આ તે શી માથાફોડ !/૧૨૪. ચણાનો લોટ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૨૩. ઓય , એ તો ચુંક આવતી હતી આ તે શી માથાફોડ !
૧૨૪. ચણાનો લોટ
ગિજુભાઈ બધેકા
૧૨૫. અથાણું →


ચણાનો લોટ

“ચંપા કાકી ! થોડોક ચણાનો લોટ આપોને ? મારી બા મંગાવે છે.”

તે ચણાનો લોટ તો કાલે જ થઈ રહ્યો. ને દળવા આપ્યો છે તે આવ્યો નથી.”

"પણ કાલે તો મેં તપેલીમાં ભાળ્યો'તો કાકી.”

“તે કાલનો લોટ પડ્યો રહેતો હશે ? ઘર છે તે કાંઈ જોતો હશે કે નહિ ?”

“કીધું નહિ બાપુ, થઈ રહ્યો છે ! નીકર મારે શું કામ ખોટું બોલવું પડે, ને ના પાડવી પડે ?”

રાધા લોટ વિના પાછી ગઈ. જીવીએ બાને પૂછ્યું "હેં બા ! લોટ તો માટલીમાં છે, ને ના કેમ પાડી ? તું બા ભૂલી ગઈ'તી ? ને તું તો બા કહેતી હતી ને કે હું ખોટું તો બોલતી જ નથી ?” "તે ખોટું ન બોલે ત્યારે શું સાચું બોલે ? સાચું બોલીએ તો તો ઘર ખાલી થઈ જાય ના ?”

જીવી થંભી ગઈ ! તેનું પ્રામાણિક મન વ્યવહારનીતિનો આ મહાન પાઠ એકાએક ગળે ઉતારી ન શક્યું.