આ તે શી માથાફોડ !/૯૮. આવું હજી છે ?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૯૭. પ્રશ્ન કેમ પૂછતો નહોતો ? આ તે શી માથાફોડ !
૯૮. આવું હજી છે ?
ગિજુભાઈ બધેકા
૯૯. શેઠાણી, ગાડીવાન અને છોકરાઓ →


"બસ, ન આવડે કેમ ? રોજ ને રોજ ભૂલી જ જાય છે ? ગોખ્યાગોખ કરીએ તો કેમ ન આવડે ? અમે નાના હતા ત્યારે એમ જ કરતા; ને ન આવડતું તો તડ દઈને લપાટ પડતી. ચાલો, ગોખ, ગોખ. સામે શું જુએ છે, આમ ડોળા કાઢીને ? ગોખ્યા વિના ક્યાંથી આવડશે ? ને નહિ આવડે તો ભીખ માગીશ ભીખ; ને આજ તો ભીખે કોણ આપશે ? ભૂખે મરીને રવડી મરીશ."


"જોને ટોકળા જેવડી થઈ પણ આવડે છે એકે ય કામ ? એક તણખલું તોડીને બે તો કરતી નથી. એક વધી જાણ્યું ને ઊછળી જાણ્યું છે, ને બે ટંક ખૂબ ખાઈ જાણ્યું છે ! ત્યાં સાસરે સાસુ તારી સગી નથી. એ તો હું બધું ચલવું, મા જનેતા છું તેથી. જોજેને, હેરાન હેરાન ન થઈ જા તો !"


*