આ તે શી માથાફોડ !/૫. મારી બાને ખબર ન પડે, હો !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૪. બાળકની દ્રષ્ટિએ કાગા લઈ ગ્યા ! આ તે શી માથાફોડ !
૫. મારી બાને ખબર ન પડે, હો !
ગિજુભાઈ બધેકા
૬. પણ મારી બા ને કહે ને ! →


: ૫ :
મારી બાને ખબર ન પડે, હો !

“એલા કાનજી, શું ખાય છે ?”

“એ તો મમરા ખાઉ છું.”

“મારો ભાગ આપને ?”

“મારી બાએ ના પાડી છે.”

“શું કામ ના પાડી છે ?”

“કાલે તારી બાએ મારી બાને મેળવણ ન આપ્યું એટલે.”

“પણ હું તો તને ભાગ આપું છું ને ? હું ક્યાં ના પાડું છું ?”

“લે ત્યારે મારી યે ના નથી. પણ મારી બાને ખબર ન પડે હો ! ખબર પડશે તો વઢશે ને કહેશે કેઃ ‘ના પાડી’તી ને શું કામ આપ્યા ?”