સભ્યની ચર્ચા:Nileshbandhiya

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રબંધક મતદાન[ફેરફાર કરો]

મુરબ્બીશ્રી, આપણા નવા વિકિસ્રોતના નિયમન માટે પ્રબંધકની જરૂર છે. આ પ્રબંધકના પદ માટે અહીં [૧] આપનો મત આપવા વિનંતિ. --Sushant savla (talk) ૦૦:૧૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)

ગાંધીજીની આત્મકથા પરિયોજના[ફેરફાર કરો]

શ્રી.નિલેશભાઇ, ગાંધીજીની આત્મકથા પરિયોજનામાં આપનું સ્વાગત છે. કૃપયા આપ મને ( ashokmodhvadia@gmail.com ) પર એક ટેસ્ટ મેઇલ, વિષયમાં "આત્મકથા" લખી અને, મોકલી આપો તો હું આપને વળતા મેઇલથી આત્મકથાનું પ્રકરણ મોકલી શકું. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૪૮, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)

આપને પ્રકરણ મેઇલ કરી આપ્યું છે. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૩:૦૩, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)

નામ સ્થળ : સર્જક[ફેરફાર કરો]

નિલેશભાઈ, કેમ છો? મજામા હશો. આજે મં જોયું કે આપના દ્વારા આપના આદિકવિ નરસિંહ મહેતા ના નામે લેખ બનાવાયો છે. ખરેખર સુંદર ઈનિશિએટીવ. આ વિષે આપની સથે એક માહિતી શૅર કરવા માંગું છું. વિકિસ્રોત પર આપણે સાહિત્ય સંકલન કરીએ છીએ. અને સાહિત્ય હોય તો એમના સર્જક તો હોય જ. સાહિત્યમાં ઘણાં વિશિષ્ઠ વ્યક્તિઓ જેમ કે નેતા , સમાજ સેવક આદિના વિષે લખાયેલ સાહિત્ય પણ હોય અને લેખ ક કવિ જેવા સર્જકો વિષે લખાયેલું સાહિત્ય પણ હોય. સર્જકો પરના લેખને અન્ય વ્યક્તિમત્વ પરના લેખથી જુદા પાડવા "સર્જક" એવું નામ સ્થળ વપરાય છે. આથી સાહિત્યકાર વિષેના લેખ નું શીર્ષક "સર્જક: નરસિંહ મહેતા" અથવા "સર્જક : બાળશંકર કંથરીયા" અથવા "સર્જક : નર્મદ" એ પ્રમાણે હોવું જોઈએ. --Sushant savla (talk) ૨૦:૩૨, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)

જી ના સુશાંતભાઈ. મેં હમણાં જ નિલેશભાઈને સ્ક્રિપ્ટોરિયમ પરની ચર્ચામાં જણાવ્યા પ્રમાણે, હજુ આપણી પાસે સર્જક નામસ્થળ ઉપલબ્ધ નથી, માટે આપણે લેખક કે સર્જક નહી પણ Author: નામસ્થળ હેઠળ જ પાનાં બનાવવા. અને રહ્યો સવાલ નરસિંહ મહેતાનો, તો Author:નરસિંહ મહેતા નામે પાનું પહેલેથી જ અસ્તિત્વમાં છે.--Dsvyas (talk) ૧૬:૧૩, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
નિલેશભાઈ, સાથે સાથે બૉટની તરફેણ બદલ ખુબ ખુબ આભાર.--Dsvyas (talk) ૧૯:૫૪, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)

મલયાલમ ભાષાની કોન્ફરન્સ[ફેરફાર કરો]

નિલેશભાઈ, મારો ઈમેલ તો મળ્યો જ હશે. ઉપરોક્ત ચર્ચાના પાનાં પર આ વિષયક ચર્ચામાં ભાગ લેશો?--Dsvyas (talk) ૨૦:૫૫, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)

પ્રકરણ સંપન્ન[ફેરફાર કરો]

નીલેશ ભાઈ કેમ છો. ઘણાં દિવસ થયે દેખાણા નથી. વ્યસ્ત લાગો છો. જત જણાવવાનું કે આપને સોંપાયેલું એક પ્રકરણ ૨૪. 'ડુગળીચોર' મેં ટાઈપ કરી દીધું છે. જો આપ ઓફ લાઈન ટાઈપ કરતાં હોવ તો, ન કરશો. આપને પૂછ્યાં વગર ટાઈપ કરી દીધું તે બદ્દલ ક્ષમાપ્રાર્થી છું પણ નવી પરિયોજના શરૂ કરવા પહેલાં આ પરિયોજના સંપન્ન થાય તે માટે અને મરી પાસે સમય હતો તો મેં ટાઈપ કરી કાઢ્યું. --Sushant savla (talk) ૨૧:૫૪, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)

’આત્મકથા પરિયોજના’ અભિનંદન[ફેરફાર કરો]

Birthday bouquet.jpg

શ્રી.નિલેશભાઈ, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૩૦, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)


ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25 ૨૧:૧૯, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ[ફેરફાર કરો]

શું આપ આ[૨] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૫૦, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)

દીવાળીની શુભકામનાઓ[ફેરફાર કરો]

Diwali Diya.jpg દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૦, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)

પરિયોજના વ્યવસ્થાપન[ફેરફાર કરો]

મિત્રો, હું શુક્રવાર તારીખ ૧૪-૧૨-૧૨ થી શુક્રવાર તારીખ ૨૧-૧૨-૧૨ સુધી બહરગામ જતો હોઈ પરિયોજના કેકારવનું વ્યવસ્થાપન સંભાળી શકીશ નહીં. તે કાળ દરમ્યાન પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા મિત્ર સતિષચંદ્ર પટેલ સંભાળશે. તો આપને જોઈતા પ્રકરણો આપ સતિષભાઈનો સંપર્ક સાધી મેળવશો. --Sushant savla (talk) ૧૯:૩૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

કલાપીનો કેકારવ[ફેરફાર કરો]

Icône étoile d'or à cinq branches.svg

નિલેષભાઈ , આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના કલાપીનો કેકારવ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)

આ તે શી માથાફોડ ![ફેરફાર કરો]

નિલેશભાઈ, નમસ્કાર. વધુમાં આ નવી પરિયોજના હાલની જમણવાર પ્રથા એટલે કે બુફે સિસ્ટમ મુજબ કાર્ય કરે છે, એટલે તમારે તમારી જાતે જ ચર્ચાના પાના પર પ્રકરણ નંબર લખી, લિન્ક પરથી ડાઉનલોડ કરી આ કાર્ય કરવાનું રહે છે. તમારી જાણ ખાતર, હવે ૧૦૧ થી ૧૧૧ પ્રકરણો બાકી છે, જે તમામ બીજા નંબરની લિન્કમાંથી પાના નં ૩૪ થી ૪૨ સુધીમાં સમાવિષ્ટ છે.--સતિષ પટેલ (talk) ૨૩:૪૨, ૧૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

પ્રકરણ ૧૦૧ થી ૧૧૩ (બાકી રહ્યા હતા તે બધાં) હું ટાઈપ કરૂં છું. ધ્યાને લેશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૦૨, ૨૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

આભાર[ફેરફાર કરો]

ભાઇશ્રી નિલેષભાઇ, આ સાથે "આ તે શી માથાફોડ !" પરિયોજના પૂર્ણ થયેલી ઘોષીત કરતા હર્ષ અનુભવું છું. આ પરિયોજના વિશેષ એટલા માટે હતી કે તે સ્વયં-સંચાલિત ધોરણે જ ચાલી; ચાલી નહિં પણ દોડી. ડ્રોપ બોક્સ પર પ્રકરણ મુકી દીધા અને સૌએ જાતે જ પોતાનું ભાણું પિરસી અને જમણવાર શીસ્તતાથી આટોપી લીધો. અનુક્રમણીકા પણ સૌએ જાતે જ બનાવી લીધી. આવું તો એક જુથ કુટુંબ ના સભ્યો જ કરી શકે. જે આપ સૌ મિત્રો એ કરી બતાવ્યું જે આપ સૌની એક ટીમ તરીકે ની પરિપક્વતાની સાબિતી છે. હવે આશા રાખીયે કે જલદીથી ગુજરાતી નું ઓ.સી.આર સોફટવેર જલ્દીથી તૈયાર થઈ જાય અને આપણે સૌ અત્યંત ત્વરાથી આપણી વહાલી માતૃભાષાનો ખજાનો યથા શક્તિ અહિં લાવી શકીયે. ફરી એક વાર અંત:કરણ થી આભાર માનું છું. સીતારામ... મહર્ષિ

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન[ફેરફાર કરો]

પ્રિય Nileshbandhiya, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)