આ તે શી માથાફોડ !/૧૦. રમુને કેમ માર્યો ?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૯. શુ કરીએ ભાઇ, ક્રોધ ચડે ત્યારે ? આ તે શી માથાફોડ !
૧૦. રમુને કેમ માર્યો ?
ગિજુભાઈ બધેકા
૧૧. રતુને કેમ મારે છે ? →


“રમુ, કેમ રડે છે ?”

“મારી બાએ માર્યો.”

“શું કામ ?”

“કોણ જાણે; મને ખબર નથી.”

“પણ કાંઈક હશે ને ?”

“મને તો એમ ને એમ, વાંક નો'તો ને માર્યો !”

“પણ કાંઈ તો બન્યું હશે ના ? કાંઈક તોફાન ભર્યું હશે.”

“તોફાન તો કોણ જાણે, પણ બા રાંધતી હતી ને મેં જઈને કીધું 'બા, મારી ટોપી ક્યાં છે ?' બા સાણસીથી તાવડી લઈને ચૂલા ઉપર મૂકવા જતી હતી તે પડી ગઈ, તેથી ખિજાઈ ગઈ ને મને કહેઃ "રોયા આવા ને આવા કનડ્યા જ કરે છે ! આલે તાવડી ફૂટી ગઈ ! હવે રોટલા શેણે કરશું ?' એમ કહીને મને ધબ્બો માર્યો.”

*