આ તે શી માથાફોડ !/૮૨. બા કહે છે -

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૮૧. મને ત્યાં જવું નથી ગમતું આ તે શી માથાફોડ !
૮૨. બા કહે છે -
ગિજુભાઈ બધેકા
૮૩. મારો બચુ →


બા કહે છે: "સંભાળીને ચાલ, પડી જઈશ." પણ તેમ છતાં હું પડી જાઉં છું.

બાપા કહે છે: "ઊંઘી જાઓ, વહેલું ઊઠવાનું છે." પણ તેમ છતાં મને ઊંઘ નથી અવાતી.

બા કહે છે: "ઝટ ચાલીને થાળી લઈ આવ."પણ મારાથી ઝટ નથી ચલાતું.

બાપા કહે છે: "સરખું બોલતાં ભૂલ કેમ પડે છે ?" પણ તેમ છતાં વારંવાર ભૂલ પડે છે.

બા કહે છે: "જો રડ ના. રડાય નહિ."પણ તેમ છતાં મારાથી રડી જવાય છે.

બા કહે છે: "બીજાને ત્યાં ચૂપ રહેવું. "પણ તેમ છતાં મારાથી બોલી જવાય છે.

બાપા કહે છે: "પૂછ્યા વિના ફળિયામાં જવું નહિ. "પણ છતાં ફળિયામાં હું ચાલ્યો જાઉં છું."


*