આ તે શી માથાફોડ !/૭૦. સાચી મદદ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૬૯. ખોટી મદદ આ તે શી માથાફોડ !
૭૦. સાચી મદદ
ગિજુભાઈ બધેકા
૭૧. બાળકો વાતો કરે છે →


: ૭૦ :
સાચી મદદ

શું છે ? બારણું નથી ઊઘડતું ? જો જરા આમ ખેંચી જો, એટલે ઊઘડશે.

શું છે ? નાડી નથી બંધાતી એમ કે ? જો આમ કરીને બાંધ જોઈએ ?


શું છે ? ટોપી નથી ઉતારી શકતો ? પેલી લાકડીથી કે સળિયાથી ઉતાર તો ?

શું છે ? ખીલી નથી મરાતી ? જો આમ હથોડી પકડ ને આવી રીતે ઘા કર.

શું છે ? ચોરણી નથી પહેરાતી ? જો આમ બેસીને આમ પગ નાખ જોઈએ ?