂચનો આવે અને અને આપણે સુયોજિત ,સમયબધ્ધ સહ્કાર્યની રૂપરેખા ઘડી શકીએ ત્યાં સુધી, હાલ પૂરતં કરવાનાં કામોની કાર્યસૂચિઃ ૧.ઉપર જણાવેલ "free content" પાનાં પરની વધારે વિગતવાળાં હાયપર લિંક દર્શાવાયેલ પાનાંઓનો અનુવાદ કરવો જોઇએ કે નહીં તે અંગે નિર્ણય લેવો; ૨.મૂળ મુખ પૃષ્ઠ પર નાં અન્ય પાનાંઓ inclusion policy , help pages,community portal,community discussion page અને the sandboxના આનુવાદ કરવા છે કે નહીં તે નક્કી કરવું અને જો અનુવાદ કરવા હોય તો તે માટે જે કોઇ સ્વયંઇચ્છા જણાવે તેમને તે કામની વહેંચણી કરવી. [જો કોઇ બીજું inclusion policy ના અનુવાદ પર કામ કરી ન રહ્યું હોય તો તેના પર હું કામ શરૂ કરવા તૈયાર છું.] --Amvaishnav

૧. ઉપર જણાવેલ "free content" તથા અન્ય એવા તમામ પાનાં પરની વધારે વિગતવાળાં હાયપર લિંક દર્શાવાયેલ પાનાંઓનો શક્ય હોય તે તમામ જગ્યાએ અનુવાદ કરવો જોઇએ. મારી એમ સલાહ છે. જોકે વ્યવહારુ નિર્ણય જે હોય તેમાં મારો કોઇ જ વિરોધ હશે નહિ. ૨. અનુવાદ બધા જ પાનાંઓનો કરવો જોઇએ પણ તે પોત પોતાની રીતે અથવા કોઇપણ પાનાંનો કરવા કરતાં મારો મત એવો છે કે અનુવાદ શરૂ કરતાં પહેલાં અહિં scriptoriumમાં એક નોંધ મુકવી કે જેથી કોઇ બે જણ સાથે એક જ પાનાં પર ન થઈ જાય. વધુ સારો ઉપાય જો કે એ છે કે અશોકભાઇ આપ જ આની જવાબદારી લો અને ઇચ્છુક સ્વયંસેવકો અહિં અથવા આપના ચર્ચાનાં પાનાં પર પોતાનું નામ નોંધાવે અને પછી આપ એમને કામની વહેંચણી કરો અને આપ જ તેમના કાર્ય ઉપર નજર રાખો કે જેથી એક જ કાર્ય બે જણા દ્વારા અથવા બે વાર ન થાય.
આ મારા વિચારો હતા સૌ પોતાના વિચાર જણાવો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૯, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
વિકિસ્રોતનાં મુખપૃષ્ઠ પર મદદરૂપ હાયપર લિંકનું ગુજરાતીમાં અનુવાદ કરવાનાં પાનાંઓની યાદીઃ

૧. inclusion policy સમાવેશ માટેની નીતિ [જો કોઇ બીજું inclusion policy ના અનુવાદ પર કામ કરી ન રહ્યું હોય તો તેના પર હું કામ શરૂ કરવા તૈયાર છું.] ૨. help pages મદદ માટેનાં પાનાં ૩. community portal સમુદાય પ્રવેશિકા તે ઉપરાંત અત્યાર સુધી અનુવાદીત "વિકિસ્રોત:પ્રકાશનાધિકાર નીતિ"પર નીચે મુજબની હાયપર લિંકવાળી સામગ્રી પાનાંનો અનુવાદ કરવાનો પણ રહે છેઃ "This is the official policy (which you should read first). You may also be looking for information on: • લાયસન્સીંગ માટેનાં ઢાંચા /templates used to designate licensing -- આ પાનું ઘણી ટૅક્નીકલ માહિતિ ધરાવે છે, તેથી તેનો સીધે સીધો અનુવાદ વિકિસ્રોતના પરિયોજીત વ્યાપમાટે સુસંગત નથી જણાતો. [ આપના અભિપ્રાય જણાવશો.] • કયું સાહિત્ય જાહેર ક્ષેત્રમાં છે /which works are in the public domain -- આ પાનું ઘણી ટૅક્નીકલ માહિતિ ધરાવે છે, તેથી તેનો સીધે સીધો અનુવાદ વિકિસ્રોતના પરિયોજીત વ્યાપમાટે સુસંગત નથી જણાતો. [ આપના અભિપ્રાય જણાવશો.] • કોઇ ચોક્કસ લાયસન્સ કે શરતની છૂટ છે કે નહીં / whether a specific license or condition is allowed” -- આ પાનું ઘણી ટૅક્નીકલ માહિતિ ધરાવે છે, તેથી તેનો સીધે સીધો અનુવાદ વિકિસ્રોતના પરિયોજીત વ્યાપમાટે સુસંગત નથી જણાતો. [ આપના અભિપ્રાય જણાવશો.] -- Amvaishnav/Amvaishnav જૂલાઇ ૧, ૨૦૧૨

કલાપી શ્રેણી

[ફેરફાર કરો]

ભાઇ શ્રી, કલાપી શ્રેણીમાં એકજ કાવ્ય બે અલગ નામથી પ્રકાશિત કરેલ છે, ૧, આપની યાદી, ૨, જ્યાં જ્યાં નજર મારી ઠરે - શરદ મહેત

ભાઈ શ્રી શરદભાઇ આપની વાત સાચી છે અને તેના પર કામ શરૂ કરી દીધું છે ટૂંક સમયમાં પરિણામ આવી જશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૧, ૨૭ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
શરદભાઈ, તમે સૂચવેલ કામ થઈ ગયું છે. જોઇ લેશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૦, ૨૮ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

સર્જકો - પ્રકાશનાધિકાર મુક્ત સાહિત્ય

[ફેરફાર કરો]

વિકિસ્રોત:સર્જકો

સુંદર કામ. આ યાદિને આપણે વિકિસ્રોત:સર્જકો પર જ મુકીએ તો કેવું? કેમકે અહિં આગળ જતા શોધવું મુશ્કેલ થઈ પડશે, અને ત્યાં એક કેન્દ્રિય સ્થળે એ માહિતી ઉપલબ્ધ રહેશે.--Dsvyas (talk) ૨૨:૧૬, ૨૮ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

આભાર ધવલ ભાઈ. મારો વિચાર તો એવો જ કંઈક હતો. કે નવું પૃષ્ઠ બનાવીએ. પણ આઈડિઆ ન હતી. મારો ઉદ્દેશ્ય તો સભ્યોને અ જણાવવા હતો કે કયા સાહિત્યકારની રચાનો પ્રકાશનાધિકારથી મુક્ત હોઈ શકે. --Sushant savla (talk) ૧૨:૪૩, ૨૯ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
વાહ, વાહ, આ કામ ખૂબ જ સરસ થયું છે અને જરૂરથી સર્જકોના પાનાં પર મૂકો. આ આપણી માત્ર સુવિધા નહિ પણ એથીય વધારે જરુરિયાત પૂર્ણ કરે છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૨૫, ૨૯ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
વાહ ! ઘણું ઉત્તમ કાર્ય, ધન્યવાદ સુશાંતભાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૦૪, ૨૯ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર વ્યોમ , અશોકજી --Sushant savla (talk) ૨૧:૨૪, ૨૯ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

નવી પરિયોજના

[ફેરફાર કરો]

મેઘાણીની નવલિકા ભાગ - ૨ નામે ઉત્તમ વાર્તા સંગ્રહ ને નવી પરિયોજના તરીકે હાથ લેતા આનંદ અનુભવું છું. ભાઇ શ્રી વ્યોમભાઇ એ બતાવેલા માર્ગ નું અનુસરણ કરી શકું તો ધન્યતા અનુભવીશ. આપ સૌ ના સહકાર વિશે તો મને મુદ્દલ શંકા નથી.

પરિયોજનામાં જોડાવવા માટે આપનું નામ નીચે જણાવશો. અને સાથે આપનું ઇ-મેઇલ આઇડિ પણ આપશો. જેથી સત્વરે એક એક પ્રકરણ મોકલી શકાય. મારું ઇ-મેઇલ આઇડી maharshi_d_mehta@yahoo.com છે. સીતારામ... મહર્ષિ --૦૧:૪૦, ૩૦ જૂન ૨૦૧૨ (IST)

ભાઇ શ્રી મહર્ષિભાઇ, "મેઘાણીની નવલિકા ભાગ - ૨" પરિયોજનાના શુભારંભે પરિયોજનાની જ્વલંત સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ. -- Amvaishnav / Amvaishnav

સહકાર આપતા સભ્યો ની યાદી

[ફેરફાર કરો]
  1. સુશાંતભાઇ
  2. અશોકભાઇ
  3. ધવલભાઇ
  4. વ્યોમભાઇ
  5. એ.એમ.વૈષ્ણવ ભાઇ

ચર્ચા પત્રનું નામાંકન - અપૂર્ણ કાર્ય

[ફેરફાર કરો]

આ કાર્ય હવે પુરું કરવાની જરૂર છે. ફાઈનલ નામ આપી દઈએ. #લેખનખંડ

  1. ચર્ચાખંડ
  2. સભાખંડ
  3. લેખનાલય
  4. રંગશાળા
  5. અભ્યાસિકા
  6. લેખનકુટિર
  7. વિમર્શકુટિર
  8. ચર્ચાકુટિર
  9. ચર્ચાલય
  10. અભ્યાસખંડ
  11. અભ્યાસગૃહ

--Sushant savla (talk) ૦૯:૪૩, ૧૦ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

અમો સભ્યોએ તો ચર્ચા લગભગ પૂર્ણ કરી જ લીધી હતી. હવે દડો આપ પ્રબંધકોનાં પ્રાંગણમાં છે ! આપ ઉપરોક્ત નામોમાંથી જે નામ પસંદ કરશો તે સ્વિકાર્ય છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૨૩, ૧૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
અહિં જુઓ-સમાપન--Dsvyas (talk) ૨૩:૦૮, ૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

"મિથ્યાભિમાન" પુસ્તક મળ્યું

[ફેરફાર કરો]

મિત્રો, આજે મને દલપતરામ રચિત "મિથ્યાભિમાન" નાટ્ય્ પુસ્તક મુંબઈની ફોર્બસ્ લાયવબ્રેરીમાંથી મળી ગયું છે. તેના મેં ફોટાઓ પાડી લીધા છે. આ માટેની પરવાનગી આપવા બદ્દલ લાયબ્રેરીના ટ્રસ્ટી દીપકભાઈ અને સહકાર્ય કરનારા લાયબ્રેરીયન અમિષાબેન પંડ્યા નો આભાર. તો શું આપણે મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ પછી "મિથ્યાભિમાન" પુસ્તક ચડાવવાનું કાર્ય હાથમાં લેશું? --Sushant savla (talk) ૧૯:૪૪, ૨૮ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

સ___રસ ! અને ધન્યવાદ, સુશાંતભાઈ. હું આ નવી પરિયોજના માટે સહમત છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૫૪, ૩૦ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
વાહ, સુશાંતભાઈ વાહ. મારી પણ એમાં સહમતી સમજવી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૪૩, ૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

મેઘાણી નવલિકાઓ ૧ માં વ્યત્યય

[ફેરફાર કરો]

મિત્રો, આપણે મેઘાણી નવલિકાઓ ના ખંડ ૨ પછી ખંડ ૧ લેવાની યોજના હતી. સમયના અભાવે હું તેના પૃષ્ઠ સ્કેન ન કરી શક્યો ને તેના ફોટા પાડ્યા. પણ તે સ્પ્ષ્ઠ નથી આવ્યા. તેને વાંચતા મિત્રોની આંખો ખેંચાય તેવી શક્યતા છે. તેથી હું પ્રથમ મિથ્યાભિમાન લેવાનો પ્રસ્તાવ મૂકું છું.(આમ કરતાં ગમગિની વાતાવરણમાં થોડો બદલાવ મળશે)શું આપ સૌ મિત્રોની સહમતિ છે.? 'મિથ્યાભિમાન' પરિયોજના ચાલુ હશે તે દરમ્યાન હું અથવા કોઈ અન્ય મિત્ર મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ નું સ્કેનીંગ કરી લેશે. અને આપણે તે પૂર્ણ કરી લઈશું. વળી 'મિથ્યાભિમાન' પુસ્તક નાનું પણ છે અને તેના બે પ્રકરણો પહેલેથી મોજૂદ છે આથી તે સત્વરે પૂરું પણ કરી શકાશે. આપ સૌ મિત્રોનો શું વિચાર છે? --Sushant savla (talk) ૧૨:૦૫, ૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

સહમત. (આ "વ્યત્યય" એટલે શું ?) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૫૧, ૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હું પણ સહમત છું. હાસ્ય સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જોકે હજી મારું પ્રકરણ ૨૦ દરિયાપરી અધૂરું છે માટે હું પહેલાં એના પર જ કામ કરીશ. અને મારો પણ પ્રશ્ન અશોકભાઈની જેમ આ વ્યત્યય એટલે શું?--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૫૬, ૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
રૂકાવટકે લીયે ખેદ હૈ એટલે વ્યત્યય? --Sushant savla (talk) ૧૪:૧૨, ૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારે તો આ બાબતે કશું બોલવા જેવું જ નથી. મારા પ્રકરણની ફક્ત બે લીટી જ ટાઈપ કરી છે, એટલે પરિયિજનાઓના નિર્ણયમાં મારો કોઈ મત હોઈ જ ના શકે. પણ વ્યત્યય શબ્દ ગમ્યો એટલે એનો અર્થ જોવા ભગવદ્‌ગોમંડલમાં ગયો તો ત્યાં વ્યત્યય માટે વ્યતિક્રમ જોવાનું કહ્યું છે, અને વ્યતિક્રમ જોતાં તેના વિવિધ અર્થો જોવા મળે છે, જેમાંથી ઉલ્લંઘન એવો અર્થ આગળ પડતો તરી આવે છે.--Dsvyas (talk) ૧૫:૨૪, ૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
"સ્રોત" પર એવો કોઈ કાયદો જાણમાં નથી કે, ’બે જ લીટી’ ટાઈપ કરનારને બોલવાનો હક્ક નથી !!!! બોલો ! ખૂલ કે બોલો !! આપ સમા સૌ મિત્રોની બોલીએ તો અમે રક્તના (અહીં લખાણનાં) ધોધ વહાવી દેવા તૈયાર બેઠા છીએ !! (સુશાંતજી, મહર્ષિજી અને વ્યોમજીએ તો ’સંયોજક’ તરીકે ફરજ બજાવી અને હજુ બજાવશે પણ ખરા, અને એમના બોલે અમોએ લખાણનાં ધોધ વહાવ્યા છે અને વહાવશું પણ ખરા. અર્થાત, થૂઈપૂઈ કરીને છટકવાની પેરવી કરશો નહિ ! આપે પણ ભવિષ્યમાં એક પુસ્તક તો લાવવું પડશે જ !!) અને હા, આપને ભ.ગો.મં. જોવાનું સૂઝ્યું તે મને કેમ ટાણે જ કેમ ન સૂઝ્યું ?! ઈંગ્લેન્ડની બદામ વખણાય છે ! થોડી પાર્સલ કરશોજી !! પણ ભાઈ સુશાંતજીએ આ સુંદર શબ્દ વાપરી (અને આપે અર્થ બતાવી) દિલ બગીચો બગીચો કરી દીધું ! (ક્રાંતિ; `રેવોલ્યુશન’; વિઘ્ન; બાધા; વાંધો; આડખીલી; ફાંસ. આમ તો કેટકેટલા અર્થ આ એક શબ્દના છે, પણ અહીં હું આટલા લાગુ પડતાં ગણું છું.) આ મેઘાણીજીની અસર ! હવે થોડા દહાડા "મિથ્યાભિમાન"માં રાચીએ તો ક્ષમ્ય ગણશો !! આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૦૫, ૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ઉલટાનું સારું થશે. ખંડ - ૨ના હજુ અમુક પ્રકરણો પર કામ બાકી છે અને ભૂલશુદ્ધિ પણ બાકી છે ત્યાં 'મિથ્યાભિમાન' પરિયોજના પુરી કરી લેવી સારી રહેશે. નવો શબ્દ જાણવા મળ્યો અને ગમ્યો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)

વાહ ભાઈ વાહ આજે ઘણા દિવસે ડાયરો જામ્યો. વાંચી મજા આવી. આ નામ મારા શબ્દ ભંડોળમાં "દૂરદર્શન" દ્વારા ઉમેરાયો. પહેલાના સમયમાં કાર્યક્રમ અટકી પડતા ત્યારે "રુકાવટ કે લીયે ખેદ હૈ" જેવું પાટીયું મૂકે દેતાં. આ પાટીયું રાષ્ત્રીય ચેનલ પર આવતું જ્યારે સ્થાનીય ચેનલોના કાર્યક્રમ "આવો મારી સાથે" માં રુકાવટ સમયે વ્યત્યય શબ્દનું પાટીયું મૂકાતું. જૂની યાદો તાજી થઈ ગઈ. --Sushant savla (talk) ૨૨:૦૪, ૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ, 'સ્ત્રોત' પર જ નહિ આપણા રોજબરોજની જીંદગીમાં પણ એવો કાયદો ન રાખવો. સલાહ આપવી અને લેવી એને હું મારો જન્મસિદ્ધ અધિકાર ગણું છું અને તે પણ મફતમાં. માટે તમારો મત અને મંતવ્ય અન્ય સભ્ય જેટલા જ કિમતી છે. બાકી આ વ્યત્યય શબ્દ જાણે ભદ્રંભદ્રના બોલવા માટે જ સર્જાયો હોય એમ લાગે છે. બની શકે કે ભદ્રંભદ્રનો તેના પર પ્રકાશન અધિકાર હોય માટે ભાઈ ધ્યાન રાખજો.;)--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૫૫, ૫ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

મિથ્યાભિમાન-પૂર્ણાહૂતિ

[ફેરફાર કરો]

મિત્રો, આપ સૌના સહકાર વડે આજે આ પુસ્તક પૂર્ણ થયું છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, અશોકભાઈ મોઢવાડીઆ, વ્યોમનો સુંદર સહકાર રહ્યો. આપના સહકાર સિવાય આજે આ કાર્ય શક્ય ન બન્યું હોત. આપનો આવો સહકાર મળતો રહે તે જ અપેક્ષા.

મેં આ પરિયોજનામાં ધવલભાઈની ખોટ ખૂબ અનુભવી. આ નાટકનું પ્રાક કથન "ભૂંગળ વિનાની ભવાઈ" છે તેમ ધવલજીની ગેરહાજરીથી આ પરિયોજના પણ ભૂંગળ વિનાની લાગી.

ફરી એકવાર આપ સૌનો આભાર. આ સાથે આપણી આગળની પરિયોજના મેઘાણીને નવલિકા ખંડ ૧ ની પણ શરૂઆત કરી દઈએ. આપ સૌનો સહકર આવકાર્ય છે.

--Sushant savla (talk) ૨૧:૨૬, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]


પ્રકરણના અક્ષરદેહનો પ્રથમ અક્ષર મોટો મુકવા સંબંધે

[ફેરફાર કરો]

વૈશ્નણસાહેબ જે રીતે પહેલો અક્ષર મોટો કરીને પ્રકરણની શરૂઆત કરે છે સારું દેખાય છે તો શું એ આપણે લાગુ કરવી જોઈએ? અન્ય મિત્રો પણ પોતાન મત વ્યક્ત કરશો...--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૮, ૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

હા હા, શામાટે નહિ. --Sushant savla (talk) ૦૭:૪૯, ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
તો પછી આપણે અગાઉ પૂર્ણ થઈ ગયેલ પુસ્તકોમાં પણ આ પ્રમાણે કરવું જોઈએ. તો શું એમાં User:Gubotની મદદ લઈ શકાય?--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૩૦, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ, સું આપના User:Gubot દ્વારા આ કાર્ય શક્ય છે?--Sushant savla (talk) ૦૮:૦૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
જી ના, આ કામ બૉટ દ્વારા શક્ય નથી, કેમકે દરેક પાનામાં પહેલો અક્ષર જુદો જુદો હોય, એટલું જ નહિ, ઘણા પાનામાં પહેલા ઢાંચો આવે છે જેથી આ શક્ય નથી.
વધુમાં મને પ્રથમ અક્ષર મોટો કરવો યોગ્ય લાગતું નથી. આપણે આગળ ઉપર અનેક વખત લખાણ, ચિહ્નો, અરે ખોટી જોડણી સુદ્ધાં પુસ્તકમાં જેમ હોય તેમ જ રહેવા દેવા અંગે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. શું દરેક પુસ્તકના નવા પ્રકરણનો પહેલો અક્ષર મોટો હોય છે? મારા સિમિત જ્ઞાન પ્રમાણે તો એવું નથી હોતું. તો જો અન્ય અનેક બાબતોમાં આપણે પુસ્તકના મૂળ રૂપને વળગી રહેવાના નિર્ણયો લીધા છે તો પછી આ વિષે વિચારવાનો અવકાશ જ ક્યાં છે? જે પુસ્તકના પ્રકરણોમાં પ્રથમ અક્ષર મોટો હોય તેમાં તેમ કરવું, જેમાં ના હોય તેમાં ન કરવું. જો કે આ મારો અંગત મત છે, અન્ય સભ્યોના મતો જાણીને બહુમતિને જે યોગ્ય લાગે તે નિર્ણય કરવો.--Dsvyas (talk) ૦૪:૦૧, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારા મતે પુસ્તકના મૂળ સ્વરૂપને વળગી રહીએ એ જ બરાબર છે.--સતિષચંદ્ર (talk) ૧૪:૫૫, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
પુસ્તકનાં લખાણને, લખાણ શૈલીને, ખાસ તો, અક્ષરો (જ્યાં ઘાટા, ત્રાંસા, કૌંસમાં, ક્રમાંક વગેરે હોય એ જ પ્રમાણે), ફકરાઓ, જોડણી, શબ્દો (સિવાય કે આપણને ચોક્કસ ખાત્રી હોય કે પુસ્તકમાંનો શબ્દ મુદ્રારાક્ષસની દેણ છે, ખરેખર અન્ય કોઈ શબ્દ જ હોવો જોઈએ તો પણ મુળ શબ્દ લખી પાસે કૌંસમાં કે નીચે નોંધમાં સાચો જણાતો શબ્દ લખી શકાય.), વગેરેને વળગી રહેવું જોઈએ. એજ મૂળ સ્રોતની યથાયોગ્ય જાણવણી ગણાશે. (કોઈ બહુ જુના પુસ્તકની ભાષા-જોડણી હાલ કરતાં ઘણી અલગ હોય તો આપણે વાચકોની જાણ માટે ઢાંચો:ભાષા ({{ભાષા}}) વાપરી શકીએ.) ધવલભાઈ, સતિષભાઈ સાથે સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૦, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
જ્યારે જ્યારે મૂળ પ્રતમાં શરૂઆતનો પહેલો અક્ષર મોટૉ દેખાયો છે, ત્યાં જ મેં (વફાદારીપૂર્વક) અહીં પણ્ શબ્દ મોટૉ બનાવ્યો છે. આ જાણ ઉપરોક્ત ચર્ચાન સંદર્ભમાં મારો પક્ષ રજૂ કરવાની દ્રષ્ટિથી આટલી ચોખવટ ઉમેરી છે. વિકિસ્રોતમાં સામાન્ય રીતે થતી ચર્ચાઓ અહિં થાય છે તેવી ખબર ન હોવાથી હું આ ચોખવટ કરવામાં મોડો છું, તે બદલ માફી માગું છું. મુદ્રારાક્ષસની વાત પરથી મારો તાજે તરનો એક્ અનુભવ્ જણાવું: લોકસાહિત્યની નવી દુનિયા" ('દાદાજીની વાતો" - ઝવેરચંદ મેઘાણી) પર્ કામ્ કરતી વખતે એક્ જ્ગ્યાએ મૂળ્ પ્રતમાં "શિયળ"ની જગ્યાએ "શિયાળ" છપાયું હતું. એક વાર જેમનું તેમ જ ટાઇપ કર્યું, પરંતુ બીજાં વાંચન દરમ્યાન્ હિંમત કરીને સુધારી જ લીધું. --Amvaishnav (talk) ૧૪:૨૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
જ્યારે દેખીતી ભૂલ હોય ત્યારે સુધારી લેવામાં વાંધો નહિ. અને અશોકભાઇ પ્રથમ અક્ષર મોટો મૂકવાથી લેખ સારો દેખાય છે તેવું લાગતાં મેં આ ચર્ચા શરૂ કરેલ અને આપે લખેલા લેખમાંથી મને આ વિચાર આવેલ હોવાથી આપનું નામનો ઉલ્લેખ કરવાનું મને ઉચિત લાગ્યું તેથી મેં એમ લખ્યું. બાકી તમારી જેટલી ચોક્સાઈથી લખવું ખૂબ જ અઘરું છે. માટે આપે ખુલાસો કરવાની કોઈ આવશ્યકતા નથી. આ તો મગજમાં નવા તરંગો આવે એટલે આવા બધા સૂઝાવ હું આપું છું. અશોકભાઈ આ જ પાનાં ના અંતે નવી પરિયોજના કઈ હાથ પર લેવી તેની ચર્ચા ચાલે છે જરૂરથી ભાગ લેશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૫૦, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પરિયોજના ક્રમાંક

[ફેરફાર કરો]

મિત્રો સહકારી પરિયોજના આપણા વિકિસ્રોતની નિયમિત કવાયત થઈ ગઈ છે. આવી પરિયોજનાના વ્યવસ્થાપન, સંચાલન અને આંકડાકીય માહિતીના સંકલનામાં ભવિષ્યમાં સરળતા રહે, તે માટે પરિયોજનાને ક્રમ આપવાનો સુઝાવ છે. અને હંગામી ધોરણે મેં ક્રમાંક પણ આપ્યા છે. આપ સૌના વિચારો , સુઝાવો જણાવશો. --Sushant savla (talk) ૨૦:૨૮, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

આ સરસ કાર્ય થયું. ધન્યવાદ. "સુઝાવ" ને બદલે "પ્રસ્તાવ" કરવા સૂચન છે (યોગ્ય જણાય તો જ). બીજું કે મારી પાસે પ્રેમાનંદ કૃત "ઓખાહરણ" છે. જો આપ સૌની સહમતી હશે તો કહેશો ત્યારે એ પુસ્તક (આમ તો લગભગ ૫૫ પાનાની પુસ્તીકા) પર કાર્ય કરીશું. એ ઉપરાંત, ૧૯૪૫માં પ્રકાશિત, મેઘાણી કૃત "માણસાઈના દીવા" (અંદાજે પાના: ૨૨૦) અને ૧૯૪૬માં પ્રકાશિત, રમણીક અરાલવાળા કૃત અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય દ્વારા પ્રકાશિત અંગ્રેજી બાળવાર્તાઓનું ગુજરાતી ભાષાંતર, "સાહસકથાઓ" (જેમાં ૮ કથાઓ છે, લગભગ ૧૦૦ પાના છે) પણ છે. યોગ્ય જણાય તો ’પ્રસ્તાવ’ની યાદીમાં સામેલ કરશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૨, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
અરે અશોકભાઈ, આમાં પૂછવા પણું હોય જ નહિ. પ્રસ્તાવ શબ્દ ના "સુઝાવ" :) બદ્દલ ધન્યવાદ. ફેરફાર કરી દઈશ. અને વિકિસ્રોત:પરિયોજનાઓ આ પાનું સર્વને માટે છે તેમાં સૌકોઈ પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે. પરિયોજના ક્રમાંક ૮ સ્વરૂપે મારા મતે આપણે આપણે "ઓખાહરણ" પર કાર્ય કરવું જોઈએ. અન્ય મિત્રો શું કહો છો?--Sushant savla (talk) ૦૯:૩૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ખુબ સરસ પ્રસ્તાવ... ઓખાહરણ અને અન્ય પુસ્તિકાઓ ને યાદિમાં શામેલ કરી જ દ્યો. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૩૯, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકભાઈ, માણસાઈના દીવા પુસ્તક બે આવૃત્તિમાં મળે છે એક આવૃત્તિ મૂળ અને એક સંક્ષેપ માટે આપની પાસે મૂળ હોય તો વધારે સારું. મારો સુઝાવ જો ઓખાહરણ આગામી યોજના તરીકે લઈ શકાય તો સારું. બાકી મહર્ષિભાઈ જો તમે અનાસક્ત યોગ સ્કેન કરી લીધું હોય અને તે જો ચડાવવું હોય તો પણ મારી સહમતી સમજવી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૬, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
શ્રી.વ્યોમજી, મારી પાસે મૂળ પુસ્તક, જુની આવૃત્તિ જ છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૧, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સરસ, કારણ કે સંક્ષેપ આવૃત્તિમાં ઘણી કૃતિઓ નથી અને ખાસ કરીને પાંચ દિવસની જંગમ યાત્રા તો ખાલી પાંચ જ પ્રકરણ ધરાવે છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૩, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

નવી પરિયોજના (પ્રસ્તાવિત ક્રમાંક ૮)

[ફેરફાર કરો]

મિત્રો, અત્યારે મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ અને ૨ પરિયોજના કાર્યાન્વીત છે. ખંડ ૨ને મહર્ષિભાઈ અંતિમ ઓપ આપી રહ્યા છે. અને ખંડ ૧ પર કાર્ય ચાલુ છે. હવે આગામી પરિયોજના પર આપ સૌના વિચાર જાણવા માંગુ છું. વિકિસ્રોત:પરિયોજનાઓ પર પ્રસ્તાવિત પુસ્તકોના સુઝાવ આપેલા છે, તો તેવા પુસ્તકોની ઉપલબ્ધી કોઈ સભ્ય પાસે હોય તો જણાવવા. અને આગામી પરિયોજનાનું સંચાલન સંભાળે તે માટે વ્યવસ્થાપક માટેના સુઝાવો પણ આવકાર્ય છે. --Sushant savla (talk) ૨૦:૪૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

મારી પાસે તો આમાનું કોઈ પુસ્તક નથી. મારે બીજો એક પ્રશ્ન એ છે કે આપણે કોઈ પુસ્તકનો અનુવાદ ચડાવી શકીએ ખરા? જેમ કે, જુલેવર્ન કે જેમના અનેક પુસ્તકોના ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૦૮, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારા મતે જો તે અનુવાદ કોપી રાઈટથી બહાર હોય તો ચઢાવી શકાય. અને તે પરિયોજનાની યાદી સિવાય કોઈ પુસ્તક તમારા ધ્યાનમાં હોય તો તે પણ જણાવશો--Sushant savla (talk) ૧૭:૪૧, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત. પ્રકાશનાધિકાર મુક્ત થયેલું આવું ભાષાંતર પણ ચઢાવી શકાય. (જો કે જાણકાર મિત્રોની સલાહ આવકાર્ય) અન્ય ભાષાના સાહિત્યનું સ્વભાષામાં ભાષાંતર એ પણ આમ તો એક સાહિત્યપ્રકાર જ છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૮, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત, ભાષાંતર પ્રકારનું પુસ્તક સાવ નવિન ગણાશે અને મજા પણ પડશે. જો આ પરિયોજના શરુ કરી શકાય તો ઉત્તમ. મારા મતે વિવિધ પ્રકારના પુસ્તકો શરુઆત ની જ પરિયોજનાઓ માં આવરી લેવા. જેથી વિષય વૈવિધ્યનું સંકલન કરી શકાય. વળી, અનાસક્તિ યોગનું સ્કેનિંગનું કામ અડધું થઈ ગયું છે અને અન્ય પુસ્તકો નું સ્કેનિંગ કામ પણ સત્વરે કરી લઈશ. કોઇ પણ રીતે શેરીંગ કરી દઈશ એટલે અન્ય કોઇ સભ્ય પણ પરિયોજનાનું નેતૃત્વ કરી શકે. અને હા, ઓ.સી.આર ના કાંઇ સમાચાર ખરા? જરુર પડે હું તે કંપની સાથે વાત કરી અને વધું માર્ગદર્શન મેળવવા પ્રયત્ન કરીશ... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૧૫, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હવે તે પુસ્તકો પ્રકાશનાધિકારની બહાર છે કે કેમ તે જાણવા માટે તો કોઈ જાણકાર માણસ જોઈએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૮, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
"ઓખાહરણ" પ્રત્યે મિત્રોના મત અનુસાર આગામી યોજનામાં આપણે ઓખાહરણ હાથમાં લેશું. અશોકભાઈ પાસે તે પુસ્તક ઉપલબ્ધ છે. તો તેનું સંચાલન ભલેને અશોકભાઈ જે કરે. શું કહો છો મિત્રો?--Sushant savla (talk) ૨૨:૧૪, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત સુશાંતભાઈ, અશોકભાઈ, તમે જ નેતૃત્વ સંભાળો આગામી પરિયોજનાનું. અને વ્યોમભાઈ, પ્રકાશનાધિકારના નિયમ તો સરળ છે, ભાષાંતરિત પુસ્તકના અનુવાદક જો હયાત હોય તો પુસ્તક આપોઆપ જ પ્રકાશનાધિકારના દાયરામાં આવી જાય છે. અને જો અનુવાદક હયાત ન હોય તો તેમના દેહાંતને ૬૦ વર્ષ વીતી ચુક્યા હોવા જોઈએ. અને સાથે સાથે મૂળ ભાષાના લેખકના પ્રકાશનાધિકારથી પણ એ સાહિત્ય મુક્ત હોવું જોઈએ. ટૂંકમાં ભાષાંતરિત કૃતિઓને બે લેખકો દ્વારા સંયુક્તપણે રચવામાં આવેલી ગણવી, અને આવી સંયુક્ત રચનાઓના કિસ્સામાં બેમાંથી છેલ્લે અવસાન થયેલા લેખકના મૃત્યુના ૬૦ વર્ષ બાદ કૃતિ પ્રકાશનાધિકારથી મુક્ત થાય છે. (જો કે આ મારી પ્રાથમિક સમજણ છે, જો કોઈને વાસ્તવિકતા મારી જાણકારીથી વિપરીત લાગે તો મારી ભૂલ સુધારવા વિનંતી.)--Dsvyas (talk) ૦૨:૨૩, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
નિયમ તો બરાબર છે ધવલભાઈ પણ જે તે લેખકભાઈ કે બહેન હયાત છે કે નહિ તે પ્રશ્ન સીધો કોઈને કરવો કેવી રીતે? આપણો ઉદ્દેશ માત્ર એ જાણવાનો છે કે જે તે લેખકનું અવશાન ક્યારે થયું પણ ઇ પૂછવું કોને અને કેવી રીતે? અવશાન થયું હોય તો તો વાંધો નહિ પણ જો ન થયું હોય તો???? તો કો'ક આપણું કરી નાખે....;)--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૧૧, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
એ તો ભાઈ આપણે કોઈને પુછ્યા વિના જ શોધવું પડે. અથવા એ વાતની ખાતરી કર્યા પછી કોઈને પુછવું કે જેને આપણે પુછી રહ્યા છીએ તે અનુવાદકને દૂર-દૂર સુધી કોઈ રીતે અંગત રીતે ઓળખતા તો નથી ને. નહિતર તમે કહો છો તેમ, તેમનું ના થયું હોય તો પુછનાર આપણું જ કરી નાખે...--Dsvyas (talk) ૦૦:૨૮, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મિત્રો, આપ આદેશ કરશો એટલે હું "ઓખાહરણ" કરવા તૈયાર છું ! બીજું, OCR પ્રોજેક્ટમાં ધારી સફળતા મળે તેમ નથી :-( જો કે વિગતવાર હું લખીશ, પણ હાલ તો ગુજરાતી માટે OCR ભુલી જવો પડે તેમ છે. (સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી ! આ સૂત્ર ઓછામાં ઓછું આપણને સહુને લાગુ પડે છે !!) અને ત્રીજું, કૃપયા મારે લાયક સેવા કે ચર્ચા હોય તો એકાદ નોંધ (કે જ્યાં ચર્ચા ચાલે તેની કડી) મારા ’ચર્ચાના પાને’ મેલવા કૃપા કરશોજી. જેથી તુરંત મારા ધ્યાનમાં આવે. (પેલું લોગઈન થતા જ, "આપને માટે નવો સંદેશ" કે એવું કંઈક આવે છે ને, એ બહુ ઉપયોગી છે.) તો, "ઓખાહરણ" સ્કેન તો કરવા જ માંડું છું. ચાલુ પરિયોજના પૂર્ણ થાય એટલે આપ નક્કી કરો તે ક્રમે હું દોડતો આવી પહોંચીશ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૩, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સરસ. ચાલુ પરિયોજના "મેઘાણીને નવલિકાઓ ખંડ ૧" પછી અશોકજીના માર્ગદર્શનમાં "ઓખાહરણ" લઈ આવીશું. આપ તૈયારીઓ ચાલુ કરશો. --Sushant savla (talk) ૦૯:૪૦, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સર્વે મિત્રોને જણાવવાનું કે કોઇ પણ નવી પરિયોજના શરૂ કરીએ તો મને તેમાં, by defualt, સહભાગી બનાવવો જ એવી મારી કાયમી અરજી નોંધી રાખશો. --Amvaishnav (talk) ૧૪:૩૩, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  • Operator: Avocato
  • Programming Language(s): Python (pywikipedia)
  • Function Summary: Interwiki & Fixing double redirects
  • Contributions: see here
  • Already has bot flag on: +230 wikis

It runs only on category & template namespaces. Thank you.--Avocato (talk) ૨૨:૪૧, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

Please commit a few changes first to demonstrate sample edits.--Dsvyas (talk) ૦૩:૫૫, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
Done.--Avocato (talk) ૦૭:૩૭, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
Good for me as an admin. I approve, but you'll need to ask at meta for the flag.--Dsvyas (talk) ૧૮:૦૨, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
Ok, I'll. Thanks for your cooperation.--Avocato (talk) ૦૧:૫૫, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ચિત્રો ચઢાવવા અંગેની નીતિ

[ફેરફાર કરો]

ગ્રંથપાલો, આપનું એક બાબત પરત્વે ધ્યાન દોરવાનું હતું. આપણે લગભગ એકાદ વર્ષ પહેલા વિકિપીડિયા પર આ વિષયક ચર્ચા ચાલુ કરી હતી. કેમકે સાહિત્યની જેમ જ ચિત્રો પર પણ પ્રકાશનાધિકાર હોય છે, અને વિકિના કોઈ પણ પ્રકલ્પમાં પ્રકાશનાધિકારથી સુરક્ષિત કોઈપણ પ્રકારનું સાહિત્ય કે માધ્યમ સ્વિકાર્ય નથી. વિકિમિડિયા કોમન્સ એક કેન્દ્રિય દફ્તર છે જ્યાં બધાજ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો સાચવવામાં આવે છે. આપણે જ્યારે નવું વિકિસ્રોત બનાવવાની અરજી કરી હતી ત્યારે તેમાં ફાઇલ અપલોડ કરવા પર પાબંદી મુકવાની દરખાસ્ત કરી હતી. પરંતુ પાછળથી કોઈક કારણે અહિં સહુને ફાઇલ અપલોડ કરવાની પરવાનગી અપાઈ ગઈ છે. આપ વિકિપીડિયા પરની આ ચર્ચા જોઈ જશો (જ્યાં આપણામાંથી ઘણાએ પહેલા ભાગ લીધો હતો) અને નીચે આપનો મત આપશો તો હું આપનો આભારી થઈશ.

મુખ્યત્વે દરખાસ્ત એવી છે કે ફક્ત પ્રબંધકોને જ ફાઇલ અપલોડ કરવાની પરવાનગી રહેવા દેવી જેથી નવા અને અનામિ સભ્યો અહિં ફાઇલો ના ચડાવે અને આપણે તેના પ્રકાશનાધિકારની ચોક્સાઈ કરવાની જફામાંથી બચી જઈએ. જેને ફાઇલ ચડાવવી હોય તે કોમન્સ પર જઈને ચડાવે. આ પ્રસ્તાવને આપનો યોગ્ય મત નીચેના યથાયોગ્ય વિભાગમાં સહિ ઉમેરીને આપશો તો મત ગણતરી કરવામાં સરળતા રહેશે.--Dsvyas (talk) ૦૨:૩૬, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

  1. મારી આમાં સહમતી સમજવી કારણ કે કોઈપણ ફાઈલ જે ચડાવવામાં આવે તેના પ્રકાશનાધિકારની ચકાસણી કરવામાં આપણે કોઈએ સમય બગાડવો એના કરતા એટલા સમયમાં આપણે કોઈ વધુ સારું કામ કરી શકીએ. માટે ફાઈલ ફક્ત પ્રબંધક જ ચડાવી શકે અને અન્ય કોઈ નહિ તેવી વ્યવસ્થા રાખવી અને અન્ય લોકોએ કોમન્સ પર જઈને ફાઈલ ચડાવવી અને પછી અહીં લાવવી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૦, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  2. સહમત. હું આ વિષયે અગાઉની ચર્ચામાં પણ સહમત જ હતો અને વિકિપીડિયા પર પ્રબંધનની જવાબદારી સંભાળ્યા પછીના અનુભવે તો એમ કહીશ કે મારી "સહમતી" યોગ્ય જ હતી ! જો કે સૌ સભ્યશ્રીઓના લાભાર્થે, ચિત્રો ચડાવવાની કડી (વિકિ પર અને અહીં સ્રોત પર પણ), વાયા માર્ગદર્શન, કૉમન્સ પર લઈ જાય તેવું કરવાનું શક્ય બને તો સત્વરે કરવું એવી વિનંતી છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૪૪, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  3. સહમત. અશોકભાઈની જેમ જ સૌ સભ્યશ્રીઓના લાભાર્થે, ચિત્રો ચડાવવાની કડી (વિકિ પર અને અહીં સ્રોત પર પણ), વાયા માર્ગદર્શન, કૉમન્સ પર લઈ જાય તેવું કરવાનું શક્ય બને તો સત્વરે કરવું એવી મારી પણ વિનંતી છે.--સતિષચંદ્ર (talk) ૧૫:૧૫, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  4. વિકિપીડિયા પર ગુજરાતી સર્જનકર્તાઓની કે ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરે તેવી બધી જ પ્રવૃતિઓને જરૂરથી પ્રોત્સાહન આપવું જોઇએ તેમાં કોઇ જ બેમત નહિ શકે. તે અંગે જરૂરી સલામતીનાં પગલાં પણ અમલ કરવાં જોઇએ જેથી આ સુવિધાનો યોગ્ય ઉપયોગ જ થાય. -- --Amvaishnav (talk) ૧૯:૨૪, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  5. સહમત.... ફક્ત એટલું જરુર થી જોવું કે કોઇ પણ નવા સભ્યને જ્યારે પણ ચિત્ર અપલોડ કરવાનું મન થાય ત્યારે તેને સરળ માર્ગદર્શન મળી રહે અને પ્રબધક નો સંપર્ક સરળતાથી કરી શકે... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૩૪, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  6. સહમત . કોઈ પણ અટપટી પ્રક્રિયા સિવાય,અને સભ્ય હોય તે વ્યક્તિ આ કામ માં પોતાનું યોગદાન આપી શકે તો વધુ સારૂ.Dkgohil (talk) ૧૨:૧૧, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)

વિરુદ્ધ

[ફેરફાર કરો]

તટસ્થ/અન્ય

[ફેરફાર કરો]
  • --Sushant savla (talk) ૦૯:૩૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) (અત્યારે સભ્યોની સંખ્યા વધારે નથી, ભાંગફોડ પણ ભાગ્યે જ થાય છે માટે હમણાં આ આ નિતી લાવવી તે વિષે મને અવઢવ છે. ગ્રંથપાલોની સ્વતંત્રતા કાઢવાનો મારો ઉદ્દેશ્ય નથી. પણ નિતી લાવવામાં કાંઈ ખોટું પણ નથી. માટે મારો તટસ્ત્થ મત)[ઉત્તર]
    • સુશાંતભાઈ, ગ્રંથપાલોની સ્વતંત્રતા કાઢવાનો પ્રશ્ન જ નથી. એમ તો આપણે કૃતિઓ તૈયાર થઈ ગયા પછી તેને સુરક્ષિત કરવાનું પગલું પણ ભર્યું જ છે ને? તેમાં પણ એ જ સ્વતંત્રતાનો અને એ જ ભાંગફોડની સમસ્યા હતી, અને માટે જ આપે તે નિર્ણય લીધો છે. કૃતિઓમાં સભ્ય સંખ્યા ઓછી હોવા છતાં ભાંગફોડ સંભવી શકે છે પણ ચિત્રો ચડાવવા બાબતે એ ભાંગફોડ ફક્ત ઓછી સંભ્યસંખ્યા હોવાને કારણે જ નહિ થાય એવું માની લેવા પાછળ શું તર્ક છે? જો એક જગ્યાએ આપણે નાકાબંધી કરતા હોઈએ તો અન્ય સ્થળે કેમ નહિ? આપના મત પર પ્રભાવ પાડવાના હેતુથી આ દલીલો નથી રજૂ કરી, પણ આ મુદ્દાઓ વિષે પણ જરા વિચારી જોજો ખરા.--Dsvyas (talk) ૦૩:૪૧, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  • મને અવઢવ એટલે છે કે અહિં ભાંગફોડ ની પ્રવૃત્તિ હજુ ચિત્રો બાબતે ફૂલી-ફાલી નથી. કાર્ય કરવાની નિર્ભયતા ને પ્રોત્સાહન આપવા માટે નવા સભ્યોને બહુ નિયમોની ગૂચમાં ન પાડવા અને સાથે સાથે શિક્ષણ આપતા રહેવું. બાળકને જેમ લેશન કરવા બેસાડિએ અને એ કચરો વેરે તો ભલે, ધિમે-ધિમે જાતે જ તૈયાર થઈ જાય. બાકી અન્ય સભ્યો ની સાથે જ મારો મત ગણશો. આ એક મારો વિચાર હતો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૪૭, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
માટે જ જો ફાઈલ ચડાવવાની કડી જો સીધી જ કોમન્સ પર લઈ જાય તો વધારે સારું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૧૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
શ્રી.મહર્ષિભાઈ, આપની વાતને જ, સંપૂર્ણ આદર સાથે પણ જરા અલગ દૃષ્ટિકોણથી રજૂ કરું. અહીં હજુ બહુ નવા સભ્યશ્રીઓ, સંપાદકો આવ્યા નથી. આપણા જેવા જેઓ હાલ કાર્યરત છે તેઓ તો વિકિના નિયમોને જાણે પણ છે અને મહદાંશે બહુ સરસ રીતે પાળે પણ છે. પરંતુ જે નવા સંપાદકો આવતા જશે તેઓને, આપે કહ્યું તેમ પ્રાથમિક શિક્ષણના તબક્કે જ જે ઘડ પડશે (જેમ બાળકને પડે તેમ !) તે પછી ઘડીકમાં જશે નહિ. એ માટે જ આપણે શરૂઆતથી યોગ્ય શિક્ષણનો આગ્રહ રાખીએ છીએ. હું તો ’બ્લોગર’ પણ છું તેથી કૉપી-પેસ્ટ, પ્રકાશનાધિકાર કે કૉપીરાઈટ, અસંદર્ભ લખાણ વગેરે વિશે સૌ કેટલું લોલમલોલ ચલાવે જાય છે તે જાણવા મળે છે. ઓછામાં ઓછું એક વિકિપીડિયનને કે વિકિમિડિયનને આવી પ્રવૃત્તિ ન કરવાનું અને અન્યત્રની પ્રવૃત્તિમાં પણ તે પ્રમાણે વર્તવાનું, અહીંથી, સૌ મિત્રોને સથવારે, શીખવા મળે એ મોટો લાભ ગણાશે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૫૭, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મહર્ષિભાઈ, અન્ય સભ્યોની સાથે જ તમારો મત ત્યારે જ ગણી શકાય જ્યારે તમે પોતે તમારી સહિ કરીને ઉપર મત આપો.--Dsvyas (talk) ૦૩:૪૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

લેખની સંખ્યા

[ફેરફાર કરો]

આનંદો! આજે પ્રથમ વખત આપણે અત્યાર સુધીમાં લિપિબદ્ધ કરેલી કૃતિઓની કુલ સંખ્યા સાચી રીતે દર્શાવવામાં આવી છે. ઘણા વખતથી પ્રયત્નો ચાલતા હતા, જે આજે સંપૂર્ણ સફળ થતા ૧,૪૦૩ કૃતિઓ આપણે રચી છે તેમ ફલિત થાય છે. સુશાંતભાઈની સતત હથોડાબાજીને કારણે જ આજે આ શક્ય બન્યું છે. અભિનંદન સુશાંતભાઈ!--Dsvyas (talk) ૦૨:૩૬, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

અભિનંદનનના ખરા હક્કદાર તો તમે અને સૌ સભ્ય મિત્રો છે કે જેમણે આ કાર્ય કર્યું છે. આની કાર્ય કરાવવા પાછળ તમે જ ખરી મહેનત કરી છે. આપને અભિનંદન. --Sushant savla (talk) ૦૮:૨૬, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આજે હું પહેલી વખત લોગ ઇન થયો ત્યારે મુખપૃષ્ઠ જોઈને પ્રથમ તો આશ્ચર્યમાં મૂકાઈ ગયો પણ ત્યાર બાદ યાદ આવ્યું અને સમજાયું કે આ આપણી સાચી લેખસંખ્યા છે. વાહ ભાઈ વાહ આજે હકીકતમાં મજા આવી ગઈ. જે કોઈપણ લોકોને કારણે આ શક્ય બન્યું હોય તે સૌને મારા વતિ અભિનંદન.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૩૫, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
||અભિનંદન|| - આ માટે પ્રયત્ન કરનાર અને પ્રયત્નપ્રેરક હથોડાબાજી કરનાર (જોયું આપણા બંન્ને પ્રબંધકશ્રીએ કેવી કાર્યવહેંચણી કરી લીધી !! :-) પરસ્પર અભિનંદન આપવાની !!!) બંન્ને પ્રબંધકશ્રીઓને તો ખરા જ પરંતુ આટલા લેખ કરવામાં પોતાનો પરસેવો વહાવનાર સઘળા સંપાદકો, સભ્યશ્રીઓ ને પણ હાર્દિક અભિનંદન. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૮, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
એ વાત એકદમ સાચી કહી અશોકભાઈ, અભિનંદનના સાચા હક્કદાર આટલા લેખ કરવામાં પોતાનો પરસેવો વહાવનાર સઘળા નામિ-અનામિ સંપાદકો અને સભ્યશ્રીઓ તથા અસભ્યશ્રીઓ છે.--Dsvyas (talk) ૦૨:૫૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મેં તો પહેલાં જ આ વાત કહી જ હતી - "અભિનંદનનના ખરા હક્કદાર તો તમે અને સૌ સભ્ય મિત્રો છે કે જેમણે આ કાર્ય કર્યું છે." --Sushant savla (talk) ૦૭:૨૭, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
અસભ્યશ્રીઓ?...:)--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૪૯, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
’વ્યોમજી’, હું તો માન.પ્રબંધકશ્રીઓની ટાંગ ખેંચતો હતો ! (ભ‘ઈ આંગળા થાક્યા પછી થોડી રસિકાઇ દર્શાવવાનો આપણો પણ હક્ક તો ખરો ને !) પણ, પ્રબંધકશ્રી, ધવલજી,એ આપણી ટાંગ ખેંચી લાગે છે !!!:-) (અસભ્યશ્રીઓ !! ગમ્યું !)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૯, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
કર્તા-હર્તા નુક્શાનકર્તા એવું કહી શકીએ પણ એમાં તો આપણે પોતે પણ સમાઈ જઈએ...;)--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૧૪, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
અસભ્યશ્રીઓ એટલે જે અહિં સભ્ય નથી તે એમ સમજવું, સભ્યતા વાળું સભ્ય નહિ, સદસ્યતા વાળું સભ્ય. ટૂંકમાં આઇ.પી. એડ્રેસવાળા. ભાઈ, યોગદાન તો એ લોકોનું પણ ખરૂં ને? એમને યશ આપવાનું કેમ ભૂલી જવાય?--Dsvyas (talk) ૧૫:૩૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ કમળાવાળો પીળું જ ભાળે એ કહેવતને અનુસરનારા અમે વક્રદૃષ્ટિએ વધુ જોઈએ છે. માટે આપનો સંદેશ પ્રથમથી જ બરાબર સમજાયો હોવા છતાં થોડી મજા માણીએ છીએ.;)--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૯, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

મુખપૃષ્ઠ દેખાવ

[ફેરફાર કરો]

મિત્રો, આપણા મુખપૃષ્ઠ પર સાઈટ સંબંધી વિશેષ માહિતી બે સ્તંભમાં દેખાય છે ડાબી બાજુના સ્તંભમાં રૂપક કૃતિઓ અને મુખ્ય શ્રેણીઓ દેખાય છે અને જમણા સ્તંભમાં તાજી ઉમેરેલી કૃતિઓ અને સહકાર્ય દેખાય છે. ડાબે તરફના ચોકઠા નાના છે જ્યારે જમણી તરફના લાંબા છે. આમાં સહકાર્યનો મુદ્દો નીચે હોવાથી સ્ક્રોલડાઉન કર્યા તે કોઈને ધ્યાને ચડતો નથી ને તે વિષે નવા આગંતુકો અજાણ રહે તેવી શક્યતા છે. આથી મારો પ્રસ્તાવ એવો છે કે તાજી ઉમેરેલે કૃતિઓને જમણે ખસેડવી અને સહકાર્યના મહત્ત્વપૂર્ણ ચોકઠાને ઉપર લઈ આવવું. આપનો શો મત છે?--Sushant savla (talk) ૦૯:૪૨, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૫૨, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત. મારા મતે તો તાજી ઉમેરેલી કૃતિને છેક નીચે જવા દો તોપણ વાંધો નથી કારણ કે તે તો આપણે જાતે અપડેટ કરવાની છે માટે તે ખાસ ઉપયોગી નથી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૧૪, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મુખપૃષ્ઠની પુન:ગોઠવણી કરી છે, જોઈ જશો.--Dsvyas (talk) ૦૩:૩૬, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારા મતે તે નીચે મુજબ વધુ સારું રહેશે.
ડાબો સ્તંભ જમણો સ્તંભ
રૂપક કૃતિ સહકાર્ય
મુખ્ય શ્રેણીઓ તાજી ઉમેરેલી કૃતિઓ
--Sushant savla (talk) ૦૭:૪૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત.... હું મોટા ભાગે મોબાઇલ થી (આઇ-ફોન) વિકિસ્ત્રોત જોઉ છું અને મોબાઇલમાં જમણી બાજુની જ કૃતિઓ દેખાય છે. વળી કાંઇ પણ શોધવુ઼ં એ બહુ જ કઠીન પડે છે. આપણૅ કાંઇ કરી શકીયે આ બાબતે? સીતારામ... મહર્ષિ
આ પ્રકારની ગોઠવણી કરતા એક બાજુનો ભાગ વધુ લાંબો અને બીજો ટૂંકો થશે. કેમકે તાજી ઉમેરેલી કૃતિઓ ખુબ લાંબુ ચોકઠું છે અને મુખ્ય શ્રેણીઓનું ચોકઠું ટૂંકું છે. જ્યારે અન્ય બે એક સમાન લંબાઈના છે. વિચારી જુઓ. મહર્ષિભાઈ, થોડો સમય આપો મોબાઇલ વેબસાઇટની ગોઠવણી કરીને તમને જણાવું.--Dsvyas (talk) ૦૩:૧૩, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વણ વપરાયેલી શ્રેણીઓ

[ફેરફાર કરો]

વણ વપરાયેલી શ્રેણીઓ આ પાનાં પર કેટલીક વણ વપરાયેલી શ્રેણીઓ છે જેમાં શ્રેણી:સત્યના પ્રયોગો અથવા આત્મકથા પણ છે. આ શ્રેણી આપણે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તકના દરેક પ્રકરણ નીચે ઉમેરવી જોઈએ. તે જ રીતે અન્ય પુસ્તકની પણ શ્રેણી બનાવવી જોઈએ. આપના મત જણાવશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૨૩, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વ્યોમ દરેક પુસ્તકના નામની શ્રેણી બનાવવાનો ઉદ્દેશ્ય શો? આપણી પાસે તે પુસ્તક્નાના નામસ્થળ નીચે જ તેના પ્રક્રણો બનાવીએ છીએ. --Sushant savla (talk) ૨૨:૦૭, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ સાથે સહમત! પુસ્તક તેના પ્રકારની શ્રેણીમાં અને લેખકની શ્રેણીમાં કે એવી અન્ય શ્રેણીઓમાં આવવું જોઈએ, નહિ કે પુસ્તકના પોતાના નામની શ્રેણીમાં. દા.ત. શ્રેણી:આત્મકથા, શ્રેણી:માહાત્મા ગાંધીના પુસ્તકો, શ્રેણી:૧૯૨૩માં પ્રકાશિત પુસ્તકો, વગેરે. વણવપરાયેલી શ્રેણીઓને દૂર કરી શકાય છે.
સુશાંતભાઈ, પુસ્તકને આપણે તેના નામસ્થળ નીચે નથી બનાવતા, દરેક પુસ્તકનું નામ જુદું હોય, આપણી પાસે અમુક ચોક્કસ નામસ્થળૉ છે, દરેક પુસ્તક સાથે નામસ્થળ નથી બદલાતું. પુસ્તકો મુખ્ય નામસ્થળમાં જ રહેલા હોય છે.--Dsvyas (talk) ૦૩:૩૪, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારા મતે કૃતિના સાહિત્ય પ્રકારની શ્રેણી જેમકે આત્મકથા , નવલિકા, હાસ્યકથા, નાટક, નિબંધ વગેરે હોવી જોઇએ જેને જે તે પુસ્તકના પ્રથમ પૃષ્ઠ પર મૂકી શકાય.--Sushant savla (talk) ૦૭:૪૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હા, આ વધુ સારો વિચાર છે, મને તો વણ વપરાયેલી શ્રેણી જોઈને વિચાર આવેલો.--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૫૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
વિકિપીડીયાના તમામ લેખમાં શ્રેણી હોવી જ જોઈએ કેમ કે, શ્રેણીવિહીન પાનાંને 'અવર્ગીકૃત પાનાં' તરીકે ઓળખવામાં આવે છે. આથી હું માનું છું કે વિકિના નિયમો પ્રમાણે લાગુ પડતી શ્રેણીઓ ઊમેરવી જ જોઈએ. હાલમાં વિકિસ્ત્રોતમાં આવાં ૨૩૧ પાનાંઓ છે.--સતિષચંદ્ર (talk) ૧૪:૦૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

તાજી કૃતિઓ

[ફેરફાર કરો]

મુખ પૃષ્ઠ પર્ અતાજી ઉમેરેલી કૃતિઓમાં અંતમાં એક અંગ્રેજી વાક્ય દેખાય છે. A partial listing of some new texts (add) તેને ગુજરાતીમાં લખી શકશે?--Sushant savla (talk) ૦૯:૪૩, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

"(ઉમેરો) કેટલાંક નવાં વસ્તુની આશિક યાદી" - --Amvaishnav (talk) ૧૪:૪૦, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

મુખ પૃષ્ઠ - તાજી કૃતિઓ વિષે સભ્યોના વિચાર

[ફેરફાર કરો]

મિત્રો, મુખ પૃષ્ઠ પર તાજી ઉમેરેલી કૃતિઓ અને પુસ્તકો બે અલગ સ્તંભોમાં દેખાવી જોઈએ એ વિચાર મંડાયો હતો અને મિત્રોના વિચારો અનુસાર તેનો અમલ કરાયો. ધવલભાઈએ તુરત જ તેની સુંદર અમલ બજવણી પણ કરી આપી. હવે આ સ્તંભમાં તેમણે હાલમાં લાવેલા પુસ્તકોના સ્તંભ હેઠળ કાર્યાધીન અપૂર્ણ કૃતિઓ દર્શાવી હતી (દા.ત. મેઘાનીને નવલિકાઓ ખંડ ૧ અને ઓખાહરણ). આ વિષે અમ વ્યવસ્થાપકો વચ્ચે વિચાર-ભેદ છે. મારા મતે તે યાદીમાં પુસ્તકનું નામ ટાઈપિંગ પૂર્ણ થયા પછી જ ઉમેરાવું જોઈએ અને ધવલભાઈના મતે તેને પહેલેથી જ ઉમેરવી જોઈએ. તાજી કૃતિઓમાં રહેલી આવી ની ક્ડીને અનુસરી જો કોઈ નવો આગંતૂક અપૂર્ણ પુસ્તક પર પહોંચે તો તે હતાશ થાય અને સ્રોત ની વિશ્વાસનીયતા અને ઈમેજને અયોગ્ય અસર પડે. તો આપ આપનો વિચાર જણાવશો કે કાર્યાધીન અપૂર્ણ કૃતિને હાલમાં ઉમેરેલી કૃતિઓમાં દર્શાવવી કે નહિ? આમ પણ કાર્યાધીન કૃતિઓ આપણે સહકાર્ય ના ચોકઠામાં બતાવીયે જ છીએ. --Sushant savla (talk) ૨૨:૪૫, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સુશાંતભાઈ, આપ વિકિસ્રોતની વિશ્વનિયતાની જે ચિંતા દર્શાવી રહ્યા છો તે બદલ તમારા ઉપર માન ઉપજે છે. પણ મેં મારા ચર્ચાના પાને ઉઠાવેલા પ્રશ્નનો જવાબ તમે આપવાનું ટાળ્યું છે. મારો પ્રશ્ન એ હતો (અને છે) કે, જે કૃતિઓની ભૂલશુદ્ધિ (પ્રુફરીડીંગ) પૂર્ણ થઈ નથી, તે કૃતિઓની કડી મુખપૃષ્ઠ પર મુકવા સાથે તમે સંમત છો? શું તેમ કરવાથી તેવા પૃષ્ઠોની ક્ડીને અનુસરી જો કોઈ નવો આગંતૂક અશુદ્ધ કૃતિ પર પહોંચે તો તે હતાશ નહિ થાય? અને તેનાથી સ્રોતની વિશ્વાસનીયતા અને ઈમેજને અયોગ્ય અસર નહિ પડે? શું આપ એ વાત સાથે સહમત થશો કે એક વખત ભૂલશુદ્ધિ સંપૂર્ણપણે પૂરી થઈ ગયા પછી જ તેવી કૃતિઓ/પુસ્તકોની કડી ત્યાં મુકવી? કે જેથી વિકિસ્રોતની વિશ્વનિસયતાને કોઈ ધક્કો ન પહોંચે?--Dsvyas (talk) ૦૨:૫૦, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ભૂલ શુદ્ધિ બાકી છે તે સંબંધિત ટેમ્પલેટ આપણે ઉપર મૂકીએ છીએ. માટે તે વસ્તુ આગંતુક સમજી શકે, અને અધૂરી ભૂલ શુદ્ધિ માં એક બે અક્ષરો અહીં તહીં હોય કે જોડણીની ભૂલ હોય તેનાથી કોઈ હતાશ કે નિરાશ ન થાય. પરંતુ જો તે પુસ્તક કે કૃતિ અધૂરી હોય તો અવશ્ય નિરાશ થાય. માટે તાજી કૃતિમાં મુકાવવાને યોગ્યતા કેળવવા માટે કમ સે કમ સંપૂર્ણ ટાઈપિંગ થયેલ હોય તે ન્યુનતમ પરિમાણ હોવું જ જોઈએ. --Sushant savla (talk) ૦૮:૨૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હશે ભાઈ, તમે કહો તે સાચું. આવી ચર્ચાઓમાં સમય વ્યતિત કરવાને બદલે હું કોઈ રચનાત્મક કાર્યમાં મારો સમય આપવો પસંદ કરીશ, અને આમે આપણા બે વચ્ચે ચર્ચાઓ હંમેશા તમારી નારાજગીમાં પરિણમી છે, જે મારે ફરી વખત નથી જોઈતું, તો તમને યોગ્ય લાગે તેમ કરવું. આટલી દલીલો કરવા બદલ માફી માંગું છું. તમે પ્રબંધક છો, તમને યોગ્ય લાગે તે નિર્ણય લઈ શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

અપૂર્ણ પુસ્તકોને તાજી ઉમેરેલી કૃતિમાં બતાવવા જોઈએ

[ફેરફાર કરો]
  • મારો અંગત મત તો એવો જ છે કે જે પુસ્તકો પર કામ કરી રહ્યા હોઈએ એને પણ તાજી ઉમેરેલી કૃતિઓની યાદીમાં રાખવા જોઈએ, એવું હું કેમ માનું છું તે મેં નીચે મહર્ષિભાઈને જણાવ્યું છે. અને સાથે સાથે મારી સંમતિ પ્રબંધકશ્રી સુશાંતભાઈની ઈચ્છા સાથે પણ છે તેમ જણાવું છું, માટે તેમની મરજી મુજબ એવા પુસ્તકો આ યાદીમાંથી દૂર કરવા.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  • અરે, ભાઈ લોકો અધૂરી કૃતિ કે પુસ્તક જોઈને કોઈ નિરાશ થાય એમ કોઈ કોઈને કાર્ય પૂરું કરવાની હોંશ પણ જાગે અને આપણને નવા સાથી મળે. માટે અધૂરું કાર્ય આજે અધૂરું છે કાલે તો પૂર્ણ થવાનું જ છે માટે બધા હરખ શોક મૂકી અને જેટલા પુસ્તક ઉપલબ્ધ છે (જેમાં આખા, અધૂરાં, ભૂલશુદ્ધિ બાકી હોય તેવાં) તે બધા જોઈ શકાય તેમ બતાવો જેથી જોનાર જાણી શકે કે કાર્ય ચાલુ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૯, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
વ્યોમ, અધૂરી કૃતિઓ તો સહકાર્યના ચોજઠામાં બતાવાય જ છે. --Sushant savla (talk) ૧૭:૫૯, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
હા, એ વાત સાચી પણ આ તો પુસ્તક સૂચિમાં પણ જો હોય તો કેટલાક લોકો સીધા જ ત્યાં પહોંચે. કોઈ જો સહકાર્યના ઢાંચામાં વાંચવા ઊભું ન રહે એટલે કે ધીરજ ન રાખે તો એક સે ભલે દો. એમ વિચાર હતો મારો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૩, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)

અપૂર્ણ પુસ્તકોને તાજી ઉમેરેલી કૃતિમાં બતાવવા જોઈએ નહિ

[ફેરફાર કરો]

"તાજી ઉમેરેલી કૃતિઓ" એટલે ઉમેરાઇ ગઈ હોય એવી. વળી, આ યાદિ ફિચર્ડ આર્ટિકલ્સના જેવી એટલે કે નમુનાની કૃતિઓ જે શો-કેસમાં મુકી શકાય એવી કૃતિઓ જ સમાવવીએ તો ઠીક... વળી, કાર્યાધીન પરિયોજનાઓ ની અલગ યાદી બનાવીએ તો વધુ સારું રહે... નિમન્ત્રણના રુપમાં નવી યોજનામાં જોડાવા માટે આહ્વન કરીયે. પણ આVવી નાની બાબત કે જે ઉભય રીતે (સહમત કે અસહમત) નુકશાન કારક નથી. આપણી વચ્ચેની સમજુતી થોડી વધું કેળવીએ.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)

તકલીફ એમ ઊભી થાય છે મહર્ષિભાઈ કે, એમ કરવા જતા આપણે જ્યાં સુધી કોઈ પુસ્તક પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તે પુસ્તકમાં રહેલા કોઈપણ પ્રકરણો (નવલિકા સંગ્રહના કિસ્સામાં નવલિકાઓ)નો ઉમેરો ડાબી બાજુના કોઠામાં એકાકિ કૃતિઓ હેઠળ પણ ના કરી શકીએ કેમકે તે પુસ્તકનો ભાગ છે, અને પુસ્તક પૂર્ણ થયા બાદ શું વાચક એક સાથે એ પુસ્તકના બધા જ પ્રકરણો વાંચી શકશે? જે પુસ્તક પર કામ કરી રહ્યા હોઈએ તે પુસ્તકોમાં રોજે રોજ નવા પ્રકરણો/નવલિકાઓ તો ઉમેરાતા(તી) જ રહેવાના(ની) છે, મારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે એવા પુસ્તકને પણ એ યાદીમાં ઉમેરવાથી રસ ધરાવનાર વ્યક્તિ એવા તાજેતરમાં ઉમેરાયેલા પ્રકરણો તો વાંચી જ શકે. પણ ખેર, આ ચર્ચા વધુ ન લંબાવતા, હું સુશાંતભાઈની સાથે સહમત થઈશ અને તેમને યોગ્ય લાગે તેમ કરવું તેમ માનું છું, જેથી આપણે અન્ય રચનાત્મક કાર્યોમાં સમય આપી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૪, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઇ જોડે સહમત. જે કૃતિ સંપુર્ણ થઈ ગઈ હોય્ તેને જ લખવી જોઇએ.. અને મહર્ષિભાઇ જોડે પણ સહમત કે કાર્યાધીન પરિયોજનાઓ ની અલગ યાદી બનાવીએ તો વધુ સારું રહે... આભાર..--Harsh4101991 (talk) ૧૧:૩૪, ૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
સહમત, મુખપૃષ્ઠ પર "સહકાર્ય" ચોકઠામાં તો હાલ જે કૃતિ પર કાર્ય ચાલુ છે તે દેખાવાની. (જો કે અત્યારે તેમાં અગાઉની પરિયોજનાની કૃતિ જ દેખાય છે, જે સુધારો કરવા વિનંતી.) જે કૃતિનું અક્ષરાંકન પૂર્ણ થયું હોય (ભલે તેની ભુલશુદ્ધિ હજુ બાકી હોય) તેવી કૃત્તિને "તાજી ઉમેરેલી કૃતિઓ"માં દર્શાવાય અને જે પર કાર્ય ચાલુ છે, એટલે કે હજુ અક્ષરાંકન અપૂર્ણ છે, તે "સહકાર્ય"માં દર્શાવાય. આમ મુખપૃષ્ઠ પર અપૂર્ણ કૃતિ (જે પરિયોજના ખાતે તો હંમેશ માત્ર એક જ હોવાની !) પણ દેખાશે તો ખરી જ ! એટલે વિવાદનો કોઈ પ્રશ્ન તો રહેતો જ નથી !! આ તો પરિયોજનાની વાત થઈ, પરંતુ એ સિવાયની જે પણ કૃતિ (જે પુસ્તક સ્વરૂપે હોય અને વધુ પાનાઓમાં પથરાયેલી હોય, એકાદ પાનાની કૃતિ તો આમે પૂર્ણપણે ચઢી હશે.) હજુ અપૂર્ણ હોય ત્યાં સુધી "તાજી ઉમેરેલી કૃતિઓ" અંતર્ગત ન દેખાય એ વાજબી લાગે છે. (જેમ કે, હાલ હું ક્યારેક ક્યારેક જેને ચઢાવતો રહું છું એ "અખાના છપ્પા" ને તાજી કૃતિમાં દર્શાવવા એવો આગ્રહ ન રાખી શકું. પૂર્ણપણે ચઢી જાય પછી દર્શાવો તો વાજબી.) આ મારો અંગત મત છે. બાકી પ્રબંધકશ્રીઓ જે નિર્ણય કરે તે સહર્ષ માન્ય. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
સુશાંતભાઇ જોડે સહમત. જે કૃતિ સંપુર્ણ થઈ ગઈ હોય તે જ યાદીમાં હોવી જોઇએ.. અને મહર્ષિભાઇ જોડે પણ સહમત કે કાર્યાધીન પરિયોજનાઓની અલગ યાદી બનાવીએ તો વધુ સારું રહે... આભાર.. સાથે એક બીજી ખાસ વાત : સભાખંડ કરતાં કાર્યખંડમાં વધારે સમય અને શક્તિ વાપરવા ખાસ વિનંતી છે.--સતિષચંદ્ર (talk) ૨૩:૧૮, ૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
સુશાંતભાઇ સાથે સહમત. અધુરૂ કાર્ય બતાવવાનો અલગ ભાગ હોય તો ઠીક રહેશે.અને સતિષની વાત પણ સાચી, વધુ સમય ત્યાં જ આપીએ. --Dkgohil (talk) ૨૨:૦૧, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સહકાર્ય પરિયોજનાઓ માટેનું કેન્દ્રીય પાનું

[ફેરફાર કરો]

આ પાનું બનાવ્યું છે, જે જોઈ જોશો. ફેરફારોની જરૂર લાગે તો ત્યાં કરી લેવા વિનંતી છે. ઉપરાંત મારું મંતવ્ય છે કે દરેક પરિયોજનાઓનું સંચાલન આવું જ એક અલગ પાનું બનાવીને કરીએ તો સારું. પુસ્તકના ચર્ચાનાં પાને કાર્યવહેંચણી અને વ્યવસ્થાપન કરવાને બદલે વિકિસ્રોત:પરિયોજના અબક (અબક=પુસ્તકનું નામ) એમ નામ રાખીને તે પાને તેનું સંચાલન કરીએ તો વધુ સુયોજીત માળખું બની રહે. સૌ આ વિષયે પોતપોતાના વિચારોની આપલે અહિં કરી શકે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૪, ૫ ઓકટોબર ૨૦૧૨ (IST)

  1. પરિયોજનાનું પાનું સારું છે.
  2. મારા મતે ઉપરની માહિતી કંઈક વધારે પડતી લાંબી લાગે છે. સંપૂર્ણ સ્ક્રીન તે માહિતી રોકી લે છે. નીચે શું છે તેની આઈડિયા મળતી નથી.
  3. યોગ્ય લાગે તો પ્રથમ માહિતી પેરેગ્રાફને પણ હેડિંગ હેઠળ આવરી લેવાય તો સૌથી ઉપર અનુક્રમણિકા આવી જાય અને નીચે શું છે તેની માહિતી પણ મળી જાય.
  4. સહકાર્ય સિવાય કોઈ અન્ય પરિયોજના લાવવાનો કોઈ વિચાર છે?
  5. આ પાનું રાખી શકાય છે તે અનુસાર જુનું પરિયોજનાઓ નામનું પાનું પણ મઠારી દેશો.
  6. વિકિસ્રોત:પરિયોજનાઓના સબપેજ તરીકે આ પાનું ન બનાવી શકાય?
  7. રવિવારે જે સ્ટૅન્ડબાય પરિયોજના કરવાનો વિચાર મુકાયો, તેને માટે ગુજરાતી નામ શોધી તેને પણ ઉમેરી દેશો.

બાકી અન્ય સભ્યોના મત અનુસાર યોગ્ય તે નિર્ણય લેશો. મારી સહેમતી સમજશો. --Sushant savla (talk) ૨૧:૨૫, ૧૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

મારા ખ્યાલથી હમણાં ચાલતી પ્રથા મુજબ જે તે પુસ્તકના ચર્ચાના પાનાં પર પરિયોજનાનું સંચાલન કરાય છે, જે સ્થિતિ આદર્શ તો ન ગણાય પરંતુ સગવડતાવાળી ગણી શકાય. દરેક પરિયોજના માટે અલગ પાનું બનાવવું એ વિચાર મૂળભુત રીતે સાચો છે પણ થોડો અગવડવાળો છે. વિકિ પર દરેક પ્રોજેક્ટના પોતાના પાનાં છે માટે આપણી પરિયોજના તેનાથી અલગ ન ગણી શકાય માટે હું એવું ધારું છું કે ધવલભાઈ આપની વાત સાચી છે અને હું આપના વિચાર સાથે સહમત છું. હવે તેને પરિયોજના પાનાંના સબપૅજ તરીકે બનાવવું કે નહિ તે પર હું તટસ્થ રહેવા માગું છું કારણ કે મને તેના ફાયદા કે ગેરફાયદા દેખાતા નથી.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૩૧, ૧૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

આપોઆપ સ્વાગત માટે...

[ફેરફાર કરો]

વિકિપીડિયાના ચોતરા પર આ વિષયે ચર્ચા ચાલી રહી છે. અહિં સક્રિય હોય તે સહુ મિત્રોને વિનંતી કે ત્યાં એક નજર નાંખીને પોતાનો નિર્ણય જણાવે. આ વિષે ચર્ચા ગયા રવિવારે યોજાયેલી માસિક ગોષ્ઠિમાં પણ થઈ હતી. તમારો નિર્ણય તમે ત્યાં વિકિપીડિયાના ચોતરા પર કે અહિં સભાખંડમાં જણાવી શકો છો. જો અહિં જણાવો તો...

  1. તરફેણ તરફેણ--Sushant savla (talk) ૦૭:૦૭, ૧૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૫૬, ૧૦ ઓકટોબર ૨૦૧૨ (IST)
  3. તરફેણ તરફેણ--નિરજ (talk) ૦૨:૫૧, ૩૦ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર મિત્રો, આપ સહુના સાથ અને સહકારને કારણે ગઈકાલથી નવા બનેલા સભ્યોને આપોઆપ સ્વાગત સંદેશો મોકલવાની સુવિધા અમલમાં આવી ગઈ છે. વિકિપીડિયામાં આજે બનેલા આ સભ્યને મળેલો સંદેશો સુયોગ્ય રીતે મળ્યો છે તેથી અસરકારક રીતે આ સુવિધા આજથી શરૂ થઈ એમ કહી શકીએ. હવેથી આપણે નવા બનતા સભ્યોનું સ્વાગત કરવાનું યાદ રાખવાની આવશ્યકતા રહેતી નથી. ફરી એક વખત આપ સૌનો ખૂબખૂબ આભાર. આપણે અહિં આજકાલમાં કોઈ નવા સભ્યો બન્યા નથી, પણ જેવા નવા કોઈ સભ્ય જોડાશે કે તરત તેમને પણ સંદેશો મળી જશે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૯, ૨૯ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સ્ટેન્ડબાય પરિયોજના

[ફેરફાર કરો]

રવિવાર તા. ૦૭.૧૦.૨૦૧૨ના યોજાયેલી વેબગોષ્ટીમાં "સ્ટેન્ડબાય પરિયોજના" ચાલુ કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો. ઘણી વખત એવું બને છે કે સહકાર્ય પરિયોજનામાં પ્રકરણોની વહેંચણી થઈ ગયા પછી અમુક સભ્યોના પ્રકરણો ટાઈપ થઈ જાય છે. અને બીજીપરિયોજના પ્રકરણો વહેંચાય ત્યાં સુધી સભ્યોના સમયનો સદુપયોગ થઈ શકે તે હેતુએ એક વચગળાની પરિયોજના મુકવાનો સુઝાવ છે. તેના અમુક નિયમો, શંકાઓ અને પ્રશ્નો આ પ્રમાણે ધ્યાન માં આવે છે. આગળ વિચારો જણાવશો. --Sushant savla (talk) ૨૧:૫૪, ૧૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

  1. પરિયોજના djvu સ્વરૂપે મુકાવી જેથે પ્રકરણ વહેંચણીની સમસ્યા કે કોઈ સામાન્ય સ્થળે ફાઈલ ચડાવવાની સમસ્યા ન રહે. આ ફાઈલના રૂપાંતરણની જવાબદારી કોની?
  2. એક સમયે એક સ્ટેન્ડબાય પરિયોજના જ ચાલુ રાખવી.
  3. જો કોઈ સભ્ય કોઈ સ્ટૅન્ડબાય પરિયોજના ના પ્રકરાણ પર કામ કરે તેની ચર્ચા પર જાન કરે જેથી બીજો સભ્ય તેને ન અડકે.
  4. આની માટે પરિયોજના માટે ગુજરાતી નામ સૂચવશો સમાંતર સહકાર્ય, વચગાળાનું સહકાર્ય, પૂરક સહકાર્ય જેવા નામો વિચારમાં આવે છે. અન્ય નામો સૂચવશો.
  5. શક્ય તો આ પરિયોજનામાં નાના પુસ્તકો મુકવા. જેથી તેમાં ચર્નીંગ ઝડપી રહે અને સભ્યોનો રસ જળવાઈ રહે. આમાં બાળ વાર્તા , નાની વાર્તા મુકવી, કાવ્ય જેવી નાની કૃતિઓ મુકવી જેથી સભ્યોનો રસ રહે.
  6. આ પરિયોજનાની ભૂલશુદ્ધિ કોણે કરવી? તે વિષે મત આપવો.


ચર્ચા આગળ ધપાવવા બદલ આભાર ભાઇ....
  1. આવી પૂરક સહકાર્ય પરિયોજના એક સભ્ય હાથ પર લે. અને તે તેની જવાબદારી સ્વિકારે.
  2. એક સમયે એક કરતા વધું પરિયોજના હોય તો ઠીક.. કારણકે ક્યારેક રસનો વિષય ન હોય તેવી પૂરક પરિયોજના ચાલતી હોય તો સભ્યોને રસનો વિષય પસંદ કરવાનો અવકાશ રહે. બાકિ અન્ય સભ્યોને લાગે તે ખરું...
  3. નામ માટે પૂરક પરિયોજના નામ ગમે છે.
  4. નાના પુસ્તકોનો સુજાવ ગમ્યો.
  5. જે પરિયોજના જે સભ્ય હાથ પર લે તે જ ભૂલશુદ્ધિ કરે.

વેબગોષ્ટિ ના અન્ય મુદ્દાઓ અને ઓડિયો ફાઇલ અપલોડ થઈ શકે તો સારુ.... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૧૧, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વેબગોષ્ઠિની ઓડિયો ફાઇલ અપલોડ થઈ ગઈ છે, દુર્ભાગ્યવશ અપુરતા અનુભવને કારણે એક ક્ષતિ રહી ગઈ છે અને તે છે કે તેમાં મારો અવાજ નથી, પણ બાકીના સભ્યોને સાંભળીને ખુટતી કડીઓ જોડી શકાશે.

--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૬, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ગોષ્ઠિનું ધ્વનિ મુદ્રણ સાંભળવાની મજા આવી ગઈ. શક્ય હોય તો Google Hangout માં ભવિશ્ય માં ગોષ્ઠિ કરજો. What software (google talk/skype) do you use for recording the meeting. I want to know how to do it. Any help is highly appreciated. --નિરજ (talk) ૦૨:૧૮, ૩૦ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

મુદ્દો ૨ : ::આમ કરતાં ઘણી પરિયોજના અધૂરી રહેવાની સંભાવના છે. પછી એ પૂરી કોણ કરશે? અને મેસ થવાની શક્યતા છે. આ મુદ્દો રાખવાનો આશય એક જ હતો કે કાર્ય પૂર્ણ થએ આગળ ધપે. --Sushant savla (talk) ૦૭:૧૫, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સુશાંત... તમારી વાત સાથે સહમત થાઉં છું. અનેકો પરિયોજનાઓ ચાલે તો ગૂચ ઊભી થાય. કદાચ બે પરિયોજનાઓ ચાલે તો વાંધો ન આવે.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૨૮, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
બે કરતાં વધુ પરિયોજના તરીકે લેવામાં આવે તો પછી સહકાર્ય જેવું રહેશે જ નહિ. હાલમાં સાત કે આઠ મિત્રો એક પરિયોજના પર કાર્ય કરે છે. હવે જો વધુ પરિયોજના એકસાથે ચાલુ થાય તો દરેક પુસ્તક દીઠ વધુમાં વધુ બે કરતાં સભ્યો નહિ જોડાઈ શકે અને એ અંગત યોજના કે લક્ષ્ય વધુ બની રહેશે. માટે એક મુખ્ય પરિયોજના અને એક પૂરક પરિયોજના અને તે લાંબી રાખો તો પણ વાંધો નહિ કારણ કે તે હંમેશા બેકગ્રાઉન્ડમાં જ ચાલતી રહેશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૦૬, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
વ્યોમભાઈ સાથે સહમત. જો કે DjVu એક્સ્ટેન્શનનો ઉપયોગ કરવાનું વિચારતા હોઈએ તો પછી એક સાથે બે પરિયોજનાઓ ચલાવવાની પણ જરૂર નહિ પડે, કેમકે તેમાં કોઈ પ્રકરણની વહેંચણી કરવાનો કે એવો પ્રશ્ન જ ઉપસ્થિત થવાનો નથી. અને તે કારણે પરિયોજનાના કોઈ પણ સભ્ય ફાજલ બેસી રહ્યા હોય તેવા સંજોગો પણ ઊભા નહિ થાય.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૩, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

નવી પરિયોજના (ક્રમાંક ૯) - દાદાજીની વાતો

[ફેરફાર કરો]

મિત્રો, હાલમાં કાર્યાધીન બે પરિયોજના તેમના અંતિમ ચરણમાં છે અને આપણામાંના ઘણા સભ્યો નવરા પડ્યા છે. તે જોતા. અત્યારે નવી પરિયોજના શરૂ કરી દઈએ છીએ. તેના કાર્ય કાળ દરમ્યાન બાકીને પરિયોજના પણ પૂર્ણ થઈ જશે. આ પરિયોજનાનું સંચાલન વ્યોમ દ્વારા કરવામાં આવશે અને આ માટે દાદાજીની વાતો નામનું પુસ્તક ચઢાવાશે. તો આપ સૌ મિત્રોને જોડાવવા આમંત્રણ છે.--Sushant savla (talk) ૧૮:૦૨, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

તો પછી આ પરિયોજના માટે ધવલભાઈએ સૂચવ્યું એમ અલગ પાનું બનાવી તેના પર સંચાલન કરવું કે પછી પુસ્તકના ચર્ચાના પાનાં પરથી જ સંચાલન કરવું. આ બાબતે માર્ગદર્શન જે નક્કી થાય તે કરશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૨૬, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હજી સભ્યોએ આ મુદ્દે મત આપ્યા નથી, માટે હાલ પુરતું જુની પ્રણાલી પ્રમાણે ચાલવા દો. અંગત રીતે મારું માનવું છે હાલની પુસ્તક ચર્ચાને પાને વહેંચણીની પદ્ધતી વધુ સુગમતા ભરેલી છે. અલગ પાના માટે ફરી ફરી નવા પાને જવું, તેના પર લિંક મુકવી, એ બધા કરતાં ચર્ચાના પાને હોય તો બાજુમા રહે. બાકી જો બહુમતી એ સુઝાવે સહમત થાય તો મારે વાંધો નથી.--Sushant savla (talk) ૨૦:૪૬, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હું પણ સુશાંતભાઈ સાથે સહમત છું. જો કે નવી વ્યવસ્થા કેવી હશે તેનું કંઈ નિદર્શન મળે અને સૌને એ વધુ સરળ લાગે તો એ પણ અપનાવીશું. હાલ તો આ ’ચર્ચાના પાના’ વાળી વ્યવસ્થા સરળ લાગે છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૧૨, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મને પણ હાલની ચર્ચાના પાના પરની પ્રક્રિયા સરળ લાગે છે. હું જોડાવા માટે તૈયાર છું.--સતિષચંદ્ર (talk) ૨૩:૫૯, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ચર્ચાના પાના પર જ અત્યારે સરળ રહેશે. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૨૨:૩૭, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ઠીક છે તો હાલ હું દાદાજીની વાતોના ચર્ચાના પાને જ શરૂઆત કરું છું. જોડાવાની ઈચ્છા ધરાવતા મિત્રો ત્યાં મને જણાવશો.--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૨૪, ૧૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સાંપ્રત

[ફેરફાર કરો]

હાલમાં મુખપૃષ્ઠની ટોચ પર સાંપ્રત ઢાંચો દેખાય છે. તેની પૃષ્ઠ ભૂમિનો રંગ બદલી હળવો પીળો જેવો કરીયે તો કેમ ? આમ તે તુરંત નજરે ચઢશે.--Sushant savla (talk) ૦૯:૧૪, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

તટસ્થ તટસ્થ ટ્રાય કરી જુઓ. મારું તટસ્થ રહેવાનું કારણ એ કે મને પીળો રંગ બહુ ગમતો નથી. બીજી એક વાત એ કે આજે મુખપૃષ્ઠ પર લેખોની સંખ્યા ૧૫૫૨ બતાવે છે, આટલો વધારો થવાનું કારણ શું? તાજા ફેરફારોમાં જોતાં તો ત્રણ કે ચાર જ નવા લેખ ઉમેરાયા છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૫૦, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
તટસ્થ તટસ્થ કરી જુઓ, તમને અને અન્યોને પસંદ આવે તો મને વાંધો નથી. વ્યક્તિગત રીતે મને પીળો રંગ બેકગ્રાઉન્ડ્સ માટે યોગ્ય નથી લાગતો. વાદળી વાપરવા પાછળનો ઉદ્દેશ મુખપૃષ્ઠની કલર સ્કિમને મેચ થવાનો અને અલગ શેડ હોવાથી બાકીની માહિતી કરતા અલગ તરી આવે તેમ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૪, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
કલસ્કીમન રંગને મેચ કરતાં તે ક્યાં ક ખોવાઈ જાય છે. રંગોનો નિયમ છે કે કોન્ટ્રાસ્ટ કલરમાં વસ્તુ ઉભરાઈ આવે. આ વસ્તુનો રંવ ક્યાં જઈ બદલવો, મને તે મળ્યું નહિ.--Sushant savla (talk) ૨૦:૨૯, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
પીળો એટલે પીલો જ નહિ, અન્ય કોઈ પણ કોન્ટ્રાસ્ટ રંગ, માત્ર લખાણ અલગ તરી આવે એ માટે. --Sushant savla (talk) ૨૦:૨૯, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
તે બદલવા અહીં ફેરફાર કરો, જોકે ત્યાં કદાચ આપના થી પણ ફેરફાર નહિ થાય. તેના માટે ટ્રાન્સલેટવિકિનો સ્થાનીયકરણ પ્રકલ્પ વાપરો એવી કંઈક સૂચના છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૫૦, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઈ, તમે કરી સકશો, પ્રબંધકો ત્યાં ફેરફાર કરી શકે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૦૮, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

તાજા ફેરફારો

[ફેરફાર કરો]

ઉપરની ચર્ચામાંથી વ્યોમભાઈએ ઉઠાવેલો મુદ્દો અલગ તારવીને... બીજી એક વાત એ કે આજે મુખપૃષ્ઠ પર લેખોની સંખ્યા ૧૫૫૨ બતાવે છે, આટલો વધારો થવાનું કારણ શું? તાજા ફેરફારોમાં જોતાં તો ત્રણ કે ચાર જ નવા લેખ ઉમેરાયા છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૫૦, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વ્યોમભાઈ, તમે કયા સમયને આવરી લો છો? મારો અર્થ એ છે કે કયા સમય બાદ આટલા જ લેખો ઉમેરાયા છે? અને હા, છેલ્લે તમે જ્યારે મુખપૃષ્ઠ પર લેખોની સંખ્યા જોઈ ત્યારે કયો આંકડો જોયાનું યાદ આવે છે? શું આપે ઉપર લેખની સંખ્યા વાળો મુદ્દો જોયો છે?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૯, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ના, હું થોડીવાર પહેલાં ૧૫૩૮ કૃતિઓ જોઈને અંગ્રેજી વિકિ પર ગયો અને પાછો ફર્યો ત્યાં ૧૫૫૨ જોઈ માટે મને વિચાર આવ્યો. ઉપરનો મુદ્દો મેં જોયેલ છે અને તેના પર મેં ટિપ્પણી પર કરેલ છે. હું એકાદ કલાકના ગાળાની વાત કરું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૩, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
તે ધીરે ધીરે વધે છે. ૧૫૪૧, ૧૫૪૭ જેવા આમ્કદા મેં જોયા હતા.--Sushant savla (talk) ૨૦:૨૫, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હા, એટલે મને પ્રશ્ન એ જ થયો કે તાજા ફેરફારો માં કંઈ નથી અને સપ્ટેમ્બરમાં બધી કૃતિઓ ઉમેરાઈ ગઈ એવું હું ધારતો હતો. કદાચ કોઈ કૃતિ ઉમેરવાની બાકી હોય તે હવે ઉમેરાઈ હોય શું એ શક્ય છે?--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૪૫, ૨૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
માફ કરજો વ્યોમભાઈ, તમને પ્રશ્ન પૂછવાનું કારણ ફક્ત એ જ હતું કે ખ્યાલ આવી શકે, ઉલટતપાસ કે ઉઘડો લેવાનું નહિ. મને પણ ચોક્કસ ખ્યાલ તો નથી જ કે આવું કેમ થયું હશે, પણ શક્ય છે કે આ ગણતરી અમુક સમયાંતરે થતી હોય અને જે સમયે તમે જોયું હોય તે સમયે છેલ્લ એકાદ અઠવાડિયાની કે એવી કોઈક સમયમર્યાદાની અંદર ઉમેરાયેલી કૃતિઓની ગણતરી સર્વર કરતું હોય.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૦૫, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
અરે ધવલભાઈ માફી તો ભૂલ થાય ત્યારે માગવાની હોય અને તમારો પ્રશ્ન સાચો હતો. મે ચોખવટ નહોતી કરી એટલે આપે પ્રશ્ન પૂછવો જ રહ્યો. હવે સંખ્યાની વાત કરીએ તો તારીખ ૨૦ કે ૧૯ સપ્ટેમ્બરે આગલું કરેક્સન આવેલું તેથી એવું કદાચ બને કે દર મહિને આ રીતે સુધારો થતો રહે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૮, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પ્રસ્તાવિત પરિયોજના ૧૦

[ફેરફાર કરો]

મિત્રો, આજે પરિયોજના ૮ ઓખાહરણ પૂર્ણ થઈ છે. પરિયોજના ૯ વ્યોમ ભાઈના આયોજન હેઠળ લગભગ ૫૦% પૂર્ણ થઈ છે. પરિયોજના ૧૦ માટે નવું પુસ્તક લાવવાના સુઝાવ આવકાર્ય છે. જે કોઈ મિત્રને પુસ્તક લાવી આયોજન કરવું હોય તેમને પ્રસ્તાવ લાવવા વિનંતી. આપના વિચાર મુકશો.--Sushant savla (talk) ૧૩:૨૮, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સુશાંતભાઈ, આપણૅ આગળ વધીએ એ પહેલા શું પહેલા હાથ પર લીધેલી અને હજુ બાકી રહી ગયેલી પરિયોજના પૂરી ના કરી શકીએ? મુખપૃષ્ઠ પર કાર્યાધીન પુસ્તકોની યાદીમાં મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ હજુ જોવા મળે છે. તેના પછી ચાલુ કરેલી એક પરિયોજના ઓખાહરણ પૂર્ણ પણ થઈ ગઈ, બીજી પરિયોજના દાદાજીની વાતો તમે કહો છો તેમ અડધી થઈ ગઈ છે, તો આમ અધુરી અનેક પરિયોજનાઓ ચાલુ રાખવાથી ખરેખર સહકાર્યનો ઉદ્દેશ્ય જળવાતો નથી. મારી પાસે દાદાજીની વાતોના કોઈ પ્રકરણો નથી, તો મારી નમ્ર વિનંતી છે કે ૧૦મી કે ૧૧મી પરિયોજના શરૂ કરતા પહેલા આપણે લાંબા સમયથી બાકી રહેલીને પૂરી કરીએ અને એ માટે હું મારાથી બનતી બધી જ સહાય કરવા તૈયાર છું. તે પરિયોજનામાં જે કાંઈ પણ બાકી રહ્યું હોય તે મને સત્વરે મોકલી આપશો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૦, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઇ દાદાજીની વાતોના પુસ્તકના બધા પ્રકરણો વહેંચાઈ ગયા છે માટે નવી શરૂ થાય તે પહેલાં પૂરક પરિયોજના નક્કી કરવી જરૂરી છે. કારણ કે હવે થોડા સમયમાં દાદાજીની વાતોનું ટાઈપિંગ પૂર્ણ થશે એમ લાગી રહ્યું છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૨૩, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
વાહ, એ તો બહુ સરસ સમાચાર છે. હું તો હજુ જોડાઉં જોડાઉં કરતો રહ્યો અને તમે તો પતાવી પણ નાખ્યું! મારો આગ્રહ તો એવો છે કે એક સાથે બે કરતા વધુ પરિયોજનાઓ ના રાખીએ. એક મૂખ્ય અને એક પૂરક. નહિતર પરિયોજના જેવું કશું રહેશે જ નહિ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૪, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આપની ચિંતા યોગ્ય છે. મારા વિચાર આ મુજબ છે અત્યારે મેઘાણીની નવલિકાની સ્થિતી આ પ્રમાણે છે. બે પ્રક્રણ ટાઈપિંગના બાકી છે. તેની ફાળવણી થઈ ગઈ છે. હર્ષભાઈ આઉટ-રીચના કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે તેમણે તે મને ટાઈપ કરવાની પરવાનગી આપી છે. દાદાજીની વાતોનું પ્રકરણ પત્યે હું તે કરી દઈશ. અને એક પ્રકરણ દેવેન્દ્રસિંહભઆઈ પાસે છે જે તેઓ સમય મળ્યે ટાઈપ કરી દેશે. આમ તે પરિયોજના પૂર્ણતાની નજીક છે. આમ પરિયોજના સભ્યોને મળતા સમયના અનુલક્ષીને આગળ તો વધે છે અને તેમાં વાંધો નથી, ભલે પરિયોજના થોડી લાંબી ચાલે. ટૂંકા પ્રકરણ અને ઓછા પૃષ્ઠ ધરાવતી પરિયોજના ઝડપે પતશે. તમારી ચિંતા હું સમજું છું કે વધું પડતું પેન્ડીંગ કામ ન રહે. પણ બે ત્રણ પરિયોજના તેના અંતિમ ચરણે બાકી રહે તેમાં વાંધો નહિ સભ્યોને સમયની ઉપલબ્ધીને અને સંજોગો જેવા કારાણે આમ તો થતું રહેશે. પરિયોજના અંતિમ ચરણે હોતા તેને ક્યારે પણ મેનેજ કરી લેવાય.
મેં નવી યોજનાનો પ્રસ્તાવ એટલ માટે મૂક્યો કે જેથી નવી પરિયોજના વિષે સભ્યોના વિચાર જાણી શકાય. ધવલભાઈ આપના નેતૃત્વ હેઠલ પરિયોજના કરવાનીએ ઈચ્છા છે. શું કહો છો મિત્રો?--Sushant savla (talk) ૨૦:૨૭, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારી પાસે હાલ કોઈ કાર્ય નથી. બાકી હોય તે કે નવું કાર્ય મને મોકલશો તો હું પતાવી શકીશ. નવી પરિયોજના માટે મારા તરફથી શુભકામનાઓ !!--સતિષચંદ્ર (talk) ૨૦:૫૫, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સાધુ સાધુ.... ધવલભાઇ આપ પરિયોજના હાથ પર લો અમે જોડાવા તત્પર છીએ. નવી પરિયોજના તરતી મુકવાથી વાંધો નહિં આવે. બાકી અન્ય મિત્રો પાસે ફાજલ સમય હોય તો અનાસક્તિ યોગ (પૂરક પરિયોજના) પર કામ કરી શકે છે.. સીતારામ..મહર્ષિ --Maharshi675 (talk) ૨૧:૦૩, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હું પુસ્તકની શોધમાં છું, મળી જશે એતલે તમારી આજ્ઞા શિરોમાન્ય ગણીને સુકાન સંભાળીશ. પણ ત્યાં સુધી તમ સૌના વડપણ હેઠળ ચાલવા દો. અને સુશાંતભાઈ, એકાદ-બે પ્રકરણને કારણે નાહકની જો પરિયોજના લાંબી ચાલતી જણાય તો આપણે સહુ તે પ્રકરણો વહેંચીને સભ્યના ખભા પરથી ભાળ હળવો ના કરી શકીએ? આમ કરવાથી તુમાર ઓછો રહેશે અને કામ ઝડપથી પતતાં ઉત્સાહ પણ બરકરાર રહેશે. મને ખાતરી છે કે જે સભ્યોનું કામ આપણે કરી નાંખીશું તેમને આમા કશો વાંધો નહિ જ હોય.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૬, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
વારુ તેમ કરિશું. જો શક્ય હોય તો એક કામની આપને વિનંતિ કરું. અનાસક્તિ યોગને djvu સ્વરૂપે મૂકાવી આપો. --Sushant savla (talk) ૨૨:૨૮, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મિત્રો......., હાલમાં નવી પરિયોજના શરૂ થાય તે દરમ્યાન જો આપની પાસે સમય હોય તો મને જણાવશો. નર્મદની કવિતાના અમુક પાના મારી પાસે છે તે આપણે ચઢાવીશું. આમ કરતા કૃતિઓની સંખ્યા વધશે. અને પ્રાચીન સાહિત્યનો ઉમેરો પણ થશે. --Sushant savla (talk) ૨૨:૩૪, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

મારી પાસે અનાસક્તિયોગ, સોરઠી બહારવટીયા (બધા ભાગો), આ તે શી માથાફોડ (ગિજુભાઇ બધેકા), મા બાપ થવું સહેલું નથી (ગિજુભાઇ બધેકા) જેવા પુસ્તકો છે. જો કોઇ સભ્ય પરિયોજના નું નેતૃત્વ કરવા તૈયાર હોય તો હું સ્કેન કરીને પુસ્તક મોકલી આપીશ. પણ દિલથી ઇચ્છા તો નરસિંહ મહેતાની કોઇ કૃતિ જો જલદીથી લાવી શકીયે તો બહુ મજા આવે. સીતારામ... મહર્ષિ

મારી પાસે સૌરાષ્ટ્રના ખંડેરોમાં, સોરઠને તીરે તીરે અને દલપતરામનું એક પુસ્તક છે. જો કે, મહર્ષિભાઈ સાથે સહમત પરંતુ કઈ કૃતિ?--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૪૪, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
શું કોઇ સભ્ય પાસે સુદામાચરિત, રાસસહસ્ત્રપદી અથવા ગોવિંદગમન છે? હોય તો તે આગામી પરિયોજના તરીકે અથવા એ પછી હાથ પર લઈ શકીયે? સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)
સુદામાચરિત મારી પાસે છે જેના પર હું સમય મળ્યે કામ પણ કરું છું. ત્રીસેક ટકા જેટલું તો થઈ પણ ગયું છે, એટલે એને સહકાર્ય પરિયોજના તરીકે લેવાની ઈચ્છા નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૬, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
પ્રસ્તાવિત પરિયોજના ૧૦ (અને પછીનિ ૧૧,૧૨.....(ન+૧)માં સહભાગીથવાની મારી અરજી કાયમ ગણશો. ---Amvaishnav (talk) ૧૦:૫૮, ૨૫ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
નરસિંહ મહેતાની ઉપર જણાવેલ કોઈ ચોપડી ન મળી પણ નરસિંહ મહેતા (અને પ્રમાનંદ)ની (અમુક મતભેદ) ચોપડી "હારમાળા" મળી છે. એમાં નરસિંહ મહેતાના પદ છે. શું તે ચડાવવાનો વિચાર છે? તે પુસ્તક ની જે પેગ ઈમેજ મારી પાસે છે. વળી કલાપીનો કેકારવ નામનો દલદાર કાવ્ય સંગ્રહ (૫૦૦ પાના)ની પણ જેપેગ ઈમેજ મને મળી છે. જો આ બંને માંથી કોઈ પુસ્તક ચડાવવું હોય તો જણાવશો.--Sushant savla (talk) ૧૬:૨૧, ૨૭ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
બન્નેમાં સહમત કેકારવ સ્કેન કરેલ જ હોય તો તે ચડાવીએ જો સ્કેન કરવાની હોય તો પછી બીજું કાંઈ વિચાર કરીએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૪, ૨૭ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હારમાળા ચાલુ જ કરી દ્યો સુશાંતભાઇ, ત્યાર બાદ કલાપીનો કેકારવ હાથ પર લેશું. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)
ભાઈ શ્રી સુશાંતભાઈ, હારમાળા પુસ્તક કોનું સંપાદન છે? સંપાદકનું નામ અને આવૃત્તિનું વર્ષ જોવું પડે. કૃતિઓ એકલવાયી ચડાવવામાં વાંધો નથી, પણ પુસ્તકરૂપે ચડાવતી વખતે સંપાદનનું અને એવી બધી વાતોનું ધ્યાન રાખવું પડે. મેઘાણીની નવલિકાઓનું સંપાદન એમણે પોતે કર્યું હતું, એટલે એમાં વાંધો નહોતો, પરંતુ નરસિંહ મહેતા અને પ્રેમાનંદ બેમાંથી એકેયે બંનેની રચનાઓનું સંપાદન એટલા વર્ષો પહેલા કર્યું હોય એવું શક્ય લાગતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૨૭ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મિત્રો, "હારમાળા" પુસ્તકના રચયિતા વિષે અમુક અવઢવ છે, તે સંપાદિત પુસ્તક છે અને તેનું પ્રકાશન વર્ષ પણ અજ્ઞાત છે, માટે આપણે તેને યોગ્ય માહિતી મળ્યે ચઢાવીશું. માટે હાલમાં સહકાર્ય પરિયોજના ૧૦ સ્વરૂપે કલાપીનો કેકારવ ચઢાવવાનો પ્રસ્તાવ છે શું વિચાર છે આપ સૌનો? પુસ્તક ઘણું જ મોટું છે. લગભગ ૩૦૦-૪૦૦ કવિતાઓ હોઈ શકે. --Sushant savla (talk) ૧૦:૪૬, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
તરફેણ તરફેણ--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૦, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પરિયોજના ૧૦ - કલાપીનો કેકારવ

[ફેરફાર કરો]

મિત્રો, ઉઅપ્રની ચર્ચા અને પરિયોજનામાં જોડાવા ઇચ્છનાર મિત્રોના સંદેશને પરિયોજના માટેની સહમતી ગણી. સહકર્ય પરિયોજના ૧૦ તરીકે કલાપીનો કેકારવ આજે શરૂ કરીએ છીએ. તેમાં કવિકલાપીના ૨૪૧ કાવ્યો છે. પરિયોજનામાં જોડાવવા અહીં [૧] જણાવો--Sushant savla (talk) ૧૫:૩૭, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

મને ૨૧થી ૨૯ નંબરનાં પહેલો હપ્તો મળી ગયો છે. કલાપીનાં કાવ્યોને બહુ જ નજદીકથી માણવાનો મોકો મળશે તે આનંદની વાત છે. આ પરિયોજના અન્ય પરિયોજનાઓ કરતાં વધારે વિસ્તૃત કક્ષાની બની રહેશે, તેથી આપણને સર્વેને અને સંચાલકશ્રી સુશાંતભાઇઅને ખાસ, શુભેચછાઓ. -- --Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર અશોકભાઈ --Sushant savla (talk) ૧૩:૩૯, ૨૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વેબ ગોષ્ઠિ ૧૧ (રવિવાર, ૪ નવેમ્બર)

[ફેરફાર કરો]

મિત્રો અને વડીલો, તમને જાણ તો હશે જ કે દર મહિનાના પહેલા રવિવારે સવારે ૧૧થી ૧૨ વાગ્યા સુધી આપણે ઑનલાઇન વેબ ગોષ્ઠિનું આયોજન કરીએ છીએ. આગામી ગોષ્ઠિ આવતા રવિવારને ૪ નવેમ્બરના રોજ છે, તો આપ સહુને તેમાં જોડાવા માટે અનુરોધ છે. જો આપ ટપાલયાદિમાં જોડાયેલા હશો તો તમને ઇમેલ તો મળ્યો જ હશે, વધુ માહિતી માટે વિકિપીડિયા પર જુઓ. અહિં સક્રિય પણે યોગદાન કરતા અને સહકાર્ય પરિયોજનમાં જોડાયેલા સહુ સભ્યોને વિશેષ વિનંતી છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૦, ૩૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સ્ત્રોત પર ટાઇપિંગની અને ચર્ચા કરવા માટેની યુક્તિઓ

[ફેરફાર કરો]

મિત્રો આપણે અહિં ટાઇપિંગ માટે જુદી જુદી રીતો અજમાવતા હોઇયે છીએ. અમુક સભ્યો સાવ ઓછા સમયમાં ખુબ વધુ કામ અહિં મુકી શકે છે. આપણે કાર્યપદ્ધતી વધુ સરળ બને એ માટે અહિં સુઝાવ મુકીયે જેથી અન્ય સભ્યોને કદાચ લાભ મળે. અને સાથે સાથે એક વાત એ પણ કે, દર મહિનાના પહેલા રવિવારે સ્કાયપ પર ચર્ચા કરીએ છીએ. જો આપને આવી રીતે ઓનલાઇન એક સમયે ભેગા થઈને ચર્ચા કરવાની કોઈ અનુકૂળતા ખરી? જો હોય તો કયો સમય અનુકૂળ રહેશે? હાલમાં દર મહિનાના પહેલા રવિવારે ભારતીય સમય મુજબ સવારના ૧૧-૧૨ દરમ્યાન સ્કાયપ પર આવી ચર્ચા થાય છે. સ્કાયપ/યાહુ/ગુગલ ટોક/ગુગલ પ્લસ વગેરેમાંથી કોઈ રીતે આવી મૌખિક ચર્ચામાં જોડાવવું ગમશે? જો હા, તો કયા દિવસે અને કયા સમયે?

  1. હું ટાઇલ વિન્ડો થી મોટા ભાગે ટાઇપિંગ કરું છું. એટલે કે બ્રાઉઝરને નાનું કરી સ્ક્રીનના બીજા ભાગમાં સ્કેન થઈને સોપાયેલું કામ ખુલ્લુ રાખી ટાઇપિંગ કરું છું જેથી મારે વારંવાર મિનિમાઇઝ-મિક્સિમાઇઝ કરવાની ઝંઝટ ન રહે. અન્ય મિત્રો પોતાની રીતો જણાવશો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૪૭, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  2. હું પણ જેપીજી ફોન્ટ અનુસાર બે ઉભા કે બે આડા બેભાગમાં સ્ક્રીન ને વહેંચી લઉં છું. પછી જેપીજી ફાઈલને અનુકુળાતા પ્રમાણે ઝૂમ ઈન કે ઝૂમ આઉટ કરું છું અને ટાઈપિંગ કરૂં છું. કવિતાની ટાઈપિંગમાં અમુક શબ્દો વારંવાર આવે છે તેને કંટ્રોલ સી વાપરી હંગામી મેમરીમાં સંગ્રહું છું અને દર વખતે તેને કંટ્રોલ વી વાપરીને ચોટાડું છું તેથી ઘડી ઘડી ટાઈપ કરેઅવાને જરૂર ન રહે.--Sushant savla (talk) ૧૩:૦૫, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  3. હું પણ મહર્ષિભાઈની માફક ટાઇલ વિન્ડોથી જ ટાઈપિંગ કરૂં છું. જો કે મેં પ્રુફરિડ એક્સ્ટેન્શનનો ઉપયોગ પણ કર્યો છે, પરંતુ મને તે એકંદરે વધુ કડાકૂટ ભર્યું લાગે છે એટલે હું એક બાજુ પીડીએફ ખુલ્લી રાખું છું અને બીજા અડધા સ્ક્રિનમાં વિકિસ્રોત ખોલીને તેમાં ટાઇપ કરૂં છું. આ બંને પદ્ધતિઓની સરખામણી વિષે મેં બ્લૉગ લખ્યો હતો જે તમે અહિં જોઈ શકશો. હું અને મહર્ષિભાઈ શેની વાત કરી રહ્યા છીએ તે ત્યાં બતાવેલા ફોટા પરથી ખ્યાલ આવી શકશે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૧, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  4. હું પણ મૉનીટરના સ્ક્રીન પર જેમાંથી ટાઇપ કરવાનું છે તે પાનું અને અને હુ જેમાં વડે ગુજરાતીમાં ટાઇપ કરવાનું પસંદ કરૂં છું તે -પ્રમુખ ટાઇપ પૅડ-ને બાજુ બાજુમાં ખોલું છું. (૨. ટાઇપ કરેલ સામગ્રીને મેં પરિયોજના પ્રમાણે બનાવેલી ફાઇલમાં કૉપી કરી લઉં છું.આ તબક્કે એક વાર, જે કંઇ નજરે ચડે તે, ટાઇપની અશુધ્ધિઓ/ત્રુટીઓને સુધારી પણ લઉં છું. (૩. પછીથી સામગ્રીને કૉપી કરીને હવે વિકિસ્રોતનાં પાનાં પર પૅસ્ટ કરી લઉં છું. આ તબક્કે વિકિસ્રોત ઉપર અસલ પ્રમાણેનું, કપ મુજબનું અને આવડે છે તેટલું, ફૉર્મેટીંગ પણ કરી લઉં છું. (૪. આ રીતે મારાથી ટાઇપીંગ પણ ઠીક ઠીક ઝડપે થાય છે,ટાઇપીંગ કરતી વખતે ઑનલાઇન રહેવાની જરૂર નથી રહેતી, અને હું જે કંઇ ટાઇપ કરૂં તે મારી પાસે સચવાય પણ છે. --- --Amvaishnav (talk) ૧૩:૨૯, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  5. મોટે ભાગે હું પણ કમ્પ્યુટરની સ્ક્રીન પર બે ટેબ્સ્ ખુલ્લી રાખીને ટાઇપીંગનું કાર્ય કરું છું. અને આ ટાઇપીંગ વર્ડની ફાઇલમાં કરું છું, જેથી ઓફલાઇન ટાઇપીંગ થાય. ઉપરાંત ક્યારેક મોકલેલ ફાઇલની પ્રીન્ટ કાઢેલ છે, જેમાંથઇ જોઇને પણ ટાઇપ કરી શકાય, કે જેથી વારે વારે ટેબ્સ્ સ્વીચ ન કરવી પડે કે બે ટેબ્સ એકી સાથે ખુલ્લી રાખવી ન પડે. અને સંપૂર્ણ ટાઇપીંગ થયા બાદ તેને વિકિસ્રોત પર અપલોડ કરી દઉં છું. - નિલેશ બંધીયા (talk) ૧૫:૨૭, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  6. મોટાભાગના મિત્રો બાજુબાજુમાં વિન્ડો ખોલીને ટાઈપિંગ કરે છે. પણ એક વાત મેં નિરીક્ષણ કરી છે કે તમે કઈ બાજુ કઈ વિન્ડૉ રાખો છો તે પણ મહત્ત્વનું છે. હું ડાબી તરફ સ્રોતની વિન્ડો રાખું છું અને જમણી તરફ જેમાંથી ટાઈપ કરવાનું હોય તે ફાઈલ. મારૂં આમ કરવાનું કારણ એ કે હું ડાબોડી છું તો શું આપ સૌ પણ આમ કરો છો કે કેમ તે જરા જણાવશો. બીજી એક વાત કે હું હાર્ડકોપી માંથી ટાઈપ કરતી વખતે પણ પુસ્તક મારી જમણી તરફ રાખું છું જે મને સરળ પડે છે. હું હ્રસ્વઈ કે દીર્ઘઈ માટે આઈ કી વાપરું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૫૦, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પ્રસ્તાવિત પરિયોજના ૧૧

[ફેરફાર કરો]

મિત્રો, પરિયોજના ૧૦ - કેકારવ પૂર્ણતાને આરે છે ખૂબ જ અલ્પ પૃષ્ઠ બાકી છે. પરિયોજના ૧૧ માટે નવું પુસ્તક લાવવાના સુઝાવ આવકાર્ય છે. જે કોઈ મિત્રને પુસ્તક લાવી આયોજન કરવું હોય તેમને પ્રસ્તાવ લાવવા વિનંતી. આપના વિચાર મુકશો.

છેલ્લી પરિયોજનાના પ્રસ્તાવ સમયે ચર્ચાયેલા અમુક સુજાવો આ મુજબ હતા. આતો માત્ર જાણ ખાતર :

"ધવલ ભાઈ તરફથી "રાઈનો પહાડ" (તે સમયે મળું નહોતું), મહર્ષીભાઈ પાસે અનાસક્તિયોગ, સોરઠી બહારવટીયા (બધા ભાગો), આ તે શી માથાફોડ (ગિજુભાઇ બધેકા), મા બાપ થવું સહેલું નથી (ગિજુભાઇ બધેકા) - (કદાચ હાલમાં મહર્ષીભાઈ વ્યવસાયને કારણે વ્યસ્ત લાગે છે); વ્યોમ પાસે સૌરાષ્ટ્રના ખંડેરોમાં, સોરઠને તીરે તીરે અને દલપતરામનું એક પુસ્તક છે (જોકે હાલમાં તેઓ પણ વ્યસ્ત લાગે છે)"

મિત્રો, આપને જણાવ્યા અનુસાર તારીખ ૧૪ તી ૨૧ ડિસેમ્બર દરમ્યાન હું બહારગામ જતો હોવાથી અહીં યોગદાન કરી શકીશ નહીં તે દરમ્યાન સભ્ય મિત્રોને નવી પરિયોજના પર ચર્ચા કરી એક પુસ્તક નક્કી કરવા ખાસ વિનંતી. જે નક્કી કરો તેમાં મારી સહેમતી સમજશો.

--Sushant savla (talk) ૨૦:૧૪, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

મારી પાસે દલપતરામનું એક પુસ્તક છે અને ઝવેરચંદ મેઘાણીના સોરઠને તીરે તીરે અને સૌરાષ્ટ્રના ખંડેરોમાં એમ બે પ્રવાસ વિશેના પુસ્તકો છે. જોકે ઝવેરચંદ મેઘાણીના બંને પુસ્તકો નાનાં છે જ્યારે દલપતરામનું દલપતકાવ્ય ભાગ બીજો મોટું છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૫૯, ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારી પાસે કલાપીનું પ્રવાસવર્ણન કાશ્મીરનો પ્રવાસ છે, પણ તે પણ ટૂંકું પુસ્તક છે, ફક્ત ૫૩ પાનાં. આ સાથે અન્ય એક પુસ્તક કલાપીના સંવાદો છે, જે પણ ૩૮ પાનાંમાં પૂર્ણ થઈ જાય છે. આમ આ બે પુસ્તકોને આગામી પરિયોજના માટે હાથ પર લઈ શકાય. જો કે મારી પાસે જે પુસ્તક છે તે આ બંનેનાં સંયોજનરૂપ છે, તેનું નામ છે કાશ્મીરનો પ્રવાસ અને સંવાદો. પરંતુ આ સંપાદિત પુસ્તક હોવાથી તેમાં સંપાદકશ્રીની ટિપ્પણીઓ પણ છે, અને તેથી તે તેમના પ્રકાશનાધિકારમાં આવી જાય માટે પુસ્તકને યથારૂપ અહિં લાવવું મને યોગ્ય લાગતું નથી, અને તે કારણે કુલ ૧૩૪ પૃષ્ઠનાં આ પુસ્તકમાંથી ફક્ત નેવુએક પાના જ આપણે અહિં લાવીએ તો વધુ યોગ્ય રહેશે. અને તે પણ બે પુસ્તકના રૂપમાં. આપણી પાસે પ્રવાસવર્ણન શ્રેણીનું કોઈ પુસ્તક છે નહિ તો આ દિશામાં આગળ વધીએ તો આપણી પાસે ઉપલબ્ધ કૃતિઓનું વૈવિધ્ય જળવાય.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૮, ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સોરઠને તીરે તીરે અને સૌરાષ્ટ્રના ખંડેરોમાં બંને પુસ્તકો મળીને આશરે ૧૨૫થી ૧૪૦ જેટલા પાંના થાય છે. ધવલભાઈ તમારી પાસેનું પુસ્તક જ આપણે આગામી પરિયોજના તરીકે લાવીએ તો સારું કેમ કે ટૂંકુ પુસ્તક હોવાથી ઝડપથી પૂર્ણ થશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૨, ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સોરઠને તીરે તીરે પરિયોજના તરીકે લઈયે તો ઠીક નાનુ પુસ્તક હોય તો વધુ મજા પડે. બાકી અનાસક્તિયોગ પણ મારી પાસે સ્કેન કરેલું તૈયાર છે. એને પૂરક પરિયોજના તરીકે રાખીયે તો પણ વાંધો નથી. સોરઠી બહારવટીયાઓ ભવિષ્યમાં લઈશું. મને એવું લાગે છે કે આગામી ત્રણ પરિયોજનાઓ અત્યારથી જ નક્કિ રાખવી જેથી એક પરિયોજના પૂરી થયે તુરંત બીજી પરિયોજના હાથ પર લઈ શકાય. વળી જે મિત્રોએ પરિયોજના નું નેતૃત્વ ન કર્યું હોય તેઓ ને નેતૃત્વ લેવા આમંત્રિત કરવા જેથી દરેક ને સરખો અનુભવ મળે. આપ સૈના હુકમ ની રાહ જોઇશ. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૨:૫૬, ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]


આ તો એક કહેતા બે મળ્યા. મિત્રો ઉઅપ્રની અર્ચા પરથી બે નાના પુસ્તકો પર મત તરી આવેલો જણાય છે. કાશ્મીરનો પ્રવાસ અને સોરઠને તીરે તીરે. આ બંને પરિયોજના આપણે એક પછી એક લઈ લઈએ. તો પપરિયોજના ૧૧ તરીકે કાશ્મીરનો પ્રવાસ લઈશું'. જેનું વ્યવસ્થાપન સતિષચંદ્રભાઈ પટેલ સંભાળશે. પુસ્તક ધવલભાઈ પાસે છે તેઓ તેની સ્કેન કે ફોટો ઈમેજ સતીષભાઈને મોકલી દેશે.
ત્યાર બાદ પરિયોજના ૧૨ તરીકે સોરઠ ને તીરે તીરે લઈશું જેનું વ્યવસ્થાપન વ્યોમ સંભાળશે.

ચર્ચામાં ભાગ લેવા સૌ મિત્રોનો આભાર.

--Sushant savla (talk) ૧૧:૩૭, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પરિયોજનાઓ "કાશ્મીરનો પ્રવાસ" અને "સોરઠને તીરે તીરે"માં મારી યોગદાનામટેની અરજી કબૂલ મંજૂર રાખશો. -- --Amvaishnav (talk) ૨૨:૩૧, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]