આ તે શી માથાફોડ !/૮૫. તમે શું ધારો છો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૮૪. અનાથ બાળક આ તે શી માથાફોડ !
૮૫. તમે શું ધારો છો
ગિજુભાઈ બધેકા
૮૬. એક પ્યાલે પાણી પીવાય ? →


"બા, મોટીબેન સાથે હું હવેલીએ જાઉં ? મારે શ્રીનાથજીનાં દર્શન કરવાં છે."

"ભલે જા."

"બાપા, હું આજે ઉપવાસ કરું ? આજે શિવરાત્રી છે."

"હા, ભલે કર."

"બા, રસૂલ સાથે મસીદમાં જાઉં ? નમાજ કેમ પઢાય એ મારે જોવું છે."

"જા, જોઈ આવ."

"બાપા, મેરીબેન સાથે દેવળમાં જાઉં ? હું પણ પ્રાર્થના કરવાનો."

"ભલે જા, દેવળમાં જઈ આવ.""બા, મોતીબેન સાથે હું હવેલીએ જાઉં ?"

"આપણે ત્યાં ન જવાય; શિવમંદિરે જા."

"બાપા, હું શિવરાત્રીનો ઉપવાસ કરું ?"

"ના રે, આપણે તે વળી શિવરાત્રી કેવી ? આપણે તો એકાદશી કરાય."

"બા, હું રસૂલ સાથે મસીદમાં જાઉં ?"

"મસીદમા ? મસીદમાં તે જવાય ? તું કાંઈ મુસલમાન છે ?"

"બાપા મેરીબેન સાથે દેવળે જાઉં ? મારે પ્રાર્થના કરવી છે." "મૂરખા ! વિશ્વાસી થઈ ગયો કે શું ? આપણાથી ત્યાં ન જવાય."


*