આ તે શી માથાફોડ !/૪૯. પણ હું ના પાડું છું ના !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૪૮. શું કામ ? આ તે શી માથાફોડ !
૪૯. પણ હું ના પાડું છું ના !
ગિજુભાઈ બધેકા
૫૦. નહિ બોલું →


: ૪૯ :
પણ હું ના પાડું છું ના !

રતુ: “બા, બાપા કહે છે કે ઓલી ઢીંગલી કબાટમાંથી લઇને રમો.”

બા કહે: “પણ હું ના પાડું છું ના ! અત્યારમાં ઊઠીને રમવાનું ના હોય.”

મનુ કહે: “બા, બાપા કહે છે કે પણે રેતીના ઢગલા ઉપર જઇને રમો.”

બા કહે: “પણ હું ના પાડું છું ના ! રેતીમાં વળી શું રમવું'તું ?”

રતુ કહે: “બા, બાપા કહે છે કે જાઓ નળેથી કળશે કળશે પાણી ભરો.”

બા કહે: “પણ હું ના પાડું છું ના ! ઇ અત્યારમાં ક્યાં સૂઝે છે ? બીજું કાંઇ છે કે નહિં ?”

મનુ કહે: “બા, બાપા કહે છે કે જશીબેનને ત્યાં રમવા જાઓ.”

બા કહે: “પણ હું ના પાડું છું ના ! અત્યારમાં કોઇને ત્યાં નથી જવું.”