સભ્યની ચર્ચા:Ashok modhvadia
નવો વિષય|| અભિનંદન ||
ગુજરાતી વિકિસ્રોત માટે કાર્યરત સૌ મિત્રોને "ગુજરાતી વિકિસ્રોત" મળવા બદલ હાર્દિક અભિનંદન.
અભિનંદન
[ફેરફાર કરો]આપને પણ આ સ્રોત રૂપી ખીલેલી વસંતના રંગબેરંગી અભિનંદન --Sushant savla (talk) ૦૦:૨૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)
પ્રબંધક મતદાન
[ફેરફાર કરો]મુરબ્બીશ્રી, આપણા નવા વિકિસ્રોતના નિયમન માટે પ્રબંધકની જરૂર છે. આ પ્રબંધકના પદ માટે અહીં [૧] આપનો મત આપવા વિનંતિ. --Sushant savla (talk) ૦૦:૧૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)
ફાઈલો ઈમેલ કરો
[ફેરફાર કરો]- જય માતાજી...અશોકભાઇ, સતિષભાઈ સાથે પણ મોબાઈલ દ્વારા આજે મેં વાત કરી લીધી છે. તમારી સાથે વાત થયા મુજબ ફાઈલ મોક્લો એટલે ધંધે ચડીયે અને તમે શરૂ કરેલ નવી શ્રેણીમાં હું પણ સહભાગી થવાનો છુ. કાલથી શ્રી ગણેશ કરી દઈશ. બીજુ કાંઇ કામકાજ હોય તો ફરમાવો... હું દરબારગઢમાં હાજર થઈ ગયો છુ....જય માતાજી....--જીતેન્દ્રસિંહ (talk) ૧૮:૦૪, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)
- આભાર, બાપુ. આપને મેઇલમાં પાનાઓ મોકલી આપ્યા છે. આ પ્રકલ્પની ચર્ચાના પાને પણ જોતા રહેશોજી. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૫૮, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, ૪ પાનાં મળી ગયા છે. તેમજ મે ચડાવેલ નવા ભજનો પણ જરા જોઈ લેજો, તે ચડાવવામાં કાંઈ પ્રોબલેમ હોય તો મારૂ ધ્યાન દોરજો...આભાર...--જીતેન્દ્રસિંહ (talk) ૧૯:૨૧, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)
- મોઢવાડીયા... કુલીપણાનો અનુંભવ .. ચડાવેલ છે... તો જોય જા જે...--જેઠાભાઇ ઓડેદરા (talk) ૨૩:૨૭, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, ૪ પાનાં મળી ગયા છે. તેમજ મે ચડાવેલ નવા ભજનો પણ જરા જોઈ લેજો, તે ચડાવવામાં કાંઈ પ્રોબલેમ હોય તો મારૂ ધ્યાન દોરજો...આભાર...--જીતેન્દ્રસિંહ (talk) ૧૯:૨૧, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)
- આભાર, બાપુ. આપને મેઇલમાં પાનાઓ મોકલી આપ્યા છે. આ પ્રકલ્પની ચર્ચાના પાને પણ જોતા રહેશોજી. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૫૮, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)
નવું પ્રકરણ
[ફેરફાર કરો]નવું પ્રકરણ મોકલશો--Jaishree (talk) ૦૭:૪૦, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
- મને પણ પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૦૯:૧૫, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
- પ્રકરણ મેઇલ થઈ ગયા. સતિષભાઈ=પ્ર.૫ (બાળકેળવણી). જયશ્રીબહેન=પ્ર.૯ (સાદાઈ). --અશોક મોઢવાડીયા (talk) ૧૧:૦૧, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
પ્રકરણ ફાળવણી
[ફેરફાર કરો]ભાઇશ્રી અશોકજી, નમસ્કાર. ખાસ તો મારા લીધે પ્રકરણ ફાળવણીમાં તકલીફ થઈ તે બદલ માફ કરશો. પુસ્તક હાથમાં આવતાંની સાથે બાકી પ્રકરણો લખવાનું શરૂ કર્યું, પરંતુ મેં આ માટે એકલો અનુક્રમણિકાનો સહારો લીધો હતો. હવેથી આપના દર્શાવ્યા મુજબ ન ફાળવાયેલાં પ્રકરણ જ લખીશ અને તેની નોંધ આપે બનાવેલ સૂચિમાં પણ કરી દઈશ. આ બદલ ખાસ તો શ્રી જેઠાભાઈને પડેલી તકલીફ બદલ એમની પણ માફી ચાહું છું. ધ્યાન દોરવા બદલ આપનો આભાર. વધુ ધ્યાન દોરતા રહેશો.--સતિષચંદ્ર (talk) ૧૪:૧૩, ૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
Authorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત
[ફેરફાર કરો]Authorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત વિકિસ્રોત:Scriptorium પર આપનો અભિપ્રાય આપવા વિનંતી. - નિલેશ બંધીયા (ચર્ચા)
મદદ કરો! મદદ કરો!
[ફેરફાર કરો]રવિવારની બપોરની ધમધખતી ગરમી વચ્ચે જય માતાજી...અને હવે ઉઠો! ૪ વાગ્યા! (મને તો બપોરે સુવાની ટેવ નથી, એટલે :-) )... તો સાંભળો... સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૮. બ્રહ્મચર્ય—૨ માટે તમે મોકલેલ 3-08-5 પેઈજ નં ૨૧૨ માં આપેલ શ્લોક લખતા મને નથી આવડતો... માટે તે પેઈજને તમે ચડાવશોજી.. તે એક જ બાકી છે... હું ચોથા પ્રકરણને ઉપાડુ છે હવે.... જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૧૫:૫૦, ૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- અશોકજી મેં શ્લોક ચઢાવી દીધો છે. --Sushant savla (talk) ૧૬:૦૭, ૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર સુશાંતભાઈ.... અશોકભાઈ, તમે નિરાંતે નિંદર કરો હવે કાંઈ આડા-અવડુ કરતા નહી.. મામલો પતી ગયો.. :-) અને અમારૂ બાપુનું આમ સુવામાં જ ગયુ છે.. તે જરા જણાવી દઊ... નહીંતર ગાંધીબાપુને આ આત્મકથા લખવાનો મોકો ના મળત..હાહાહા.. :-) જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૧૬:૨૪, ૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આલે લે !! હું તો બે દિ થી નિંદર જ ટહેડતો હતો ! (લાડવાનો પ્રતાપ !!) સુશાંતભાઈનો ઘણો આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૫૭, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર સુશાંતભાઈ.... અશોકભાઈ, તમે નિરાંતે નિંદર કરો હવે કાંઈ આડા-અવડુ કરતા નહી.. મામલો પતી ગયો.. :-) અને અમારૂ બાપુનું આમ સુવામાં જ ગયુ છે.. તે જરા જણાવી દઊ... નહીંતર ગાંધીબાપુને આ આત્મકથા લખવાનો મોકો ના મળત..હાહાહા.. :-) જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૧૬:૨૪, ૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
મલયાલમ ભાષાની કોન્ફરન્સ
[ફેરફાર કરો]અશોકભાઈ, મારો ઈમેલ તો મળ્યો જ હશે. ઉપરોક્ત ચર્ચાના પાનાં પર આ વિષયક ચર્ચામાં ભાગ લેશો?--Dsvyas (talk) ૨૦:૫૫, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
બે કારીગરો બેકાર
[ફેરફાર કરો]તમારે ખેતરના બે બળદ બેકાર બેઠાં કંઈ કામ જોત્રો બાપુ. --Sushant savla (talk) ૨૨:૧૫, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST) શક્ય હોય તો બીજા પ્રકરણો પણ સ્કેન કરી મોકલશો. બે દિવસ રજા આવે છે --Sushant savla (talk) ૦૮:૧૩, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ચોક્કસ સુશાંતભાઈ, સાંજ સુધીમાં અન્ય ત્રણ-ચાર પ્રકરણ મોકલી આપીશ. ધન્યવાદ. (હું પણ રજામાં બે દહાડા બહારગામ હોઈશ, આપે સારું યાદ અપાવ્યું. આભાર) --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૫૮, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- મોજમાં રેવુ મોજમાં રેવુ, ભાગ પાંચમો...પ્રકરણ ૩૧ મને ફાળવી તો દીધુ !! પણ ઈમેઈલમાં મળેલ નથી, યોગ્ય કરશોજી.--જીતેન્દ્રસિંહ (talk) ૧૨:૧૪, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
- બાપુ, મેઇલ મોકલી આપ્યો છે. ગરમી બહુ છે ને ! રસ્તામાં ક્યાંક છાંયડે વિહામો લેવા ઊભો રહી ગયો હશે !! :-) આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૨:૨૧, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ગામડે જવાની ઉતાવડ લાગે છે ? ... તમે મોકલેલ ભાગ પાંચમો...પ્રકરણ ૩૧ માં મને ટોટલ ૬ પેઈજની JPG મોકલેલ છે જેમાં ૪૬૭ નં નુ પેઈજ લગભગ! પ્રકરણ ૩૨ નું પહેલુ પેઈજ હોય તેવુ મને લાગે છે...(કારણકે, તેમાં એ સપ્તાહ ! - ૨ લખેલુ છે) જો એમ જ્ હોય તો તે પ્રકરણ ૩૧ માં મે ચડાવેલ છે જેમાંથી દુર કરવુ પડશે.. તો જણાવજો...--જીતેન્દ્રસિંહ (talk) ૧૬:૧૯, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ગામડે તો કહેવા ગયેલો કે હવે હમણાં નહીં આવું, અઠવાડીયા પછી રોકાવા આવીશ ! એટલે એ પ્રમાણે સગવડ કરી રાખજો !!! (વનેચંદ યાદ આવ્યો ??) બાપુ એ પેજ બરાબર જ છે, હું તેમાં મથાળું ચેકતા ભુલી ગયેલો. (એમાં શું છે કે જે પાને નવું પ્રકરણ ચાલુ થાય તેનાં મથાળે તે પ્રકરણનું નામ છપાયું હોય છે ! જવા દો ને ! ઈ તમે ચઢાવ્યું ઈ બરાબર છે બસ !!!) આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૩:૩૧, ૧૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ભલે સારૂ, નવા બન્ને પ્રકરણ મળી ગયા છે..તમે રાજકોટ ક્યારે આવો છો ? મોરારીબાપુનાં સાનિધ્યમાં રામકથાનો આજે ત્રીજો દિવસ હતો... કાલે સવારે શિવવિવાહ છે... પધારો તમે જેઠાભાઈ, ભાવેશભાઈ, રામભાઈ અને મિત્રો..જમાવટ પડશે...--જીતેન્દ્રસિંહ (talk) ૧૪:૧૪, ૧૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ગામડે તો કહેવા ગયેલો કે હવે હમણાં નહીં આવું, અઠવાડીયા પછી રોકાવા આવીશ ! એટલે એ પ્રમાણે સગવડ કરી રાખજો !!! (વનેચંદ યાદ આવ્યો ??) બાપુ એ પેજ બરાબર જ છે, હું તેમાં મથાળું ચેકતા ભુલી ગયેલો. (એમાં શું છે કે જે પાને નવું પ્રકરણ ચાલુ થાય તેનાં મથાળે તે પ્રકરણનું નામ છપાયું હોય છે ! જવા દો ને ! ઈ તમે ચઢાવ્યું ઈ બરાબર છે બસ !!!) આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૩:૩૧, ૧૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ગામડે જવાની ઉતાવડ લાગે છે ? ... તમે મોકલેલ ભાગ પાંચમો...પ્રકરણ ૩૧ માં મને ટોટલ ૬ પેઈજની JPG મોકલેલ છે જેમાં ૪૬૭ નં નુ પેઈજ લગભગ! પ્રકરણ ૩૨ નું પહેલુ પેઈજ હોય તેવુ મને લાગે છે...(કારણકે, તેમાં એ સપ્તાહ ! - ૨ લખેલુ છે) જો એમ જ્ હોય તો તે પ્રકરણ ૩૧ માં મે ચડાવેલ છે જેમાંથી દુર કરવુ પડશે.. તો જણાવજો...--જીતેન્દ્રસિંહ (talk) ૧૬:૧૯, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
- બાપુ, મેઇલ મોકલી આપ્યો છે. ગરમી બહુ છે ને ! રસ્તામાં ક્યાંક છાંયડે વિહામો લેવા ઊભો રહી ગયો હશે !! :-) આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૨:૨૧, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
- મોજમાં રેવુ મોજમાં રેવુ, ભાગ પાંચમો...પ્રકરણ ૩૧ મને ફાળવી તો દીધુ !! પણ ઈમેઈલમાં મળેલ નથી, યોગ્ય કરશોજી.--જીતેન્દ્રસિંહ (talk) ૧૨:૧૪, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
જય માતાજી, આપનો આભાર . મારી પાસે પુસ્તક તોછે જ ઉપરાંત સતિષ ભાઇ નો ટેકો પણ ખરો.--Dkgohil (talk) ૧૨:૦૬, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
મેં ઢાંચો:પ્ર.અ.-ભારત બનાવ્યો છે. મઠારવા / સુધારવા વિનંતી --Sushant savla (talk) ૧૮:૫૪, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ઢાંચો:પ્રકાશન-ભારતમાં રહેલી બે-ચાર જોડણીભૂલો સુધારી છે. સ_રસ ઢાંચો બન્યો છે. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૩:૫૨, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર--Dsvyas (talk) ૧૯:૩૧, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
પ્રબંધક સાહેબશ્રી
[ફેરફાર કરો]જય માતાજી, કાંઈક હોય તો લાવો ધબેડીયે, અધુરા પુરા કરીયે :-) ...બપોરપછી સાવ નવરાધૂપ...રામકથા ૧.૩૦ સુધીજ ચાલે છે. તમે તો કાંઈ આવ્યા નહીં!!!....સીતારામ...--જીતેન્દ્રસિંહ (talk) ૨૦:૪૨, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ’સંચાલક સાહેબશ્રી’ એમ લખવું જોઈએ !!! બાપુ આમ કોથળામાં ભરીને મારવાનું કામ આપણું નહીં ! વેપારી વર્ગનું !! અમારા વતી પણ રામકથા સાંભળશોજી, સમયનાં અભાવે કથાશ્રવણનો લાભ ન મળ્યો, હવે પછી આપની કથા સાંભળવા આવીશું !! ’આત્મકથા’નાં પ્રકરણ તો પૂર્ણ થયા, આપના સહકાર બદલ હાર્દિક આભાર. હવે ’ભદ્રંભદ્ર’ પર કાર્ય કરીશું. આ શનિ-રવિ સોમનાથદાદાની મહેર હશે તો સોમનાથ અને માધવપુર દર્શનનો લાભ લેવા ગણતરી છે. આપ પણ એક ચઢાવવાલાયક પુસ્તક શોધી રાખજો, ગમે ત્યારે આપનો વારો પણ ચઢી શકે છે !! (પ્રબંધકશ્રીઓ સૂચન કરશે તો કાયમી ધોરણે, યથાશક્તિ, આ પ્રમાણેની એકાદ સહકાર્ય પરિયોજના તો ચાલુ રાખતા જ રહેશું ને ! આથી ઉત્સાહ વધે છે.) આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૧:૩૬, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- હાજી અશોકજી આપ સૌ મિત્રોનો સહકાર રહ્યો તો કાયમી ધોરણે એક ન તો બીજી પરિયોજના ચાલુ જ રાખવી રહી. બે વર્ષ પછી રામનારાણ વિશ્વનાથ પાઠક સાહેબનું વિશાળ સાહિત્ય ઓપન સોર્સમાં આવી જશે. આપણે કામ તો ઘણું કરવાનું છે. માટે આ પરિયોજના તો ચાલુ રાખીશું જ. અને તે પણ બહોળા વિસ્તૃત સ્તરે. --Sushant savla (talk) ૧૩:૧૨, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
સ્વાગત બદલ આભાર. ૩૯ મું પ્રકરણ પુરું થયું, હવે.....
’આત્મકથા પરિયોજના’
[ફેરફાર કરો]મિત્રો, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ. --અશોક મોઢવાડીયા (talk) ૧૮:૪૩, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- અભિનંદન, અભિનંદન! આવી સુંદર રીતે પરિયોજનાનું સંચાલન કરવા બદલ! ૫૨૫ પાનાંનું પુસ્તક એક માસ કરતાં પણ ઓછા સમયમાં આપણે પૂર્ણ કર્યું તે આનંદની વાત છે.--Dsvyas (talk) ૧૯:૨૧, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- અશોકભાઇ ખૂબ ખૂબ અભિનંદન. હવે ભદ્રંભદ્ર ક્યારથી ચાલુ કરવું છે તે કહો. પાનાં સ્કેન(આનું ગુજરાતી મને નથી આવડતું) થઈ ગયા છે.--Vyom25 ૨૦:૪૧, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
’આત્મકથા પરિયોજના’ના ખરા અભિનંદનપાત્ર
[ફેરફાર કરો]અમારા લાડીલા અશોકજી, ||અભિનંદન|| ના ખરા હકદાર તો આપ છો. આવડું મોટું સ્કેન કરવું તુરંત સભ્યોને મોકલવું એ અત્યંત મહેનત અને ધૈર્ય માંગી લેનારું કામ છે. તે આપે સફળતા પૂર્વક્ પાર પાડ્યું છે. આપના જેવા સભ્ય વિકિ પરિવારમાં હોવા એ એક ગર્વની વાત છે. આ પરિયોજનાનું સુકાન સંભાળવાની જવાબદારી ઉપડવા બદ્દલ આપનો હાર્દિક ધન્યવાદ. આપનો સાથ સદાય રહે તેવી જ અભ્યર્થના. --Sushant savla (talk) ૨૧:૧૭, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
ભદ્રંભદ્ર
[ફેરફાર કરો]અશોક ભાઈ આપની પાસે બહ્દ્રંભદ્રનું પ્રકરણ હોય તો મોકલાવી આપશો--Sushant savla (talk) ૧૦:૫૩, ૮ મે ૨૦૧૨ (IST)
- આપને નવું પ્રકરણ મોકલેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૧૬, ૧૦ મે ૨૦૧૨ (IST)
આભાર
[ફેરફાર કરો]મારી ગેરહાજરીમાં પરિયોજનાનું કાર્ય ચાલુ રાખવા બદલ આપને માટે આ નાનકડી ભેટ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૧૮, ૧૦ મે ૨૦૧૨ (IST)
આરોગ્યની ચાવી
[ફેરફાર કરો]અશોકજી, મારી પાસે બે પ્રકરણ બાકી છે તેમાંથી આપને એક મોકલું છું--Sushant savla (talk) ૦૯:૩૦, ૧૧ જૂન ૨૦૧૨ (IST)
- અશોક ભાઈ આપને આરોગ્યની ચાવીનું એક પ્રક્રાણ મોકલી આપ્યું છે. --Sushant savla (talk) ૧૩:૪૪, ૧૩ જૂન ૨૦૧૨ (IST)
આભાર
[ફેરફાર કરો]આજે ગાંધીજીના આ પુસ્તક આરોગ્યની ચાવીનું લેખન પૂર્ણ થયું છે. મહર્ષિભાઈ અને જયશ્રીબેન સાથે આપનો આ કાર્યમાં સુંદર સહાર સાંપડ્યો છે. આપના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. હવે ઝટપટ પ્રૂગ રીડિંગ કરી દઈશ જેથી નવી પરિયોજના પર હવે કાર્ય કરી શકાય. --Sushant savla (talk) ૨૨:૧૫, ૧૮ જૂન ૨૦૧૨ (IST)
ભદ્રંભદ્ર
[ફેરફાર કરો]ભદ્રંભદ્ર | |
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૪, ૨૩ જૂન ૨૦૧૨ (IST) |
તમારું ઇ-મેઇલ
[ફેરફાર કરો]ખંડ ૨ ની "ફક્કડ વાર્તા" તમને જીમેઇલ પર શુક્રવારે મોકલ્યું છે.... આપ કોઇ અન્ય આઇ ડિ પર ઇચ્છતા હો તો મને મેઇલ મોકલશો... તકલીફ બદલ ક્ષમા... બાકી તમને તો મેં વગર માંગે જ મોકલી હતી... કાલે હું બહારગામ જાવ છું એટલે આપનું અન્ય કોઇ સંમ્પર્ક સ્થાન હોય તો જણાવશો... સીતારામ. મહર્ષિ--Maharshi675 (talk) ૦૧:૨૧, ૨ જુલાઇ ૨૦૧૨ (IST)
- ગઈ કાલે વધુ એક પ્રકરણ આપને મોકલેલ છે.. મેઇલ ન મળે તો જાણાવશો... સીતારામ. મહર્ષિ--Maharshi675 (talk) ૦૦:૦૬, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)
- પ્રકરણ ’કેશુના બાપ...’ મળી ગયું છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૨૨, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)
ભાઇશ્રી અશોકભાઇ, 'લાડકો રંડાપો' નામનું પ્રકરણ મોકલેલ છે. મેઇલ ન મળે તો જણાવશો..... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૧:૨૨, ૯ જુલાઇ ૨૦૧૨ (IST)
નવું પ્રકરણ મોકલેલ છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૦:૩૨, ૩૧ જુલાઇ ૨૦૧૨ (IST)
સુધારો
[ફેરફાર કરો]અશોકજી નવું ઉપયોગિ પાનું બનાવવા બદ્દલ ખૂબ ખૂબ આભાર. મેં તે વાંચ્યું તેમાંનું લખાણ વિકિના જુનાં દેખાવ પ્રમાણે હતું. તે મેં નવા દેખાવ અનુસાર બદલ્યું. દા.ત તેમાં શોધો એ ડાબી તરફ હોવાનો ઉલ્લેખ છે જ્યારે નવા વિકિમાં શોધો ટોચ પર છે. વિકિપીડિયા પર પણ તે અનુસાર બદલાવ જરૂરી છે. --Sushant savla (talk) ૨૧:૩૧, ૨૩ જુલાઇ ૨૦૧૨ (IST)
ગુજરાતી OCR
[ફેરફાર કરો]અશોકજી મને પણ જણાવશો આપ ગુજરાતી OCR સંદર્ભે શું કાર્ય કરી રહ્યાં છો. આ વિષયે આપ સયાજી યુનિવરસીટીના પ્રોફેસર રામ મોહન (ડીપાર્ટમેન્ટ ઓફ મેથ્સ અને કોમ્પ્યુટર) નો સમ્પર્ક કરી શકો છો. આ વિષય પર ચાલ્તા સંશોધનના તેઓ વડા છે. આ પાના પર તેમનો સમ્પર્ક મળી શકશે [૨] તેમનો સંપર્ક આ પ્રમાણે છે. COMPUTER CENTRE, Hon. Director, Dr. S. Ramamohan, (O) 2795518 (M) 9879175202 --Sushant savla (talk) ૨૨:૩૭, ૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- અરે..રે !! આ પ્રત્યુત્તર આપવાનું તો રહી ગયું ! SORRY ! અરે ભ‘ઈ કંઈ મોટી મોથ મારવાની વાત નથી. હું તો રહ્યો દેશી માણહ ! ક્યાંક શોર્ટકટ શોધી લઉં !! હું "FineReader' નામક OCR સોફ્ટવેર પર ગુજરાતીમાં પણ કાર્ય કઈ રીતે થઈ શકે તે શીખુ છું. બે‘ક દિવસમાં તકનિક વિષયે અહીં (કે કામચલાઉ એક નવું પાનું બનાવીને) વિગતવાર જણાવીશ. (જરા લંબાણયુક્ત છે, અને સૌ સમજી શકે તેમ તકનિકી વિગતો કઈ રીતે લખવી તે જરા ગોઠવી લઉં.) સૌ મિત્રોને કદાચ તેમાં નવું નવું ઉમેરવું સૂઝશે. અને તો શક્ય છે કે આપણે ટાઈપીંગનું કાર્ય થોડું હળવું બનાવી શકીએ. આપે ઉપર પ્રોફેસર સાહેબની વિગત આપી તે બદલ ધન્યવાદ. પરંતુ કશી જ ઓળખ વગર કે કાર્યની જાણકારી અને તકનિકી લાયકાત વગર તેઓશ્રીનો સંપર્ક કરતાં હું અચકાઉં છું. કોઈ લાયકાતપ્રાપ્ત મિત્ર (જે સોફ્ટવેર કે પ્રોગ્રામિંગ વિષયે તકનિકી લાયકાત ધરાવતા હોય) સંપર્ક કરી માર્ગદર્શન માંગે તો ઉચિત ગણાશે. આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૫૩, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- વચ્ચે ઘુસવા માટે માફી ચાહું છું પણ આ સોફ્ટવૅર બનાવનાર લોકો એવો દાવો કરે છે કે તે ૧૭૯ ભાષામાં કામ કરી શકે છે તો શક્ય છે કે આ ૧૭૯માં આપણી ગુજરાતી પણ સામેલ હોય. જોકે તે વેચાતો લેવા આશરે ૧૫૦$ ખરચવા પડે તેમ છે અને વળી સીસ્ટમ રિક્વાયરમેન્ટ પણ ૨૫૦ એમબી જેટલી હાર્ડડિસ્ક સ્પેશ અને ૫૧૨ એમબી જેટલી રેમ માગે છે. હવે આ ખરચો નિવારવા આ સોફ્ટવૅર અલગ રીતે(ચાંચિયાગીરી કરીને) હું મેળવી શકું તેમ છું પણ તે કામ કરે છે કે નહિ તે અશોકભાઈ આપ જણાવો તો હું તે મેળવું. કારણ કે ૩૫૦ એમબી જેટલું ડાઉનલોડીંગ કરવું પડે તેમ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૨૨, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- જો તે કામ કરે તો (અ)મને પણ જણાવો અમે પણ ડાઉનલોડ કરી કહાડીશું.--Sushant savla (talk) ૧૭:૪૩, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- શ્રી.વ્યોમજી, આપને "ઘુસવા માટે માફી" નહિ પણ રસ દર્શાવવા બદલ ધન્યવાદ આપવા જોઇએ ! આ સોફ્ટવેરની ૧૭૯ ભાષામાં ગુજરાતી (કે એક પણ ભારતીય) ભાષાનો સમાવેશ થતો નથી. પરંતુ તેમાં વપરાશકર્તા પોતાને જરૂરી એવી ભાષા બનાવી શકે તેવી સગવડ છે. આનંદની વાત એ છે કે તે યુનિકોડને સપોર્ટ કરે છે અને આપણે ગુજરાતી માટે જે MS UNICODE ઈન્સ્ટોલ કરીએ છીએ (Indic IME) તે માંહ્યલા ગુજરાતી ફોન્ટ તે આપોઆપ લઈ લે છે. પ્રશ્ન રહે છે આપણાં પુસ્તકોનાં પ્રિન્ટીંગમાં વપરાતા હજારો પ્રકારનાં ફોન્ટને ઓળખાવવાનો. સાથે આપણાં અર્ધાક્ષરો, બારાખડી, જોડીયા અક્ષરો વગેરે તો ખરા જ. (હવે મને ખબર પડી કે ’ગુજરાતી’ એ OCR માટે કેમ બહુ જ "અઘરી" ભાષા ગણાય !!!) જો કે મેં જે રીતે પ્રયાસ કર્યો છે તે વિગતવાર મેલવા અને સમજાવવા પ્રયાસ કરીશ. પરંતુ હાલ કોઈએ આ સોફ્ટવેર પાછળ ધનવ્યય કરવાનું સલાહભર્યું નથી. હા, તેનું "ટ્રાયલ વર્ઝન" ઉપલબ્ધ છે તે પર પ્રથમ ચકાસણી કરાય. જો આપને ડા.લો. કરવું સહેલું પડતું હોય તો તેનું લેટેસ્ટ વર્ઝન "11" (ટ્રાયલ જ સ્તો !) ડા.લો. કરશોજી. અન્યથા મને આપનું પોસ્ટલ એડ્ડ્રેસ મેઈલ કરશો તો હું તેની સંપૂર્ણ CD મોકલી આપીશ. (માથાફોડી કરવા માટે એક કરતાં બે-ત્રણ ભલા !) સુશાંતભાઈ અને રસ ધરાવતા અન્ય મિત્રોને પણ આ રીતે સોફ્ટવેર ઉપલબ્ધ કરાવી શકાય અને પછી સૌ ’પરિયોજના’ના ધોરણે તે પર માથાફોડી કરી શકશે. (હા, આ પ્રોગ્રામને ટ્રેઈન કરવાનું કદાચ સમુહકાર્યને ધોરણે શક્ય બને તેમ છે ! પછીથી સૌએ પોતપોતાની (અપાયેલી ટ્રેનીંગની) એક નાનકડી ફાઈલ જ એકબીજાને મેઈલ કરવાની રહેશે.) થોડા અખતરાઓ પછી તેની રીત વિગતવાર જણાવીશ. કૃપયા મને બે‘ક દિવસનો સમય આપશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૫, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, તમે બે નહિ પણ બાર દિવસ લ્યો. બીજી એક વાત એ કે ટ્રાયલ વર્ઝન કે ધનવ્યય કરવાની કોઈ જરૂર નથી. આ સોફ્ટવૅર ટોરેન્ટ પર મફતમાં મળે તેમ છે અને તે પણ પ્રોફેસનલ વર્ઝન. જો કે તે ગેરકાયદે છે પણ મને તે ડાઉનલોડ કરવામાં કોઈ વાંધો નથી પણ જો કોઈ મિત્રો પરવાનાવાળા સોફ્ટવૅર જ વાપરતા હોય તેઓ આ ડાઉનલોડ નહિ કરી શકે. આ વાત ખાસ તો આપણા વિદેશમાં વસતા મિત્રો માટે છે કે જ્યાં પ્રકાશનાધિકારના કાયદા અને તેનું પાલન કડક રીતે થાય છે. હું પણ ડાઉનલોડ કરી અને પ્રયત્ન શરૂ કરું છું અને ફસાઉં ત્યાં આપની મદદ લઈશ. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૫૩, ૧૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- શ્રી.વ્યોમજી, આપને "ઘુસવા માટે માફી" નહિ પણ રસ દર્શાવવા બદલ ધન્યવાદ આપવા જોઇએ ! આ સોફ્ટવેરની ૧૭૯ ભાષામાં ગુજરાતી (કે એક પણ ભારતીય) ભાષાનો સમાવેશ થતો નથી. પરંતુ તેમાં વપરાશકર્તા પોતાને જરૂરી એવી ભાષા બનાવી શકે તેવી સગવડ છે. આનંદની વાત એ છે કે તે યુનિકોડને સપોર્ટ કરે છે અને આપણે ગુજરાતી માટે જે MS UNICODE ઈન્સ્ટોલ કરીએ છીએ (Indic IME) તે માંહ્યલા ગુજરાતી ફોન્ટ તે આપોઆપ લઈ લે છે. પ્રશ્ન રહે છે આપણાં પુસ્તકોનાં પ્રિન્ટીંગમાં વપરાતા હજારો પ્રકારનાં ફોન્ટને ઓળખાવવાનો. સાથે આપણાં અર્ધાક્ષરો, બારાખડી, જોડીયા અક્ષરો વગેરે તો ખરા જ. (હવે મને ખબર પડી કે ’ગુજરાતી’ એ OCR માટે કેમ બહુ જ "અઘરી" ભાષા ગણાય !!!) જો કે મેં જે રીતે પ્રયાસ કર્યો છે તે વિગતવાર મેલવા અને સમજાવવા પ્રયાસ કરીશ. પરંતુ હાલ કોઈએ આ સોફ્ટવેર પાછળ ધનવ્યય કરવાનું સલાહભર્યું નથી. હા, તેનું "ટ્રાયલ વર્ઝન" ઉપલબ્ધ છે તે પર પ્રથમ ચકાસણી કરાય. જો આપને ડા.લો. કરવું સહેલું પડતું હોય તો તેનું લેટેસ્ટ વર્ઝન "11" (ટ્રાયલ જ સ્તો !) ડા.લો. કરશોજી. અન્યથા મને આપનું પોસ્ટલ એડ્ડ્રેસ મેઈલ કરશો તો હું તેની સંપૂર્ણ CD મોકલી આપીશ. (માથાફોડી કરવા માટે એક કરતાં બે-ત્રણ ભલા !) સુશાંતભાઈ અને રસ ધરાવતા અન્ય મિત્રોને પણ આ રીતે સોફ્ટવેર ઉપલબ્ધ કરાવી શકાય અને પછી સૌ ’પરિયોજના’ના ધોરણે તે પર માથાફોડી કરી શકશે. (હા, આ પ્રોગ્રામને ટ્રેઈન કરવાનું કદાચ સમુહકાર્યને ધોરણે શક્ય બને તેમ છે ! પછીથી સૌએ પોતપોતાની (અપાયેલી ટ્રેનીંગની) એક નાનકડી ફાઈલ જ એકબીજાને મેઈલ કરવાની રહેશે.) થોડા અખતરાઓ પછી તેની રીત વિગતવાર જણાવીશ. કૃપયા મને બે‘ક દિવસનો સમય આપશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૫, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- જો તે કામ કરે તો (અ)મને પણ જણાવો અમે પણ ડાઉનલોડ કરી કહાડીશું.--Sushant savla (talk) ૧૭:૪૩, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- વચ્ચે ઘુસવા માટે માફી ચાહું છું પણ આ સોફ્ટવૅર બનાવનાર લોકો એવો દાવો કરે છે કે તે ૧૭૯ ભાષામાં કામ કરી શકે છે તો શક્ય છે કે આ ૧૭૯માં આપણી ગુજરાતી પણ સામેલ હોય. જોકે તે વેચાતો લેવા આશરે ૧૫૦$ ખરચવા પડે તેમ છે અને વળી સીસ્ટમ રિક્વાયરમેન્ટ પણ ૨૫૦ એમબી જેટલી હાર્ડડિસ્ક સ્પેશ અને ૫૧૨ એમબી જેટલી રેમ માગે છે. હવે આ ખરચો નિવારવા આ સોફ્ટવૅર અલગ રીતે(ચાંચિયાગીરી કરીને) હું મેળવી શકું તેમ છું પણ તે કામ કરે છે કે નહિ તે અશોકભાઈ આપ જણાવો તો હું તે મેળવું. કારણ કે ૩૫૦ એમબી જેટલું ડાઉનલોડીંગ કરવું પડે તેમ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૨૨, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
જો પ્રયત્નો કરવા છતા ન ચાલે તો આપણે કંપનીને જ ડાયરેક્ટ વાત કરીશું. હું અહિયાથી ફોન કરી દઈશ. [૩] આ કડિમાં ક્યાંય ભારતીય ભાષાનો ઉલ્લેખ નથી તો પણ કદાચ ચાલશે એવું લાગે છે. જોઇયે અશોકભાઇ શું કહે છે. પછી આગળ વધીશું. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૭:૦૧, ૧૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- અશોકભાઈ આ OCRનું કાંઈ થયું?--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૦૨, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
મિથ્યાભિમાન
[ફેરફાર કરો]હું ટ્રેનીંગ પર ગયો હતો તે આજે જ પાછો આચ્યો છું. પ્રકરણ આજે સાંજે મોકલાવી દઈશ. --Sushant savla (talk) ૦૯:૨૮, ૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
ક્યાં ખોવાય છો?
[ફેરફાર કરો]અશોકભાઇ, ક્યાં ખોવાયા છો? ઘણા દિવસ થયા આપની હાજરી દેખાતી નથી. તબિયત તો ક્ષેમ કુશળ છે ને? --Sushant savla (talk) ૦૯:૩૮, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- હ...ઓ !!!!! મીઠાથેપલા, ખાખરા (જો કે અમારે ત્યાં તેનું દેશી વર્ઝન બને જે "વાનવા" કહેવાય છે), મોહનથાળ, મેસુબ વ.વ. દાબ્યા છતાં હજુ વાંધો નથી આવ્યો ! (દેશી ઘીની કમાલ !!) ભ‘ઈ જન્માષ્ટમીની મોજ માણતો હતો ! ચાલો, આપની આજ્ઞા શિરોધાર્ય કરી વળી કામે ચઢું. આપસમા મિત્રો આવી લાગણીસભર ચંત્યા કરે છે ત્યાં સુધી બધું ક્ષેમ કુશળ જ રહેવાનું ! ધન્યવાદ. અને હા, આપને અને સૌ મિત્રોને જન્માષ્ટમી અને સ્વતંત્રતા પર્વની હાર્દિક વધાઈ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૩૪, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- આપને પણ હાર્દિક શુભેચ્છા સાથે સુસ્વાગતમ્!!--Sushant savla (talk) ૧૭:૪૪, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
મિથ્યાભિમાન પરિયોજના પૂર્ણાહૂતિ આભાર
[ફેરફાર કરો]પ્રિય અશોકભાઈ, આપના સહકાર થકી મિથ્યાભિમાન પરિયોજના આજે પૂર્ણતાને આરે પહોંચી છે. આપનું યોગદાન મૂલ્યવાન રહ્યું. ભવિષ્યમાં પણ આપનો સહકાર મળતો રહે તેવી અભ્યર્થના. જો ફોર્મેટિંગનું કાર્ય થઈ ગયું હોઅ તો મને જણાવશો તો તેને સુરક્ષિત કરી દઈએ. --Sushant savla (talk) ૨૧:૫૪, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
જોઇ જશો?
[ફેરફાર કરો][૪] જોઇ જશો ? સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૨૫, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
ઓખાહરણ
[ફેરફાર કરો]અશોકભાઈ, ઓખાહરણના શરૂઆતનાં કેટલાંક કડવાં(કડવું નું કડવાં ખોટું હોય તો ભૂલ સુધારજો) પહેલેથી મોજૂદ છે માટે તે જરા જોઈ જવા વિનંતી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૧૧, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- જોકે, તેમાં પાછળ સુદામા ચરિત છે માટે તે જો અલગ હોય તો સ્પષ્ટતા કરશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૧૩, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- એ સુદામા ચરિત (સુદામા ચરિત્ર) જ છે. પ્રેમાનંદે લખેલું અન્ય એક આખ્યાન. જો કે અગાઉ આપણે આ પાનાઓને ( કડવું ૧ (સુદામા ચરિત)) એમ અયોગ્ય મથાળું આપી દીધું જણાય છે ! હવે તેને સુધારી સુદામા ચરિત અને પછી પેટા પાનાં (સુદામા ચરિત/કડવું ૧) વગેરે એમ આપવા યોગ્ય થશે. આખ્યાનના પ્રકરણો માટે "કડવું" શબ્દ વપરાયો છે. જેનો ઉચ્ચાર "કડ઼વું" (કળવું) એમ થાય. જેની વ્યુત્પત્તિ જોતાં જણાય છે કે, મૂળ સંસ્કૃત શબ્દ "કટ" એટલે કે ’બાજુ’ પરથી; ’એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય’ એમ અર્થ થાય છે. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ "કલાપ" મળે છે. જે પરથી તેનો અર્થ; ’એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ’ એમ થાય છે. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય. આપે રસ દાખવી અને અમને આટલું શોધવા પ્રેરણા આપી. (એક નોંધ: કડવુંનું બહુવચન "કડવાં" ન થતા "કડવા" થાય એવી મારી સમજ છે. જો કે કોઈ ભાષાશાસ્ત્રી પાસેથી આ પણ જાણીશું !!) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૩૨, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- સુંદર માહિતી. મજા પડી વાંચવાની! --Sushant savla (talk) ૧૭:૩૮, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- વાહ, અશોકભાઈ સુંદર રીતે સમજાવવા બદલ આભાર. જો સુદામા ચરિત્ર પણ જો આપની પાસે ઉપલબ્ધ હોય તો તેની હાલની તકે જો આપ અનુક્રમ ઉમેરી દો તો પાનાં ખેસવી નાખીએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૯, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
નવલિકા - ૨
[ફેરફાર કરો]મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ | |
શ્રી અશોકભાઇ, અભિનંદન બદલ ખુબ ખુબ આભાર.... ખરા અભિનંદનને પાત્ર તો તમે બધા મિત્રો છો. કાર્યનો શ્રેય આપ સૌને જાય છે. આપે ઘણા પ્રકરણો હાથ પર લીધા અને ત્વરા થી પૂર્ણ કર્યા. વળી આપે હાથ લિધેલા દરેક પ્રકરણ ભૂલ શુદ્ધિમાં પણ આપની મદદ મળી જેથી આ કાર્ય વધુ ઝડપ થી પૂરું કરી શક્યા. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. વ્યોમભાઇએ મોકલેલું ચિત્ર અહિં પણ બંધબેસતું લાગે છે. અન્ય પરિયોજનાઓ જોતા એવી લાગણી થાય છે કે "મંઝિલ છે હાથમાં છતા ચાલુ પ્રવાસ છે". પ્રવાસનો આનંદ અનેરો છે અને આપ સૌ મિત્રો ના સાથ થી આ પ્રવાસ વધુ આનંદ દાયક લાગે છે. હવે ઝટ ઓખાહરણ ની રાહ છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૩૪, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) |
પરિયોજના ક્રમાંક ૮
[ફેરફાર કરો]ભાઈશ્રી અશોકજી, મહર્ષિભાઈ દ્વારા સંચાલિત પરિયોજના પૂર્ણ થઈ છે. અને ચાલુ પરિયોજનાના પ્રકરણો વહેંચાઈ ગયાં છે જે પૂરાંથઈ જશે. વળી હું સતિષભાઈ મહર્ષિભાઈ તથા અન્ય સભ્યો નવરા પડ્યાં છીએ તો મારા મતે આપણે નવી પરિયોજનાની જાહેરાત કરી દેવી જોઈએ. બાકી નર્મદની બેત્રણ કવિતાઓ આપને આજે મોકલું છું --Sushant savla (talk) ૧૮:૧૩, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
ઓખા હરણ
[ફેરફાર કરો]ભાઈ શ્રી અશોકજી, ઓખા હરણના કડવું ૮, ચરણ ૨ ની ત્રીજી કડીમાં એક લાઈન ખૂટે છે. જરા જોઈ આપશો.--Sushant savla (talk) ૦૮:૨૦, ૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
- ભાઈશ્રી અશોકજી, ઓખાહરણનું (કડવું ૧૫-૨૪) કાર્ય અંતિમ ચરણમાં છે. વધુ પાનાં મોકલવા વિનંતી.--સતિષચંદ્ર (talk) ૦૧:૧૫, ૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- મને પણ નવું કામ મોકલશોજી.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૪૬, ૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- અશોકબાબુ, સીતારામ. મેં ઓખાહરણમાં કામ કરવા માટે સંમતી આપી હતી પણ હું થોડા દિવસ એક બીજા કામમાં વ્યસ્ત થયો છું એટલે મને ફાળવેલા કડવા ૬૧-૬૬ બીજા મિત્રોને મોકલી આપીને તમારૂ કાર્ય આગળ વધારશો...બીજુ નવીનમાં સમાચાર જણાવજો...આભાર..--જીતેન્દ્રસિંહ (talk) ૧૪:૪૪, ૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, નવરાશનો સમય વધતો જાય છે. બાકી કામકાજ મોકલવા વિનંતી.--સતિષચંદ્ર (talk) ૧૩:૨૪, ૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
- નવા પ્રકરણો મોકલશો--Sushant savla (talk) ૦૯:૩૬, ૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મને પણ મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૦૪, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)
- શ્રી.સતિષભાઈને પ્રકરણ મોકલાઈ ગયા. શ્રી. સુશાંતભાઈ અને શ્રી.વ્યોમજીને આજે મળી જશે. ઘણો જ આભાર મિત્રો.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૨૩, ૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મને પણ મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૦૪, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)
- નવા પ્રકરણો મોકલશો--Sushant savla (talk) ૦૯:૩૬, ૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
મને સોંપાયેલ કામ પૂરું થઈ ગયેલ છે. નવું કામ આપશો. અને સાથે સાથે જરા ચર્ચા:ઓખાહરણ/કડવું-૮૦ પર પણ નજર નાખી જશો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૨, ૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મને સોંપાયેલ કાર્ય (કડવાં ૮૧-૮૫) પૂર્ણ કરેલ છે. વધુ કાર્ય હોય તો મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૩:૧૯, ૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મને હજુ પ્રકરણ મળ્યા નથી--Sushant savla (talk) ૦૭:૧૫, ૧૦ ઓકટોબર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ, આપે તો સોંપાયેલા બધાં પ્રકરણ પૂર્ણ કરી જ દીધા છે. ઘણો ઘણો આભાર. હવે માત્ર અંતિમ ૮ કડવાં વહેંચાયા વિનાના રહ્યા જે વ્યોમજી અને સતિષભાઈને આવતી કાલે મળી જશે. (મારું કોમ્પ્યુટર અને હું બંન્ને સામાન્ય બીમારીથી ગ્રસ્ત થયા તેથી બે-ત્રણ દહાડા ઢિલમાં ગયા, આજે પણ અન્યનાં કોમ્પ્યુટર પરથી કામ કરું છું અને પ્રકરણો વગેરે મારા મશિનમાં છે જે કાલે ચાલુ થશે. ભૂલશુદ્ધિનું કાર્ય પણ કાલથી ઉપાડી, શક્ય તેટલું ઝડપથી પૂર્ણ કરી નાખીશ.) ધન્યવાદ અને અગવડ બદલ ક્ષમા. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૫, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ તમે નાહક કચવાવ છો અમે નવરા હતા તો સભાખંડમાં ખૂબ સભાઓ ભરી છે નજર નાખી જશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૨૮, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- આભાર વ્યોમજી, હમણાં ઋતુ જ "સભાઓ"ની ચાલે છે !(ચૂંટણી !) આપણે પણ ભરવી જ જોઈએ. હા, આપને અંતિમ કડવાં ૮૬-૯૩ મેઈલ કર્યા છે. બહુ પાના ન હતા તેથી ભાગ નથી પાડ્યા. અન્ય સૌ મિત્રોએ પણ અદમ્ય ઉત્સાહપૂર્વક પોતાના ભાગના કાર્યને ન્યાય આપી દીધો જ છે. થોડું બાકી રહ્યું તે પણ પૂર્ણતાને આરે જ છે. પ્રકરણ વહેંચણી અહીં પૂર્ણ થાય છે. ભૂલશુદ્ધિ એકાદ-બે દિવસમાં થઈ રહેશે. સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૨૫, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- પ્રકરણ મળી ગયેલ છે. મને લેખક શ્રી હરિહર ભટ્ટ અને શ્રી પૂજાલાલ વિશે આપની પાસે કોઈ માહિતી હોય તો આપશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૨૨, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- આભાર વ્યોમજી, હમણાં ઋતુ જ "સભાઓ"ની ચાલે છે !(ચૂંટણી !) આપણે પણ ભરવી જ જોઈએ. હા, આપને અંતિમ કડવાં ૮૬-૯૩ મેઈલ કર્યા છે. બહુ પાના ન હતા તેથી ભાગ નથી પાડ્યા. અન્ય સૌ મિત્રોએ પણ અદમ્ય ઉત્સાહપૂર્વક પોતાના ભાગના કાર્યને ન્યાય આપી દીધો જ છે. થોડું બાકી રહ્યું તે પણ પૂર્ણતાને આરે જ છે. પ્રકરણ વહેંચણી અહીં પૂર્ણ થાય છે. ભૂલશુદ્ધિ એકાદ-બે દિવસમાં થઈ રહેશે. સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૨૫, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ તમે નાહક કચવાવ છો અમે નવરા હતા તો સભાખંડમાં ખૂબ સભાઓ ભરી છે નજર નાખી જશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૨૮, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ, આપે તો સોંપાયેલા બધાં પ્રકરણ પૂર્ણ કરી જ દીધા છે. ઘણો ઘણો આભાર. હવે માત્ર અંતિમ ૮ કડવાં વહેંચાયા વિનાના રહ્યા જે વ્યોમજી અને સતિષભાઈને આવતી કાલે મળી જશે. (મારું કોમ્પ્યુટર અને હું બંન્ને સામાન્ય બીમારીથી ગ્રસ્ત થયા તેથી બે-ત્રણ દહાડા ઢિલમાં ગયા, આજે પણ અન્યનાં કોમ્પ્યુટર પરથી કામ કરું છું અને પ્રકરણો વગેરે મારા મશિનમાં છે જે કાલે ચાલુ થશે. ભૂલશુદ્ધિનું કાર્ય પણ કાલથી ઉપાડી, શક્ય તેટલું ઝડપથી પૂર્ણ કરી નાખીશ.) ધન્યવાદ અને અગવડ બદલ ક્ષમા. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૫, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મને હજુ પ્રકરણ મળ્યા નથી--Sushant savla (talk) ૦૭:૧૫, ૧૦ ઓકટોબર ૨૦૧૨ (IST)
ભાઈશ્રી અશોકભાઇ, ટાઇપિંગ પૂર્ણ થઈ ગયેલ છે. ૭૦ માં કડવામાં સ્કેન કરેલું પાનું કદાચ અધુરું હોય તેવું લાગે છે. આપ જોઇ લેશો અને આગળના કામનો હુકમ આપશો. વિકિમાં અધુરું કામ સત્વરે હાથ ધરીશ.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૧૫, ૨૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- પુસ્તકના છાપકામમાં જ કંઈક ક્ષતિ છે, અન્ય આવૃત્તિઓ ચકાસી પૂર્ણ કરીશું. ધ્યાન દોરવા માટે આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૪૩, ૨૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
અભિનંદન
[ફેરફાર કરો]અશોકભાઈ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર ઓખાહરણ જેવી અનુપમ અને અનન્ય કૃતિને ગુજરાતી વિકિસ્રોત પર લાવવા બદલ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૩, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
ભાઇશ્રી અશોકભાઇ, આવું સુંદર પુસ્તક અને આવી સુંદર કાર્યવ્યવસ્થા સાથે અહીં લાવવા બદલ આપનો આભાર માનવો ઘટે... સીતારામ..મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૫૦, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
સશોકજી મારા પણ અભિનંદન હરણ - ગ્રહણ કરશો. આપે ખૂબ ઝડપે ભૂલશુદ્ધિ કરી દીધી. ફરી ફરી આપના સુંદર નેતૃત્વનો લાભ આપશો. કોઈ નવું પુસ્તક તૈયર રાખશો.--Sushant savla (talk) ૧૩:૧૨, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, મારા તરફથી પણ અભિનંદનનો સ્વીકાર કરશો. તમે બહુ સરસ રીતે પરિયોજનાનું સુકાન સંભાળ્યું, અને ખૂબીની વાત તો સુશાંતભાઈએ કહ્યું તે છે, ઝડપથી ભૂલશુદ્ધિ પણ કરી દીધી. આભાર અને તમારા નેતૃત્વમાં ફરીથી કામ કરવાનો મોકો જલ્દીથી આપજો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૨, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર. હું ભૂલશુદ્ધિનું કાર્ય વહેલાસર આટોપી શક્યો કેમ કે, આપ સૌએ અક્ષરાંકનમાં ખુબ મહેનત કરી અને મારા ભાગે એ મહેનત સાવ ઓછી આવી. વળી આપ સૌનો આદેશ થશે ત્યારે એકાદ નવું પુસ્તક લઈને ચોક્કસ આવીશ પણ એ પહેલાં સૌ મિત્રોએ ઓછામાં ઓછું એક એક પુસ્તક પૂર્ણ કરવું (પરિયોજના સંચાલક લેખે, જેથી સૌને પરિયોજના સંચાલનની તાલિમ પણ મળે), આપણે સૌએ એ દરેક પુસ્તક પર (પોતાની સમયાનુકૂળતા હોય એ પ્રમાણે) યોગદાન આપવું એવી સદ્ભાવના રાખું તો સૌ સહમત થશો જ ને ?! આ તકે આપણાં બંન્ને, કુશળ, પ્રબંધકશ્રીઓનો પણ પરિયોજનાઓ પ્રત્યે સહાયકભાવ રાખવા બદલ ખાસ આભાર. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૪૨, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- ભાઈશ્રી અશોકજી, અભિનંદન સહ નમસ્કાર સ્વીકારશો. આપના આવા અમૂલ્ય યોગદાન થકી વિકિસ્ત્રોત ઉત્તરોત્તર સમૃદ્ધ થયા કરે એવી શુભકામના.--સતિષચંદ્ર (talk) ૧૯:૦૭, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- અશોક ભાઈની વાતનો દોર સાંધી લેતા... ધવલભાઈ હવે તમારા નેતૃત્વ હેઠળ કામ કરવાની ઈચ્છા છે. શું કહો છો મિત્રો?--Sushant savla (talk) ૨૦:૦૧, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- સુશાંતજી, આપને તો હમારે મુંહ કી બાત છીન લી !! હીપ..હીપ..હુર્રેર્રેર્રે... તો ધવલભાઈ, હવે છટકી નહિ શકો ! બોલો કયું પુસ્તક લાવો છો ? (આજે મિઠાઈયાં જરા જ્યાદા હો ગઈ હે એટલે બાવાહિન્દી બોલાય જાતી હૈ !!) સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૪, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- આપને પણ અશોકભાઈ. દશેરાનાં ખૂબ ખૂબ અભિનંદન.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, મીઠાઈઓ? એટલે શું? અમે તો ખાલી જલેબી ખાઈને જીભને લોચે વળતી અનુભવીએ છીએ અને તમે દશેરાને દા'ડે એક કરતા વધુ મીઠાઈઓ ખાઈ બેઠા? દશેરાની વધાઈઓ તમને અને વ્યોમભાઈ તમને પણ. હવે તમે લોકો જે ગાળીયો મારા ગળામાં ભેરવો છે તેની વાત, હું શોધમાં છું રાઈનો પર્વતની. કદાચ એકાદ અઠવાડીયામાં મળી પણ રહેશે તેમ લાગે છે. સુશાંતભાઈથી ધીરજ ધરાતી નથી અને શાંતિ રખાતી નથી, તે મારી પાછળ ખઈ ખબુચીને પડી ગયા છે. પણ બસ થોડો સમય આપો, પુસ્તક મને મળશે કે તરત જ તમને લોકોને જણાવીશ અને કામ શરૂ કરીશું, ત્યાં સુધી સતિષભાઈને શીંગડા ભરાવોને?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૩, ૨૫ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- "રાઈનો પર્વત", વાહ ! બહુ પહેલાં વાંચેલું, છેલ્લે ’વાંચે ગુજરાત’ અંતર્ગત આ પુસ્તક પણ હોય ફરી આંખ હેઠળ લેવાનો મોકો મળેલો. આપણે રમણભાઈનું ’ભદ્રંભદ્ર’ તો કર્યું જ છે એટલે તેમનું આ બીજું પુસ્તક હાથ પર લેતાં તેમનું સિદ્ધહસ્ત લખાણ વધુ પોતીકું લાગશે. આપે આવા સરસ પુસ્તકનું નામ લઈને પોતાના માટે થોડો સમય મેળવી જ લીધો એમ સમજો !! ટેઈક યોર ટાઈમ ! પણ છટકવાની વાત ન કરશો ! અને હા, મારે માટે દશેરા એટલે : જૂઓ યાદી : જલેબી, ઘારી, મોહનથાળ, મેસુબ, સાટા (મીઠી ખાજલી), ડ્રાય હલવો, ફાફડી, ચવાણું. (આ ગઈકાલે લીધેલા રસાસ્વાદની જ યાદી છે ! ડાયાબિટિશ ગાંડાઓને તો નહિ જ થતો હોય !!!) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૦, ૨૫ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, મીઠાઈઓ? એટલે શું? અમે તો ખાલી જલેબી ખાઈને જીભને લોચે વળતી અનુભવીએ છીએ અને તમે દશેરાને દા'ડે એક કરતા વધુ મીઠાઈઓ ખાઈ બેઠા? દશેરાની વધાઈઓ તમને અને વ્યોમભાઈ તમને પણ. હવે તમે લોકો જે ગાળીયો મારા ગળામાં ભેરવો છે તેની વાત, હું શોધમાં છું રાઈનો પર્વતની. કદાચ એકાદ અઠવાડીયામાં મળી પણ રહેશે તેમ લાગે છે. સુશાંતભાઈથી ધીરજ ધરાતી નથી અને શાંતિ રખાતી નથી, તે મારી પાછળ ખઈ ખબુચીને પડી ગયા છે. પણ બસ થોડો સમય આપો, પુસ્તક મને મળશે કે તરત જ તમને લોકોને જણાવીશ અને કામ શરૂ કરીશું, ત્યાં સુધી સતિષભાઈને શીંગડા ભરાવોને?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૩, ૨૫ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- આપને પણ અશોકભાઈ. દશેરાનાં ખૂબ ખૂબ અભિનંદન.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- સુશાંતજી, આપને તો હમારે મુંહ કી બાત છીન લી !! હીપ..હીપ..હુર્રેર્રેર્રે... તો ધવલભાઈ, હવે છટકી નહિ શકો ! બોલો કયું પુસ્તક લાવો છો ? (આજે મિઠાઈયાં જરા જ્યાદા હો ગઈ હે એટલે બાવાહિન્દી બોલાય જાતી હૈ !!) સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૪, ૨૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- અશોક ભાઈની વાતનો દોર સાંધી લેતા... ધવલભાઈ હવે તમારા નેતૃત્વ હેઠળ કામ કરવાની ઈચ્છા છે. શું કહો છો મિત્રો?--Sushant savla (talk) ૨૦:૦૧, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ
[ફેરફાર કરો]શું આપ આ[૫] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૫૪, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
[ફેરફાર કરો]અશોકભાઈ, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)
દીવાળીની શુભકામનાઓ
[ફેરફાર કરો]દીવાળીની શુભેચ્છા | |
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૩૮, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST) |
ક્યાં ખોવાય છો? -૨
[ફેરફાર કરો]અશોકભાઇ, ક્યાં ખોવાયા છો? ઘણા દિવસ થયા આપની હાજરી દેખાતી નથી. તબિયત તો ક્ષેમ કુશળ છે ને? આપની ગેરહાજરી ને કારને સ્રોતના પાણીમાં અમુક સત્વની ઉણપ જણાય છે. જો તબિયતનું કારણ ન હોય તો હાલો હવે! હજી ઘણી લાંબી મજલ કાપવાની છે હો! જોડાઈ જાવ "કાશ્મીરના પ્રવાસમાં"!--Sushant savla (talk) ૧૨:૨૦, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
ભલે પધાર્યા બાપુ પધાર્યા!!!!
[ફેરફાર કરો]આશા છે અડદિયાને પ્રતાપે હવે આપની તબિયત એકદમ ટન-ટનાટન હશે. પ્રભુ આપને સુંદર સ્વાસ્થ્ય અર્પે. આપને પાછા આવેલા જોઈને સોરઠને તીરે વહાણવટાએ ગયેલ ખલાસી પાછો ગામ આવ્યાની લાગણી થઈ. અને હમણા તો આપણે સૌ ખલાસી છૈંયેં ઓ ને કામ આપવાનું કામ તમારા જુનાગઢના જ - કપ્તાન વ્યોમ પાસે જ છે અને તમને તે મળી પણ ગયું હશે. બાકી હવે તમારી ઉત્સાહવર્ધક હાજરીથી દરિયો ખેડવામાં ને કાશ્મીરની વાદીઓમાં મહાલવાની હવે કંઈ ઓર જ મઝા આવશે. ભલે પધાર્યા બાપુ પધાર્યા!!!! --Sushant savla (talk) ૧૬:૧૭, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
આભાર અશોકભાઈ
[ફેરફાર કરો]સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો | |
સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો પરિયોજના આ બંને પૂર્ણ થયેલ છે અને આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને તસ્વીર દ્વારા બે પુસ્તક મોકલાવું છું આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો અને આગામી યોજના માટે કમર કસીને તૈયાર થઈ જાવ. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૪, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST) |
- ઓ.....માડી રે ! આ....ભાર !! :-)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૭, ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
આ તે શી માથાફોડ !
[ફેરફાર કરો]અશોકભાઈ, નમસ્કાર. વધુમાં આ નવી પરિયોજના હાલની જમણવાર પ્રથા એટલે કે બુફે સિસ્ટમ મુજબ કાર્ય કરે છે, એટલે તમારે તમારી જાતે જ ચર્ચાના પાના પર પ્રકરણ નંબર લખી, લિન્ક પરથી ડાઉનલોડ કરી આ કાર્ય કરવાનું રહે છે. તમારી જાણ ખાતર, હવે ૧૦૧ થી ૧૧૧ પ્રકરણો બાકી છે, જે તમામ બીજા નંબરની લિન્કમાંથી પાના નં ૩૪ થી ૪૨ સુધીમાં સમાવિષ્ટ છે.--સતિષ પટેલ (talk) ૨૩:૪૧, ૧૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
નવી પરિયોજના
[ફેરફાર કરો]અશોકભાઈ હાલો હવે... ઘણો વખત થયો તમારા માર્ગદર્શન નીચે પરિયોજનામાં ભાગ લીધે..... નવી પરિયોજનાનું યજમાન પદ સ્વીકારી અમને નિહાલ કરો.... --Sushant savla (talk) ૨૧:૦૦, ૩૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- શ્રી.સુશાંતભાઈ,
આપનો આદેશ આંખમાથા પર. પણ ચાલુ પરિયોજના પૂર્ણ થાય અને સહમતિ સધાય પછી આપ મિત્રો જ્યારે સૂચના આપશો ત્યારે હું "માણસાઈના દીવા" પુસ્તક પર કાર્યરત થઈ શકીશ. (મારી પાસે એ પુસ્તકની મૂળ, પૂર્ણ આવૃત્તિ છે.) અન્ય કોઈ પુસ્તક લેવાનું હોય તો પણ જણાવશો. શક્યતઃ હું શોધી કાઢીશ. અને હા, મને જરા નવી પદ્ધત્તિ પ્રમાણે (બૂફે ભોજન !), પાનાઓ ક્યાં/કેમ ચઢાવવાના તે માર્ગદર્શન આપશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૭, ૩૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- વાહ માણસાઈના દીવા એ તો ઘણો સરસ વિચાર છે. આપણે તેના પર કાર્ય કરી શકીશું એવું મને લાગે છે. તેના વિષે ચર્ચા સભાખંડમાં વહેતી મુકું છું. કેમ કે હાલની પરિયોજનાઓ ઘણી ખરી પતી જવામાં છે. પુસ્તકની સ્કેન કોપીઓને ઈંટરનેટ પર રાખવાનું, બુફેનું ટૅબલ સજાવવાનું કામ એકદમ સરળ છે. તેમાટે ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે. ગુગલ ડ્રાઈવ અને ડ્રોપબોક્સ તેમાંના બે છે. drive.google .com અને https://www.dropbox.com જોકે ગુગલ ડ્રાઈવ વાપરવ માટૅ ગુગલનું ઈમેલ એકાઉન્ટ હોવું જરૂરી જણાય છે.
- . ગુગલ ડ્રાઈવના પાના પર જાવ,
- ગુગલ ના અકાઉન્ટથી લોગઈન કરો
- . તેના પર લિંક બટન છે , Download Google Drive for PC. તેના પર ક્લિક કરો
- તેને તમારા કોમ્પ્યુટર્ પર ઈનસ્ટોલ કરો.
- આમ કરતા Google Drive નામે એક ફોલ્ડર તૈયાર થશે (મોટૅ ભાગે My Documentsમાં)
- હવે તમે આ ફોલ્ડરમાં જે પણ નાખશો અને નેટા ચાલુ હશે તે ઓટોમેટીક અપલોડ થઈ જશે.
- અપલોડ થયા પછી, તે વેબસાઈટપર તમારા ખાતામાં લોગઈને કરી જુઓ. ત્યાં જે URL દેખાય તેને કોપી પેસ્ટ કરી સાચવી દો.
- જેતે ફોલ્ડરની ઉપર રાઈટ ક્લીક કરી તેની બધા જોઈ શકે તેમાટે શેરીંગ કરવાની રજા આપો. (ગુગલ ડ્રાઈવમાં "શેર.." અને ડ્રોપ બોક્સમાં "શેર લિંક" નામે બટન છે છે )
- આજ વિધી ડ્રોપ બોક્સમાં છે. ડ્રોપ બોક્સનો ફાયદો એ છે કે કોઈ પણ તેને જોઈ શકે છે જ્યારે ગુગ્લ ડ્રાઈવમાં મારા મતે ગુગલ એકાઉન્ટ હોવું આવશ્યક છે. વ્યોમ ભાઈ પાસે ગુગ્લ ખાતું ન હતું અને તેઓ ગુગલ ડ્રાઈવની ફાઈલ જોઈ શકતાં ન હતાં પણ ડ્રોપ બોક્સની ફાઈલ જોઈ શક્તાં હતાં. --Sushant savla (talk) ૦૭:૫૩, ૩૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- આભાર, પ્રથમ મેં ગુગલ ડ્રાઈવમાં પ્રયત્ન કર્યો છે. ટ્રાયલ તરીકે એક ફાઇલ ચઢાવી છે. નીચે લિંક આપી છે. ગુગલમાં એકાઉન્ટ વગર ખોલી શકાય છે કે નહિ તે ચકાસણી કરશોજી. (તકલીફ બદલ ક્ષમા, મહેનતાણું એ ફાઇલમાં સામેલ છે :-) )
- મોડો જવાબ આપવા બદલ માફી ચાહું છું પણ મને આ લાલ મરચાં દેખાણાં અને લગ્ન સમારંભોમાં ગળ્યું ખાઈખાઈને હવે હાલત ખરાબ થાય એમ છે માટે ટૂંકમાં પતાવું તો મરચાં સરસ દેખાય છે અને મોટી વાત છે કે દેખાય છે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૦૨, ૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- વ્યોમજી, હમણાં મેં ગણ્યા તો બે-ત્રણ મરચાં ઓછા થયેલા દેખાય છે !! :-) (મજાક). અર્થાત હવે જ્યારે મને આદેશ મળે ત્યારે પરિયોજના પર કાર્યરત થઈશ. હાલ તો, અગાઉની તૈયારીરૂપે, પુસ્તકનાં પાનાઓ સ્કેન કરી ચઢાવવા માંડું છું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૯, ૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- સરસ...એક પ્રકરણ બ..હુ..ઉ લાંબુ દેખુ છું એ પહેલેથી સ્રોત પર હાજર છે જરા જોઈ લેશો...--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૬, ૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, પાછલી ચાલુ પરિયોજનાઓ થોડી ઠંડી પડેલી જણાય છે. આતે શી માથાફોડની ભૂલશુદ્ધી અને અમુક પ્રકરણો અને દલપત સાહિત્યની ગંગાબાઈ જમનાબાઈની વાત ના બે મોટા પ્રકરણો બાકી છે તે આપણે ઉપાડી લઈએ. અને પછી નવી પરિયોજના ચાલુ કરીએ તો સારું. ધવલ ભાઈ અને મહર્ષિભાઈ હાલમાં વ્યસ્ત લાગે છે. તો હાલ પુરતું તેમના ભાગનું કાર્ય આપણે પુરું કરી દઈએ અને પછી આગળ વધીયે તો? --Sushant savla (talk) ૧૯:૧૮, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- હા, મારો પણ એ જ વિચાર હતો. હાલ ચાલતી પરિયોજનામાંની ઓછામાં ઓછી એક પરિયોજના સંપન્ન થાય પછી જ નવી ચાલુ કરીએ. ત્યાં સુધીમાં દલપત સાહિત્યનું બાકી રહેલું કાર્ય પૂર્ણ કરીએ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૨, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, પાછલી ચાલુ પરિયોજનાઓ થોડી ઠંડી પડેલી જણાય છે. આતે શી માથાફોડની ભૂલશુદ્ધી અને અમુક પ્રકરણો અને દલપત સાહિત્યની ગંગાબાઈ જમનાબાઈની વાત ના બે મોટા પ્રકરણો બાકી છે તે આપણે ઉપાડી લઈએ. અને પછી નવી પરિયોજના ચાલુ કરીએ તો સારું. ધવલ ભાઈ અને મહર્ષિભાઈ હાલમાં વ્યસ્ત લાગે છે. તો હાલ પુરતું તેમના ભાગનું કાર્ય આપણે પુરું કરી દઈએ અને પછી આગળ વધીયે તો? --Sushant savla (talk) ૧૯:૧૮, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- સરસ...એક પ્રકરણ બ..હુ..ઉ લાંબુ દેખુ છું એ પહેલેથી સ્રોત પર હાજર છે જરા જોઈ લેશો...--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૬, ૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- વ્યોમજી, હમણાં મેં ગણ્યા તો બે-ત્રણ મરચાં ઓછા થયેલા દેખાય છે !! :-) (મજાક). અર્થાત હવે જ્યારે મને આદેશ મળે ત્યારે પરિયોજના પર કાર્યરત થઈશ. હાલ તો, અગાઉની તૈયારીરૂપે, પુસ્તકનાં પાનાઓ સ્કેન કરી ચઢાવવા માંડું છું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૯, ૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- મોડો જવાબ આપવા બદલ માફી ચાહું છું પણ મને આ લાલ મરચાં દેખાણાં અને લગ્ન સમારંભોમાં ગળ્યું ખાઈખાઈને હવે હાલત ખરાબ થાય એમ છે માટે ટૂંકમાં પતાવું તો મરચાં સરસ દેખાય છે અને મોટી વાત છે કે દેખાય છે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૦૨, ૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- શાબાશ સુશાંતભાઈ, બાકી કાર્ય પૂર્ણ કરવાના આપના અભિયાનમાં હું આ_તે_શી_માથાફોડ_!નાં બાકી પ્રકરણો હાથ પર લઉં છું. --સતિષ પટેલ (talk) ૦૧:૧૯, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
આભાર અશોકભાઈ
[ફેરફાર કરો]કાશ્મીરનો પ્રવાસ | |
કાશ્મીરનો પ્રવાસ પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને શ્રીનગરના ડાલ સરોવરની શિકારા અને હાઉસબોટની ઝલક દર્શાવતું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk) ૦૦:૨૪, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST) |
ચાલો પ્રગટાવીએ માણસાઈના દીવા
[ફેરફાર કરો]ચાલો પ્રગટાવીએ માણસાઈના દીવા | |
અશોકભાઇ દિવસની માથાફોડ પૂર્ણ થયેલી લાગે છે. રજનીએ પોતાના શ્યામલ વ્યોમ પર તારાઓનો બાદલો ચડાવ્યો છે. ત્યારે આપણે પણ આપણી ધરણી પર માણસાઈના ઝગમગતા રૂપલ દીવા પ્રગટાવીને સતીષને ચંદ્ર ઉગાડીને ધવલ પ્રકાશ રેલાવવા વિનવીયે કે જેને નિહાળી મહર્ષિ નારદ, એવી માનવતાની કિર્તીના જયમ્ નાદ સ્વર્ગે દેવેન્દ્રને સંભળાવે અને અશોક ભવિષ્યના નિર્માણમાં લોક-અલોક સૌના આર્શીવચન સ્રોતમાં વહાવે.....! --Sushant savla (talk) ૨૧:૫૩, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST) |
- સુશાંતભાઈ તમે જો ભવિષ્યમાં કોઈ કાવ્ય કે પુસ્તક કે ગ્રંથ લખો તો તેને તમારા પ્રકાશન અધિકાર હેઠળ ન રાખતાં તેને અહીં સ્રોત પર પ્રકાશિત કરજો એવી મારી એક અરજ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૨, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- કવિશ્વર સુશાંતજી ! (વિકિસ્રોતના માધ્યમે આપણને આવતા સમયમાં એક ઉત્તમ કવિ સાંપડે નહિ તો જ નવાઈ !) ધન્યવાદ. થોડા દહાડા રજા પર હતો. પુસ્તક સ્કેન થઈ ગયું છે. એકાદ દહાડામાં અનુક્રમણિકા વગેરે તૈયાર કરી પરિયોજનાનો દીવો પ્રગટાવું. એ દીવાને ઝગતો રાખવાની જવાબદારી આપણી સૌની સહિયારી. સૌ મિત્રોને આ કાર્યમાં પોતાનું અમુલ્ય યોગદાન કરવા નમ્ર વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૦૫, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- જે પાનાં ઘટતાં હોય તે નંબરથી મને કહેજો હું લાવી આપીશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૦૭, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- ધન્યવાદ વ્યોમજી, હું ચકાસણી કરીને આપને પાનાં નંબર/વિગત લખીશ. સહકાર બદલ આભાર. પરિયોજનાનું ફોર્મેટ ચકાસી લેશો. જરૂર જણાય ત્યાં સૂચન કરશોજી. હજુ થોડું કામ બાકી છે. બપોર પછીથી પ્રકરણોની લિંક્સ અપાઈ જશે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૧૨, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- અશોકભાઈ તે દિવસે મરચાં બરાબર ખાધાં હતાં પણ હવે આજે પાનાં દેખાતાં નથી તો આપ મને મેલ કરી દેશો કે ડ્રોપબોક્સ પર મૂકી દેશો?--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૭, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- ધન્યવાદ વ્યોમજી, હું ચકાસણી કરીને આપને પાનાં નંબર/વિગત લખીશ. સહકાર બદલ આભાર. પરિયોજનાનું ફોર્મેટ ચકાસી લેશો. જરૂર જણાય ત્યાં સૂચન કરશોજી. હજુ થોડું કામ બાકી છે. બપોર પછીથી પ્રકરણોની લિંક્સ અપાઈ જશે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૧૨, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- જે પાનાં ઘટતાં હોય તે નંબરથી મને કહેજો હું લાવી આપીશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૦૭, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- કવિશ્વર સુશાંતજી ! (વિકિસ્રોતના માધ્યમે આપણને આવતા સમયમાં એક ઉત્તમ કવિ સાંપડે નહિ તો જ નવાઈ !) ધન્યવાદ. થોડા દહાડા રજા પર હતો. પુસ્તક સ્કેન થઈ ગયું છે. એકાદ દહાડામાં અનુક્રમણિકા વગેરે તૈયાર કરી પરિયોજનાનો દીવો પ્રગટાવું. એ દીવાને ઝગતો રાખવાની જવાબદારી આપણી સૌની સહિયારી. સૌ મિત્રોને આ કાર્યમાં પોતાનું અમુલ્ય યોગદાન કરવા નમ્ર વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૦૫, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
દલપત સાહિત્ય - પરિયોજના પૂર્ણાહૂતી - આભાર
[ફેરફાર કરો]દલપત સાહિત્ય | |
પ્રિય અશોકભાઈ, આપના સુંદર સહકાર્યને કારણે આજે આ પરિયોજના પૂર્ણ થઈ છે. સૌ પ્રથમ વખત એક પરિયોજના હેઠળ છ પુસ્તક ચઢાવવાનો પ્રયાસ આ પરિયોજનામાં થયો. બુફે સિસ્ટમનો સરસ ઉપયોગ થયો. આવા સુંદર સાથ બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર. કવિશ્વવર દલપતરામની કવિતાઓ થકી પ્રેરીતે આ છંદ આપના માનમાં .... :)
દોહરો |
આ તે શી માથાફોડ !
[ફેરફાર કરો]ભાઇશ્રી અશોકભાઇ, આ સાથે "આ તે શી માથાફોડ !" પરિયોજના પૂર્ણ થયેલી ઘોષીત કરતા હર્ષ અનુભવું છું. આ પરિયોજના વિશેષ એટલા માટે હતી કે તે સ્વયં-સંચાલિત ધોરણે જ ચાલી; ચાલી નહિં પણ દોડી. ડ્રોપ બોક્સ પર પ્રકરણ મુકી દીધા અને સૌએ જાતે જ પોતાનું ભાણું પિરસી અને જમણવાર શીસ્તતાથી આટોપી લીધો. અનુક્રમણીકા પણ સૌએ જાતે જ બનાવી લીધી. આવું તો એક જુથ કુટુંબ ના સભ્યો જ કરી શકે. જે આપ સૌ મિત્રો એ કરી બતાવ્યું જે આપ સૌની એક ટીમ તરીકે ની પરિપક્વતાની સાબિતી છે. હવે આશા રાખીયે કે જલદીથી ગુજરાતી નું ઓ.સી.આર સોફટવેર જલ્દીથી તૈયાર થઈ જાય અને આપણે સૌ અત્યંત ત્વરાથી આપણી વહાલી માતૃભાષાનો ખજાનો યથા શક્તિ અહિં લાવી શકીયે. ફરી એક વાર અંત:કરણ થી આભાર માનું છું. સીતારામ... મહર્ષિ
માણસાઈના દીવા
[ફેરફાર કરો]માણસાઈના દીવા જેવા સુંદર પુસ્તક સૂચવવા અને પરિયોજનાનું સુંદર વ્યવસ્થાપન સંભાળવા બદ્દલ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. વિકિસ્રોતને આપના નેતૃત્વનો ફરી ફરી લાભ આપતા રહેશો.--Sushant savla (talk) ૧૮:૨૯, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)
જન્મદિવસ મુબારક
[ફેરફાર કરો]જય માતાજી, અશોકભાઇ... હું અને મારો પરિવાર આજે આપના જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. આપનાં જીવનમાં અને ધંધામાં કાયમી વસંત ખીલી રહે તેવી પ્રભુને અરજ કરીએ છીએ. તેમજ દાણીધારધામમાં તા.૧૬.૦૫.૨૦૧૩ ને ગુરૂવારનાં રોજ શ્રી લક્ષ્મીનારાયણ યજ્ઞ, ધ્વજા રોહણ અને છપ્પન ભોગ થાળનું આયોજન હોય તો આપને અને જેઠાભાઈને સહપરિવાર નિમંત્રણ પાઠવું છું કે, તમે વેકેશનનો લાભ લઈને પધારજો.--જીતેન્દ્રસિંહ (talk) ૧૦:૫૬, ૯ મે ૨૦૧૩ (IST)
- આપને જન્મ દિવસની ખૂબ ખૂબ વધાઈ. પ્રભુ આપને ઉમદા સ્વાસ્થ્ય અને સુખશાંતિમય ભવિષ્ય અર્પે એ જ પ્રાર્થના. --Sushant savla (talk) ૨૦:૧૬, ૯ મે ૨૦૧૩ (IST)
- આપની સેવાઓ અવિરતપણે ગુજરાતી વિકિની સાથે હરણફાળ ભરતી રહે એ જ અભ્યર્થના. --સતિષ પટેલ (talk) ૨૩:૩૩, ૯ મે ૨૦૧૩ (IST)
સ્વાગતમ્
[ફેરફાર કરો]ઘણા દિવસે પધાર્યા, આપનું હાર્દિક સ્વાગત છે.--સતિષ પટેલ (talk) ૨૩:૫૪, ૨૭ મે ૨૦૧૩ (IST)
- આપના આરોગ્યની સુખાકારી માટે અનેક શુભકામના સાથે પ્રભુ-પ્રાર્થના. કાર્ય કરતા રહેશો એવી શુભેચ્છાઓ સહ--સતિષ પટેલ (talk) ૦૦:૦૩, ૨૮ મે ૨૦૧૩ (IST)
- સ્વાગતમ્ સ્વાગતમ્ સુસ્વાગતમ્.... આજે એવું લાગ્યું જાણે કે લામ્બા સમયે દેશાટન કરવા ગયેલ સ્વજન પાછું આવ્યું. અને તે પણ અખાના ચાબખા જેવી સુંદર મજાની ભેટ લઈને. સ્રોત પર આપના ગુલાબી અક્ષરોનો હસ્તાક્ષર જોઈને જે આનંદ મળ્યો છે તે કેમ વ્યકત કરું તે સમજાતું નથી. અને લ્યો આપનો પ્રવેશ વળી કેવો શુભ કે આપણે ૨૭૦૦ નો આંકડો પાર કરી લીધો. બહેરહાલ, તબિયત પહેલી સાચવશો અને મળતા રહેશો. --Sushant savla (talk) ૦૭:૨૫, ૨૮ મે ૨૦૧૩ (IST)
- વાહ, અશોકભાઈ તમે શરૂઆત કરી દીધી...સરસ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૫૪, ૨૮ મે ૨૦૧૩ (IST)
- સ્વાગતમ્ સ્વાગતમ્ સુસ્વાગતમ્.... આજે એવું લાગ્યું જાણે કે લામ્બા સમયે દેશાટન કરવા ગયેલ સ્વજન પાછું આવ્યું. અને તે પણ અખાના ચાબખા જેવી સુંદર મજાની ભેટ લઈને. સ્રોત પર આપના ગુલાબી અક્ષરોનો હસ્તાક્ષર જોઈને જે આનંદ મળ્યો છે તે કેમ વ્યકત કરું તે સમજાતું નથી. અને લ્યો આપનો પ્રવેશ વળી કેવો શુભ કે આપણે ૨૭૦૦ નો આંકડો પાર કરી લીધો. બહેરહાલ, તબિયત પહેલી સાચવશો અને મળતા રહેશો. --Sushant savla (talk) ૦૭:૨૫, ૨૮ મે ૨૦૧૩ (IST)
આગામી પરિયોજના ૨૩
[ફેરફાર કરો]અશોકભાઈ નમસ્કાર, કેમ છો? તબિયત ક્ષેમ કુશળ હશે. વિકિસ્રોત હાલની પરિયોજનાઓમાં ઘણું ગદ્ય સાહિત્ય ઉમેરાયું છે. હવે ૨૩મી પરિયોજના હેઠળ કશું પદ્ય સાહિત્ય આવે તો સરસ. મારો એવો વિચાર હતો કે આપણે જેમ અમુક સમય પહેલા "પરિયોજના દલપત સાહિત્ય " ઉપાડી તેમ હવે "અખા ભગતનું સાહિત્ય"એવી પરિયોજના ચાલુ કરીયે તો કેમ? તેનું નેતૃત્વ આપથી શક્ય બને તો આપ સંભાળો. જો તબિયત ને પ્રતિકુળતા હોય તો આપ અને વ્યોમ ભાઈ સહિયારી રીતે તેનું સંચાલન કરો. આ પરિયોજના હેથળ અખા ભગતના ઉપલબ્ધ હોય તેવા સર્વ પુસ્તકો ચડાવી દઈએ. શું કહો છો? --Sushant savla (talk) ૧૦:૦૬, ૯ જૂન ૨૦૧૩ (IST)
- સુશાંતભાઈ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અખાના છપ્પા તો તમામ અશોકભાઈએ ચડાવી દીધા છે તે સિવાયનું કોઈ સાહિત્ય ચડાવવા જેવું ઉપલબ્ધ હોય તો ચડાવી શકાય. જોકે અશોકભાઈ આ બાબતમાં વધુ ચોક્સાઈથી જણાવી શકશે. બાકી આગામી પરિયોજના અશોકભાઈ સંચાલિત, મારી અને અશોકભાઈની સહિયારી સંચાલિત કે પછી મારી એકલા દ્વારા સંચાલિત હોય મને એક પણ વિકલ્પમાં વાંધો નથી. સોરઠ, તારાં વહેતાં પાણીનાં બે પ્રકરણો એક મહર્ષિભાઈ અને બીજું કોઈ અન્ય સભ્ય પાસે છે જે બાકી છે હું આજે તેમનો બને તો સંપર્ક કરવા ધારું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૪૫, ૯ જૂન ૨૦૧૩ (IST)
- આપણા વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય ના પાના પર અનુભવબિંદુ , અખેગીતા, અખાના છપ્પા એ પુસ્તકોનો ઉલ્લેખ છે. અન્ય પુસ્તકો પણ હોય તો તેને જોડી શકાય. હું પણ મુંબઈમાં તેની ઉપલબ્ધતા તપાસું છું.--Sushant savla (talk) ૧૧:૨૫, ૯ જૂન ૨૦૧૩ (IST)
- હા, આમાંથી કોઈ પુસ્તક મળે તો ચડાવી જ શકાય. મારી પાસે પદ્યમાં પ્રેમાનંદ, શામળભટ વગેરેનું પદ્ય સાહિત્ય છે અને એક કોપી અશોકભાઈ પાસે પણ છે એટલે પદ્ય સાહિત્ય ચડાવીશું એવું તો નક્કી જ રાખીએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૦, ૯ જૂન ૨૦૧૩ (IST)
- અશોકભાઈ સાથે મારે વાત થઈ છે અને તેમની પાસે આ બંને પુસ્તક છે અને અખાના છપ્પા પણ અધૂરા છે જે આપણે આ પરિયોજનામાં પૂર્ણ કરી લેવા એવો મારો વિચાર છે તો આપણે આગામી પરિયોજના તરીકે અખા સાહિત્ય એવા નામ હેઠળ અખેગીતા, અનુભવબિંદુ અને અન્ય સાહિત્ય લેવું એવો અશોક્ભાઈનો અને મારો વિચાર છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૧૪, ૧૦ જૂન ૨૦૧૩ (IST)
- હા, આમાંથી કોઈ પુસ્તક મળે તો ચડાવી જ શકાય. મારી પાસે પદ્યમાં પ્રેમાનંદ, શામળભટ વગેરેનું પદ્ય સાહિત્ય છે અને એક કોપી અશોકભાઈ પાસે પણ છે એટલે પદ્ય સાહિત્ય ચડાવીશું એવું તો નક્કી જ રાખીએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૦, ૯ જૂન ૨૦૧૩ (IST)
- આપણા વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય ના પાના પર અનુભવબિંદુ , અખેગીતા, અખાના છપ્પા એ પુસ્તકોનો ઉલ્લેખ છે. અન્ય પુસ્તકો પણ હોય તો તેને જોડી શકાય. હું પણ મુંબઈમાં તેની ઉપલબ્ધતા તપાસું છું.--Sushant savla (talk) ૧૧:૨૫, ૯ જૂન ૨૦૧૩ (IST)
આભાર
[ફેરફાર કરો]અખાના અનુભવ | |
પરિયોજના અખાના અનુભવ પૂર્ણ થઈ છે અને તેમાં આપનો અમૂલ્ય ફાળો છે. તે માટે હું આપનો ખૂબ જ આભાર માનું છું. આ પરિયોજનામાં આપણે પ્રાચીન સર્જક અખાની કેટલીક કૃતિઓ ચડાવી જે વાંચવા મળવી મુશ્કેલ છે. ફરી એક વાર આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૧૩, ૧૯ જુલાઇ ૨૦૧૩ (IST) |
સિંધુડો - મેઘાણી
[ફેરફાર કરો]બહુ સરસ કાર્ય થયું આ તો! (સિંધુડાનું) હવે આપણે આગામી પરિયોજનામાં સ્ત્રોત પર સિંધુડો વહાવીશું. જ્યારે ખાંગા મેઘ જુનાગઢને તરબોળ કરે ત્યારે પેલા વ્યોમભાઈના કોમ્પ્યુટરને પણ ભેજેશન (" ભેજ માણવાનું વેકેશન" કે "ભેજું ચલાવવાન કાર્યથી કામચલાઉ નિવૃત્તિ") તો જોઈને ! ભલે તેનાય હાડકાં પાંસળા આરામ કરી લેતા ! જ્યારે ઈલાજ થશે ત્યારે એય બચારાને જાળા બાવાથી મુક્તિ મળશે! જાળા બાવાથી વિચાર આવ્યો કે હાલના સમયમાં આપણો જનસમુદાય વૈજ્ઞાનિક, ભૌગોલિક, આર્થિક આદિ વિષયોના બાવા જાળામાં એવો તો રુંધાઈ ગયો છે કે તેનો સાહિત્ય પ્રેમી, તત્વ મીમાંસક, ભક્તિ ભાવક આત્મા ક્યાંઈક ખોવાઈ ગયેલ્લો પ્રતીત થાય છે. તેનાય તે "ભેજેશન"ને જલદી ટૂંકાવી બાવા જાળાં હટાવી અને ફરી "રીબુટ" કરવાની જરૂર છે. ! :)--Sushant ૧૯:૦૯, ૯ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
- પાનું નમ્બર ૨ અને ૩ દેખાતા નથી. જરા જોઈ આપશો. --Sushant ૧૦:૩૭, ૧૯ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
- BIG SORRY !! સ્કેન કરવામાં જ એ બે પાનાં રહી ગયા !! મને પણ આપે જણાવ્યું ત્યારે ધ્યાને ચઢ્યું. એ પુસ્તક તો વ્યોમભાઈ પરત કરી આવ્યા પરંતુ હવે તેમને ફરી એક વખત તકલીફ આપીશ અને બે પાના સ્કેન કરી મુકીશ. ત્યાં સુધી એટલું અધુરૂં રાખવું પડશે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૨૬, ૧૯ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, સુશાંતભાઈ ભેજેશન પૂર્ણ થઈ ગયેલ છે અને હાલ તો કાર્યવાહી બરાબર ચાલી રહી હોય એમ લાગે છે. હવે સિંધુડોના બે પાનાંનો ફોટો (બે પાનાં માટે આખું પુસ્તક અશોકભાઈ તમને આપવું તેના કરતાં આ સારું રહેશે, કાંઈ ફેરફાર હોય તો જણાવશો.) હું પાડી લાવીશ અને બીજું એકાદ સારું પુસ્તક મળશે તો લેતો આવીશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૬, ૨૦ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
- BIG SORRY !! સ્કેન કરવામાં જ એ બે પાનાં રહી ગયા !! મને પણ આપે જણાવ્યું ત્યારે ધ્યાને ચઢ્યું. એ પુસ્તક તો વ્યોમભાઈ પરત કરી આવ્યા પરંતુ હવે તેમને ફરી એક વખત તકલીફ આપીશ અને બે પાના સ્કેન કરી મુકીશ. ત્યાં સુધી એટલું અધુરૂં રાખવું પડશે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૨૬, ૧૯ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
- પાનું નમ્બર ૨ અને ૩ દેખાતા નથી. જરા જોઈ આપશો. --Sushant ૧૦:૩૭, ૧૯ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
અહો આશ્ચર્યમ્
[ફેરફાર કરો]આ તો ખરેખર આશ્ચર્યનો સુખદ આંચકો લાગેલ છે કારણ કે આ સંદેશ હું તમને મારા ટેબ્લેટથી આપી રહ્યો છું. મામલો એમ છે કે આપણી ગુજરાતી વિકિના મોબાઈલ સાઈટ બરાબર ચાલતી નથી આ હું આપણા ડેસ્કટોપની સાઈટ પર પહોંચ્યો તો ત્યાં બધું બરાબર દેખાય છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૧૫, ૨૨ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
- વ્વ્વ્વ્વાહ !!! હવે એક દા‘ડો બેસી પડીને મોબાઈલ સાઈટમાં શું લોચો છે તે પણ શોધી કાઢીએ. આશા રાખું કે આજે આપનું ડબલું (એટલે કે કમ્પ્યુટર !) પણ ચાલુ થઈ ગયું હશે. પેલા ગલુ..ને નપા વાળા લઈ ગયા છે, એટલે કાલે અગરબત્તીઓ બાળવી નહિ પડે. પધારશો. અને બાકી રહી ગયેલાં બે પાનાં (મેઘાણી) મોકલશોજી. ચાલો હવે પાર્ટી આપો ! (ટેબ્લેટમાં ગુજરાતી ચાલુ થયું એના માનમાં :-) )--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૭, ૨૩ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
સ્વાગતમ્
[ફેરફાર કરો]બીજી ઈનિંગમાં આપનું સ્વાગત છે. આજે સ્રોત પર વહેણ બમણાં ઉત્સાહથી વહેતું ભાસે છે. --Sushant ૦૮:૦૨, ૭ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- વાહ, અશોકભાઈ સ્રોત પર તમને (જોઈને) મજા આવી ગઈ. બાકી રૂબરૂમાં કાલે મળીએ.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૪૬, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)
અંગદવિષ્ટિ
[ફેરફાર કરો]મામેરૂં | |
સ્રોત પર મધ્યકાલીન સાહિત્યની પદ્યવાર્તાઓમાં વધુ એક અંગદવિષ્ટિને સફળતાપૂર્વક ઉપલબ્ધ કરાવી અને તેમાં તમારો ફાળો અમૂલ્ય હતો. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રસંગે રાજા રવિ વર્માના આ પ્રસંગને દર્શાવતા તૈલચિત્રને ભેટ તરીકે મોકલું છું. આભાર |
રાવણ મંદોદરી સંવાદ
[ફેરફાર કરો]રાવણ મંદોદરી સંવાદ | |
સ્રોત પર પદ્યવાર્તાની મોસમમાં રાવણ મંદોદરી સંવાદ નામે વધુ એક ફૂલ ખીલવ્યું અને તેમાં આપનો સુંદર સહકાર મળી રહેતાં કામ આનંદપૂર્વક અને ઝડપથી પૂર્ણ થયું. આ પ્રસંગે મંદોદરી અને રાવણ વચ્ચે થતા વાર્તાલાપનું અજ્ઞાત ચિત્રકાર દ્વારા ચિત્રિત ચિત્ર મોકલું છું. આભાર. |
- આભાર વ્યોમજી, આ તરેહ જોતાં (વિષયને અનુલક્ષીને આભારભેટ આપવાની !) હવે ગુલાબજાંબુ કે કાજુકતરી વિષયે સાહિત્યલેખની પરિયોજના જલદી ચાલુ થાય તેવી રાહ રહેશે. (જો કે એમાં માત્ર ચિત્રથી કામ નહીં ચાલે !!) :-) :-) :-) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૧, ૧૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
પ્રભુ પધાર્યા
[ફેરફાર કરો]પ્રભુ પધાર્યા | |
ભારતીય પ્રજાના અને ખાસ કરીને ગુજરાતી પ્રજાના પડોશી દેશ બર્મા સાથેના વ્યવહાર અને સંબંધને આલેખતી આ કથા પ્રભુ પધાર્યાની પરિયોજના પૂર્ણ થાય છે આ પ્રસંગે ભગવાન બુદ્ધની યાંગંઉ ખાતેની આ મૂર્તિની તસ્વીર મોકલું છું. રાષ્ટ્રિય શાયર મેઘાણી રચિત આ નવલકથાને સ્રોત પર ઉપલબ્ધ કરાવવામાં તમારો અમૂલ્ય ફાળો આપવા બદલ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૫૯, ૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST) |
ગાંધીજીનો અક્ષરદેહ - ૧
[ફેરફાર કરો]ગાંધીજીનો અક્ષરદેહ - ૧ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. મોહનદાસ કરમચંદ ગાંધીના લેખનોનું સંકલન "ગાંધીજીનો અક્ષરદેહ - ૧" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk) |
અખાના છપ્પા
[ફેરફાર કરો]કેમ છો! તમારી જે નોંધ છે, અખાના છપ્પા પર કે: "આ લેખમાં વપરાયેલી જોડણી, વ્યાકરણ અને ભાષા મૂળ લેખકનાં સમયનાં છે" એની વિષે પૂછવું 'તું કે મૂળ સ્રોત ક્યાંથી મળ્યું તમને, અને જો હોય તો લિંક જોડાશે કે ફોટા ચડાવવાશે? ઘણો આભાર DerekWinters (ચર્ચા) ૦૫:૪૩, ૨૩ જુલાઇ ૨૦૧૮ (IST)
Indic Wikisource Proofreadthon II 2020
[ફેરફાર કરો]Sorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
After successfull first Online Indic Wikisource Proofreadthon hosted and organised by CIS-A2K in May 2020, again we are planning to conduct one more Indic Wikisource Proofreadthon II.I would request to you, please submit your opinion about the dates of contest and help us to fix the dates. Please vote for your choice below.
Last date of submit of your vote on 24th September 2020, 11:59 PM
I really hope many Indic Wikisource proofreader will be present this time.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
Indic Wikisource Proofreadthon II 2020
[ફેરફાર કરો]Sorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
Thank you for participating at Pool for date selection. But Unfortunately out of 130 votes 69 vote is invalid due to the below reason either the User ID was invalid or User contribution at Page: namespace less than 200.
Dates slot | Valid Vote | % |
---|---|---|
1 Oct - 15 Oct 2020 | 26 | 34.21% |
16 Oct - 31 Oct 2020 | 8 | 10.53% |
1 Nov - 15 Nov 2020 | 30 | 39.47% |
16 Nov - 30 Nov 2020 | 12 | 15.79% |
After 61 valid votes counted, the majority vote sharing for 1st November to 15 November 2020. So we have decided to conduct the contest from 1st November to 15 November 2020.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available in any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. Before adding the books, please check the pagination order and other stuff are ok in all respect.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: This time we have decided to give the award up to 10 participants in each language group.
- A way to count validated and proofread pages:Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 01 November 2020 00.01 to 15 November 2020 23.59
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisource proofread will be present in this contest too.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન
[ફેરફાર કરો]પ્રિય Ashok modhvadia, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.
વિકિસ્રોત સમુદાય વતી
જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
Requests for comments : Indic wikisource community 2021
[ફેરફાર કરો](Sorry for writing this message in English - feel free to help us translating it)
Dear Wiki-librarian,
Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.
Please write in detail, and avoid brief comments without explanations.
Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)