આ તે શી માથાફોડ !
આ તે શી માથાફોડ ! ગિજુભાઈ બધેકા ૧૯૩૪ |
આ તે શી માથાફોડ !
સ્વ. ગિ જુ ભા ઈ ❊ પો. બો. નં ૩૪ દરબારગઢ, ભા વ ન ગ ર (સૌ રા ષ્ટ્ર) |
આ તે શી માથાફોડ !
સ્વ. ગિ જુ ભા ઈ ❊ પો. બો. નં ૩૪: ભા વ ન ગ ર (સૌ રા ષ્ટ્ર) |
૧ લી આવૃત્તિ ૧૯૩૪
૨ જી ” ૧૯૬૧
પુનમુદ્રણ ૧૯૮૩
પંદર રૂપિયા
પ્રકાશક
દીપકકુમાર શાહ, સંસ્કાર સાહિત્ય મંદિર વતી
મુદ્રક
રાધેશ્યામ પ્રિન્ટીંગ પ્રેસ, લોખંડ બજાર, જગાફોકનો ડેલો, ભાવનગર.
બે બોલ
(પહેલી આવૃત્તિ વખતે)
માથાફોડ કરવી કોઇને ગમતી નથી, પણ ઈશ્વર માનવીને માથાફોડ કરાવ્યા વિના જંપે તેવો ક્યાં છે ? રાયથી માંડી ને રંક સુધી સર્વને માથાફોડ, માથાફોડ ને માથાફોડ ! તમામ માબાપોને જે માથાફોડ કરવી પડે છે તેનાથી તોબા ભગવાન ! એ કરતા તો છોકરાં ન થાય તો સુખે રહીએ એમ થઈ જાય !
પણ છતાં માબાપોની આ માથાફોડ અંદરથી કેટલી બધી મીઠી છે તે જાણવું હોય તો માતાને જઈને પૂછો એટલે ખબર પડે. અને આવી માથાફોડને મીઠી માનનારી માતાઓ એક બે નથી પણ લાખો કરોડો છે, એમ નક્કી સમજો.
છતાં આવી મીઠી માથાફોડ પણ ઘડીભર તો મા બાપનું પણ જીવતર ખારું કરી નાખે છે, એમાં શક નથી. એટલે આજે મારા મિત્ર ગિજુભાઈ બહાર આવે છે ને કહે છે : "સારી આલમનાં માબાપો ! તમને જે માથાફોડ લાગે છે તે માથાફોડ જ નથી. તમારી તબિયત ઠેકાણે રાખીને જુઓ એટલે માથાફોડ ટળી જઈને તમને એ સ્થાને કંઈક બીજું જ દેખાશે." ઉપરથી માથાફોડ દેખાતી વસ્તુ ખરી રીતે કંઈ બીજું જ છે એ દેખાડવા માટે મારા મિત્રે આ લખ્યું છે. ગિજુભાઈનાં ચશ્મા જેઓ આંખે ચડવશે તેમને આ નવું દર્શન થશે. એ ચશ્મા સૌ કોઈ પહેરી શકે એવાં જ છે. માત્ર કોઈ લોકો માથાફોડને જોવાનો જ આગ્રહ રાખી ચશ્માં ન ચડાવે તો ગિજુભાઈ બિચારા શું કરશે ? એવાંની માથાફોડ એમને મુબારક હો !
ભાઈ તારાચંદ કોઠારીએ પોતાનાં ધર્મ પત્ની જાસુબહેનના સ્મરણમાં આ પુસ્તક છપાવી દક્ષિણામૂર્તિને તો આભારી કરી છે, પણ ગુજરાતનાં માબાપોને પણ આભારી કર્યા છે, એમ કહું તો વધારે પડતું નહિ ગણાય.
૭, ૮, ૩૪.
નિયામક
આ તે શી માથાફોડ !
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |