આ તે શી માથાફોડ !/૩૩. સૂડી વચ્ચે સોપારી
Jump to navigation
Jump to search
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૩૨. કોનું માનવું ? | આ તે શી માથાફોડ ! ૩૩. સૂડી વચ્ચે સોપારી ગિજુભાઈ બધેકા |
૩૪. શું કામ નથી માનતો → |
બા:" કેમ અલ્યા સોપારીનો કટકો નાખી દે છે કે નહિ ? અત્યારથી એ હેવા શા સારા ?"
બાપા : "ખાવા દે ને ! એમાં શું બગડી જાય છે ?"
બા : "સરખો બેશ, પલોંઠી વાળીને. આ શું ઊંધા ગૂડા નાખીને બેઠો છે ?"
બાપા : "એમ બેસે તોય સરખું ને આમ બેસે તો ય સરખું, એમાં સરખું શું બેસવું'તું ?"
બા : "આમ સરખો સૂને ! ચત્તોપાટ શું સૂતો છે?"
બાપા : "પડખે સૂવે તો યે ઠીક ને ચત્તો સૂવે તો યે ઠીક. પડાવું હોય એમ પડવા દેને ?"
બા : "એલા જમણે હાથે ખા, જમણે હાથે. ડાબો હાથ ક્યાં લીધો ?"
બાપા : "ડાબો યે સરખો ને જમણો યે સરખો. ખાવા દેને જે હાથે ખાવું હોય તે ! એમાં ક્યાં કાંઈ બગડી જાય છે ?"