આ તે શી માથાફોડ !/૧૭. કોણ ખોટા બોલું ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૬. બાએ મને મારી આ તે શી માથાફોડ !
૧૭. કોણ ખોટા બોલું ?
ગિજુભાઈ બધેકા
૧૮. એ બા, ધોવરાવને ? →


: ૧૭ :
કોણ ખોટાબોલું ?

“સમરથ કાકી, ચપટી ચણાનો લોટ છે કે ? મારી બાને કઢીમાં નાખવો છે.”

“બાપુ, લોટ તો કાલનો થઈ રહ્યો છે; એક ચપટીયે નથી.”

લક્ષ્મી કહે: "બાડી, ઓલી પાલીમાં થોડોક પડ્યો છે ને !”

“રાંડ એટલો તો આપણે જોવેને ? આજ કઢી શેણે કરાશે ?”

“પણ ત્યારે નથી એમ શું કામ કીધું ?”

લક્ષ્મી કહે: “બાડી, ઓલી પાલીમાં થોડોક પડ્યો છે ને !”

“રાંડ એટલો તો આપણે જોવેને ? આજ કઢી શેણે કરાશે ?”

“પણ ત્યારે નથી એમ શું કામ કીધું ?”