લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૯૯. શેઠાણી, ગાડીવાન અને છોકરાઓ

વિકિસ્રોતમાંથી
← ૯૮. આવું હજી છે ? આ તે શી માથાફોડ !
૯૯. શેઠાણી, ગાડીવાન અને છોકરાઓ
ગિજુભાઈ બધેકા
૧૦૦. પોતાના રમતાં બાળકો પ્રત્યે  →


: ૯૯ :
શેઠાણી, ગાડીવાન અને છોકરાઓ

“એ આમ આવ, આમ આવ ! કેમ આટલો બધો મોડો આવ્યો ? ભાન નથી કે તારા વિના છોકરાં બેસી રહ્યાં છે ? યાદ રાખજે કાલથી મોડો આવ્યો છે તો ! ખબર નથી રોજ છોકરાંને ફરવા લઈ જવાનાં છે ? શેઠનો શો હુકમ છે ? જો આજે તો જવા દ‌ઉં છું; કાલ શેઠને જ કહીશ. ચાલ જા, ગાડી તૈયાર કરીને છોકરાંને લઈ જા.”


“એ છોકરાંઓ આમ આવો, આમ. કેમ ક્યારનો વખત થયો છે ને બોલાવું છું છતાં આવતાં જ નથી ? હવેથી સાદ કરું કે તરત આવજો, નીકર ગાડી હાંકી જઈશ. યાદ રાખજો, જો કાલથી નથી આવ્યાં તો ? શેઠાણીએ શું કીધું છે ? સાંજ પડે તે પહેલાં સૌને પાછાં લાવવાં. ચાલો બેસી જાઓ; આજે તો જવા દ‌ઉં છું.