આ તે શી માથાફોડ !/૮૯. બાને નથી ગમતું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૮૮. બાપુજી સાથે નથી આ તે શી માથાફોડ !
૮૯. બાને નથી ગમતું
ગિજુભાઈ બધેકા
૯૦. મને લાગી ગયું‎ →


ચંચળ અને લક્ષ્મી અંદર અંદર વાતો કરતાં હતાં.

ચંચળ કહે: "લક્ષ્મી મને તારા જેવી ઢોલણી બહુ ગમે છે. તારી જેમ જ એકલાં સૂવાની મરજી થાય છે."

લક્ષ્મી કહે: "ત્યારે કેમ સીતી નથી ?"

ચંCચળ કહે: "પણ બા ઢોલણી ભરાવે ત્યારે ના ? એ તો ભરાવતી જ નથી."

લક્ષ્મી કહે : "હું બાને કહીશ કે ઢોલણી ઝટ ભરાવે."

ચંચળ કહે: "પણ એ તો બાને મારા વિના નથી ગમતું ને મને ભેગી સુવરાવવા માટે ઢોલણી નથી ભરાવતી."

લક્ષ્મી કહે: એવું તે હોય ?

ચંચળ કહે: "સાચે ! બા મને પરાણે ભેGગી સુવારે છે. મને તો નોખા સૂવું બહુ ગમે છે પણ બાને નથી ગમતું."