આ તે શી માથાફોડ !/૧૧૫.હું કહું ત્યારે કરજે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૧૪. બે ઘરોમાં આ તે શી માથાફોડ !
૧૧૫.હું કહું ત્યારે કરજે
ગિજુભાઈ બધેકા
૧૧૬.બતાવો તો ? →


બા શાક વઘારતી હતી.

ઈન્દુને શાક વઘારવાની હોંશ થઈ; ઈન્દુ શાક વઘારી શકે તેવડી હતી.

ઈન્દુએ બાને કહ્યું : "બા, હું શાક વઘારું ?"

બાએ કહ્યું : "હું કહું ત્યારે કરજે; હમણાં ન આવડે."

ઈન્દુ નિરાશ થઈ ચાલી ગઈ.

બાને તાવ આવ્યો,

બાને થયું કે આજે તો ઈન્દુ પાસે શાક વઘારાવું.

બાએ ઈન્દુને કહ્યું : "ઈન્દુ, શાક વઘારને ?"

ઈન્દુએ કહ્યું : "બા, શાક વઘારતાં મને નથી આવડતું." !

*