આ તે શી માથાફોડ !/૯૦. મને લાગી ગયું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૮૯. બાને નથી ગમતું આ તે શી માથાફોડ !
૯૦. મને લાગી ગયું
ગિજુભાઈ બધેકા
૯૧. એ... પણે બાપુ આવે →


નાની વિદુ રડવા લાગી

"કેમ શું છે બેન ? કોણે લગાડ્યું ?"

"કહે તો ખરી, કોણે માર્યું ?"

વિદુ રડતી હતી.

ચિડાઇને બાએ કહ્યું: "આ છેને ચંપલી, એણે માર્યું હશે."

બાપાએ ઉમેર્યું: "ચંપલીની ટેવ જ એવી છે. જો કોઇ દિ' વિદુને હાથ અડાડ્યો છે તો !"

બાએ ચંપા સામે હાથ ઉગામ્યો: "જો આ ચંપા છે જ એવી !"

વિદુએ રડવું અટકાવી કહ્યું: "બા, ચંપાએ મને નથી માર્યું; એ તો એનાથી મને લાગી ગયું. ચંપાનો વાંક જરા યે નથી."