આ તે શી માથાફોડ !/૮૧. મને ત્યાં જવું નથી ગમતું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૮૦. રડતાં જોઉ ત્યારે આ તે શી માથાફોડ !
૮૧. મને ત્યાં જવું નથી ગમતું
ગિજુભાઈ બધેકા
૮૨. બા કહે છે - →


હું ત્યાં જોઉં છું ત્યારે આંગણમાં જ છોકરાને દિશાએ ગયેલાં ભાળૂં છું. ઉપર માખો બણબણતી હોય છે. ભંગી આવે ત્યારે વળાય. બા વાળે તો નહાવું પડે ને બાપા વાળી નાખે એ તો કદી બનવાનું જ નથી તો !

આંગણામાં જ શેરડીનાં છોયાં, કાગળના ડૂચા, જેતે નકામાં ઠીકરાં, ઈંટડાં ને કપડાંના કટકા પડ્યાં હોય છે; પણ જ્યાં દિશાની પણ પરવા નહિ ત્યાં આને ઉપાડનારું કોણ મળે ?

અંદર જોઉં છું તો ઘરના બારણા આગળ જ જોડા આડાઅવળા પડેલા ભાળું છું. કોઈ કોઈ જોડા તો ઊંધાચત્તા પણ જોઉં છું. એ જોડા ઉપર ધૂળ ચડી હોય, ગંદા હોય એની તો નવાઈ જ નહિ ! એવું સાફ કરવા કોણ નવરું હોય ?

ઓશરીમાં ફરું છું તો જેનાંતેનાં નાનાં કપડાં, કોઈની ચોપડી, કોઈનો રૂમાલ, કોઈનાં રમકડાં, કોઈનું કંઈ ને કોઈનું કંઈ, જ્યાત્યાં પડેલાં દેખું છું. અને એ બધું એવું છે કે હાથમાં લેવાનું મન પણ ન થાય. ચોપડીનાં પૂઠાં ફાટલાં, કપડું ગંદુ, રમકડું જૂનું ને તુટલું, મોટર સાવ ભાંગીને છુંદાઈ ગયેલી, રબ્બરની ચકલીનું પેટ ફાટી ગયેલું : એવાં કેટલાંયે ભાંગલાંતૂટલાં રમકડાં રઝળતાં હોય. મને ત્યાં નથી ગમતું.


*