આ તે શી માથાફોડ !/૯૨. તમને શું લાગે છે ?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૯૧. એ... પણે બાપુ આવે આ તે શી માથાફોડ !
૯૨. તમને શું લાગે છે ?
ગિજુભાઈ બધેકા
૯૩. શાંતિમાં ભંગ કેમ પાડે છે ? →


શિવજીભાઈ બહુ કડક હતા. ઘરમાં ચાર છોકરાં: રતુ, અમૃત, ધીરી ને છબલ. ચારે છોકરાં એમનું નામ સાંભળીને ધ્રૂજે. શિવજીભાઈને ઘેર આવવાનો વખત થાય ત્યાં તો સૌ પાઠ કરવા બેસી જાય. કોઈ ચૂં કે ચાં ન કરે. શિવજીભાઈ ઘરમાં રહે ત્યાં સુધી સૌ ડાહ્યુંડમરું. જ્યાં શિવજીભાઈ બહાર ગયા કે કૂદાકૂદ, ધક્કંધક્કા, ગમ્મતરમત, નગંનાચા. ચોપડી તો હાથમાં યે કોણ લે ?

શિવજીભાઈ મનમાં એમ સમજતા હશે કે છોકરાં કેવાં ડાહ્યાં અને કામઢાં છે ? શિવજીભાઈ મનમાં એમ સમજતા હશે કે જોયું, મારો રોફ કેવું સરસ કામ કરે છે ?

શિવજીભાઈ ભલે એમ ધારે, પણ તમને સૌને શું લાગે છે ?

*