આ તે શી માથાફોડ !/૧૯. તમે શું સમજો ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૮. એ બા, ધોવરાવને ? આ તે શી માથાફોડ !
૧૯. તમે શું સમજો ?
ગિજુભાઈ બધેકા
૨૦. રહેવા દેને દૂધડી, રહેવા દેને ! →


: ૧૯ :
તમે શું સમજો ?

“બાળઉછેરની બાબતમાં તમે શું સમજો ? ખરો અનુભવ તો મને છે.”

“એમ ? ત્યારે કહો જોઈએ, તમે કેટલા બાળકો ઉછેર્યાં છે ?”

“કેટલાં કેમ ! એક બે નહિ, પણ નવ !”

“અને એમાંનાં કેટલાં ઊછર્યાં ?”

“બેસ્તો !”