આ તે શી માથાફોડ !/૧૦૭. આજે નિશાળે નથી જાવું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૦૬. રડીએ તો ગાંડા કહેવાઈએ આ તે શી માથાફોડ !
૧૦૭. આજે નિશાળે નથી જાવું
ગિજુભાઈ બધેકા
૧૦૮. તમારું બાળક તમને કહે કે — →


બાળક : "આજે નિશાળે નથી જવું."

બાપા: "કંઈ નહિ, કાલે જજે."

*

બાળક : "આ કપડું તો નથી ગમતું; બીજું પહેરું ?"

બાપા: "ત્યારે બીજું પહેર; ગમે તે પહેર."

*

બાળક : "આટલું હવે નહિ ભાવે; પડ્યું રહેશે."

બાપા : "ઠીક ત્યારે પરાણે ન ખાતો."

*

બાળક : "હવે આ ઓરડીમાં હું નહિ વાંચું; મને નથી ગમતી."

બાપા: "કંઈ નહિ; ત્યારે પેલીમાં વાંચ."

બાળક : "આજે નિશાળે નથી જવું."

બાપા: "ન કેમ જા ? જાવું પડશે."

*

બાળક : "આ કપડું તો નથી ગમતું બીજું પહેરું ?"

બાપા : "ન કેમ ગમે ? એ જ પહેર."

*

બાળક : "આટલું હવે નહિ ભાવે; પડ્યું રહેશે."

બાપા: "ખાવું પડશે. પડ્યું કેમ મુકાય ?"

*

બાળક : "આ ઓરડીમાં હું નહિ વાંચું; મને નથી ગમતી."

બાપા : "ન કેમ ગમે ? પહેલેથી વિચાર કરવો‘તોને ? હવે તો એમાં જ બેસવું પડશે."