આ તે શી માથાફોડ !/૬૭. પરાવલંબન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૬૬. કજિયા આ તે શી માથાફોડ !
૬૭. પરાવલંબન
ગિજુભાઈ બધેકા
૬૮. સ્વાવલંબન →


: ૬૭ :
પરાવલંબન

બાપા, બૂતાન બીડી દ્યોને ?

બા, આ નથી ઊપડતું.

બેન, બૂટ પહેરાવોને ?

બા, નવરાવી દ્યોને ?

નાના કાકા, સાંકળ વાસી દ્યોને !

બાપુ, ચોપડી નથી જડતી; ગોતી આપોને ? "બા, ઊભી રહીને સાથે ચાલને ? મોટાભાઈ, રૂમાલનો દડો કરી દ્યોને ?