આ તે શી માથાફોડ !/૭૩. બા-બાપા ને નવરાશ છે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૭૨. ભણતરના ખ્યાલો આ તે શી માથાફોડ !
૭૩. બા-બાપાને નવરાશ છે
ગિજુભાઈ બધેકા
૭૪. બા બાપાને નવરાશ નથી →"બા, આવીશને ? અમે કૂબા કર્યા છે તે જોવા."

"હા. પણ જરા આ ઊટકેલ કળશા અભરાઇએ મૂકી દે એટલે ઝટ અવાય."

"બા, ચાલ ચાલ. તને રતુની ગમ્મત બતાવું. એ પણ જાળીએ લટકીને હસે છે."

"ચાલ ત્યારે સંજવારી અવીને કાઢીશ."

"બા, આજે સાંજે અમારી સાથે ફરવા અવીશ ?"

"હા, પણ તમે જરા સમુંનમું કરી નાખોને ? એટલે હું ઝટ વાળી લઇને નવરી થાઉં."

"બા, આજે અમે રાસડા લેવાના છીએ. તું આવજે હો."

"પણ એંઠવાડ કઢાવવા બેસી જજો એટલે વહેલું પતશે. એટલે આવીશ.""બાપુ ચાલો તો, તમને અમે ગાળેલો ખાડો બતાવું."

"તમે ચાલતા થાઓ. આ ચોપડી માંથી આટલું વાંચી ને આવું છું."

બાપુ વાંચી ને જોવા ગયા.

"બાપુજી ! અમે આજે નવી રાંગોળી પૂરી છે. ચાલો જોવા."

"થોડી વાર ખમો. આ બે પત્રો બાકી છે તે લખીને આ આવ્યો."

બાપુ પત્રો લખી રંગોળી જોઇ આવ્યા.

"બાપુ, ચાલો ચાલો; આજે મોટીબેને કંઇક જોવા જેવું આણ્યું છે; કંઇક છે."

"આ આવ્યો, આ જરા હિસાબ ટપકાવી લઉં કે આવ્યો; જરાક વાર છે." બાપુને હિસાબ ટપકાવી લીધો ને જોવા ગયા. બેને નાનો એવો શેળો અણ્યો હતો."

"બાપુ આવશો કે ? મોટાભાઇએ આજે અમારાં ભાષણો ગોઠવ્યાં છે, અને તમારે પ્રમુખ થવાનું છે."

"એમ ? ત્યારે આવ્યો. બે મિનિટની વાર છે. પ્રમુખ બે મિનિટ મોડો થઇ શકે, નહિ વારુ ? આ એક તાર લખીને આ આવ્યો."


*